Article from ‘Bhagvan Ne Tapal’

ભગવાને માણસને આંખ આપીને કમાલ કરી છે . આંખ વડે સમગ્ર સૃષ્ટિને નિહાળવી એટલે શું, તે તો આંખ ચાલી જાય ત્યારે જ સમજાય. ડો. પાર્કેર કહે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં આંખનો આવિર્ભાવ થયો ત્યાર પછી ઉત્ક્રાંતિની ઝડપ ઘણી વધી ગઈ. ઉત્ક્રાંતિના ઇતિહાસમાં કરોડો વર્ષો એવા ગયા, જયારે પૃથ્વી પર વિચરતી જીવસૃષ્ટિમાં ક્યાંય આંખ ન હતી. માણસ બીજું કઈ ન કરે અને પોતાની આંખ પર મનન કરે તોય અડધો સાધુ બની જાય. પૃથ્વી પર નજર માંડતી પ્રત્યેક આંખ દિવ્ય છે. તમે અત્યારે આ લખાણ સગી આંખે વાંચી રહ્યા છો એ પણ દિવ્ય ઘટના છે.

‘દિવ્ય’ એટલે દૈવી, અદભુત, પ્રકાશમાન અથવા સુંદર, કવિ ન્હાનાલાલે ‘અદભુત’ નો મહિમા કર્યો: 

સહુ  અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,

મહાજ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું,;

દિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,

પ્રભો ! તે સૌથીએ પર પરમ તું દૂર ઉડતો.

અદભુતને નીરખીને ધન્ય થવું એ જ અધ્યાત્મ! ધન્ય થઈને અહંકારશૂન્ય થવું એ જ જ્ઞાન! અહંકારશૂન્ય થઈને નમન કરવું એ જ ભક્તિ! નમનની ભાવનાથી કર્મો કરવા એ જ કર્મયોગ!

પૃથ્વી પર જ્યાં નજર પડે ત્યાં દિવ્યતાનો નિવાસ છે. આકાશમાં ગણ્યા ગણાય નહિ એટલા તારાઓ ટમટમે છે. લગભગ એવડી મોટી સંખ્યામાં અપણા શરીરમાં કોશ છે. પ્રત્યેક કોશ પોતાનું કર્તવ્ય બજાવતો રહે ત્યાં સુધી આપણે જીવીએ છીએ. ક્ષણે ક્ષણે મરનારા અને આપણને જીવાડ્નારા એ અતિસૂક્ષ્મ કોશોને આપણે ક્યારેય જોયા નથી. જરાક થંભી જઈને વિચારીએ તો થાય કે જીવન કોશલીલા છે. બહારની વિરાટ સૃષ્ટિ અને અંદરની સૂક્ષ્મ સૃષ્ટિ અંગે વિચારવાનું રાખીએ તો કદાચ પાપ કરવાનું મુશ્કેલ બની જાય. પાપ કરવાનું મુશ્કેલ બની જાય એવું જીવન એટલે દિવ્ય જીવન. પ્રત્યેક માનવનો જન્મસિદ્ધ અધિકાર છે કે તે એવા જીવન ભણી ગતિ કરે. એમ કરવામાં એ પડે, આખડે અને એનાં ઘૂટણ છોલાઈ જાય, તોય બધું ક્ષમ્ય છે. પરંતુ પ્રયત્નનો અભાવ અક્ષમ્ય છે. માનવતા તરફથી દિવ્યતા ભણીની, અંધકારથી પ્રકાશ ભણીની અને અસુંદર થી સુંદર ભણીની જીવનયાત્રા ગમે તેટલી ધીમી હોય કે વાંકીચુકી હોય તોય યાત્રાળુ ધન્ય છે. નિર્વાણની દિશામાં ધીમી ગતિએ હિડ્નારો એ બોધિસત્વ છે. કોઈ યાત્રાળુ સામાન્ય નથી. પ્રત્યેક યાત્રાળુ અસામાન્ય છે, કારણ કે તે અનન્ય છે, અદ્રિતીય છે અને  અપુનારાવાર્તનીયા છે. પ્રવાસી તો આપણે બધાં છીએ,પરંતુ આપણામાંથી કેટલાક યાત્રાળુ તરીકે જીવનારા છે. દીવ્યાનુંભૂતીમાં આવી યાત્રાલુંવૃતી ઉપકારક બને છે.

નવજાત શિશુની આંખ દિવ્યતાના બિંદુ સમી દીસે છે. સ્તનપાન કરતુંબાળક આંખો મીંચીને માતા સાથે એકરૂપબની રહે ત્યારે દિવ્યાનુભૂતિ એટલે શું તે નીરખનારનેસમજાય.પુષ્પ પર પતંગિયું બેઠું હોય અને 

આપણે એ ઘટનાને ધ્યાનસ્થ ચિત્તે નીરખીએ તો કદાચ દિવ્યાનુભૂતિ પામીએ એમ બને.  ગાયનું વિયાવું એ દિવ્ય માતૃઘટના છે. આ જગતમાં જોવા મળતી માતૃઘટનાઓ એકચિત્તે આત્મસ્થ કરવી એ. દિવ્યાનુભૂતિ પામવાનો સુંદર ઉપાય છે. દિવ્યાનુભૂતિ કેવળ મહાત્માઓનો ઈજારો નથી. જે ક્ષણે અદભુતનો એહસાસ માનવીના ચિત્તને થાય તે ક્ષણ દીવાનુંભૂતિની ક્ષણ છે. નાની નાની બાબતોમાં અદભુતની અનુભૂતિ થાય તે પણ આસ્તિકતા ગણાય.

અર્જુન સમગ્ર માનવજાતનો પ્રતિનિધિ છે. કૃષ્ણ ગીતામાં એને અનાર્યોએ સેવેલો, સ્વર્ગથી દૂર લઇ જનારો અને અપકીર્તિકારક એવો મોહ ત્યજવાનું કહે છે. કૃષ્ણ આગળ કહે છે : ‘હે પાર્થ! તું કાયર ન થા, તને આ ઘટતું નથી. તું રહદયની આ તુચ્છ દુર્બળતા ત્યજીને ઉભો થા.’ અર્જુન માટે કૃષ્ણે જે શબ્દો પ્રયોજ્યા તે આપણને આબાદ લાગુ પડે છે. આવા ખાસ અર્થમાં અર્જુન આપણો ખરો પ્રતિનિધિ છે. એની સઘળી મર્યાદાઓ આપણી મર્યાદાઓ છે. એનો વિષાદ પણ આપણો વિષાદ છે. એનો વિષાદ ‘વિષાદયોગ’ કહેવાયો કારણકે એના સારથી કૃષ્ણ હતા. આપણા જીવનરથના સારથી કૃષ્ણ બને તો કંઈ વળે! અર્જુનને કૃષ્ણ તરફથી ‘દિવ્યચક્ષુ’ મળ્યાં.જે અર્જુનને મળે તે આપણને શા માટે ન મળે?અર્જુનની બીજી બધી મર્યાદાઓ હશે, પરંતુ એ અત્યંત ઋજુ  સ્વભાવનો નિખાલસ માનવ હતો. જ્યાં ઋજુતા નથી ત્યાં અર્જુનતા ન હોય અને જ્યાં અર્જુનતા ન હોય ત્યાં દિવ્યાનુભૂતિ અશક્ય છે. સરોવરના સ્વચ્છ  જળમાં સરદ્પુર્નીમાંના ચંદ્રનું પ્રતિબિબ ઝિલાય છે. સ્વચ્છ રહ્દય વિના દિવ્યતાની ઝલક પ્રાપ્ત થાય ખરી? દિવસે દિવસે અર્જુન જેવી પાત્રતા   કેળવવી એ જ ગીતામાર્ગ છે. જો પાર્થ ભીનો હોય, તો પાર્થસારથી તૈયાર જ હોવાના!

 એમ કહેવાય છે કે ખ્રિસ્તી સંત બંધુ લોરેન્સને વૃક્ષને જોઇને આત્માંનુંભૂતી થયેલી. વૃક્ષને જોવાનું સહેલું છે, નીરખવાનું સહેલું નથી. કેરલોસ કેસ્ત્નેદાએ લખેલા પુસ્તક ‘સેપરેટ રિઆલિટી’ માં ડોન જુઆન અમેરિકનને કહે છે: ‘ તું વૃક્ષને ખરેખર જુએ છે ખરો?’ એ પુસ્તકમાં આખું પ્રકરણ ‘Seeling’ પર છે. એક તબક્કે ડોન જુઆન અમેરિકનને પૂછે છે: ‘ તે અંધકારને “જોયો” ખરો?’ આપણે જોવાની, સાંભળવાની અને જીવવાની કળા ગુમાવી બેઠાં છીએ. જો આપણને જોતાં આવડી  જાય  તો  પ્રત્યેક  વૃક્ષ  એક યુનિવર્સીટી બની જાય. જો આપણે  જીવનને વહાલ કરીશું તો કદાચ જીવન પણ આપણને વહાલ કરશે. અત્યારે બાગમાં ખિસકોલીની દોડ્મદોડા નીરખવાનો કાર્યક્રમ ચાલે છે.   ચપલતાની વ્યાખ્યા ખિસકોલી પાસેથી શીખવી રહી. કોયલનો  ટહુકો  સંભળાય  ત્યારે  એટલું  સમજવું  રહ્યું કે ટહુકો હજારો કિલોમીટરનું અંતર કાપીને આપણા અસ્તિત્વને પુલકિત કરવા માટે આવી પહોચ્યો છે. એ ટહુકો વસંતનો વેદમત્ર છે. આપણી સંવેદનશૂન્યતા એ ટહુકાને કાન દઈને સાંભળવાની છૂટ  નથી  આપતી. જો આપણું રહ્દય બધી રીતે નવપલ્લવિત હોય તો એક ટહુકો પણ દિવ્યાનુભૂતિ માટે પૂરતો છે.

Advertisements

3 thoughts on “Article from ‘Bhagvan Ne Tapal’

 1. this is as best as your every article.

  pujya gunvantbhai

  congrets for matrubhasha vandana.

  tame ajna adhunik sant cho . jeo samaj ne sacho marg batave che.

  pan mare tamne tamara sadhu sant vara article vishe kahevu che. samaj na badha sant kharab na pan hoy

  • Dear Parthik,

   Thank you for your kind words. I have written an article on this subject in Chitralekha befor a fortnight ‘ Gola Sangathe Gofan Gai’. You can refer to that article.
   Gunvant Shah

 2. God has really blessed this couple Gunvant Shah and Avantika Gunvant who r catering Samskar to new generation of Gujarat. Reading Gunvantbhai in Divya Bhaskar Avantikaben in Jan Kalyan is pleasure.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s