Article of Divya Bhasker on Sunday, 9-5-2010

શું લિવ-ઇન રિલેશનશિપ અશ્લિલ છે?

Gunvant Shah

લિવ-ઇન રિલેશનશિપમાં બંને પાત્રો સાથે રહેવા માટે અને છુટાં થવા માટે ‘સરખાં’ મુક્ત છે.એ લગ્નેતર સંબંધ આપોઆપ અપવિત્ર બની જતો નથી.

What Live in relastionship is obscene ?જે સમાજ એક યા બીજા બહાને સેક્સને અપવિત્ર ગણે છે, તે આડકતરી રીતે માતૃત્વને અપમાનિત કરતો હોય છે. માતૃત્વ નામનું પુષ્પ સેક્સના છોડવા પર ખીલતું હોય છે. પુષ્પને પવિત્ર ગણનારો સમાજ છોડને અપવિત્ર ગણી શકે? જગતનો કોઇ ધર્મ કે કોઇ કાયદો એકબીજાં સાથે રહેવા માગતાં બે જણાંને સહજીવન ગાળવાની મનાઇ ફરમાવી શકે નહીં.

આ બોટમ-લાઇનનો અસ્વીકાર કરનાર સમાજ એકવીસમી સદીમાં દયનીય અને નિંદનીય ગણાવો જોઇએ. લગભગ એ જ તર્ક અનુસાર સાથે ન રહેવા માગતાં બે જણાંને લગ્નસંબંધની પવિત્રતાને નામે આજીવન નજરકેદ ભોગવવા માટે ફરજ પાડનારો સમાજ કદી તંદુરસ્ત હોઇ ન શકે. લગ્ન પવિત્ર છે અને છુટાછેડા પણ પવિત્ર છે. તંદુરસ્ત સેક્સ લંગોટમૂલક બ્રહ્નચર્ય કરતાં ઓછું પવિત્ર નથી. આ બાબતે ગાંધીજી સાથે સહમત થવાનું ફરજિયાત નથી.

શું લિવ-ઇન રિલેશનશિપ અશ્લિલ છે? સુપ્રીમ કોર્ટે એનો સ્વીકાર કર્યો એ સારું છે, પરંતુ એમ કરવામાં સુપ્રીમ કોર્ટ અડધી સદી મોડી પડી છે. લગ્ન કર્યા સિવાય પણ બે યુવાન હૈયાં સાથે રહેવા ઝંખે તેમને સુપ્રીમ કોર્ટના સ્વીકારની ગરજ ખરી? લગ્નેતર સંબંધનો જન્મ લગ્નની શોધ થઇ પછી થયો છે.

લગ્ન એક સાંસ્કૃતિક ઘટના છે અને એનું મહત્વ ઓછું નથી. લગ્ન ગમે તેટલી મહાન અને ઉપકારક સાંસ્કૃતિક ઘટના હોય તોય એ એક અપ્રાકૃતિક ઘટના છે. પુરુષ-પ્રધાન સમાજમાં લગ્ન સાથે માલિકીભાવ એવો તો જોડાઇ જાય છે કે અન્યાય કાયમ સીતા, દ્રૌપદી અને દમયંતીને જ થતો આવ્યો છે.

લિવ-ઇન રિલેશનશિપમાં બંને પાત્રો સાથે રહેવા માટે અને છુટાં થવા માટે ‘સરખાં’ મુક્ત છે. કોઇ પણ કાયદો મનુષ્યનાં મૂળભૂત અરમાનો પર ખંભાતી તાળું મારીને એમ ન કહી શકે : ‘હવે તમારે ફરજિયાતપણે સાથે રહીને જીવન વેંઢારવાનું છે.’ લિવ-ઇન રિલેશનશિપ મનુષ્યનાં પ્રકૃતિદત્ત અરમાનોને છાબડીમાં લઇને આવી છે. એ લગ્નેતર સંબંધ આપોઆપ અપવિત્ર બની જતો નથી.

પ્રેમ કદી પણ અપવિત્ર ન હોઇ શકે. સેક્સ પવિત્ર પણ હોઇ શકે અને અપવિત્ર પણ હોઇ શકે. વિશ્વામિત્ર અને મેનકા વચ્ચેનું સેક્સ અપવિત્ર હતું કારણ કે એમાં જવાબદારીનો અભાવ હતો. જો વિશ્વામિત્ર અને મેનકાએ ઘર માંડીને શકુંતલાને ઉછેરી હોત તો ભારતનો ઈતિહાસ જુદો હોત. લોકો જેને લવ-અફેર કહે છે, તે ૯૦ ટકા કિસ્સાઓમાં કેવળ સેક્સ-અફેર હોય છે. લિવ-ઇન રિલેશનશિપમાં પણ બેજવાબદાર સેક્સ જબરો તરખાટ મચાવી શકે છે.

ખરેખર વાત એમ છે કે પરિણીત યુગલ કરતાંય લિવ-ઇન યુગલની જવાબદારી અનેકગણી વધી જાય છે. અધિક સ્વતંત્રતા અધિક જવાબદારી માગે છે કારણ કે સંતાનો જવાબદાર માતૃત્વ અને જવાબદાર પિતૃત્વ માગે છે. સેક્સ પણ અસુંદર હોઇ શકે છે. પરિણીત યુગલ વચ્ચેનો સેક્સ-સંબંધ આપોઆપ પવિત્ર બની જતો નથી. ભવિષ્યમાં સુવાવડ થાય કે તરત જ બાયોલોજિકલ પિતાનો ડી.એન.એ.ટેસ્ટ લેવાનું ફરજિયાત બનવાનું છે. માત્ર સમયનો સવાલ છે.

લગ્નેતર સંબંધ આપોઆપ અપવિત્ર બની જાય ખરો? લગ્નસંબંધ આપોઆપ પવિત્ર બની જાય ખરો? કેવળ સેક્સ હોય અને પ્રેમ ન હોય, તો એ સંબંધ અપવિત્ર અને સેક્સ જો પ્રેમપૂર્ણ હોય, તો એ સંબંધ ‘પવિત્ર’ ગણાય. જો લગ્નેતર સંબંધને આપોઆપ અપવિત્ર ગણવાની પરંપરા સ્વીકારીએ, તો સૌથી મોટો ધરતીકંપ આશ્રમોમાં થાય તેમ છે.

જવાબદારીના પૂરા ભાન સાથે અને બિનકેફી હાલતમાં કહેવું પડશે કે ગાંધીજીની પ્રેરણા હેઠળ શરૂ થયેલો એક પણ આશ્રમ લગ્નેતર સંબંધ વિનાનો હતો નહીં અને આજે પણ નથી. બ્રહ્નચર્યનો આગ્રહ પણ આતંકવાદી મુદ્રા ધારણ કરી શકે છે. ધર્મ સાથે જોડાયેલા અને હિંદુત્વના સ્મારક ગણાતા આશ્રમોની તો વાત જ કરવા જેવી નથી. આ બાબતે નવી પેઢી મને અધિક નિખાલસ અને અધિક નિર્દભ જણાય છે.

એકવીસમી સદીમાં કદાચ સીતા રામને કહી શકશે : ‘તમે મને વનમાં મોકલનારા કોણ? હું આ ચાલી!’ લિવ-ઇન રિલેશનશિપનો આડકતરો સંબંધ નારીમુક્તિ સાથે પણ રહેલો છે. હા, એ નવા ઉન્મેષને કારણે સૂકા ભેગું લીલું પણ બળશે. બાકી પ્રત્યેક લગ્નેતર સંબંધને આંખ મીંચીને ‘અશ્લિલ’ ગણવાની મારી હિંમત નથી. મરાઠી સાહિત્યકાર વિંદા કરંદીકરનું એક વિધાન યાદ રાખવું પડશે. તેઓ કહે છે : એક નરકનું નામ ‘અશ્લીલ’ છે.

પવિત્રતાના અને અશ્લિલતાના નોર્મ્સ યુગે યુગે બદલાય છે. સાઉદી અરેબિયામાં હજી પંદરમી સદીના નોર્મ્સ અમલમાં છે. સાઉદી અરેબિયામાં સ્ત્રી તરીકે જન્મ પામવા કરતાં હું આફ્રિકાના જંગલમાં વાંદરી તરીકે જન્મ લેવાનું પસંદ કરું. સાઉદી અરેબિયામાં સ્ત્રી એક ચીજ છે, પદાર્થ છે અને વસ્તુ છે. સ્ત્રીનું આવું વસ્તુકરણ (ઓબ્જેક્ટિફિકેશન) એ જ ખરું પાપ! સ્ત્રીનું ઢીંગલીકરણ અશ્લિલ નથી?

અશ્લિલતા એટલે શું? ઈતિહાસના અરીસામાં થોડીક હકીકતોને જાણી લઇએ. વિક્ટોરિયન યુગમાં પિયાનોના પગ ખુલ્લા રહે તે પણ અશ્લિલ ગણાતું. ૧૮૫૭માં ઇંગ્લેન્ડમાં પરસ્ત્રીગમનનો ગુનો મૃત્યુદંડને પાત્ર ગણાતો હતો. કુન્દનિકા કાપડિયાનું કોઇ પુસ્તક રઘુવીર ચૌધરીના કોઇ પુસ્તકની અડોઅડ કબાટમાં ગોઠવાય તે પણ અશ્લિલ ગણાતું. અરે! કુન્દનિકાબહેનનું પુસ્તક પતિ મકરંદ દવે સાથે કબાટમાં ગોઠવાય તે પણ અશ્લિલ ગણાતું.

ડોક્ટર કોઇ સ્ત્રીને તપાસવા માટે જાય તો ઢીંગલીના કોઇ ભાગને આંગળી અડાડીને એ સ્ત્રી પોતાના શરીરમાં ક્યાં દુખાવો થાય છે તે બતાવતી. ફ્યુડલ પ્રથા પ્રચલિત થઇ તેની શરૂઆતના સમયમાં નવી પરણેલી છોકરી પતિની સાથે મધુરજની માણે તે પહેલાં ગામના જમીનદાર સાથે સહશયન કરતી. મધ્યયુગમાં ચર્ચ તરફથી પુરુષ અને તેની પત્ની વચ્ચેનાં સેક્સ પર પણ પ્રથમ પાંચ મહિનાઓ માટે પ્રતબિંધ મુકાયેલો.

જ્યોર્જિયન સમયમાં રંડીબાજો સ્ત્રીઓને નિર્દયપણે ફોસલાવતા. વર્જિન (અનન્યપૂર્વા) છોકરીને ફસાવવી, તે સામાજિક મોભો વધારનારી બાબત ગણાતી. અંગ્રેજીમાં નીતિવાન વ્યક્તિ માટે વપરાતો ‘moral’ શબ્દ મૂળે ‘mores’ પરથી આવ્યો છે. ‘mores’ એટલે રિવાજો. રિવાજો તો સતત બદલાતા જ રહે છે.

એક જ કાળે પણ દેશે દેશે તે જુદા હોય છે. રિવાજ સ્વભાવે લફંગો હોય છે. એને પોતીકું ચારિત્રય હોતું નથી. સ્ત્રી ઢીંગલી, રખાત, ચીજ, દાસી અને રમકડું મટીને સન્નારી બને તેવી શક્યતા નજીક આવી, તે માટે આપણે સૌ કલિયુગનાં આભારી છીએ. સતીપ્રથા પણ રિવાજનો જ ભાગ હતો ને?

આપણો રુગ્ણ સમાજ બળાત્કારના અંધારિયા કૂવા વેઠી શકે, પરંતુ છુટાછવાયા આકર્ષણનાં રમ્ય ઝરણાં ન વેઠી શકે. એવા રોગી સમાજને મૈત્રી વિનાનાં લગ્ન ખપે, પરંતુ લગ્ન વિનાની મૈત્રી ન ખપે. એવા સમાજને દાબદબાણથી થયેલાં લગ્ન ખપે, પરંતુ પરસ્પર સંમતિથી થયેલા છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળિયા સમાજમાં જીવન ઉત્સવ મટીને ઉલઝન બની રહે છે. લાખો મનુષ્યો કણસે, તે પણ છાનામાના! આવી રહેલી મનોવૈજ્ઞાનિક ક્રાંતિ જ આવા સડેલા સમાજને બચાવી શકે.

દાદા ધર્માધિકારીએ સુરતની જાહેરસભામાં કહેલું : ‘પરસ્પર સહમતિ સે કિયે ગયે સંભોગ કો મૈં પાપ નહીં માનતા.’ (એ સભામાં આ લખનાર અધ્યક્ષસ્થાને હતો. એ પ્રવચન સમૃદ્ધિ હોલમાં ગોઠવાયું હતું). જ્યાં કેવળ રિવાજનો જ પ્રભાવ હોય, ત્યાં વિચારને નેપથ્યમાં ચાલી જવું પડે છે. લિવ-ઇન રિલેશનશિપ એક વિચારનું નામ છે. એને કારણે સમાજનું નખ્ખોદ વળવાનું નથી, કારણ કે આજના પતિત સમાજમાં હવે વધારે નખ્ખોદ જાય એવી કોઇ શક્યતા બચી નથી.

પાઘડીનો વળ છેડે

જ્યારે પુરુષ અને સ્ત્રી
તેમની વચ્ચે રહેલા તફાવતનો
સ્વીકાર કરે અને આદર કરે
ત્યારે પ્રેમને ખરેખર ખીલવાની
તક પ્રાપ્ત થાય છે.

-જહોન ગ્રે

નોંધ : લેખકના જાણીતા પુસ્તક ‘ઝeખ્ અચ્e ઊચ્ગ્ક ઝૂચ્જ, ‘Men Are From Mars, Women Are From Venus’માં આવા પ્રાણવાન શબ્દો વાંચવા મળે છે. પરણવા માગનારાં અને પરણેલાં સૌ યુગલો આ ગ્રંથ વાંચે.


Advertisements

10 thoughts on “Article of Divya Bhasker on Sunday, 9-5-2010

 1. લીવ ઇન રીલેશનશીપ, પ્રેમ, સેક્સ, વિગેરે વિગેરે વિષે બંને બાજુનું લખી શકાય. પણ લાંબે ગાળે સમાજ કઇ દીશા પકડશે તે વિષે પણ ફોડ પાડવો જોઇએ. બાબલાઓ ઉપર શું અસર પડશે તે વિષે પણ લખાવું જોઈએ. ફક્ત સ્ત્રી અને પુરુષ ના સંબંધોના એકાંગી પણા ઉપર જ વિદ્વત્તા પ્રગટ થાય તે બરાબર નથી. આખરે મનુષ્ય એક સમાજીક પ્રાણી છે.

  રામ અને સીતા માટે વાંચો
  http://shirish-dave.sulekha.com/blog/post/2007/03/rama-the-real-in-flesh-and-blood.htm

 2. The Creator of Human being, Allah or God or Ishwar has ordained rule of being natural human to live in beautiful garden having given concept of ‘boundaries’ for safety, security and peaceful harmony with legal identity problem.

  Going towards ‘boundary’ designed by our Creator would lead to a risk of confusion, and risk of crossing border, would further lead to being unnatural.

  Man is schrizophenic but is gifted with safety device of certain notion of gift of advice, guidelines of principles. For any support to live life would seek His support, guidance.

  Being rational, developing, elite, new idea are to be sarched within boundaries of beautiful garden of life and world and planet.

  Any theory of Freud++ are rejected by his own mentorees, means its theory was not conducive.

 3. I hope Innocent women(bholi) in our country do not get abused by men. Man can always and has been known for yugs to abuse woman. He can keep using woman for a while and get another for sex. Todays woman has to suffer a lot if not careful. Hon. Gunvant shah is right but the law has to be defined very carefully.

 4. I truly agree on these ideas and I beleive they are not the property of the author himself. The idea if marriage is dangerous now for future. It was for a purpose and the purpose is solved. The future would be of commnities now…. people will live in communes in future not in a family because family has harmed the individuality of a person a lot. there are new communities comming up all over the world. visit http://www.ic.org The father will be again an old word…the future childrens will know only uncles and mother…but no father…!

  Polyamory and live-in is the future. Children shall be of a community and not of two particular individuals claiming their rights on them. The future revolution will also come from children after the women.

  We would like to hear more on polyamory, eco-villages, intentional communities etc from you Gunvantbhai…Trust me there are more hidden Gunvantbhais supporting your ideas…We understand you truly, it is just that you are a very futuristic writer and shall not be much admired by people here in India for your rebelious articles…Cheer Up…Roy

 5. Namaste Gunavantbhai

  I am a web designer at rajkot and regular reader of your column “Vicharo na vrundavan” at DIVYA DHASKER.

  I am trying to contact you now i got internet so i wrote.

  I have a request if its fulfill so great honor to me.

  When i am at collage i heard somewhere that Gandhiji spoke a time of division of india and pakistan that
  “I am a blank bullet”.

  I want to know full incident if possible here or any where at your column

  Thank you
  For reading full comment

  I am waiting for reply

  Dhaval
  Awaiting person for reply

 6. Dear Gunvant Sir,
  I read many of your books & regular follower of ‘Vicharo na Vrundavan ma’, i guess since last 20 years.

  There is not all bullshit & not all excellence in this article. I agree that without love, marriage & live in relationship both are worse. So If love is there, what is wrong in marriage? most of the live-ins today we see are just for comfort not because of likes or love. Somebody told in the comments that man use woman & leave her. We should not forget that, Due to so called Naari Kranti, there are equal incidents of woman use man and leave him after short live ins. there are always 2 sides of this kind of topics as Shirish Dave said. Live in relationship is not at all a solution for forced marriages. just like 408(C) is not a solution for dowry because in 70% of the cases it is misused by girls or their families. Bottom line, if love is the most important in marriage and live in than y should not go for marriage rather than live in?

 7. can you write the same ideas in English also. I am not great at translation or I would have loved to translate these articles in English and put on various sites by your name to reach it to right people…would u mind taking the pain, Gunvantbhai?

 8. ગુણવંતભાઈ
  તમારું કોઈ મેઈલ address તમારા ચાહકો માટે spare છે? હોય તો જણાવજો, વાસુદેવ મહેતા બાદ( તમારાથી વય માં ખુબ મોટા હતા તેથી બાદ શબ્દ વીચારી ને લખ્યોછે) ખાસકરી ગુજરાતી ઓ માટે , અને ગુજરાત માટે તમારી લાગણી પર માન થાય છે, તેમની સાથે ગુજરાતી ને થતા અન્યાય પર સારી વાતો થતી, અને તેઓએ ૮૦-થી ૮૨ ના અરસા માં સંદેશ માં લગભગ બે વર્ષ સુધી તેનામાટે મોટાપાયે ઝુંબેશ ઉપાડી હતી… મારી પાસે મોટાભાગ ના લેખો હજુ સંચવાયેલા પડ્યા છે..
  તમે મેઈલ address જણાવશો તો થોડી વાતો લખીશ, ઊઝા જોડણી છે, અને computer પર ફાવે છે, ભુલો માફ કરશો,
  દીપક..

  આલેખ ના સંદર્ભ માં આ comment નથી, વાંચકો માફ કરશો

 9. સંસ્કૃતમાં એક શ્લોક છે કે
  ધર્માર્થકામમોક્ષાણાં યસ્મિન કો’પિ ન વિદ્યતે
  અજાગલસ્તનસ્યેવ તસ્ય જન્મો નિરર્થકઃ

  જે વ્યક્તિમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમાનું કશું નથી તેનો જન્મ બકરીના ગળાના આંચળ જેવો નિરર્થક છે.

  હિન્દુ તત્વજ્ઞાન પ્રમાણે ધર્મ એટલે સમાજ પ્રત્યેના પોતાના કર્તવ્ય તરીકે સ્વિકારેલો વ્યવસાય, અર્થ એટલે પોતાના કુટુંબને માટે સંપત્તિ, અને કામ એટલે પોતાના શારીરિક સુખમાટેની કામનાની વૃત્તિ, અને મોક્ષ એટલે શાશ્વત સુખની આકાંક્ષા.

  દરેક વ્યક્તિમાં આ ચારેય ગુણો હોય છે. દરેક વ્યક્તિ કઈ વસ્તુને પ્રાથમિકતાના ક્રમમાં ગોઠવે છે એ વાત તે વ્યક્તિની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે.

  આ પ્રકૃતિ શું છે? તે કેટલી વંશપરંપરાગત હોય છે? તે કેટલી સમાજવ્યવસ્થાગત હોય છે અને તે કેટલી પોતાની પોતે કેળવેલી માનસિક સ્થિતી ને કારણે હોય છે?

  આ એક ચિંતનનો અને વિવાદનો વિષય છે. આમ તો આ વિજ્ઞાનનો વિષય છે. પણ કેટલાક “સબ બંદરકા વેપારી” હોય છે. એટલે કેવળ સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર ના આધારે વિશ્લેષણ કરે છે.

  આપણે ફક્ત “કામ”ની વાત કરીએ અને તેને પણ જાતીયવૃત્તિ સુધી સીમિત રાખીએ. જાતીય વૃત્તિને પ્રાકૃતિક માનવામાં આવે છે અને તે સહજ છે. બીજા પ્રાણીઓથી વિરુદ્ધ જાતીય વૃત્તિ મનુષ્યમાં વાર્ષિક ઋતુઓને આધિન નથી.

  પુરાણ કાળમાં જાતીય સંબંધને કેટલીક જગ્યાએ પ્રજોત્પત્તિ પૂરતો મર્યાદિત ગણવો એવી પણ એક માન્યતા હતી. પણ પ્રજોત્પત્તિ જેટલી વધુ એટલું સારું એવું મનાતું એટલે તે મર્યાદા તત્વતઃ અસરહીન હતી.

  દરેક પ્રાણીનું અને માણસનું પણ, શરીર તો રાસાયણિક શરીર છે. હવા, પાણી ખોરાક એ પણ રસાયણ જ છે. નત્રલ પદાર્થો, લવણ, તેલ, એસીડ, ક્ષાર, ડીએનએ, આરએનએ, એ બધા પણ રસાયણોના બનેલા છે.

  માણસના વિચારો પણ માણસમાં રહેલા રસાયણો અને રસાયણોની કમી ઉપર પણ આધાર રાખે છે. પાણીની પૂર્તિમાટે માણસને તરસ લાગે છે અને તે પાણીના વિચારો કરે છે. બીજા તત્વોની આપૂર્તિ માટે તેને ભૂખ લાગે છે. કેટલાક માણસો વધુ ખાય છે અને કેટલાક ઓછું ખાય છે. કેટલાક વધુ ખાય છે તો પણ પાતળા હોય છે કેટલાક ઓછું ખાય તો પણ જાડા હોય છે. માણસના શરીરના બંધારણ કે જેમાં વિચારો પણ આવી જાય તે અંતે તો રસાયણની સ્થિતી ઉપરજ આધાર રાખે છે. આજ વસ્તુ સામુહિક રીતે માનવ સમાજ ઉપર અસર કરે છે. અને માનવ સંસ્કૃતિનો વિકાસ પણ એજ રીતે થાય છે.

  મહાન ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકીન્સ કહે છે કે વિશ્વમાં બધું જ નિશ્ચિત છે. બધાનું બધું જ નિશ્ચિત છે. આપણે કેવા વિચારો કરીશું અને કેવા અને કયા નિર્ણયો લઈશું તે પણ વિશ્વના ગર્ભમાં નિશ્ચિત છે.પણ આપણે ભવિષ્યની આગાહી ન કરી શકીએ.

  આપણે વિશ્વનો હિસ્સો છીએ. દરેક કણ સજીવ છે. આપણા શરીરમાં આપણે ક્યાં છીએ? કેવા છીએ? શરીરના સંચાલનમાં આપણો ફાળો કેટલો છે?

  આપણો ફાળો સમગ્ર સંચાલનના પરિપેક્ષ્યમાં જોઇએ તો શૂન્યની નજીક છે. તો પછી આ બધું કરે છે કોણ? આપણે તો ખાસ કશું કરતા નથી. તો પણ આટલું બધું સીલેક્ટિવલી કોણ કરે છે? આઈન્સ્ટાઇને કહ્યું હતું;”આ કંઇ શક્યતાના સિદ્ધાંતો અનુસાર થતું નથી.”

  આપણે સજીવ છીએ. વિશ્વ પણ સજીવ છે. અને તે શું કરે છે તે આપણે જાણતા નથી. તેથી શિવમહિમ્ન સ્ત્રોત્ર માં કહ્યું છે કે હે (વિશ્વમૂર્ત્તિ શિવ) ઈશ્વર, જ્ઞાનની દેવી સરસ્વતી જો સદાકાળ તારી મહાનતા વિષે લખતી રહે તો પણ તે તારી મહાનતાની સીમાને ન પહોંચી શકે.

  “તેઓ ઉત્તમ કક્ષાના છે જેઓ બીજાના સુખને માટે પોતાના હિતને છોડે છે. તેઓ મધ્યમ કક્ષાના જેઓ બીજાને નુકશાન ન થાય તે રીતે પોતાનું હિત કરે છે. તેઓ માનવ રાક્ષસો છે જેઓ પોતાના હિત માટે બીજાનું અહિત કરે છે. પણ જેઓ નિરર્થક જ બીજાનું અહિત કરે છે તેઓ કોણ છે તે અમે જાણતા નથી.” આવું એક સંસ્કૃત સુભાષિત છે.

  માણસ પોતાની તુષ્ટિમાટે વિચારે છે અને વર્તે છે તે રાક્ષસ છે. હવે જો “લીવ ઈન રીલેશનશીપ” એમાં સંતાનો આવકાર્ય હોય તો, અને તે સંતાનોનો ઉછેર એક સર્પના બચ્ચા ની જેમ થવાનો હોય તો, અને માતા-પિતા એને પોતાના સ્વાર્થ માટે જ અત્યારસુધી ઉછેરતા હતા એમ માનવાનું હોય તો, અને આ પરિસ્થિતીને પ્રગતિની નિશાની ગણવાની હોય તો, આપણે પાછળ વળીને જોવું પડશે કે આપણે સંવેદન શીલતામાં આગળ વધ્યા ગણાઈશું કે પાછળ?

  માનવ સમાજ આગળ વધી રહ્યો છે? માનવ સમાજ પાછળ જઇ રહ્યો છે કે માનવ સમાજ જૈસે થે અવસ્થામાં રહે છે?

  વિશ્વનું વલણ કેવું રહ્યું છે? આખરે સવાલ તો એજ છે કે માનવ સમાજની સહયોગની ભાવના અને પ્રયાસો, માણસની સંવેદના અને સામુહિકસુખનો સ્વકીય સુખસાથે નો તાલમેલ કઇ દીશામાં જાય છે. સંભવ છે કે માણસની દરેક વૃત્તિઓને માપી શકાશે. અને બે વિજાય વ્યક્તિઓ વચ્ચે ગ્રહોને આધારે કેટલા ગુણાંકો છે તે નહીં, પણ જાતીય વૃત્તિ સહિતની બીજી વૃત્તિઓ તાલમેલથી કેટલા ગુણાંક મેળવે છે તેના આધારે લગ્ન સંબંધો ગોઠવાય. પહેલાંના સમયમાં ભારતમાં ગણિકાનું સ્થાન માનભર્યું હતું. કદાચ આ પણ સામાજીક તાલમેલનો એક હિસ્સો હશે. હાલ ગણિકાઓ છે પણ ત્યાં રાજકીય અને સામાજીક અરાજકતા છે.

 10. In furtherance to my comments, your article advocate concept of Freud & Liberals who rejected morale from the life. It will create a chaos and disorder in society. Morale and safety device gifted through all religion advocate morale and chestity of men and women. May I suggest to introspect. Dada Dharmadhikari reference is not a sanction for legal process.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s