Karmasheel Juthu Bole Ke Series

કર્મશીલ જૂઠું બોલે કે?

Gunavant Shah/ Vicharona vrindavan ma
First Published 05:14 AM [IST](07/06/2010)
Last Updated 5:30 AM [IST](07/06/2010)

in sacularism worker can speak lie?તંદુરસ્ત સેક્યુલરઝિમ વિના દેશ એક રહી ન શકે અને ગંદું ‘વોટબેંકીય’ સેક્યુલરઝિમ દેશના વધુ ભાગલા ટાળી ન શકે.

લોકતંત્રમાં બનતી સૌથી મધુર ઘટના એટલે ખુલ્લા મનની દ્વેષમુકત ચર્ચા. ‘દિવ્ય ભાસ્કર’ના એડિટર (ગુજરાત)નો ફોન આવ્યો ત્યારે એક પળના વિલંબ વિના જણાવ્યું: ‘અજયભાઇ, સુપ્રીમ કોર્ટનાં સિનિયર એડવોકેટ આદરણીય કામિની જયસ્વાલનો આખો પત્ર શબ્દશ: પ્રગટ કરવો જ જોઇએ.’ કામિનીબહેને જે લખ્યું તે ભદ્રતાપૂર્ણ વિનયથી લખ્યું છે.

‘દિવ્ય ભાસ્કર’ને આવી તંદુરસ્ત પરંપરા માટે અભિનંદન પાઠવું છું. સત્યને ગોબો ન પડે એ રીતે કામિનીજીનાં કેટલાંક વિધાનોનો તર્કયુક્ત અને ન્યાયપૂર્ણ પ્રતિભાવ લાખો વાચકોની ઓપન કોર્ટમાં અહીં પ્રગટ કરવાનો મારો નમ્ર પ્રયાસ છે. આશા રાખું કે સત્ય કાલક્રમે અચૂક બહાર આવશે.

વિધાન -૧ : ગુણવંત શાહ એક લેખક છે અને હું એક વકીલ. અમે બંને સમાજનાં એવાં પાસાંનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, જે તંદુરસ્ત લોકશાહી માટે અત્યંત મહત્વનાં છે.

પ્રતિભાવ : આ વિધાન કામિનીબહેન જેવાં સિનિયર એડવોકેટની ગરિમા વધારનારું છે. મારા લેખની આધારભૂમિ સ્વસ્થ સેક્યુલરઝિમ છે. તંદુરસ્ત લોકશાહીની માવજત આક્રમક અસત્ય વડે કદી ન થઇ શકે. સેતલવડ કુળની ઉજજવળ પરંપરાનો ઈતિહાસ કામિનીબહેને વિસ્તારથી આપ્યો એ સારું કર્યું. આવી ભવ્ય કુળપરંપરા તિસ્તાજી જાળવે તેવી અપેક્ષા રાખવાનો ગુજરાતને હક છે. મેં અતુલભાઇ વિષે જે લખ્યું તે સ્વાનુભવે લખ્યું હતું. આ વાત બહેનજીએ વધારે સારી રીતે કહી છે.

વિધાન-૨ : આ ચર્ચા હેઠળનો લેખ લખીને અને પોતાની સાહિત્યિક સમજ ગ્રહણ કરી શકે તેના કરતાં અનેકગણા વધારે અટપટા, સંકુલ અને ગંભીર પ્રશ્નો સાથે પોતાનું નામ જોડીને ગુણવંત શાહે ગુજરાત રાજ્યની કુસેવા કરી છે.

પ્રતિભાવ : હું વ્યવસાયે અને વૃત્તિએ વકીલ નથી, તેથી કબૂલ કરું કે મને કોરટબાજીમાં ઝાઝી ગતાગમ નથી. મિસ્તષ્કના સત્ય કરતાં હૃદયનું સત્ય વેંત ઊંચેરું હોય છે.

ઉપનિષદના ઋષિએ કહ્યું : ‘હૃદયેન હિ સત્યં જાનાતિ.’ શિક્ષક અને સાહિત્યકાર તરીકે મને હૃદયના સત્ય પ્રત્યે ખાસો પક્ષપાત રહે છે. શું છે એ સત્ય? એ જ કે લોહી અને આંસુની કોઇ કોમ ન હોઇ શકે. બલાકૃતા સ્ત્રીની કોઇ કોમ ન હોઇ શકે. આખરે હિંદુ-મુસ્લિમ સમસ્યા એટલે શું? એ જ કે તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવિત્ર છે. આવી જડતાની કોઇ કોમ ન હોઇ શકે. જડતા એટલે જડતા એટલે જડતા! આવી સાદીસીધી સમજણમાં મારા સેક્યુલરઝિમનો સાર આવી જાય છે.

વોટબેંકનો મોહતાજ ન હોય એવો કર્મશીલ જુઠું શા માટે બોલે? કામિનીજી! ‘જુઠો કર્મશીલ’ એ તો વદતોવ્યાઘાત (ગ્ધ્ન્કગ્ચ્ગ્ખ્) છે. ૨૦૦૨ની કોમી તંગદિલી વખતે મેં મદરેસાઓમાં જઇને હજારો મુલ્લાઓને સંબોધ્યા છે.

મારા પ્રવચનનો વિષય હતો : ‘મહામાનવ મહંમદ.’ જુહાપુરામાં મેં મુસલમાનોની વિશાળ સભામાં પ્રવચન કર્યું તેનો વિષય હતો : મોહબ્બત હી મજહબ હૈ.’ આ બધાં જ પ્રવચનો છપાયાં છે. મારી દ્રઢ માન્યતા છે કે તંદુરસ્ત સેક્યુલરઝિમ વિના દેશ એક રહી ન શકે અને ગંદું ‘વોટબેંકીય’ સેક્યુલરઝિમ દેશના વધુ ભાગલા ટાળી ન શકે. મારા હૃદયમાં ઊગેલું સત્ય કહે છે : હિંદુ ઔર મુસલમાન એક હી મા¶ કે બેટે હૈં, ઔર સફિe કરવટ બદલ કર લેટે હૈં!

ગુજરાતની કુસેવા? કામિનીજી તમે મને ભારે અન્યાય કર્યો છે. તમે વકીલ છો અને વકીલ અસત્યનો પક્ષ ન જ લે, તે વાતની પૂર્તિ ઈતિહાસ કરતો નથી.

વિધાન -૩ : જે સિટ (SIT)ની વિશ્વસનીયતા પર તેઓ (ગુણવંત શાહ) આટલોબધો આધાર રાખે છે, તેણે સર્વોચ્ચ અદાલતની નજરમાં પોતાની વિશ્વાસાર્હતા ગુમાવી દીધી છે.

પ્રતિભાવ : પ્રશ્ન સિટની વિશ્વસનીયતાનો નથી. પ્રશ્ન તિસ્તા સેતલવડની વિશ્વસનીયતાનો છે. મેં દસ્તાવેજી હકીકતો ટાંકી છે. ‘ઇન્ડિયા ટુડે’ને કામિનીજીએ શા માટે પત્ર નથી લખ્યો? મારા મુદ્દા યાદ કરાવું? (૧) મદિનાબેગમ પર બળાત્કાર થયો ન હતો. (૨) કૌસરબાનુનું ગભૉશય ફાડીને તેને તલવારની અણીએ ફંગોળવામાં આવ્યું ન હતું. આ ખરા મુદ્દાનો જવાબ આપવાનું ટાળીને કામિનીજી લખે છે : ‘હું તિસ્તાના બચાવમાં આ લખતી નથી. તેઓ પોતાની સંભાળ રાખી શકે છે.’ યસ મેડમ, તિસ્તાજી પોતાની સંભાળ જરૂર રાખી શકે તેમ છે. ગુજરાતને એની પાકી ખબર છે.

વિધાન-૪ : તિસ્તા જાવેદ આનંદ સાથે પરણેલાં છે તેવો ખાસ ઉલ્લેખ ગુણવંત શાહ કરે છે તેની સાથે જ તેમના લેખનો કોમવાદી રંગ સ્પષ્ટ થઇ જાય છે.

પ્રતિભાવ : મેડમ, તમને શું કહું? તિસ્તાજીએ જાવેદભાઇ સાથે લગ્ન કર્યા, તે જ પ્રમાણે મારા દીકરાએ મુસ્લિમ કન્યા સાથે લગ્ન કર્યા છે. મારી પુત્રવધૂએ નથી ધર્મ બદલ્યો અને નથી નામ કે અટક બદલ્યાં. બંને જણાં પુણેના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં સાથે ભણતાં હતાં. તાલીમ લઇને દીકરો સિનેમેટોગ્રાફર બન્યો, પુત્રવધૂ ડિરેકશનમાં તજ્જ્ઞ બની. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં પ્રદાન બદલ બંનેને પ્રતિષ્ઠિત એવોર્ડ મળેલા છે. લંડનની ચેનલ-૪ સાથે કામ કરતી પુત્રવધૂ કર્મશીલ છે અને બંને નીમપાગલો મુંબઇની ઝૂંપડપટ્ટીમાં સક્રિય છે.

કામિનીજી! એક નમ્ર વિનંતી કરું? તમે એ બંનેને ત્યાં માત્ર એક દિવસ માટે રહેવા જઇ શકો? તમને ‘સેક્યુલરઝિમ’ની સાચી વ્યાખ્યા જડી જશે. મુંબઇથી તમારી સાથે તિસ્તાજી પણ જોડાઇ શકે. (દિલ્હી -મુંબઇ-દિલ્હીની એરટિકિટ હું તમને ખુશીથી મોકલીશ. આપણે બંને મ.સ.યુનિવર્સિટી, વડોદરાનાં વિદ્યાર્થીઓ છીએ.) એક ચોખવટ કરું? તિસ્તાજી માટે ‘મુજાહિદ (જેહાદી)’ શબ્દપ્રયોગ મેં નથી કર્યો. એમના દીકરા જિબ્રાને પપ્પા જાવેદભાઇને જે શબ્દો કહ્યા તેમાં મુલ્લાઓ દ્વારા એ પ્રયોજાયો છે.

પુત્રવધૂ મારાં સેક્યુલરઝિમ પરનાં પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ કરી રહી છે. એ ‘તહેલકા’ સામિયકમાં નિયમિતપણે ફિલ્મોના રીવ્યૂ લખે છે. તમે આવું ભીનું આમંત્રણ નહીં સ્વીકારો? ખાતરી આપું છું કે મારી પુત્રવધૂ અને મારો દીકરો તમારી મહેમાની કરવામાં કોઇ કસર નહીં છોડે. આપણા તમામ વિચારભેદો ઓગળી જશે. મને તમારી સત્યનિષ્ઠામાં પૂરી શ્રદ્ધા છે.

વિધાન-૫: ગુજરાત પોલીસે શરૂઆતમાં નોંધેલ એફ.આઇ.આર.માં જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યો હતો. હવે પુરાવા પ્રાપ્ત થયા છે કે એન્કાઉન્ટર બનાવટી હતું.

પ્રતિભાવ : બહેનજી, બનાવટી (ફેક) એન્કાઉન્ટર અંગેના મારા વિચારો થોડાક જુદા છે. લતફિ નામના ગુંડાનું એન્કાઉન્ટર બનાવટી હતું. રાજુ રિસાલદાર નામના ગુંડાનું એન્કાઉન્ટર બનાવટી હતું. રક્ષક અને ભક્ષક વચ્ચેના તફાવતની ઉપેક્ષા કરનાર સમાજ કદી સલામત ન હોઇ શકે. દિલ્હીના મોહનચંદ શર્માએ ૫૫ એન્કાઉન્ટર્સમાં કુલ ૪૦ આતંકવાદીઓની હત્યા કરી હતી. બનાવટી એન્કાઉન્ટર્સની બાબતમાં કોઇ પણ પક્ષ કે રાજ્ય દૂધે ધોયેલાં નથી. બ્રિટનમાં થયેલા બોંબ બ્લાસ્ટ પછી રેલવે સ્ટેશનની ભીડ વચ્ચે ધોળે દિવસે પોલીસે એક નિર્દોષ (બ્રાઝિલના) નાગરિક પર ભૂલથી ગોળી ચલાવીને મારી નાખ્યો. મેં લોર્ડ ભીખુ પારેખને પૂછ્યું : ‘એ પોલીસ હાલ ક્યાં છે?’ જવાબ મળ્યો : ‘એને સખત ઠપકો આપવામાં આવ્યો છે. એની નોકરી ચાલુ છે. એ જેલમાં નથી.’ ફેક એન્કાઉન્ટર મારી દ્રષ્ટિએ અનિવાર્ય અનિષ્ટ છે, જે સર્વસંમત રાષ્ટ્રીય નીતિ માગે છે. તમે નરેન્દ્ર મોદીને શા માટે યાદ કર્યા? એમની સામેના આક્ષેપો ન્યાયાધીન છે.

ગુનો સાબિત ન થાય ત્યાં સુધી મૌન જાળવવામાં જ ન્યાયની મર્યાદા જળવાય છે, એ વાત મારે તમને સમજાવવાની હોય? એક સિનિયર કોંગ્રેસીએ મને ફોન પર કહ્યું : ‘પચાસ વર્ષે પણ ગુજરાતને મોદી જેવો કાર્યક્ષમ મુખ્યપ્રધાન નહીં મળે.’ નામ આપું તો એ ભાઇની રાજકીય કરિયર ખતમ થઇ જાય. (એ નામ હું આદરણીય મોરારિબાપુને ખાનગીમાં જણાવવા તૈયાર છું). હા, નરેન્દ્ર મોદી રાજકારણી છે, સંત નથી. એમને પણ રાહુલ ગાંધીની માફક વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા સેવવાનો અધિકાર છે. એમને જે મળ્યું તે સ્વબળે મળ્યું છે, તૈયાર વંશવારસામાં ‘મફત’ નથી મળ્યું. નાણાવટી કમશિનનો રિપોર્ટ આવે અને તેઓ દોષિત સાબિત થાય તો માત્ર એક જ કલાકમાં તેમનું રાજીનામું આવી પડશે.

રાહ જોવા જેવી છે. તેઓનું મૌન, તિસ્તાજીને પણ મૌન જાળવવાની પ્રેરણા ન આપી શકે? આપણું ન્યાયતંત્ર ધીમું છે, પણ ટટ્ટાર છે. મને તમારા વિનયયુકત પત્રને કારણે આટલું લખવાની તક પ્રાપ્ત થઇ તે માટે કામિનીજી, હું તમારો ઉપકૃત છું. વડોદરા આવો તો ઘરે પધારશો? હું દિલ્હી આવું તો તમને મળવાનું મને ગમશે, કારણ કે લોકતંત્રમાં આપણને બંનેને સરખી શ્રદ્ધા છે. એ શ્રદ્ધા જ ભારતને બચાવી લેશે. (લખ્યા તારીખ : ૨-૬-૨૦૧૦)

પાઘડીનો વળ છેડે

સેક્યુલરઝિમ કા ક્યા કહેના! હર હિંદી હૈ ઉસકા મતવાલા! સમઝે ના સમઝે, હર લીડર હૈ ઉસકા રખવાલા! હર પાર્ટીકા હૈ વહ પ્યારા, પર કોઇ નહીં ઉસકા અપના! ઢોંગ રચાઓ, બાતેં બનાઓ, મતલબ હૈ ફૂસલાના!!!

રફિક ઝકારિયા

Advertisements

8 thoughts on “Karmasheel Juthu Bole Ke Series

 1. REcently one goon was gunned down in Mumbai, he was caught by police from UP and was bail since 2008!!! A goonda gets bail but a police officer wont!!!!!!!!!!!!

 2. Kaminiben seems to be a busy leading lawyer and must be charging in 5 – 6 figures! She must have taken this brief free of charge!! I do not know……

 3. Manniya Gunvantbhai
  Kaminiji is a supreme court lawyer so perhaps can’t be challanged in arguments but i completely agree with your original article. The damage Arundhati Roys and Medha Patkars and Tisthabens have done to our country is irreparable. Fortunately we have deep thinkers like you who atleast try to educate – with full honesty – simple people like us in as clear manner as possible. Thanks a lot again for all those thoughts.

  I live in London and I have seen “The Slumdog Children of Mumbai” and I NOW know that the co-producer is your daughter-in-law. Can’t expect anything less from a family like yours. And if that is not enough your daughter Manisha teacher has taught me in my MBA.

  Best
  Hardik Desai
  P.S. If you come to London, I’d be deeply grateful to you if you give me an opportunity to host you.

 4. આદરણીય ગુણવંતભાઈ તમારે કામિની જયસ્વાલને કે કોઈને જવાબ આપવાની ક્યાં જરૂર હતી?

  ગુજરાતની જનતા ચૂંટણીઓમાં વારંવાર જવાબ આપી ચૂકી છે કે એ કોના પક્ષે છે.

 5. Dear Gunvantbai
  You have clarified all the points raised by Ms Kamini with necessary proofs . While Ms Kamini has failed to support her arguments with proofs and convincing argumentation..

  Similar kind of discussion will be appreciated by you on Narmada project and Tata Consultancy report on it. Specifically project completion, completion of canal construction, water distribution and economic analysis with cost benefit of the project.

  Bharat

  • NAP Company
   kindly contact R.R. Sheth company, They are the publishers and will send you the book by post. There is even a scheme for his books.
   Thanks
   Manisha

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s