Karma Sheel Juthu Bole ke, 23-5-2010

કર્મશીલ જૂઠું બોલે કે?

Gunvant Shah, Vicharo Na Vrundavan Ma
First Published 00:10 AM [IST](24/05/2010)
Last Updated 12:00 AM [IST](24/05/2010)

ગોધરામાં જે બન્યું તે ભયંકર હતું અને પછી જે બન્યું તે પણ એટલું જ ભયંકર હતું. નિર્દોષ મનુષ્ય મરે ત્યારે એની કોમ ન જોવાય. આતંકવાદીની કોમ ન જોવાય. આતંક એટલે આતંક એટલે આતંક!

having faith in ritual speak wrongસદાબહાર અભિનેતા દેવાનંદના બંગલાનું નામ ‘આઇરિસ પાર્ક’છે. એ બંગલાની બરાબર સામે આવેલી બી.એડ્ કોલેજનું નામ ગાંધી શિક્ષણ ભવન છે. ગાંધીજીએ જેને પોતાના જીવનની ઉત્તમ ભેટ ગણાવી હતી તે નઇ તાલીમના આદર્શને ધ્યાનમાં રાખીને એ કોલેજ ચાલતી. એના સ્થાપક મૂલ્યનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કેળવણીકાર શ્રી વજુભાઇ પટેલ હતા. તેઓ અમેરિકાની કોલિમ્બયા યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચૂક્યા હતા.

એક ધનપતિએ કોલેજને દાન આપ્યા પછી એવી કરામતો કરી કે વજુભાઇને આખરે કોલેજ છોડવી પડી. હું લગભગ શરુઆતથી એ કોલેજની કાઉન્સિલમાં બોર્ડ ઓફ ગવર્નર્સનો સભ્ય હતો. મામલો ચેરિટી કમિશનરની કોર્ટમાં ગયો અને પછી હાઇકોર્ટમાં ગયો. વજુભાઇને એક સમર્થ વકીલ મળ્યા, જેમણે એક પણ રૂપિયો લીધા વિના એ કેસ હાથમાં લીધો. કેસ લાંબો ચાલ્યો. અંતે વિજય વજુભાઇનો થયો અને કોલેજનું સંચાલન વજુભાઇને ફરીથી સોંપવામાં આવ્યું. એ સમર્થ વકીલનું નામ અતુલ સેતલવડ છે. અતુલભાઇની દીકરીનું નામ તિસ્તા સેતલવડ છે.

ચેરિટી કમિશનરની કોર્ટમાં બે દિવસ સુધી મારી ઊલટતપાસ થયેલી. અતુલભાઇના બંગલે એક મિટિંગ થયેલી. એમણે આખો કેસ સમજાવીને મને એક સલાહ આપેલી. સામેવાળો વકીલ ગમે તેવા વાહિયાત પ્રશ્નો પૂછે તોય ગુસ્સે થવાનું નથી. ચેરિટી કમિશનરની કોર્ટમાં અતુલભાઇની કક્ષાના સિનિયર એડવોકેટ ન જાય. અતુલભાઇની જ કારમાં બેસીને હું અને વજુભાઇ કોર્ટનાં પગથિયાં સુધી પહોંચ્યા.

આખે રસ્તે અતુલભાઇએ મને અમુક પ્રશ્નોના જવાબ આપવામાં શી કાળજી રાખવી તે સમજાવ્યું હતું. ૧૯૪૨ની ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા વજુભાઇ પાસે અતુલભાઇની ફી ચૂકવવાના પૈસા ક્યાંથી હોય? વજુભાઇના ટેકામાં અડીખમ ઊભા રહેવામાં નારીમુકિતની ચળવળમાં છેક શરુઆતથી સક્રિયપણે જોડાયેલાં કર્મશીલ સોનલ શુકલ પણ મોખરે હતાં. અતુલભાઇનો જબરો ટેકો હોય નહીં અને વજુભાઇ કેસ જીતે નહીં.

અતુલભાઇ ઘરનું પેટ્રોલ બાળીને વજુભાઇને કારમાં લઇ જતા. આવા મોટા ગજાના મૂલ્યનિષ્ઠ વકીલની દીકરી તિસ્તા સેતલવડ પાસે થોડીક અપેક્ષા રાખવાનો સમાજને હક છે. વજુભાઇ હાલ દીકરી સુજાતા સાથે પુણેમાં રહે છે. જાણીતા ડાબેરી ચિંતક રજની કોઠારી સાથે દિલ્હીમાં સંશોધન કરનારી સુજાતા પટેલ પણ તેજસ્વી કર્મશીલ છે.

કોંગ્રેસવાળા, ભાજપવાળા, સામ્યવાદીઓ અને અન્ય રાજકારણીઓ જૂઠું બોલે, પરંતુ કર્મશીલ તિસ્તા બેગમ જૂઠું શા માટે બોલે? જે થોડીક મૂલ્યનિષ્ઠા બચી છે, તે માનવધર્મને વરેલા કર્મશીલો પાસે જ બચી છે. જાવેદ આનંદ તિસ્તા બેગમના ધર્મપતિ છે. બંનેના સુપુત્રનું નામ જિબ્રાન છે. જિબ્રાને અબ્બાજાન જાવેદભાઇને જે પ્રશ્ન પૂછયો તે જાવેદભાઇએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૧૬-૩-૨૦૧૦)માં લખેલા લેખમાં ટાંકયો છે.

‘આ મુલ્લાઓ મારી અમ્મીજાનને મુજાહિદ (જેહાદી) કહીને બિરદાવે છે અને બીજી બાજુ મુસ્લિમ મહિલાઓને ઘરમાં ગોંધી રાખવાનો આગ્રહ રાખે છે. શું આ દંભ નથી? શું આ બાબતમાં બેવડાં ધોરણો નથી?’ આવી કડવી વાત મુસલમાનોને કહી શકે એવો એક પણ કર્મશીલ ઝટ જડતો નથી. એણે કઇ વોટબેંક સાચવવાની છે?

નરોડા પાટિયા આગળ ગોધરા પછી જે હિંસા થઇ તે નિઘૃgણ હતી. એક કેસમાં નાનુમિયાં મલેકે ૨૦૦૨માં પોતાના નિવેદનમાં જણાવેલું કે મદીના નામની એક પરિણીત મહિલા પર હુલ્લડખોરોએ બળાત્કાર કર્યો હતો. તા. ૫-૫-૨૦૦૯ને દિવસે એ જ નાનુમિયાંએ ફકર સમક્ષ કહ્યું તે સાંભળો: ‘મેં ખોટું જણાવેલું કે મદીના પર બળાત્કાર થયો હતો. એ વાત તો મેં તિસ્તા સેતલવડના દબાણને કારણે કહી હતી. મેં એમને (તિસ્તાને) વારંવાર કહ્યું હતું કે મારી એફિડેવિટમાં આ વાત સમાવશો નહીં.’ હજી વાત આગળ ચાલે છે.

મદીનાએ પુનલગ્ન કર્યા છે. એ જ મદીનાબેગમે તા. ૨૦-૫-૨૦૦૮ને દિવસે ફકર સમક્ષ કહ્યું: ‘મારા પર બળાત્કાર થયો ન હતો. જ્યારે હુલ્લડખોરોએ મારા ઘરને આગ લગાડી ત્યારે મેં દોડીને ભાગી છુટવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક જણે મને ચપ્પુ માર્યું અને ઘાયલ થઇ પછી હું મુસ્લિમોના ટોળામાં ભળી ગઇ.’ ટૂંકમાં બળાત્કારનો બોગસ આક્ષેપ તિસ્તાએ મૌલિક રીતે ઉમેરવાનો આગ્રહ રાખ્યો.

હવે બીજું જૂઠ સાંભળો. છેલ્લાં આઠ વર્ષથી માનવ-અધિકારવાદી કર્મશીલો એવો આક્ષેપ મૂકતા રહ્યા છે કે સગર્ભા મહિલા કૌસરબાનુના ગર્ભાશયને ફાડી નાખીને ખુલ્લું કરવામાં આવ્યું હતું. તે ઘટના બની પછીના દિવસે ડો.. જે.એસ. કનોરિયાએ પોસ્ટમોર્ટમ કર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે એ મહિલાનું મૃત્યુ સખત રીતે દાઝી જવાથી થયું હતું અને એનું ગર્ભાશય તેમનું તેમ હતું. કર્મશીલો એવું જ કહેતા રહ્યા કે ગર્ભાશયને તલવારની અણીએ ફંગોળવામાં આવ્યું હતું. ડો.. કનોરિયા કહે છે: ‘મને યાદ છે ત્યાં સુધી મેં એ મહિલાનું પોસ્ટમોર્ટમ માર્ચની બીજીએ (ર૦૦૨) બપોરે કર્યું હતું.’ વાત અહીં પૂરી થતી નથી.

અગાઉથી ટાઇપ કરીને તૈયાર રાખેલા સોગંદનામાં પર સહી કરાવી લેવાનો આક્ષેપ પણ તિસ્તા સેતલવડ અને સહ-કર્મશીલ રઇસ ખાન પર મૂકવામાં આવ્યો હતો. (સુપ્રીમ કોર્ટે આ બદલ તિસ્તાને ઠપકો પણ આપ્યો હતો.) આ બધા આક્ષેપો અંગે જ્યારે ‘ઇન્ડિયા ટુડે’ તરફથી પૂછવામાં આવ્યું ત્યારે તિસ્તાએ જણાવ્યું: ‘તમારા પ્રશ્નોના જવાબ આપવા હું બંધાયેલી નથી.’ આ વાતો ઉદય મહુરકરના અભ્યાસપૂર્ણ લેખમાં રજૂ થઇ છે.

લેખને અંતે ઉદયભાઇ લખે છે: ‘માનવ-અધિકારવાદીઓનું જૂથ એમ માનતું લાગે છે કે એક પક્ષની વેદના બીજા પક્ષની વેદના કરતાં વધારે છે.’ (‘ઇન્ડિયા ટુડે,’ ૫-૪-૨૦૧૦). સમગ્ર લેખનો સાર એ છે કે અતુલ સેતલવડ જેવા મૂલ્યનિષ્ઠ વકીલની દીકરી તિસ્તાને આક્રમકતાપૂર્વક અસત્ય બોલવામાં કોઇ જ આપત્તિ નથી. પ્રશ્ન એક જ છે: રાજકારણીઓ તો જૂઠું બોલે, પરંતુ કર્મશીલોને જૂઠું બોલવા માટે કોઇ વાજબી કારણ ખરું?

ગોધરામાં જે બન્યું તે ભયંકર હતું અને પછી જે બન્યું તે પણ એટલું જ ભયંકર હતું. નિર્દોષ મનુષ્ય મરે ત્યારે એની કોમ ન જોવાય. બલાકૃતા સ્ત્રીની કોમ ન જોવાય. આતંકવાદીની કોમ ન જોવાય. સુપ્રીમ કોર્ટ જેને ફાંસીની સજા ફરમાવે તેવા અફઝલ ગુરુની કોમ ન જોવાય. સાધ્વી પ્રજ્ઞાનો ગુનો સાબિત થાય, તો તેમની કોમ ન જોવાય. આતંક એટલે આતંક એટલે આતંક! આવા સ્પષ્ટ વલણમાં પ્રગટ થતું સ્વચ્છ, સ્વસ્થ અને તટસ્થ સેક્યુલરિઝમ કેટલાક જેહાદી કર્મશીલોને ક્યારે સમજાશે?

કોઇ ફળિયામાં મુસલમાનોનાં બે ઘર હુલ્લડખોરોએ બાળ્યા હોય, તો બાર ઘર બળ્યાં એવો હેવાલ આપનાર કર્મશીલ સેવા જરૂર કરે છે, પણ એનું સત્ય ખોટકાય છે. આવું કરનારા કર્મશીલની આ ખાનગી નબળાઇની વાત એના સહપંથીએ જ મને કરી હતી. શું સત્યનું સ્થાન સેક્યુલરિઝમથી ઊતરતું છે? પૂજય રવશિંકર મહારાજ કે સદ્ગત બબલભાઇ મહેતા પણ કર્મશીલ હતા. તેઓ સત્યશીલ હતા માટે કર્મશીલ હતા. ગુજરાતના સંદર્ભે ઘણી વાર કર્મશીલોએ વટપૂર્વક ગપ્પાં માર્યા છે. અતશિયોકિતનો આશરો લેવાથી કે જૂઠી વાત અંગ્રેજીમાં કડકડાટ બોલવાથી કર્મશીલનો વટ તો પડે છે, પરંતુ પ્રભાવ નથી પડતો. તિસ્તાબેગમને આ વાત ક્યારે સમજાશે?

સોહરાબુદ્દીનની હત્યા થઇ. એના ખેતર પર એક કૂવામાંથી ર૪ (એ.કે. ૫૬) રાઇફલ, ર૭ હેન્ડ ગ્રેનેડ્સ, પરપ૦ કાર્ટિજિસ અને ૮૧ મેગેઝિન્સ મળી આવ્યાં હતાં. એની પાછળ ચાર ચાર રાજ્યોની પોલીસ પડી ગઇ હતી. એમાંના બે રાજ્યોમાં કોંગ્રેસનું શાસન હતું. શું એ માણસ સૂફી ફકીર હતો? એ ગુંડાનાં અધમ કૃત્યો અંગે કર્મશીલોએ એક પણ વાક્ય ઉચ્ચાર્યું નથી.

ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ માત્ર ગુજરાતમાં જ નથી, આખા દેશમાં છે. એમનો કોઇ જ બચાવ ન હોઇ શકે. રક્ષક અને ભક્ષક વચ્ચેનો ભેદ યાદ રહે એટલું બસ છે. કાયદો કાયદાનું કામ કરશે. ન્યાય ન્યાયનું કામ કરશે. અમાનવીય અધિકારો (ઇનહ્યુમન રાઇટ્સ) આવા ગુંડાને ચરણે ધરી દેવાથી કદી પણ માનવ-અધિકારનું જતન થઇ શકશે ખરું? વિચારવું રહ્યું.

મેધા પાટકર જૂઠું બોલે કે? ચુનીભાઇ વૈધ્યને પૂછી જુઓ! સરદાર સરોવર બંધ વિનાના ગુજરાતની કલ્પના કરી જુઓ! એના બાંધકામમાં ડગલે ને પગલે રોડાં નાખનારા આંદોલનને કારણે ગુજરાતને અને દેશને થયેલા નુકસાનનો અંદાજ માંડવો મુશ્કેલ છે. અરુંધતી રોયે તો બંધનું કામ અટકાવીને એને કાયમી મ્યુઝિયમમાં ફેરવી નાખવાનું બેજવાબદાર સૂચન પણ કરેલું. શીલ વિનાનો કર્મશીલ એટલે પારકે પૈસે જીવી ખાનારો હરામખોર. સારું છે કે બધા કર્મશીલો આવા નથી. કેટલાક તો વંદનીય છે. તેઓ લઘુમતીમાં છે.

પાઘડીનો વળ છેડે

બંધથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા બાબતમાં તો નર્મદા બચાવ આંદોલન અને તેની સાથી સંસ્થાઓએ હાડોહાડ જૂઠાણાં ચલાવ્યાં છે. દુર્ભાગ્યે પ્રસારમાધ્યમો તેમની વાત જ સાચી માને છે, જ્યારે ચોકસાઇપૂર્વકની વસતી ગણતરીના આંકડા લક્ષમાં નથી લેવાતા. પુનવસવાટનું કામ લગભગ પૂર્ણ થયુ છે અને દરવાજા ગોઠવવાની મંજૂરીની રાહ જોવાય છે ત્યારે આજે પણ આંદોલનકારીઓ ર૦,૦૦૦ વ્યક્તિનું પુનર્વસન બાકી છે તેવો દાવો કરે છે.

આર્ચવાહિનીના ડો.. અનિલ પટેલે ૬ જુલાઇ, ર૦૦૬ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અને મધુપૂર્ણિમા કિશ્વારે ૨૨ એપ્રિલ, ર૦૦૬ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં આ બધા ભાંડા ફોડ્યા છે. આંદોલનવાળાઓની બીજી ખાસિયત એ છે કે સંતોષ પામેલ ૯૯ વ્યક્તિને બાજુએ રાખી અસંતોષવાળા ૧ જણને શોધી કાઢી તેની ફરિયાદોનો પ્રમાણ બહાર પ્રચાર કરે છે. તેનું સામાન્યીકરણ પણ કરવામાં આવે છે.

(‘ભૂમિપુત્ર,’ ૧-૫-૨૦૧૦)મહેન્દ્ર પુરોહિત

Blog:https://gunvantshah.wordpress.com

Advertisements

3 thoughts on “Karma Sheel Juthu Bole ke, 23-5-2010

 1. 1. Tame tamera lekha fake encounterne anivarya anisht ganavyu chee te mari drashtie atyant nindatmak chhe.
  2. Je Gujarat policonie tame uprani lo chhho tema swayam Gujarat sarkare supreme courtma potani affidavit ma janavel chhe ka Sohrabuddin encounter nakli hatu. Satho sath teni patni Kausharbanuni hatya kari teni lash sangavi devama avi hatih. Have aaj police karmiona bachava tame juo k akha Gujaratma ther their BJP sarkar prerit sanstha dwara postero lagadini tene bachav karvama ave chhe. Mane janavo k aa sandarsbhe tamaro sho abhipray chhe?
  3. Je Narendra Modini Tame Rahu Gandhi Sathe Sarkhamni karo chho to tamne janavvanu ke Narendra Modi ni sammati hathan 2002 na Gujaratma Ramkhano thaya hata, aa babatne laini America jeva deshe temne pravesh apvani manai kari hati and gaya mahine SIT samaksh temne hajar thavu padyu hatu. Deshna itihasma paheli vakhat avu banu ke rajyana C.M. ne aa rite inquiry mate bolavva pad. A to akhi duniya jane chhe k narendra modi kaya prakarna manav chhe. Rahul Gandhi P.M. banva mate aa badha nakli encounter na karavi sheke. Kyan Raja bhoj ane kyan Gangu Taili.

  • Dear Sakirbhai’
   Tamari vaat ma dam che. case chalu che atle nayay nyay nu kam kareshe.ther ther postrero lagya te mai joya che. Hu pan ano virodh karu chu.
   Gunvant Shah

 2. dear gunvantbhai….
  sacha ‘sakiro’ e potana samaj par najar nakhva jevi chhe…godhara na nam par je rotli shekai rahi chhe..e sheknara banne kom na chhe….best bakery sahit na anek case ma nirdosh hindu o saja bhogvi rahya chhe..emna parivar jano ni halat juvo..bhagva brigade no ek pan neta emna parivaro ne malva jato nathi..karan??? karan ej ke garaj sari ane vaidya veri thayi gaya…aava anek kissa chhe…bjp ane bhagva brigade ni aaj vastavikta chhe….supreme ma jyare himmat batavvani hati tyare sarkar faski gayi….have learned lawyer tushar vyas ni samiti na name patiya chadhavi rahya chhe….aa ketle anshe yogya e ange kaink to lakho….tamari pase aavi apeksha rakhi shakay…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s