Divya Bhasker 23-6-2010

સાચી દિશામાં આગળ વધવું

સાચી દિશામાં આગળ વધવું 

 ગ્રેહામ ગ્રીનનું એક વિધાન મારા હૃદયમાં વસી ગયું છે. એ કહે છે કે, નિષ્ફળતા તો સફળતાનું ડ્રેસ રહિર્સલ છે. આગળ એટલે શું? પાછળ એટલે શું? આ બંને શબ્દોનું કોઈ ચારિત્રય નથી. રામ આગળ વધે અને રાવણ આગળ વધે તેમાં ફેર છે. રાવણ તો પાછળ હટે તે એને માટે કલ્યાણકારી ગણાય. આમ, આગળ અને પાછળ જેવા શબ્દોમાં સાચી દિશા (directionality)નું મહત્વ છે. જો મારે વડોદરાથી મુંબઈ જવું હોય અને હું અમદાવાદ ભણીની ટ્રેનમાં ચડી બેસું તો મારું આગળ વધવાનું હાસ્યાસ્પદ ગણાય. ટૂંકમાં આગળ વધવામાં ખરું મહત્વ સાચી દિશાનું છે. સાચી દિશા એટલે શું? માણસનો માંહ્યલો કદી પણ જુઠું બોલતો નથી. એ તો સત્યવાદી હરિશચંદ્ર જેવો હોય છે. ગીતામાં એને ‘ઉપર્દષ્ટા’ કહ્યો છે. ઉપર્દષ્ટા એટલે અમ્પાયર. અમ્પાયર એ છે જે સ્વસ્થ અને તટસ્થ હોય. અમ્પાયર અંદરથી જે સંદેશો મોકલે તે સાચી દિશાનો જ હોય. પોતાને જે દિશા સાચી લાગે એ દિશામાં ડગલાં માંડવાં એ જ જીવનની ખરી સંપ્રાપ્તિ ગણાય. આ પ્રમાણે ડગલાં માંડવામાં એક મુશ્કેલી જરૂર આવે છે. તમે જ્યારે પણ અંદરના આદેશ મુજબ આગળ વધો ત્યારે ટીકાકારો અચૂક મળી રહે છે. જો ટીકાકાર ચારિત્રયવાન હોય તો ચેતી જવું જોઈએ. જો કોઈ ટીકાકાર ઇર્ષ્યા કે દ્વેષથી પ્રેરાઈને નિંદા કરતો હોય તો નાચવું અને તેની ધરાર ઉપેક્ષા કરવી. અંગત રાગદ્વેષને કારણે તમારી નિંદા કરનારો માણસ તમારો વગર પગારનો ચોકીદાર છે તેથી એનો દ્વેષ કરવામાં શક્તિ ન બગાડવી. બૌદ્ધ પરંપરામાં ઉપેક્ષાને પારમિતા ગણાવવામાં આવી છે. ઉપેક્ષામાં ઘણી મોટી તાકાત રહેલી હોય છે. પરિણામે તમારી ઘણી શક્તિ બચી જાય છે. માણસ જેને નિષ્ફળતા ગણે છે તેનો સ્વાદ પણ અનેરો હોય છે. એ કહેવાતી નિષ્ફળતા ભવિષ્યની સફળતાની પ્રસવવેદના હોય છે. અગેઈન, અહીં ગ્રેહામ ગ્રીનની વાત અત્યંત મૂલ્યવાન બની રહે છે. આગળ વધવા ઈચ્છનારો માણસ જો નિષ્ફળતાથી નિરાશ થઈને ઢગલો થઈને બેસી પડે તો એ ભારે ખોટનો ધંધો ગણાય. માણસે નિષ્ફળતાનો પણ પૂરો લાભ ઉઠાવવો જોઈએ. જો નિષ્ફળતાનો લાભ ઉઠાવવાનું પરાક્રમ થાય તો એક ચમત્કાર સર્જાય છે. એ ચમત્કારને લોકો સફળતા કહે છે.

 લેખક પ્રતિષ્ઠિત કટાર લેખક અને ચિંતક છે.

2 thoughts on “Divya Bhasker 23-6-2010

  1. I had an occassion to meet and spend days with George Fernandise when he came to Bhuj for Kutch Satyagrih. He was kept in a jail in Bhuj and some of our friends used to deliver tiffin. I was very much impressed by his simple living and high thinking.

    But now when I learnt that he ownes property worth Rs. 26 CRORES……I do not know what to say…….we were fools to spend our hard earned money in providing food to this person who we thought was a SAMAJVADI!!!!!!!!!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s