ગધ્યસાધના એ જ લયની સાધના છે : ગુણવંત શાહ

ગદ્યસાધના એ જ લયની સાધના છે : ગુણવંત શાહ

Bhaskar News, Ahmedabad
First Published 02:14[IST](24/06/2010)
Last Updated 03:17[IST](24/06/2010)

accomplishing of prose is the accomplishing of absorptionગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીના ૧૦૧મા વ્યાખ્યાન પ્રસંગે જાણીતા સાહિત્યકાર અને કોલમ લેખક ગુણવંત શાહે ડો.. પ્રીતિબહેન શાહ સંપાદિત ‘જ્ઞાનાંજન’ ભાગ ૧-૨ પુસ્તકનું વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે ‘ગધ્યમ કવિનામ નિકષમ વદન્તિ’ વિશે વ્યાખ્યાન આપતા કહ્યું કે સાહિત્યના લયની સાથે એક કોસ્મિક લય જોડાયેલો છે. અંતરાત્માથી કપાઇ ગયેલું ગધ્ય અને અંતરાત્મક ઠલવાઇ રહ્યો હોય તેવું ગધ્ય એમ સર્જકને સુકારો અને કૂટારો લાગતો હોય છે. ગધ્યમાં સત્યમ, શિવમ, સુંદરમનું તત્વ પ્રગટ થાય છે. નર્મદ અને ગાંધીજીના ગધ્યમાં સત્યબોધ, કિશોરલાલ મશરૂવાળા અને સ્વામી આનંદના ગધ્યમાં શિવત્વબોધ તથા રવીન્દ્રનાથ ટાગોર અને ખલિલ જિબ્રાનમાં સૌંદર્યબોધ પ્રગટ થાય છે.

ગુણવંત શાહે ભારતીય સંસ્કૃતિમાં ગધ્ય સર્જનની પરંપરાની વિસ્તૃત વાત કરી માણભટ્ટ, દંડી, કાલિદાસ અને ભવભૂતિના ગધ્યની ખૂબીઓ વિસ્તાર પૂર્વક સમજાવી હતી અને પશ્ચિમના જાણીતા ગધ્ય સર્જક બેન ઓકરીનનું ઉદાહરણ આપીને ધબકતું ગધ્ય અને કંપનવાળુ ગધ્ય કેવું હોય એવી સમજ આપી હતી.આ પ્રસંગે વિશ્વકોશના ટ્ર્સ્ટી ધીરુભાઇ ઠાકર અને કુમારપાળ દેસાઇએ ગુણવંત શાહનું સ્વાગત કર્યું હતું અને વિશાળ શ્રોતા સમૂહમાં ભોળાભાઇ પટેલ, ચંદ્રકાન્ત શેઠ, ભદ્રાયુ વછરાજાની, મોતીભાઇ પટેલ, ભાગ્યેશ જહા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisements

2 thoughts on “ગધ્યસાધના એ જ લયની સાધના છે : ગુણવંત શાહ

 1. wah,
  Aa khub sachi vat chhe, khub gamyu;
  ‘GADYA SADHANA E J LAY NI SADHANA CHHE.’
  khub saras.

  -AJAY OZA
  09825252811

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s