Divya Bhasker Article Sunday, 25-4-2010

ગુજરાતનું ભવિષ્ય સૂર્યોજ્જવલ છે

તમે એક મનગમતું પુસ્તક કોઇને વાંચવા આપો. પુસ્તક વાંચી લીધા પછી એ મિત્ર બીજા કોઇને વાંચવા આપે. ઘણા હાથોમાં પહોંચીને વારંવાર વંચાયા પછી ફાટી જવું, એ જ પુસ્તકનો મોક્ષ! પુસ્તકનો જન્મ કાચના કબાટમાં ગોઠવાઇ ગયા પછી જનમટીપની સજા પામવા માટે નથી થયો. આ પૃથ્વી પર એવો એક પણ દેશ કે પ્રદેશ નથી, જયાં કોઇ ગુજરાતી માનુષ ન પહોંચ્યો હોય. આખરે ગુજરાતીપણું એટલે શું? માથે મારવામાં ન આવી હોય એવી કોઇ પણ તકરાર ગુજરાતીને માન્ય નથી. સ્વાદ વિનાની રસોઇ, ઉમળકા વિનાનો આદર, મીઠાશ વિનાની મોહબ્બત, સ્મિત વિનાનો સત્કાર અને સ્નેહ વિનાનો સંબંધ જેને ઝટ રાસ ન આવે તેનું નામ ‘ગુજરાતી’. ગરવી ગુજરાતણ જ્યારે બારસાખમાં માથું ઓઢીને ઊભી હોય ત્યારે સૌંદર્ય, માધુર્ય અને માતૃત્વ એના પાલવમાં સાવ સહજપણે સંતાયેલાં હોય છે. ગુજરાતી ભાયડાને વેચાતી વહોરવાનું મંજૂર નથી. ગુજરાતના વણિકો, વહોરા, લુહાણા, ખોજા, મેમણો અને પારસીઓ સ્વભાવે વ્યવહારુ, પોચટ અને હિંસાથી ડરનારા હોય છે. તેમની વાણીમાં જે મીઠાશ જોવા મળે, તે છેક નિ:સ્વાર્થ નથી હોતી. એ મીઠાશમાં પણ વેપારમાં ફળદાયી એવી ઠંડી ગણતરી હોય છે. ગણતરી વિનાનો ગુજરાતી એટલે કન્ના વિનાનો કનકવો! ગુજરાતની બે માથાભારે જ્ઞાતિ તે અનાવલા અને પટેલો, એવું સ્વામી આનંદ લખી ગયા. જે આપણને પંપાળતો હોય તોય નખોરિયાં ભરતો હોય એવું લાગે, તે અનાવિલ જાણવો. જે પત્નીનું જાહેરમાં કશુંય ન માને, પણ ખાનગીમાં બધુંય માને, તે પટેલ જાણવો. ખેતમજૂરોનું શોષણ કરવામાં અને શેખી મારવામાં બંને પાવરધા. ગુજરાતનો સાધુ પણ ગણતરીમાં પાક્કો હોવાનો! તમે કોઇ પટલાણીએ ચૂલા પર માટીની કલેડીમાં શેકેલો (પૂનમના ચાંદ જેવો) ગરમ ગરમ રોટલો ખાધો છે? સાવ અજાણ્યા ગામમાં પહોંચી ગયા પછી છેક જ અપરિચિત એવા કાઠિયાવાડી પરિવારની ભીની ભીની મહેમાનગતિ તમે માણી છે? સુરત (રાંદેર)માં તાપીને કિનારે અંગેઠીની રાખોડીમાં શેકાયા પછી તૈયાર થયેલો આંધળી વાનીનો તાજો પોંક તમે ખાધો છે? તમે મહુડીના જૈન તીર્થસ્થાનમાં જઇને તાજી શેકાયેલી ગરમ ગરમ ગોળપાપડી ખાધી છે? ભરૂચની સૂતરફેણી, વડોદરાનો સોલાપુરી ચેવડો અને ખંભાતનું હલવાસન ખાવાની મજા તમે માણી છે? સૌરાષ્ટ્રમાં કયાંક રસ્તાની બાજુ પર આવેલી કોઇ પ્રભાવહીન દુકાન પાસે થોભીને પેણા પરથી ઊતરતાં ફાફડા-જલેબી તમે ટેસથી ખાધાં છે? તમે કદી કચ્છની દાબેલી આરોગી છે? દુનિયામાં નિકાસ થતાં (ચરોતરનાં) મિઠયાં તમે ખાધાં છે? જો આ બધા પ્રશ્નો વાંચીને તમારા મોંમાં પાણી ન આવ્યું હોય, તો માનજો કે તમે અધૂરા ગુજરાતી છો. ગાંધીજીએ ફાફડા-જલેબી નહોતાં ખાધાં, પરંતુ જાણકારો કહે છે કે વેડમી ખાતી વખતે એમણે જરા જેટલો સંયમ દાખવ્યો ન હતો. આજથી પાંચ દિવસ પછી સ્વર્ણિમ મહોત્સવ શરૂ થવાનો છે. તારીખ પહેલી મેને દિવસે આદરણીય મોરારિબાપુની રામકથા અમદાવાદમાં શરૂ થવાની છે. રામ આપણા સંસ્કૃતિ-પુરુષ છે. ગાંધીજીએ રામાયણને ‘જગતનો સર્વોપરી ગ્રંથ’ ગણાવ્યો છે. જવાહરલાલ નેહરુ લખે છે : ‘હજારો વર્ષથી પ્રત્યેક પેઢીએ ભારતમાં લાખો લોકોના જીવનમાં રામાયણ અને મહાભારત વણાઇ ગયાં છે. જો આપણા લોકો બુદ્ધને, ઉપનિષદોને અને આ (બે) મહાકાવ્યોને ભૂલી જાય તો શું થાય? ભારત, ભારત મટી જાય!’ રાજીવ ગાંધીએ અયોઘ્યાથી કોંગ્રેસની ચૂંટણી ઝુંબેશ શરૂ કરી, ત્યારે ભારતમાં રામરાજય સ્થાપવાનું વચન આપ્યું હતું. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીનો આરંભ રામકથાથી થાય એમાં ભારોભાર ઔચિત્ય રહેલું છે. લોકશિક્ષક મોરારિબાપુએ દુનિયાના લાખો પરિવારોમાં રામાયણીય સુગંધ પહોંચાડવાનું વિક્રમજનક કામ કર્યું છે. રામકથા જગ મંગલ કરની. આવા શુભ અવસરે ‘જય જય ગરવી ગુજરાત’ના ગાન ઉપરાંત પ્રત્યેક વર્ગના લોકો મનોમન કોઇ શુભ સંકલ્પ લઇ શકે, તો સમગ્ર ગુજરાતનું સર્વદેશીય કલ્યાણ થાય. આર્થિક વિકાસ તો થઇ જ રહ્યો છે, પરંતુ સંસ્કાર વિનાનો સમૃદ્ધ પરિવાર પણ ખરા અર્થમાં ‘સુખી’ નથી હોતો. અહીં થોડાક એવા સંકલ્પોની વાત કરવી છે, જેમાં સુખની સાથે તનની અને મનની શાંતિ પણ હોય. ઊઘની ગોળી લીધા વિના પોઢી ન શકે એવા ધનપતિની અદેખાઇ ન હોય. જો વિચારવાની ટેવ કેળવાય, તો ગુજરાતનું ભવિષ્ય સૂર્યોજ્જવલ છે. હવે શરૂ થાય છે એક લટાર વિચારોના વંદાવનમાં. ગુજરાતના યુવાનો આમિર ખાનના શબ્દો સાંભળે : ‘જ્યારે હું મારા ઘરે પહોંચું ત્યારે મારી પહેલી વૃત્તિ રિમોટ નહીં, પરંતુ પુસ્તક પકડવાની હોય છે. હું છેક છ વર્ષનો હતો ત્યારથી વાંચતો રહ્યો છું.’ ગુજરાતમાં એક પણ મંદિર, મસ્જિદ, દેરાસર, ગુરુદ્વારા કે દેવળ પુસ્તકાલય કે વાંચનાલય વિના ન શોભે. ગુજરાતની પ્રત્યેક નિશાળ અને કોલેજ દર વર્ષે એક વાર પુસ્તકમેળો કેમ ન યોજે? કલોલની હોલી ચાઇલ્ડ સ્કૂલ આવો પુસ્તકમેળો પ્રતિવર્ષ યોજે છે. મહાદેવ દેસાઇના રૂડા પ્રયત્નને કારણે નવસારીની સયાજીવૈભવ લાઇબ્રેરી એક યુનિવર્સિટી જેવું કામ કરી રહી છે. ‘વાંચે ગુજરાત’ જેવો પ્રકલ્પ ગુજરાતમાં ઘરે ઘરે બુક-કલ્ચર પહોંચાડે તેવી ક્ષમતા ધરાવે છે. એ પ્રોજેકટમાં ‘તરતું પુસ્તક’ જેવો મૌલિક વિચાર ઉમેરાયો છે. તમે એક મનગમતું પુસ્તક કોઇને વાંચવા આપો. પુસ્તક વાંચી લીધા પછી એ મિત્ર બીજા કોઇને વાંચવા આપે. એ પ્રમાણે પુસ્તક તરતું થાય અને અનેક લોકોના હાથમાં પહોંચીને છેવટે વિસર્જિત થાય! ઘણા હાથોમાં પહોંચીને વારંવાર વંચાયા પછી ફાટી જવું, એ જ પુસ્તકનો મોક્ષ! પુસ્તકનો જન્મ કાચના કબાટમાં ગોઠવાઇ ગયા પછી જનમટીપની સજા પામવા માટે નથી થયો. ગુજરાતના પ્રકાશકોને વિનંતી કે ગ્રંથપાલોને ભોળવીને ઉધાર પુસ્તકો ગામડાંની અને નિશાળોની લાઇબ્રેરીઓને માથે મારવાનું બંધ કરે. ગુજરાતની કેટલીય ગંગાસ્વરૂપ લાઇબ્રેરીઓ માવજત માગે છે. નવસારી ‘ગ્રંથનગરી’ બની રહ્યું છે. જીવતી લાઇબ્રેરી જોવી હોય, તો નવસારી જવું રહ્યું. ગુજરાતના મુસલમાનો શાહરુખ ખાનની વાત પર વિચાર કરે : ‘મુસલમાનો બે જાતના હોય છે : અલ્લામાં માનનારા અને મુલ્લામાં માનનારા.’ ઔરંગઝેબનો મોટો ભાઇ દારા સિકોહ કહે છે : ‘જયાં મુલ્લાઓ નથી, ત્યાં સ્વર્ગ છે. જે નગરમાં મુલ્લા રહેતા હોય, ત્યાં કદી પણ શાણો માણસ રહેતો નથી.’ ગુજરાતના હિંદુઓ સંકલ્પ કરે કે અમે મુસ્લિમદ્વેષને રાષ્ટ્રપ્રેમનો પર્યાય ગણીશું નહીં. અમારું હિંદુત્વ સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનું ઉદાત્ત હિંદુત્વ હશે, કારણ કે બાળ ઠાકરેનું હિંદુત્વ અમને એક સદી પાછળ લઇ જનારું છે. ગુજરાતની મહિલાઓ સંકલ્પ કરે કે અમે નિત્યાનંદો કે ભીમાનંદોનો ચરણસ્પર્શ કરીને એમના પતનની પેરવી કરીશું નહીં. બહુમતીની ફરજ છે કે લઘુમતીને સલામતીનો અહેસાસ કરાવે અને લઘુમતીની ફરજ છે કે બહુમતીને સરળતાની પ્રતીતિ કરાવે. ગુજરાતના સેકયુલર કર્મશીલો એવો સંકલ્પ કરે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી ગરિમાયુકત મૌન જાળવે. જો ગુનો સાબિત થાય તો એમને સુપ્રીમ કોર્ટ યોગ્ય સજા ફરમાવશે જ એમાં શંકા નથી, પરંતુ ત્યાં સુધી શાંત રહેવામાં લોકતંત્રની શોભા જળવાશે. એક કોંગ્રેસી મિત્ર કહે છે : ‘તિસ્તાબેગમ જેટલું વધારે બોલે તેટલું મોદીના લાભમાં છે.’ હવે એકાદ વર્ષથી વધારે રાહ જોવી નહીં પડે. નાણાવટી કમિશનનો રિપોર્ટ પણ ત્યાં સુધીમાં આવી નહીં જાય? ગુજરાતમાં લગભગ એક કરોડ ઘરોનાં છાપરાં કે ધાબાં હવે ઝટ ઝટ સફેદ બની જાય એ ખૂબ જરૂરી છે. ભવિષ્યમાં આખી દુનિયામાં આ વાતનો ફરજિયાત અમલ થવાનો છે કારણ કે સૂર્યનાં કિરણો પરાવર્તન પામે તેથી ગ્લોબલ વોિર્મંગમાં ખાસી રાહત થાય તેમ છે. વિજ્ઞાનીઓ એને ‘આલ્બેડો ઇફેકટ’ તરીકે ઓળખાવે છે. આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં મેં આ વાત ગૂજરાત વિધાપીઠમાં મળેલા ઉત્તર બુનિયાદી વિધાલયોના આચાર્યોસમક્ષ કહી હતી. ગુજરાતમાં જો મોટે મોટા પાયે આ વાતનો અમલ થાય, તો આખી દુનિયામાં ગુજરાતની પ્રશંસા થશે. આલ્બેડો ઇફેક્ટને કારણે વીજળીનું બિલ પણ ઘટશે. ગુજરાતના લોકો દ્રઢ સંકલ્પ કરે કે ઘરમાં એસી, પંખા અને લાઇટની સ્વિચ ઓફ કરવામાં અમે ચીકણી ચીવટ કેળવીશું. ગુજરાતના શાણા લોકો ત્રણ એવા સંકલ્પ કરે જેમાં માનવીય સભ્યતા એક વેંત ઊચે આવશે : (૧) સુખી ગણાતા સંપન્ન લોકો એવું નક્કી કરે કે મજૂરી કરનાર કોઇ પણ ગરીબ આદમી સાથે ક્રૂરતાયુકત ભાવતાલ કરવાનું અમે ટાળીશું. ગરીબને પટાવીને પાંચ પૈસા બચાવવા એ પાપ છે. (૨) ઘોંઘાટના પ્રદૂષણથી બચવા માટે બધા જ ધર્મના લોકોએ સાથે મળીને વિચારવાનો સમય પાકી ગયો છે. ઘોંઘાટ સહન કરવાની શકિત તો અસભ્યતાની નિશાની છે. (૩) આજથી ઓછામાં ઓછો એક ડ્રેસ ખાદીનો પહેરવાનો સંકલ્પ કરવા જેવો છે. આ ત્રણે સંકલ્પો ઉપરાંત ગુજરાતની બધી યુનિવર્સિટીનાં કેમ્પસ પર આદરણીય નારાયણ દેસાઇની ગાંધીકથાનું આયોજન થાય, તો તેમાં ગુજરાતના મનોસામાજિક પર્યાવરણમાં સમરસતાનો ઉમેરો થશે. આપણી સંસ્કૃતિયાત્રા રામરાજયથી રાજઘાટ સુધી વિસ્તરેલી દિવ્ય યાત્રા છે. ગુજરાતની વિકાસયાત્રા અને સંસ્કારયાત્રા સાથોસાથ ચાલવી જોઇએ. મિડિયામાં કામ કરતા સ્માર્ટ મિત્રોને વિનંતી કે ‘મિડિયા જસ્ટિસ’ ટાળે અને તટસ્થ રિપોર્ટિંગ દ્વારા ‘મિડિયા ધર્મ’ પાળે. એકવીસમી સદીમાં પ્રોફેશનલિઝમ પણ નૂતન ધર્મ ગણાશે. મિડિયા વૈમનસ્ય વધારી પણ શકે અને ઘટાડી પણ શકે. છેલ્લે એક વિચિત્ર વાત કરવી છે. ગુજરાતની ગહિણીઓ ભોજનમાં તીખીતમતમતી, તળેલી અને ખાંડ તથા મીઠાની ભરમારથી સ્વાદિષ્ટ બનેલી વાનગીઓ આગ્રહપૂર્વક પીરસીને પોતાના પતિને હૃદયરોગનો હુમલો વહેલો આવે તેવી હરકત ન કરે તો સારું. માણસ ધાન વગર નથી મરતો, ભાન વગર મરે છે. અસ્વાદ વ્રત નથી લેવાનું, પરંતુ ખરા સ્વાદને માણવાનો છે. સવારે ચાલવા જવાનું મફત છે. પ્રાણાયામ અને ઘ્યાન બિલકુલ મફત છે, પરંતુ બાયપાસ સર્જરી મફત નથી, દવા મફત નથી, દાકતર મફત નથી તથા હોસ્પિટલ મફત નથી. પહેલું સુખ તે જાતે નર્યા અને પહેલું દુ:ખ તે જાતે નડયા! ગુજરાતનાં એક કરોડ યુગલો જો આરોગ્યની માવજત કરવાનો સંકલ્પ કરે, તો તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ થાય. નિર્વ્યસની હોવા જેવો બીજો કોઇ વૈભવ નથી અને પ્રેમથી છલોછલ એવા પરિવારથી ચડિયાતી બીજી કોઇ સમૃદ્ધિ નથી. આવતીકાલનું ગુજરાત માંદું નહીં હોય. એવા સ્વસ્થ, સ્વરછ અને સંસ્કારયુક્ત ગુજરાતનું નિર્માણ આજથી શરૂ!

પાઘડીનો વળ છેડે ગુજરાતે પારસીઓને કેવળ આગળ વધવા માટે ઉત્તેજન પૂરું પાડ્યું છે, એટલું જ નહીં, પરંતુ ભારતની સૌથી સફળ અને સમૃદ્ધ કોમ બની રહે તે માટે ઊચે ચડવાની છૂટ પણ આપી છે. આવું તો માત્ર ગુજરાતમાં જ શક્ય બને. હું બિલકુલ સ્પષ્ટ રીતે માનું છું કે પારસીઓ સમૃદ્ધ થયા તે માટે કેવળ ભારત અને ગુજરાત જ જવાબદાર ગણાય.

 બહેરામ મહેતા

નોંધ : પારસીઓ દુનિયાની શ્રેષ્ઠ લઘુમતી ગણાય. ગુજરાતના મનીષી સદ્ગત વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહેલું કે જો તેમને હિંદુ સિવાયની અન્ય કોઇ કોમમાં પુનર્જન્મ પામવાની ફરજ પાડવામાં આવે, તો તેઓ પારસી તરીકે જન્મ પામવાનું પસંદ કરે. Blog:https://gunvantshah.wordpress.com n post a comment name: email: website:

Advertisements

9 thoughts on “Divya Bhasker Article Sunday, 25-4-2010

 1. Sir,

  1st and 3rd is very simple to implement.

  But 2nd is related to religous & only can implemented by self discipline.

  (My Native is Rajkot & currently am in PUNE- u wont believe the level of noise polution here in PUNE every festival, especially on Ganesh Utsav)

  rgds,
  Kumar Dave

 2. I like your thought, and the way of thinking. I believe in Shri Shri Ravishankarji’s Art of living you have never comment on art of living please give me reply about your views on art of living.
  I am going to marry on 15th May and this is love marriage and this is because i am involved in AOL.
  So, I strongly believe in it. We have sufffered for 5 years and after all we met.
  You have written in one article that ” ek 6okri tamne madve tena premi sathe aavti ane a banne n madya tya sudhi madela jiv tadpata rahya” this same things happened to me

  • Dear Dhiren,
   Best of Luck for your new relationship.May God bestow the choicest in your love life.

   Gunvant Shah

 3. લેખ ઉત્કૃષ્ટ છે. અને જુદી જુદી વ્યક્તિઓને પોત પોતાને માટે મનનીય છે.
  સરકારી કર્મચારીઓ માટે પણ જરુરી છે કે તેઓ સત્તાનો પ્રજાહિતમાં ઉપયોગ કરે અને ફરજને પ્રાથમિકતા આપે. રાજકીય પુરુષો સાથે મીલીભગતમાં કામ નકરે.

  નીતિમાન ગણાતા મોટાભાગના કર્મચારીઓ “મહેતા મારે પણ નહીં અને ભણાવે પણ નહીં” એ કેટેગરીમાં આવતા હોય છે. જે કર્મચારીઓ નીતિમાન નથી તેઓ પૈસા સિવાયનું કામ કરતા નથી.

  જો કે શ્રી નરેન્દ્ર મોદીએ ઘણો સુધારો કર્યો છે. મ્યુનીસીપાલીટી અને એસ. ટી. નું તંત્ર એટલી હદે બગડી ગયું છે કે કમીશ્નરોને ગડગડીયું આપ્યા શિવાય સુધરે તેમ નથી.

  કેન્દ્રની ઑફિસોમાં કોઈ સુધારો દેખાતો નથી.

 4. ગુણવંતકાકા ને મારા પ્રણામ
  આ રવિવાર નો લેખ વાંચ્યો તેમા ગુજરાતી વાનગીઓની લીજ્જત માણવાની વાત ખૂબ ગમી તેમા(અંગેઠીની રાખોડીમાં,આંધળી વાનીનો તાજો પોંક) આ શબ્દો મા કાઇ ખબર ના પડી .
  (ગુજરાતના યુવાનો આમિર ખાનના શબ્દો સાંભળે : ‘જ્યારે હું મારા ઘરે પહોંચું ત્યારે મારી પહેલી વૃત્તિ રિમોટ નહીં, પરંતુ પુસ્તક પકડવાની હોય છે. હું છેક છ વર્ષનો હતો ત્યારથી વાંચતો રહ્યો છું.’ )
  આ વાત થી હુ ખૂબ પ્રભાવિત થયો છુ પણ નિયમિત વાંચન થતુ નથી. આપનો રવિવાર નો લેખ કોઈ પણ સંજોગોમા વાંચુ છુ.
  પણ આપના પુસ્તકોનુ નિયમિત વાંચન થતુ નથી.
  મારી ઉંમર ૨૭ વર્ષ ની છે અને નિયમિત વાંચન ની ટેવ કેળવાય તેવી કોઈ ટિપ્સ આપવા વિંનંતી કરુ છુ.
  આપનુ પુસ્તક “માનવતાનુ મહાકાવ્ય” અને “ગાંધી ના ચસ્મા” ખૂબ મનન સાથે વાંચવાની ઈચ્છા છે. આપના સહકાર ની વાટ જોતો બેઠો છુ.
  લિ. આપનો વાંચક
  કિરણ પટેલ.

 5. How a concept of audit can work in present scenerio. Audit at all level of society from individual to government level. Do you feel vaccum of audit concept from individual to government? What do you suggest for individual and government to correct and no-repeat efforts are experienced.

  A learned psychoanalyst could give good study and suggestion for healthy Gujarati / Indian society in terms of dialogue. Experience of justice and rights of all citizens. Dialogue among elite to elite or elite to marginalized. Who could play pivotal role?

  Please advise.

 6. Pingback: ગુજરાતનું ભવિષ્ય સૂર્યોજ્જવલ છે – ગુણવંત શાહ « Bansinaad

 7. શ્રી શાહ સાહેબ ને વર્ષો થી છાપો દ્વારા વાંચું છું.એમની શૈલી થી લેખ નીચે નામ ના લખ્યું હોય તો પણ સમાજ પડી જાય કે શાહ સાહેબ નો જ લેખ છે.બહુ સરસ આર્ટીકલ છે.પણ એક વાત સમજતી નથીકે રામ કથા જગ મંગલ કરની કઈ રીતે બને?જગ નું તો ઠીક ભારત નું પણ મંગલ હજારો વર્ષ થી આ કથા સાંભળી સંભાળીને થયું નથી.ઉલટાનો દેશ કાયર,ભિખારી ને પ્રજા કમજોર થતી ચાલી છે.દેશ હજાર વર્ષ તો ગુલામ રહ્યો છે.રામરાજ્ય પાછું લાવીને લાખો કરોડો શુદ્રો આજે ભણી ગણીને બ્રાહ્મણો નું કામ કરી રહ્યા છે વિદ્યા આપવાનું ,શું તેમને મરાવી નાખવાનો ઈરાદો છે?મેં આના વિષે મારા બ્લોગ માં આર્ટીકલ પણ લખેલા છે.કર્ણાવતી ક્લબ ના એસી હોલ માં કરોડો ના ખર્ચે કુચ્ચા થઇ ગયેલી કથાઓ ને બદલે શું બીજી ગંદકી,ઘોંઘાટ ને અસ્વચ્છતા,ગુરુઓના બ્રેન વોશિંગ,અંધશ્રદ્ધા,અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુધ્દ્ધ ની કથાઓ ના કરી શકાય?જેવી કે સ્વામી સચ્ચિદાનંદ દન્તાલીવાલા કરે છે.શું સ્ત્રીઓની આજે પણ લઇ રહેવાયેલી અગ્નિ પરીક્ષાઓ બંધ નથી કરવી? નિત્યાનંદ ની સભામાં બેસવાનો પસ્તાવો આજે પણ શાહ સાહેબ ને અવશ્ય થતો હશે,સારું હતું કે મંચ પર બેસવા ના મળ્યું.મોરારીબાપુ નો નમ્ર અહંકાર મેં ટીવી માં જોયો છે.આપકી અદાલત માં આજ બાપુ કેહતા હતા કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા”.સ્ટુપીડ ઓડીયન્સ તાળીઓ ના ગડગડાટ કરે.તો પછી ભણશે કોણ?લાખો લોકો સામે આવો બકવાસ સંદેશો?પ્રજા અંધબનીને આ જ બાપુઓ નું અનુકરણ કરવા ઉભી હોય ત્યારે શું આવા વન લાઈનર બોલીને તાળીઓ મેળવવાની?૨૦ વરસ પહેલા ૧૫ લાખ ના સિંહાસન પર બેસી બાપુ કુંભ ના મેળામાં કથા કરતા ને ૧ લાખના તંબુમાં રહેતા.શા માટે પ્રજાના મહેનત ના પૈસા વેડફવામાં આવી રહ્યા છે?google indic translitaretion now doesn’t work.You can read more about in my blog “kurukshetra”.Thanks.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s