Divya Bhasker. 25-7-2010

ધર્મ, અધર્મ અને આપદ્ધર્મ

 
 
 
આદર્શ પોલીસ લોકસેવક અને લોકરક્ષક હોવો જોઇએ. આવી અપેક્ષા પોલીસ પાસેથી રાખવાની પાત્રતા રાજકારણીઓ પાસે ખરી? ભ્રષ્ટ રાજકારણીઓ પાસે ઊંચી અપેક્ષા રાખવાની પાત્રતા કર્મશીલો પાસે ખરી? વળી, કર્મશીલો પાસે ઉદ્દાત અપેક્ષા રાખવાની પાત્રતા સાધુજનો પાસે ખરી?

ગુણવંત શાહ, વિચારોના વૃંદાવનમાં

આજથી હજારો વર્ષ પહેલાં મહાભારતના રચિયતા વ્યાસના શબ્દો આજે પણ વાસી નથી જણાતા. સાંભળો :

જે વાત કરોડો ગ્રંથોમાં કહી છે,
તે હું તમને માત્ર અધૉ જ શ્લોકમાં કહું છું :

બીજાઓ પર ઉપકાર કરવો એ પુણ્ય છે
અને બીજાઓને પીડા પહોંચાડવી એ પાપ છે.

ધર્મ અને અધર્મ વચ્ચેની ટક્કર આજની નથી. સજ્જનતા અને દુર્જનતા વચ્ચેની ટક્કર સદીઓથી ચાલતી રહી છે. ઋગ્વેદમાં પણ ભદ્રતાનાં પરિબળો અને દુરિતનાં પરબિળોની વાત થઇ છે. સત્ય અને અસત્ય વચ્ચેની તથા અહિંસા અને હિંસા વચ્ચેની ટક્કરને જ કદાચ ઈતિહાસ કહેવામાં આવે છે. પ્રત્યેક યુગે સજ્જનોની બહુમતી સામે દુર્જનો સાવ પાતળી લઘુમતીમાં રહ્યા છે, પરંતુ એ નાની લઘુમતી ભારે ઉધમ મચાવતી આવી છે. ગીતામાં એ દુર્જનોને ‘આતતાયી’ કહ્યા છે. સંખ્યા ઓછી તોય એમના અત્યાચારો સૌને રંજાડે છે. કરવું શું?

ધર્મ અને અધર્મ વચ્ચેની સાતત્યરેખા (કિન્ટન્યુઅમ) પર એક શબ્દ સદીઓથી ઉચ્ચારાતો રહ્યો છે : ‘આપદ્ધર્મ’. આ શબ્દ આજના આતંકવાદી માહોલમાં સમજી રાખવા જેવો છે. આપદ્ધર્મ એટલે આપત્તિની ક્ષણે ન છુટકે કરવું પડતું એવું કર્મ, જે નોર્મલ સંજોગોમાં ધર્મમાન્ય ન પણ ગણાય. વિનાશની પળે ઊગરી જવાના આશયથી માણસ અસત્ય બોલે કે હિંસા આચરે કે ભાગી છુટે, તો આપદ્ધર્મની દ્રષ્ટિએ એનું આચરણ ક્ષમ્ય છે.

જીવન-મરણની પળે બચી જવા માટે જે ઉપાય લેવાઇ જાય તે ધર્માનુકૂલ ન હોય તોય પાપ ન ગણાય. આપદ્ધર્મમાં ઇન્સાન હિંદુ કે મુસલમાન નથી હોતો. એ કેવળ ઇન્સાન હોય છે. ‘આપદ્ધર્મ’ જેવો સેકયુલર શબ્દ બીજો જડવો મુશ્કેલ છે. હિંદુઓનું ટોળું કોઇ મુસલમાનના ઘર પર હુમલો કરે ત્યારે બચી જવા માટે ફાંફાં મારતી વખતે એ મુસલમાનને રસૂલેખુદાની ક્ષમાવૃત્તિ યાદ નહીં આવે. એ ક્ષણે બચી જવું કે નાસી છુટવું એ આપદ્ધર્મ છે.

નાસી છુટનારો એ આદમી મુસલમાન નથી, કેવળ ઇન્સાન છે. કોઇ પણ પ્રકારના આતંકવાદ સામે લડતી વખતે સભ્ય સમાજના બધા નોર્મ્સ જાળવવાનું અશક્ય છે, એવું સલમાન રશ્દી કહે છે. બધા માનવ-અધિકારો જાળવીને આતંકવાદનો સામનો થઇ શકે ખરો? જો થઇ શકે, તો એના જેવું રૂડું શું? માનવ-અધિકારના ચુસ્ત હિમાયતીઓ ‘આપદ્ધર્મ’ શબ્દને સમજે તો અડધો વિવાદ ટળી જાય તેમ છે.

આપદ્ધર્મના સંદર્ભે આંધ્રપ્રદેશમાં જે બન્યું તે અત્યંત મહત્વનું છે. તા. રજી જુલાઇને દિવસે સિનિયર માઓવાદી નેતા ચેરુકરી રાજકુમાર ઉર્ફે આઝાદની હત્યા પોલીસે કરી હતી. આઝાદ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-માઓઇસ્ટમાં બીજા નંબરે ગણાતો હતો. એ આઝાદ ડઝન જેટલી હત્યામાં સામેલ હતો. આંધ્રના કોંગ્રેસી વિધાનસભ્ય નરસા રેડ્ડીની હત્યા ઉપરાંત આંધ્રના તત્કાલીન મુખ્યપ્રધાન જનાર્દન રેડ્ડીની હત્યા માટેના નિષ્ફળ પ્રયાસ માટે પણ આઝાદ જવાબદાર હતો. તેના માથા પર રૂપિયા ૧૨ લાખનું ઇનામ જાહેર થયું હતું.

હત્યાના બે દિવસ પહેલાં એ આઝાદ (માઓવાદી) આદિવાસી કેડરને મળવા માટે નાગપુર ગયેલો. એ માઓવાદનો બૌદ્ધિક ચહેરો ગણાતો હતો. વારંગલની રિજિયોનલ એન્જિનિયરિંગ કોલેજમાંથી એણે એમ. ટેક્.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. એણે અનેક સામિયકોમાં માઓવાદી વિચારધારાના સમર્થનમાં લેખો પણ લખ્યા છે. એ વ્યૂહરચનાનો અઠંગ ખેલાડી હતો. ક્રાંતિકારી લેખક ગણાતા વારાવારા રાવે આંધ્રપ્રદેશની હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો અને આક્ષેપ મૂક્યો કે પોલીસે ફેક એન્કાઉન્ટરમાં આઝાદનું ખૂન કર્યું છે. હાઇકોર્ટે વારાવારા રાવની અરજી ફગાવી દીધી છે.

(ટા. ઓ. ઇ ૩-જુલાઇ-૨૦૧૦)માઓવાદી આઝાદની હત્યા કરનાર પોલીસે ‘ફેક’ એન્કાઉન્ટર કર્યું છે એમાં કોઇ શંકા ખરી? જે એન્કાઉન્ટર થયું તેમાં મુખ્યપ્રધાન રોસૈયાની મૌન સંમતિ નહીં હોય કે ? મારી દલીલ ખોટી હોઇ શકે છે, પરંતુ મારું દર્દ જૂઠું નથી. આંધ્રની કોંગ્રેસી સરકારે કરેલા આ ‘ફેક’ એન્કાઉન્ટરને હું અત્યંત ‘વાજબી એન્કાઉન્ટર’ ગણું છું. આપદ્ધર્મમાં બધા નોર્મ્સ ન જળવાય તો બહુ દુ:ખી થવા જેવું નથી. આંધ્રની સરકાર ક્યા પક્ષની છે તે મહત્વનું નથી. જે પોલીસ દ્વારા આઝાદની હત્યા થઇ તે પોલીસ ‘ખંડણીખોર’ હોઇ શકે છે. આ દેશમાં ખંડણીખોર વડાપ્રધાનો અને મુખ્યપ્રધાનો થયા છે.

રુશવતખોરીનો કોઇ બચાવ ન હોઇ શકે, પરંતુ ફેક એન્કાઉન્ટર જેવા અનિવાર્ય અનિષ્ટની ચર્ચામાં એ મુદ્દો મુખ્ય ન બની શકે. આદર્શ પોલીસ લોકસેવક અને લોકરક્ષક હોવો જોઇએ. આવી અપેક્ષા પોલીસ પાસેથી રાખવાની પાત્રતા રાજકારણીઓ પાસે ખરી ? ભ્રષ્ટ રાજકારણીઓ પાસે ઊંચી અપેક્ષા રાખવાની પાત્રતા કર્મશીલો પાસે ખરી ? વળી, કર્મશીલો પાસે ઉદ્દાત અપેક્ષા રાખવાની પાત્રતા સાધુજનો પાસે ખરી ?

આઝાદ જેવા માઓવાદીના માનવ-અધિકારની જાળવણીનો સીધો અર્થ એટલો જ કે અસંખ્ય નિર્દોષ નાગરિકોના માનવ-અધિકારની મશ્કરી! કોઇ પણ મુખ્યપ્રધાન કે ગૃહપ્રધાન કે લશ્કરના જવાનને અમથું અમથું ખૂન કરવાનો શોખ ન હોઇ શકે. પુનરાવર્તનનો દોષ વહોરીને કહેવું છે કે અરુંધતી રોયની સરખામણીમાં વડાપ્રધાન મનમોહનસિંહ, ગૃહપ્રધાન ચિદમ્બરમ્ અને મુખ્યપ્રધાન રોસૈયા હજારગણા વધુ વિશ્વસનીય છે. નકસલવાદનો સફાયો કરવા માટે આંધ્રની સરકારે જે ઉપાય અજમાવ્યો તે ‘આંધ્ર-મોડલ’ અન્ય નકસલ-ગ્રસ્ત રાજ્યો કેન્દ્ર-સરકારની સીધી મદદ હેઠળ અજમાવે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. મને ચિદમ્બરમ્ની નિષ્ઠામાં અપાર શ્રદ્ધા છે. તેઓ રીઢા રાજકારણી નથી. વડાપ્રધાનનો એમને સ્પષ્ટ ટેકો છે.

આંધ્રપ્રદેશમાં રોસૈયાની સરકારે જે ફેક એન્કાઉન્ટર કરવાની પોલીસને છુટ આપી તેવી જ છુટ રાજુ રિસાલદારની હત્યા માટેના ફેક એન્કાઉન્ટર વખતે ચીમનભાઇ પટેલની સરકારે આપી હતી અને તે સર્વથા વાજબી હતી. બરાબર એવી જ છુટ લતિફની હત્યા વખતે ઘણું ખરું દિલીપ પરીખની સરકારે આપી હતી અને તે પણ સર્વથા વાજબી હતી. આવા પ્રશ્નોમાં પક્ષીય રાજકારણ ન લવાય. લતિફની હત્યા કરવામાં આવી ત્યારે એક પ્રવચનમાં શંકરસિંહ વાઘેલાએ એમના પક્ષ માટે જશ પણ લીધો હતો. એ જશ સર્વથા વાજબી હતો. દિલ્હીના પોલીસ અધિકારી મોહનચંદ શર્મા ફેક એન્કાઉન્ટર કરવા જામિયાનગર ગયા અને શહીદ થયા.

એમને દોરવણી આપનાર ગૃહપ્રધાન શિવરાજ પાટીલની નિંદા ન હોય. એ માટે દિલ્હીના મુખ્યપ્રધાન શિલા દીક્ષિતનો દોષ ન કઢાય. કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે પાછળથી જે દોષારોપણ કર્યું તેમાં વોટબેંકનું રાજકારણ હતું. તેઓ વોટબેંકનો લાભ લેવા આજમગઢ પણ ગયા હતા.

કાશ્મીરમાં લશ્કર બોલાવનાર મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાને પક્ષે જરૂર કોઇ મજબૂરી હશે. કોઇ પણ મુખ્યપ્રધાનને લશ્કર બોલાવવાનો શોખ નથી થતો. આવી કટોકટી વખતે સમગ્ર દેશ કોંગ્રેસનો ટેકો ધરાવતા મુખ્યપ્રધાન ઓમરને પક્ષે ઊભા રહે તે જરૂરી છે. મહેબૂબા મુફતીએ સર્વપક્ષી મિટિંગમાં હાજર રહેવાનો ઇનકાર કર્યો. ઓમર અબ્દુલ્લાએ ૧૦મી જુલાઇએ આપેલા ટીવી ઇન્ટરવ્યૂમાં સાવ સાચું કહ્યું ‘જો તેઓ (મહેબૂબા) ઉકેલ માટેના પ્રયત્નમાં સામેલ થવા માગતાં ન હોય, તો તેઓ સમસ્યામાં સામેલ થવા માગે છે એમ માની શકાય.’ આપદ્ધર્મની ક્ષણે પણ જેઓ સૈયદ શાહ ગિલાનીના નાપાક ઇરાદા ન સમજે, તેઓને ઓળખી લેવા પડે અને સીધા દોર પણ કરવા પડે. આવું કોણ કરશે ? ક્યારે કરશે?

કાશ્મીરની સમસ્યા એક એવું મસ્તિષ્ક (‘લગે રહો મુન્નાભાઇ’, ફિલ્મની ભાષામાં ‘કેમિકલ લોચો’) માગે છે, જે મક્કમતા અને મુત્સદ્દીગીરીથી સમૃદ્ધ હોય. એ સમસ્યા એક એવું હૃદય ઝંખે છે, જે રાષ્ટ્રભક્તિથી છલોછલ હોય. એ સમસ્યા એક એવી પ્રતિભા ઝંખે છે, જેનું સંકલ્પબળ (વિલપાવર) ચાણકયની કક્ષાનું હોય. કાશ્મીરની સમસ્યાનો ઉકેલ પારકી છઢ્ઢીના જાગતલ એવા સરદાર વલ્લભભાઇ પટેલે કર્યા હતા તેવા ઉજાગરા કર્યા વિના આવવાનો નથી. કોંગ્રેસની સરકાર ઢીલી પડે છે. ભાજપની સરકાર ઘણી ઢીલી પડી હતી.

ભારતીય શાસકોના વલણમાં જ ક્યાંક કેશરહિતા વિપ્રવિધવાને પક્ષે હોય એવી લાચારીનો અહેસાસ પ્રજાને સતત થઇ રહ્યો છે. તમે કોઇનો વિશ્વાસ ન કરો, પણ હેડલીનો વિશ્વાસ પણ નહીં કરો? આ લાચારી આખરે વલણની લાચારી છે. આપણા ઢીલા ઢીલા અને પોચા પોચા શાસકોમાં મક્કમ ડગલાં માંડવાની નિર્ણયશક્તિ ખૂટતી જણાય છે. દિલ્હીના તખ્તની આસપાસ ક્ષિતજિ પર એક પણ એવો અવાજ સંભળાતો નથી, જે પ્રજાને આશ્વસ્ત કરે અને જવાનોને સાબદા કરે. જે માંદો માંદો અવાજ સંભળાય છે, તે જવાનોના જોસ્સાને ખતમ કરનારો હોય છે.

માનવ-અધિકારોને નામે આપણે રક્ષકને દિશાવિહોણો અને ભક્ષકને દયાવિહોણો બનાવી મૂક્યો છે. આપણે આપણી ગંગાસ્વરૂપ ઢીલાશને ઉદારમતવાદી બનાવીને મિથ્યાભિમાનમાં રાચીએ છીએ અને સિવિલ સોસાયટી નામના ભ્રામક સ્વર્ગમાં રહીએ છીએ. આપદ્ધર્મની ક્ષણે કટોકટીમાં સપડાયેલો કોઇ પણ નાગરિક સુખી નથી હોતો. આપદ્ધર્મની ક્ષણે બધા જ લોકતાંત્રિક નોર્મ્સ જળવાય તેવી અપેક્ષા રાખનાર કર્મશીલ નિર્દોષ છે અને નાદાન પણ છે.

(લખ્યા તારીખ : ૧૭-૭-૨૦૧૦)

પાઘડીનો વળ છેડે
‘આજે આતંકવાદીઓ
આપણા ઘરનાં બારણાં પાસે ઊભા છે.

આપણા રસોડામાં કટોકટી છે,
તેથી ઠનઠન ગોપાલ છે.

આપણા વાડામાં
નકસલવાદીઓનો મુકામ છે.

અને પાકિસ્તાનથી આપણને જુદા પાડતી
થોરિયાની વાડઆગમાં ભડભડ બળી રહી છે.

(ટા.ઓ.ઇ. ૧૧-૭-૨૦૧૦)
– એમ જે. અકબર

નોંધ : આપદ્ધર્મની ક્ષણ હવે કેટલી છેટી ?

Advertisements

10 thoughts on “Divya Bhasker. 25-7-2010

 1. HI,
  JUST CURIOUS,CAN YOU PROVIDE ME INFORMATION ABOUT s Sohrabuddin Sheikh?IS HE TERRORIST , NAXILITE OR extortionist who had angered influential people in the builder lobby in Gujarat and the marble lobby in Rajasthan. IS HE HARMFUL TO PEOPLE OF GUJARAT?BECAUSE I CAN’T READ ANYTHING ABOUT HIM THAT HE IS HARMFUL TO COMMON MEN OF GUJARAT,EVEN IN DIVYA BHASKAR. WHAT ABOUT AMIT SHAH? MR. GUNVANT SHAH YOU HAVE EVERY RIGHT TO EXPRESS YOUR VIEW,BUT THEN PLEASE DON’T WRITE ABOUT
  MAHATMA GANDHI AND MAHAVIR SWAMI.MOST OF THE PEOPLE OF GUJARAT MAY SUPPORT YOUR VIEW, BUT YOU LOST YOUR CREDENTIAL AS A THINKER. AT LAST

  પાઘડીનો વળ છેડે

  જ્યારે જ્યારે તમને સમજાયકે તમે બહુમતીને પક્ષે છો,ત્યારે માનવું કેસુધરવાનો સમય પાકી ગયો છે!

  માર્ક ટ્વેઇન
  GOD BLESS YOU

  • Mahesh,

   There are many AK47, RDX, Hand Graneds were recover from him. Shall we wait for Sohrabuddin to use of above things? I may not completely aware about how he influenced on builder or marble lobby but i am sure if he will survive surely harmful to any civilian. And why Sohrabuddin should survive? to eat and enjoy his life on our taxed money like kasab and all….

 2. Dear Mr Mahesh,
  Dr Gunvant shah has written books on Gandhiji, published by R.R.Sheth. I suggest you read those books for a honest opinion.
  Manisha

 3. manniya gunvantbhai..
  અગાઉ તમે લખ્યું હતું તે કોન્ગ્રેસી નું નામ તો તમે જાતે જ આ વખતના લેખમાં છતું કરી દીધું હવે અમારે અશ્વિન શાહનું નામ જાણવા પૂ.મોરારીબાપુને પૂછવા નહિ જવું પડે…..ખેર ..ચોથો ઇડીયટકોણ એ પણ વડોદરા નો હોશિયાર નાગરિક જાણે જ છે…કાસીમ ઉનિયા એનું નામ છે અને કોન્ગ્રેસના સર્વેસર્વા અહમદ પટેલની ખાસ છે…

 4. HI PATI,

  YOU AND MR. GUNVANT SHAH NEVER MENTION KAUSER BI. WHAT IS HER FAULT? AND BY THE WAY, THEY FOUND AK 46 RIFLES IN MADHYA PRADESH AND THERE ALSO BJP RULES. SHABUDIN PRIMARILY WORK IN RAJASTHAN AND MP.FROM YOUR ARGUMENT , IT SUGGEST THAT YOU ARE ARDENT FOLLOWER OF MR. SHAH, . ASK HIM STRAIGHT QUESTION- WHY YOU SUPPORT KAUSER BI ENCOUNTER.

  • Mahesh,
   Dr. Shah hasn’t mentioned about Sohrabuddin either in this article! Why do you mention him?
   Pati has already answered your question on why Sohrabuddin was encountered. Now I ask you a straight qeustion – do you support encountering Sohrabuddin? And why? Then we talk about Kauser Bi. OK? We all want to know your intentions, so your answer is important to discuss anything else.
   -dm

 5. Respected sir,

  i read your article specially Network in gujarat samachar

  But one the Question is that How can we trust in governmet that think only about common people??
  we trust in manmohan sarkar bur he can’t do any think about nakshalvad,highrise,petroletc..
  as well as B.J.P. can not ablility.
  Now in next election How can we choose our leader??

  one corporator i know him before election he has only one bike today he has two luxurious car.
  what we do in this situation.
  plz give me ans as soon as possible at kalpeshagravat@gmail.com

 6. Let us put honest effort to create for a healthy tomorrow for our future generation.

  An honest introspection of both groups, NDA/UPA and followers of both religion Islam and Hindu Religion – a real mind boggling.

  Save valuable time, space, ink = valuable resources fruitful for national development and all are gift from Creator from media rhetoric by taking biases and ingenuine side.

 7. ગુણવંત શાહ, છોડોને આ બધી સમીક્ષા , યુવાનોને આપી દો, અડવાણી, રાજનાથ, અને સંઘના વડાઓને પણ આ બધું કહી દો, મોદીને પણ કહી દો, કંઇ નહી તો તમારી વાતનું તમે તો પાલન કરો.

  ફેક એન્‍કાઉન્‍ટર યોગ્‍ય હોય તો પણ સો મણનો સવાલ આ છે કે કોઇ વ્‍યકિતના અનિષ્‍ટ હોવાનો ફેસલો કોણ કે ? કોઇ નેતા, પ્રજા કે તમે કે મીડીયા વાળા ?
  વાત એન્‍કાઉન્‍ટરના યોગ્‍ય અયોગ્‍ય હોવાની નથી,
  કોઇને ગુનેગાર ઠેરવવાની છે,
  નકસલવાદી આઝાદ અને સોહરાબુદ્દમાં શું સામય્‍તા,
  સીબીઆઇની વિગતો જોતાં તો સોહરાબુદ્દીન અમિતશાહ, ચુડાસમા અને વણઝારા કરતા ઓછો ગુનેગાર હતો,
  આ આધારે તો અમિતશાહ અને ચુડાસમા વગેરેનું ફેક એન્‍કાઉન્‍ટર કરી નાખવું જોઇએ.

 8. Mr. Mahesh,
  Irrespective of any state, criminals should be encountered any where in India. It’s a national and not a state problem. At times, we are diverted by media. The focus should be on – one criminal who is encountered (dharti no boj halvo thayo) but we focus on fake encounter and try to blame cops.
  Fake encounter is the side effect of slow judicial process in India.

  Raj

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s