યુનેસ્કો તરફથી વિશ્વભરમાં જાહેર થયેલા માતૃભાષા દિને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં યોજાયેલી જાહેરસભામાં આપેલા પ્રવચનનું હોમવર્ક, અમદાવાદ, તા.૨૧-૨-૨૦૧૦).

મળી માતૃભાષા મને માંહ્યલાનું જતન કરવા

Gunvant Shah

માણસની માતા એકની એક જ હોય છે. માણસનો માંહ્યલો પણ એકનો એક જ હોય છે. આપણો માંહ્યલો સતત વ્યક્ત થવા તલસે છે. એ માતૃભાષામાં જ ખરેખરો વ્યક્ત
થઇ શકે. માતૃભાષા તો આપણા માંહ્યલાની માવજત કરનારી ‘હૃદયભાષા’ છે.

માતૃભાષાના રક્ષણ માટે શહીદ થયેલા બહાદુર લોકોનું સ્મારક તમને ઢાકા સિવાય બીજે જોવા નહીં મળે. પશ્વિમ પાકિસ્તાનના શાસકો પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો પર ઊર્દૂ લાદવા માગતા હતા ત્યારે જે પ્રચંડ વિરોધ થયો તેમાંથી બાંગ્લાદેશનું સર્જન થયું. અબ્દુલ ગફાર ચૌધરી બાંગ્લાદેશના જાણીતા કટાર લેખક છે. એમણે લખેલી કવિતા સાંભળો :vicharona vrindavan ma

શું હું એકવીસમી ફેબ્રુઆરી ભૂલી શકું,
જે મારા બંધુઓના ખૂનથી લથપથ હતી?
શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,
જેણે હજારો માતાઓને પુત્રવિહોણી કરી નાખી?
શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,
જેણે મારા સોનેરી દેશને લોહીથી રંગી નાખ્યો?

આજકાલ અબ્દુલ ગફાર ચૌધરી બંગબંધુ શેખ મુજિબુર રહેમાન પર ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં શેખ મુજિબની ભૂમિકા અમિતાભ બચ્ચન નિભાવશે અને દિગ્દર્શન શ્યામ બેનેગલ કરશે. રાહ જોઇએ.

લાગણીના પ્રદેશમાંથી બહાર આવીને માતૃભાષા અંગે વિચારવાનું રાખીએ તો પણ કેટલીક હકીકતોની પજવણી શરૂ થશે. સોક્રેટિસની, પ્લેટોની, એરિસ્ટોટલની, ઇસુ ખ્રિસ્તની, આઇન્સ્ટાઇનની અને રોમન કેથલિક પ્રજાના ધર્માચાર્ય પોપ ધ બેનિડિક્ટની માતૃભાષા અંગ્રેજી ન હોય, તોય અંગ્રેજીનું મહત્વ ઓછું નથી.

સુરેન્દ્રનગરમાં હર્ષદ ત્રિવેદીએ કહ્યું કે : ‘માતૃભાષા મારી ત્વચા છે અને અન્ય ભાષાઓ વસ્ત્ર છે.’ અંગ્રેજીનો વિરોધ કરનાર મૂર્ખ છે, પરંતુ માતૃભાષાની અવગણના કરનાર મહામૂર્ખ છે. શિક્ષણનું માઘ્યમ માતૃભાષા ન હોય એવો કોઇ યુરોપીય દેશ ખરો?

ડેન્માર્કમાં શિક્ષણનું માઘ્યમ ડેનિશ છે, સ્વિડનમાં સ્વિડિશ છે, ફિનલેન્ડમાં ફિનિશ છે, ફ્રાન્સમાં ફ્રેન્ચ છે, ઇટલીમાં રોમન છે, પોર્ટુગલમાં પોર્ચુગીઝ છે, સ્પેનમાં સ્પેનિશ છે, ગ્રીસમાં ગ્રીક છે, બ્રિટનમાં અંગ્રેજી છે, જર્મનીમાં જર્મન છે, સ્વિટ્ઝર્લેન્ડમાં સ્વિસ છે અને રશિયામાં રશિયન છે. ચીનમાં ચીની ભાષામાં ભણાવાય છે, જાપાનમાં જાપાની ભાષામાં ભણાવાય છે અને સમગ્ર અરબસ્તાનમાં અરબી ભાષામાં ભણાવાય છે.

આઇસલેન્ડની વસ્તી અઢી લાખની છે. તે દેશમાં પણ શિક્ષણનું માઘ્યમ અંગ્રેજી નથી, પરંતુ આઇસલેન્ડિક છે. શિક્ષણનું માઘ્યમ માતૃભાષા હોય તે અંગેની ચર્ચા પણ અન્ય દેશોમાં ક્યારેય થતી નથી. અંગ્રેજી ભણવું અને અંગ્રેજી દ્વારા ભણવું એ બે સાવ જુદી બાબતો છે.

માતૃભાષાની વંદનાયાત્રા કાઢવી પડે એ તો આપણે માટે શરમજનક બાબત ગણાય. અન્ય દેશોમાં એવી યાત્રાની કલ્પના પણ ન થઇ શકે. હવે હકીકતોના પ્રદેશમાં એક ચકરાવો મારીએ.

આઇઝેક બાસેવિક સિંગર એક મોટા યહૂદી લેખક છે. એમને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે એમને પૂછવામાં આવ્યું : ‘તમે યીડિશ જેવી મરણોન્મુખ ભાષામાં શું કામ લખો છો?’ જવાબમાં એ લેખકે કહ્યું : ‘મને પાકી ખાતરી છે કે મત્યુ પામેલા કરોડો યહૂદીઓ એક દિવસ એમની કબરમાંથી બેઠા થશે અને પ્રશ્ન પૂછશે : યીડિશ ભાષામાં પ્રગટ થયેલી લેટેસ્ટ બૂક કઇ છે?

એ લોકો માટે યીડિશ ભાષા મરી પરવારેલી ભાષા નહીં હોય. મને તો ફક્ત આ એક જ ભાષા બરાબર આવડે છે, જેમાં હું આખો ને આખો ઠલવાઇ શકું. યીડિશ મારી માતૃભાષા છે અને મા ક્યારેય મરતી નથી.’

વાત હજી આગળ ચલાવીએ. જોશ રીઝાલ ફિલિપિન્સના ગાંધી ગણાય છે. સન ૧૮૯૬માં એમને અત્યાચારીઓએ ફાંસીને માંચડે લટકાવી દીધા હતા. ગાંધીજીએ એમને ‘અહિંસાના મસીહા’ ગણાવ્યા હતા. એમના શબ્દો સાંભળો : ‘જે પોતાની ભાષાને પ્રેમ નથી કરતો, તે ગંધાતી માછલી કરતાંય ખરાબ છે.’

જાણી રાખવા જેવું છે કે ઇંગ્લેન્ડનો રાજા જ્યોર્જ પહેલો અંગ્રેજી બોલી શકતો ન હતો. એ જર્મનીમાં મોટો થયેલો. એ અંગ્રેજી ન ભણ્યો તે ન જ ભણ્યો! એણે ઇ.સ.૧૭૧૪થી ૧૭૨૭ સુધી અંગ્રેજી જાણ્યા વિના જ ઇંગ્લેન્ડ પર રાજ કર્યું હતું.

પોતાની માતૃભાષામાં લખી-બોલી ન શકે એવાં બાળકો એ રાજા જેવાં પ્લાસ્ટિકિયાં કે નાયલોનિયાં બની જાય એવી સંભાવના ઓછી નથી. માતાપિતાથી અળગાં અળગાં અને પરાયાં પરાયાં સંતાનો તમે નથી જોયાં? ક્યારેક એવાં બાળકો છતે માબાપે ‘અનાથ’ જણાય તો નવાઇ નહીં.

હવે એક નક્કર હકીકત કાન દઇને સાંભળજો. તા.૧૬-૭-૨૦૦૯ને દિવસે હૈદર રિઝવીએ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન (યુનો) માટેનો અહેવાલ લખ્યો તેનું મથાળું છે : ‘હજારો વર્ગખંડોમાં માતૃભાષા ગેરહાજર છે.’ અહીં ટૂંકમાં અહેવાલમાં પ્રગટ થયેલા માત્ર બે મુદ્દાઓ જ પ્રસ્તુત છે :

(૧) તાજેતરનાં સંશોધનો જણાવે છે કે દુનિયાનાં અડધા ભાગનાં બાળકો નિશાળે નથી જતાં કારણ કે નિશાળની ભાષા ઘરે બોલાતી ભાષા કરતાં જુદી છે. (આ રિપોર્ટ અત્યારે મારી સાથે લઇને આવ્યો છું.)

૨) યુનોના બાલ-અધિકારોની ઘોષણામાં જણાવવામાં આવ્યું છે કે બાળકોને એ જ ભાષામાં ભણાવવાં જોઇએ, જે ભાષામાં ઘરે માતાપિતા, દાદા-દાદી અને ભાઇઓ-બહેનો વાતો કરતાં હોય.

શું આ બધી વાતો અંગ્રેજીનો વિરોધ કરવા માટે લખી છે કે? ના, ના, ના. એક જ દાખલો પૂરતો છે. ગુજરાત ખાતે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના સ્થાનિક તંત્રી હતા તે તૃષાર ભટ્ટ ચીખલી પાસે આવેલા એંધણ ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતી માઘ્યમમાં ભણ્યા હતા.

માતૃભાષા પરનું પ્રભુત્વ પણ અન્ય ભાષા પરના પ્રભુત્વ માટે ખૂબ જ ઉપકારક થાય છે. સુંદર ત્વચા પર સુંદર વસ્ત્ર જરૂર વધારે શોભે. ત્વચાની માવજત એ ‘વસ્ત્રવિરોધી’ બાબત થોડી છે?

માતૃભાષા વંદનાયાત્રા રૂડીપેરે પૂરી થઇ. હવે પછી કરવાનું શું? ગુજરાતમાં ૫૦૦ જેટલી સ્કૂલોમાં પરચીસ સુજ્ઞ નાગરિકો પહોંચી જાય. અંગ્રેજી માઘ્યમની નિશાળોમાં જઇને તેઓ આચાર્યને અને ટ્રસ્ટીઓને હાથ જોડીને કહેશે : ‘તમારી શાળામાં માતૃભાષાનું માઘ્યમ નથી તે અમને ખૂંચે છે.

એમાં બાળકોનું ખરું પ્રફુલ્લન થતું નથી. આમ છતાં તમે એક કામ અવશ્ય કરો. બાળકોને ઉત્તમ ગુજરાતી ભણાવો.’ એ જ રીતે પચ્ચીસ સુજ્ઞ નાગરિકો ગુજરાતી માઘ્યમની શાળાઓમાં જઇને કહેશે : ‘માતૃભાષાના માઘ્યમ દ્વારા ભણાવવા બદલ તમને અમારાં અભિનંદન છે, પરંતુ તમારી નિશાળમાં અંગ્રેજી વિષય તરીકે ઉત્તમ રીતે ભણાવાય તેવી ગોઠવણ કરશો.’

આવી કેટલીક નિશાળો સાથે હું સીધા સંપર્કમાં છું. આવી નમૂનારૂપ નિશાળોની સંખ્યા વધે તો ગુજરાતીને વાંધો નહીં આવે. અંગ્રેજી અને ગુજરાતી માઘ્યમમાં ભણાવતી આવી ૫૦૦ જેટલી ‘મોડલ સ્કૂલો’ની યાદી તૈયાર થવી જોઇએ. આ ઉકેલ વ્યવહારુ છે.

સંશોધન કહે છે : વાંચવાની ઝડપ માતૃભાષામાં જ ખરેખરી વધારી શકાય છે. પ્રથમ ધોરણમાં પરભાષામાં ભણનારાં બાળકો પર ઘણો વધારે બોજ પડે છે. પરિણામે બંને ભાષામાં ‘રીડિંગ ફલુઅન્સી’ ઘટે છે. આવા વિદ્યાર્થીઓ પછીનાં ધોરણોમાં પાછળ પડી જાય છે અને નિશાળમાં ભણવાનું પૂરું થાય ત્યારે ‘લગભગ નિરક્ષર’ જેવાં બની રહે છે.

આ ‘ન્યુરોલોજિકલ થિયરી ઓફ લર્નિંગ’ છે, જે વૈશ્વિક કક્ષાએ સ્વીકાર પામી ચૂકી છે. બોલો, હવે વધારે શું કહેવું? આ બાબતે થોડાક એવા પ્રબુદ્ધ નાગરિકો, શિક્ષણકારો અને સાહિત્યકારોની જરૂર છે, જે લોકતંત્રને શોભે એવું પ્રેશરગૃપ બની શકે. ગુજરાતની સરકાર પર આવા સમર્થ પ્રેશરગૃપનો પ્રભાવ પડશે, પડશે અને પડશે જ! વિનંતી નહીં, દબાણ જરૂરી છે.

માણસની માતા એકની એક જ હોય છે. માણસનો માંહ્યલો પણ એકનો એક જ હોય છે. આપણો માંહ્યલો સતત વ્યક્ત થવા તલસે છે. એ માતૃભાષામાં જ ખરેખરો વ્યક્ત થઇ શકે. માતૃભાષા દ્વારા શિક્ષણ પામવું એ બાળકનો મૂળભૂત માનવીય અધિકાર છે.

માણસ પોતાના માંહ્યલાની અવગણના કરે, ત્યારે પોતાની જાતને દગો દેતો હોય છે. માતૃભાષા તો આપણા માંહ્યલાની માવજત કરનારી ‘હૃદયભાષા’ છે. નિરંજન ભગતે કહેલું : ‘સમાજ કવિસૂનો ન હજો અને સંસ્કૃતિ કવિતાસૂની ન હજો.’ આપણે ક્યારે જાગીશું?

(યુનેસ્કો તરફથી વિશ્વભરમાં જાહેર થયેલા માતૃભાષા દિને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં યોજાયેલી જાહેરસભામાં આપેલા પ્રવચનનું હોમવર્ક, અમદાવાદ, તા.૨૧-૨-૨૦૧૦).

પાઘડીનો વળ છેડે…માણસ પોતાની અસ્મિતા પર ઘ્યાન કરે, તે જ ખરું ઘ્યાન ગણાય. તમે અજમાવી જોજો. તમે ‘તમે’ જ છો અને અન્ય કોઇ તમારા જેવું નથી. વળી ઝળહળતી રોશનીમાં તમે આખરે છો કોણ?
– એઝરા પાઉન્ડ (અમેરિકન કવિ)

<!– 395 views –>
Advertisements

6 thoughts on “યુનેસ્કો તરફથી વિશ્વભરમાં જાહેર થયેલા માતૃભાષા દિને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં યોજાયેલી જાહેરસભામાં આપેલા પ્રવચનનું હોમવર્ક, અમદાવાદ, તા.૨૧-૨-૨૦૧૦).

 1. જ્યારે કોઇ પણ વ્યક્તિ માધ્યમ માટે માતૃભાષાની વાત કરે એટલે અંગ્રેજી ભાષાના ચાહકો અંગ્રેજી વિશ્વભાષાના ગુણ ગાન, તેમાં રહેલા જ્ઞાન વિષે અને તેની વ્યાપકતા વિષે વાતો કરવા માંડશે.
  ૧૯૫૭માં ગુજરાત યુનીવર્સીટીમાં ગુજરાતી માધ્યમ ચાલુ થયેલું. કદાચ ઈંટર સુધી. એટલે કે કોલેજનું સેકંડ ઇયર. ફર્સ્ટ ઇયર પ્રી યુનીવર્સીટી કહેવાનું ચાલુ કરેલું. તે વખતે વડોદરા યુનીવર્સીટીમાં અંગ્રેજી માધ્યમ હતું. અને આણંદમાં કદાચ હિન્દી ચાલુ કરવાનું હતું.

  તે વખતે એક બીજો પણ વિવાદ હતો. અંગ્રેજીભાષા સ્કુલમાં કયા ધોરણથી ચાલુ કરવી!

  ગુજરાત સરકાર કોંગ્રેસની હતી. અને તેમાં સંનિષ્ઠ નેતાઓ હતા. ગાંધીવાદીઓ મરી પરવાર્યા નહતા. અને કોંગ્રેસી નેતાઓ ખાસકરીને મોરારજીના નેતૃત્વને માનનારાનું વર્ચસ્વ હતું. તે કારણસર પણ માતૃભાષાને મહત્વ આપવાની નીતિ હતી.

  બહુવખત પહેલાં માધ્યમિક શાળાઓમાં બધુંજ અંગ્રેજી માધ્યમમાં હતું. પણ પછી સ્થાનિક સ્વરાજ આવ્યા પછી કદાચ માધ્યમિક શાળાઓમાંથી અંગ્રેજી માધ્યમ દૂર થયું. પણ સ્વતંત્રતા આવ્યા પછી અને ગુજરાત યુનીવર્સીટી થયા પછી ગુજરાતમાં અંગ્રેજી પાંચમાંથી ચાલુ કરવું કે આઠમાથી ચાલુ કરવું તેનો વિવાદ ચાલુ થયેલો. ઠાકોરભાઈ પાંચમા (જે એક સ્કુલના આચાર્ય હતા અને અંગ્રેજી પાંચમા ધોરણથી ભણાવવાના હિમાયતી હતા) અને ઠાકોરભાઇ આઠમા (જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા અને અંગ્રેજી આઠમા ધોરણથી ભણાવવાના હિમાયતી હતા) વચ્ચેના વિવાદો બહુ ચગ્યા હતા.

  ગુજરાત યુનીવર્સીટીમાં ઈંટરસુધી ગુજરાતી માધ્યમ આવેલું તેથી બધા વિદ્યાર્થીઓને મગનમાધ્યમવાળા ગણવામાં આવતા અને મજાક કરવામાં આવતી.

  મગનભાઈ દેસાઈ ગુજરાત યુનીવર્સીટીના વાઈસ ચન્સેલર હતા અને તેઓ પણ સંનિષ્ઠ ગાંધીવાદી હતા. અમદાવાદ એજ્યુકેશન સોસાઈટીને “શૈક્ષણિક ગ્રુપ તરીકે અને મગનભાઈ દેશાઈના સમર્થકોને રાજકીય ગ્રુપ તરીકે ઓળખવાની પ્રણાલી અખબારોએ અને “અમદાવાદ એજ્યુકેશન સોસાઈટીના શૈક્ષણિક ગ્રુપના નેતાઓની મિલી ભગતમાં” પાડેલી.

  ગુજરાતની બહાર અને ખાસ કરીને મુંબઇમાં આમ પણ ગુજરાતીઓનો સરકારી નોકરીઓમાં ગજ વાગવા દેવામાં આવતો નહતો. અને હવે તેઓને તો “દોડવું હતું અને ઢાળ મળ્યો” એવું થયું. ગુજરાતની સેંટ્રલ ગવર્નમેન્ટની નોકરરીઓમાં આમ પણ ગુજરાતીઓ જુજ હતા અને તેમાં પણ અધિકારી વર્ગમાં તો શૂન્ય જ હતા. એટલે ઓળઘોળ કરીને બધું મગનમાધ્યમ ઉપર આવ્યું. જે આજ સુધી એક યા બીજા સ્વરુપે ચાલુ છે.

  ગુજરાતી ભાષાના કમનસીબે ગુજરાતી ભાષાના તત્કાલીન મુર્ધન્યો (એટલે કે મોટા લેખકો) અન્યથા સભામંડપોમાં પોતાને કુદી કુદીને ગાંધીવાદી ગણાવતા હતા તેમાંના મોટા ભાગના શિક્ષણના માધ્યમ માટે અંગ્રેજીના હિમાયતી હતા. જો આ મુર્ધન્યોએ માતૃભાષાનો આગ્રહ રાખ્યો હોત અને અંગ્રેજીની પણ યોગ્ય કદર કરી હોત તો ગુજરાતની અને તેથી કરીને દેશની પણ પરિસ્થીતિ જુદી હોત.

  શિક્ષણનું માધ્યમ ઉચ્ચકક્ષાએ ગુજરાતી કરવા માટે વિદ્વાનોએ બહાર આવવું પડશે. અને સરકારે તેને માટે મરણીયા થઇને વ્યાપક પ્રયાસો કરવાની કામગીરી કરવી પડશે.

  ભારતમાં નોબેલ પ્રાઇઝના વિજેતાઓ હાથની આંગળીના વેઢે નહીં પણ એક જ હાથની આંગળીથી ગણી શકાય તેટલાજ છે તેનું મૂખ્ય કારણ માતૃભાષાનું માધ્યમ ન હોવાનું જરુર માની શકાય.

  અંગ્રેજી ભાષાના ખાસ કરીને ટેકનિકલ પુસ્તકો વાંચવાની કોલેજ કક્ષામાં સારી એવી ટેવ પડી જાય તે જરુરી છે.

  • Dear Shri Dave I entierly agree with you.you will be glad to read my latest book : Shabde Shabde Setu Bandh (published by R .R. Sheth.) in which Morarji bhai’s letter is published in his own hand writing. you will be astonished to see this beautiful handwriting.

   Gunvant Shah

 2. ram ram. kem chho tame ? tena jevo tahuko avkar apane welcome ane hi hello ma kyan evi mithash ave. iam 100 and a1 percent agree with u .i am student of G.E.C.,majuragate ,suratin E.C. branch,2nd sem. i have many trouble while i am reading or hearing the lecture taken in the class. in earlier, i am very keen to study for degree engineering .my dream comes true. i excitely attend all the class. but then my interest raduced only because i not understand the language of our professor.mane have bhanavama ras nathi rahyo. hun mid sem ma be vishay ma fail thayo hato. mane vanchavama ras nathi padato. mara matapita samanya majuri kari mane bhanave chhe .temane mane khub asha sathe bhanave chhae ke ek divas dikaro divas valse.what i’m do? this whole comes from my soul .i can’t express my feelings what guilty i feel that i cant do for my parents.this is unbearable feeling.i want consolation from someone who solve my problem .bhagavan ne yaad kari aa lakhu chhu .please help me god.i have got 91.23% in 10th stdin gujarati medium . my mo no is 8141097270. jay shree krishna.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s