ડરતાં ડરતાં જીવવાનું ને જીવતેજીવત મરવાનું!

 

gunvant_shah

યાદ છે? વર્ષોપહેલાં ગુજરાતના રાજયપાલ મહેદી નવાઝ જંગ હતા. એમની દીકરી ડો.ઇસ્મત મહેદી ઇજિપ્તની ભારતીય એલચી કચેરીમાં કલ્ચરલ સેન્ટરની ડાયરેકટર હતી. કેરોમાં પૂરા પાંચ દિવસ રહેવાનું બન્યું ત્યારે ઇસ્મતબહેને એક સૂફી ફકીર સાથે મુલાકાત ગોઠવી આપેલી. લાંબી વાતો ચાલી ત્યારે સૂફી અબ્દલ હાઇએ વાતવાતમાં મને કહ્યું :

હું હસું છું કારણ કે
હું એકલો છું.
લોકો હસે છે કારણ કે
તેઓ સૌ સરખા છે.

સદીઓથી મનુષ્યના સ્વરાજય પર તરાપ મારવામાં સમાજને મજા પડતી રહી છે. માણસ પોતીકી રીતે જીવવાનું રાખે ત્યાં તરાપ પડવા માંડે છે. ધર્મ પરંપરાને નામે તરાપ મારે છે. સ્વજનો રિવાજના નામે તરાપ મારે છે. આપણું સ્વરાજય ઝૂંટવી લેવામાં સૌથી મોખરે આપણા પાડોશીઓ હોય છે.

સદીઓથી આપણા માથે એક તલવાર સતત લટકતી રહે છે : ‘લોકો શું કહેશે?’ જીવનની પ્રત્યેક બાબત પર લોકોનો સરેરાશ અભિપ્રાય તૈયાર જ હોય છે. કોઇ માણસ પોતાની ઇરછા મુજબ પરણે ત્યારે લોકોનો સરેરાશ અભિપ્રાય ઘણુંખરું જુદો હોય છે. અહીં ‘સરેરાશ’ શબ્દ જબરો ખતરનાક છે. સરેરાશ સાથે મેળ ન પડે એનું જ નામ ગુનો! સરેરાશ સાથે મેળ પડે એનું જ નામ સલામતી. ધન્ય છે, જેમણે સલામતીને ઠોકર મારી અને ‘ગુનો’ કર્યો. દુનિયા આવા ‘ગુનેગારો’ને કારણે રળિયાત છે.

ઇટાલીમાં એક મહાન ગુનેગાર થઇ ગયો. લોકોએ એને જીવતો બાળી મૂકેલો. એને ગુનો શો હતો? એણે લોકોને મોટે અવાજે કહ્યું કે પૃથ્વી સપાટ નથી, ગોળ છે. એ મહાન ગુનેગારનું નામ બ્રુનો હતું. બ્રુનો ચૂપચાપ બેસી રહ્યો હોત તો મરવું ન પડત. સંત તુકારામે અભંગ લખ્યા એટલે બ્રાહ્મણો ભારે નારાજ થયા. એમણે તુકારામને દેહૂ ગામની ઇન્દ્રાયણી નદીમાં પોતે રચેલા અભંગ પધરાવવાની ફરજ પાડી હતી. દેહૂ ગામે જઇને ઇન્દ્રાયણી નદીના કિનારે ગયો ત્યારે તુકારામના દિવ્ય ગુનાને વંદન કરવાની તક મળી હતી. ત્યાં તુકારામના વંશજને પણ મળવાનું થયેલું. તુકારામના શબ્દો યાદ આવ્યા :

‘હે ભગવાન!
તારી સાથે સંબંધ બાંધવો
એ જ મોટી ભૂલ છે.
તું હાથપગ વગરનો ઠૂંઠો છે.
તને નહીં શરમ, નહીં વિચાર,
તું નિર્લજજ છે.
તું ચોર છે.
સર્વસ્વ લૂંટી લેવું એ જ તારો ધંધો છે.
તું પોતે ચોર, તું અમને શું આપનાર?
તારી પાસેથી મળવાનું તો કાંઇ જ નહીં,
પણ શું કરીએ?
તારા સિવાય ગતિ નથી.
એટલે જ તારી પાછળ લાગીએ છીએ.’

લોકતંત્રની પ્રશંસા કરતી વખતે કહેવામાં આવે છે કે એવા શાસનમાં માણસને પોતાનો સાવ જુદો કે વિચિત્ર અભિપ્રાય પ્રગટ કરવાની છૂટ હોય છે. વાસ્તવિકતા જરા જુદી છે. આજે પણ ભણેલા-ગણેલા લોકોની માનસકિતા એવી છે કે જુદો અભિપ્રાય એટલે ખોટો અભિપ્રાય અને જુદો અભિપ્રાય ધરાવનાર માણસ આપણો શત્રુ. એની નિંદા તર્કનો કે દલીલનો કે સત્યનો આધાર લઇને ન કરવી. એના પર હેત્વારોપણ કરવું અને એને બચાવ કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી કરવી.

આવા આક્રમણ સામે ટકી જાય તે વીર અને ઝૂકી પડે તે વ્યવહારુ! જો મનુષ્યના સદ્ગુણોનું પ્રધાનમંડળ રચાય તો વડાપ્રધાન તરીકે ‘અભય’ સ્થાન પામે. શ્રીકષ્ણે ગીતામાં દૈવી સંપત્તિની યાદીમાં અભયને પ્રથમ ક્રમે મૂકયો છે. આખો સમાજ ‘વ્યવહારુ સરેરાશ’ પર જીવે છે. વ્યવહારુ માણસ મજબૂર જીવનનું વિકરાળ રહસ્ય સમજે છે :

ડરતાં ડરતાં જીવવાનું
ને જીવતેજીવત મરવાનું!

નિરાંતે જીવવાની આ ફોર્મ્યુલા સરેરાશના ચાસમાં ચાસ પાડનારી છે. એમાં જોખમ નથી, વિરોધ નથી, બદનામી નથી અને સ્વરાજય નામની બિહામણી ઘટનાનો ભય નથી. કલ્પનાને રવાડે ચડવામાં સાહસ છે. સાહસ હોય ત્યાં જોખમ હોવાનું. પોતે જે બની ન શકયો તેની ખોટ પૂરવા માટે મનુષ્યને કલ્પના આપવામાં આવી છે. વિનોદવૃત્તિ મનુષ્યને શા માટે મળી છે? જે આપણે ન પામી શકયાં તે માટેનું આશ્વાસન પૂરું પાડવા માટે વિનોદવૃત્તિ આપવામાં આવી છે. સંતાનો તમારી વાત ન સાંભળે તો તેની ચિંતા કરવા જેવી નથી. ખરી ચિંતા તો એ માટે કરવા જેવી છે કે તેઓ તમારી બધી રીતરસમો જોઇ રહ્યા છે. વ્યવહારુ મનુષ્યને માથે સૌથી મોટું કોઇ જોખમ હોય તો તે છે : ‘બાળકો બધું સમજી જાય છે.’

દુનિયાના ઇતિહાસમાં ડોકિયું કરનારને એક વાત સમજાઇ જશે કે માનવીના વિકાસમાં સરેરાશગ્રસ્ત વ્યવહારુ માણસોએ કશો જ ફાળો આપ્યો નથી. રિચાર્ડ બેકની યાદગાર વાર્તામાં જોનાથન નામનું સાગરપંખી સાવ જુદું વિચારે છે અને દેશનિકાલની સજા પામે છે. ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’ પુસ્તક જગતના અવ્યવહારુ મનુષ્યોને અપાયેલી મહાન અંજલિ ગણાય.

જો વ્યવહારુ માણસોનું ચાલ્યું હોત, તો આજે પણ પૃથ્વી સપાટ ગણાતી હોત, આજે પણ અસ્પૃશ્યતા અને સતીપ્રથા ચાલુ હોત અને આજે પણ દુનિયામાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો ન હોત. આપણે કદાચ એવા મનુષ્યો છીએ, જેમને માતપિતાએ વારંવાર ચેતવ્યા હતા છતાં સુધરવામાં સફળ ન થયા અને તેથી થોડાક આગળ વધી શકયા. જે સમાજ અવ્યવહારુ માણસોને સહન કરવાની તાકાત ગુમાવી બેસે છે, તે સમાજ ગમે તે ધર્મ પાળતો હોય તોય વાસ્તવમાં તાલિબાની સમાજ છે. પોતાની સઘળી માન્યતાઓને હડસેલો મારીને જીવવું એ જીવતેજીવત મરવાનો એક લોકપ્રિય પ્રકાર છે.

વિભિષણ મોટાભાઇ રાવણની સામે થયો ત્યારે અવ્યવહારુપણાનું સૌંદર્ય પ્રગટ થયું. બીજો અભિપ્રાય જેને સાવ જ અસહ્ય જણાય, તે માનવી પોતાની ભીતર પડેલા રાવણત્વનો રખેવાળ ગણાય. માનવીમાં રહેલું વિભિષણત્વ મૂલ્યવાન છે. જે સત્યને ખાતર ભાઇને ત્યજે તે વિભિષણ છે. જે ભાઇ ભાઇને ખાતર સત્યને જતું કરે તે કુંભકર્ણ છે. પસંદગી આપણા હાથમાં છે.

પાઘડીનો વળ છેડે

એ માણસ એટલો વિદ્વાન હતો
કે ઘોડાને માટે નવ નવ
ભાષાઓમાં કયો શબ્દ છે
તે જાણતો હતો,
પરંતુ એ એટલો બુદ્ધુ હતો કે
સવારી કરવા માટે
ગાય ખરીદી લાવ્યો!
-બેન્જામિન ફ્રેંકલિન

Article by Dr. Gunvant B. Shah in Divya Bhaskar Sunday published on September 13, 2009

To live afraid, and to die while living!

Do you remember? Several years ago, Mehdi Nawaz Jung was the Governor of Gujarat. His daughter Dr. Ismat Mehdi was the Director of the Cultural Centre in the Indian Embassy in Egypt. When I was in Cairo for 5 days, Dr. Ismat arranged a meeting with a Sufi fakir. During our long conversation, Sufi Abdul Hai said:

“I laugh because
I am alone.
People laugh because
They are like everyone else.”

Society has always revelled in curbing man’s freedom. When a man starts living individualistically, he starts getting attacked. Religion attacks in the name of tradition. Relatives attack in the name of custom. Our neighbors are at the forefront in snatching our freedom.

Since ages, a sword hangs above our necks, “What will people say?” People always have an opinion about every single thing in life. When a man marries according to his wishes, usually people have a different opinion. Here the key word is ‘average’ and it is dangerous. What doesn’t coincide with the average is a sin. What coincides with the average is an indicator of well-being. Bravo to those who defied well-being and committed a ‘sin’. The world delights in such sinners.

There was a great sinner in Italy. People burnt him alive. What was his sin? He told people in a loud voice that the earth was not flat, it was round. That great sinner was called Bruno. If Bruno had kept silent, he would not have had to die.

Sant Tukaram wrote the abhangs which angered the Brahmans. They ordered him to submerge his abhangas in the Indrayani river of Dehu village. When I went to Dehu, on the banks of the Indrayani, I could pay homage to the glorious sin of Tukaram. I was also able to meet Tukaram’s descendants. I remembered the words of Tukaram:

“Oh God!
It is a big mistake
To know you.
You are a block of wood
Without hands or legs.
You have neither shame, nor thought.
You are shameless.
You are a thief.
It is your profession to loot everything.
You who are a thief, what can you give us?
We are not going to get anything from you.
But what can we do?
There is no motion without you.
That is why we follow you.”

Democracy is praised because it is said that it allows a man to have a difference of opinion. The truth is different. Even today, educated people feel that a different opinion is the wrong opinion and the man with a different opinion is our enemy. He is not to be criticized through the truth of logic and argument. But he has to be overcome by sophistry and be brought into a defensive position.

The one who can stand up before this attack is brave and the one who bows before it is practical. If there was a parliament of virtues, then fearlessness would be the Prime Minister. In the Bhagvad Gita, Shri Krishna has stated that amongst the godly qualities, fearlessness is the first. Society lives on practicality. The practical man understands the horror of the helpless life.

To live afraid, and to die while living!

To live without trouble, is the sugar syrup for the average. There is no danger in it, no opposition, no ill-repute and no fear of terrible freedom. It is daring to imagine. Where there is daring, there will be danger. Man was given imagination to compensate for what he could not be. Why did he get a sense of humour? To compensate for the loss of what he could not get.

There is no point in worrying when your children don’t listen to you. The true worry is that they are observing your every custom and habit. If there is any danger to the practical man it is that, children understand everything.

Anyone who dabbles in world history, will soon realize that the average practical man has contributed nothing to progress. In Richard Bach’s memorable story, the seagull Jonathan thinks differently and is exiled. ‘Jonathan Livingston Seagull’ is an ode to all impractical men.

If practical men had had their way, the earth would still have been considered flat, untouchability and Sati would have prevailed and women would not yet have got the right to vote. Maybe we are the kind of men who were warned repeatedly by their parents but did not listen and therefore moved a few steps ahead. The society that loses its ability to tolerate impractical men, no matter what religion it professes, is in reality a Talibani society. To push aside all one’s own beliefs is a popular way to die while living.

When Vibhishan stood up against his elder brother Ravan, the beauty of impracticality was revealed. The person who cannot tolerate any difference of opinion is a prisoner to the Ravan-atva inside him. The Vibhishan-atva inside a man is very precious. The one who can sacrifice his brother for truth is Vibhishan. The brother who can let go of truth for his brother’s sake is Kumbhkaran. The choice is yours.

Translated by Batul Mukhtiar, © 13 November, 2009


Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s