Divya Bhasker, 8-8-2010

ભગવાનની અહૈતુકી કૃપાનો નાયગ્રા

અર્દશ્ય પીંજરામાં જીવનારા મનુષ્યને કોણ મુક્ત કરશે? વાત એમ છે કે મનુષ્યને પીંજરું ગમી ગયું છે. પીંજરાનું ઢાંકણ ખુલ્લું રાખવામાં આવે તોય ઊડવા માટે તૈયાર નથી. એને ગુલામી ગળચટી લાગે છે.આપણને બીજું કોઇ મુક્ત કરવાનું નથી. આપણે જ મુક્ત થવાનું છે. આપણી પરવાનગી વિના આપણને કોઇ મુક્ત ન કરી શકે. ભગવાનની અહૈતુકી કૃપાનો નાયગ્રા અત્યારે આકાશમાંથી ધોધમાર વરસી રહ્યો છે, પરંતુ પાંજરાગ્રસ્ત ભક્તો પાસે એ ધોધને નીરખવાની ફુરસદ ક્યાં છે?

માઇકલ એન્જેલોની એક હોબી હતી. એ બજારમાં જતો અને ત્યાં વેચવા મૂકેલાં પક્ષીઓ ખરીદતો અને પછી દુકાન આગળ જ એમને પીંજરામાંથી મુક્ત કરીને ઉડાડી મૂકતો. લગભગ આ રીતે અર્દશ્ય પીંજરામાં જીવનારા મનુષ્યને કોણ મુક્ત કરશે? વાત એમ છે કે મનુષ્યને પીંજરું ગમી ગયું છે. પીંજરાનું ઢાંકણ ખુલ્લું રાખવામાં આવે તોય ઊડવા માટે તૈયાર નથી. એને ગુલામી ગળચટી લાગે છે.

સૂર્ય ઊગે છે અને ધરતી પર પ્રકાશક્રાંતિ થાય છે. એ ક્રાંતિ રોજ થાય છે અને વળી અચૂક થાય છે તેથી એનું સૌંદર્ય ધ્યાન બહાર રહી જવા પામે છે. માણસ પોતાના જીવન દરમિયાન સૂર્ય પ્રત્યે જેટલો અવિનય બતાવે છે તેટલો દુ:ખી થાય છે.

સૂર્યોદય થાય પછી પથારી છોડવી એમાં પણ સૂર્ય પ્રત્યે અવિનય થતો હોય છે. પોતાના અજ્ઞાનની માવજત કરવામાં જ માણસનું આયખું પૂરું થઇ જાય છે. આપણી ભીતર પણ ક્યારેક અજવાળું થાય છે. અંદરની પ્રકાશક્રાંતિના વાવડની ઉપેક્ષા કરવી એ માનવજાતની બહુ જૂની આદત છે.

અયોધ્યા છોડીને વનમાં ગયેલાં રામ-લક્ષ્મણ-સીતા ત્રણ ત્રણ નદીઓને પાર કરીને ગંગાકિનારે પહોંચે છે. એ ત્રણ નદીઓનાં નામ છે : વેદશ્રુતિ, ગોમતી અને સ્પિન્દકા. ગંગાને કિનારે તૃણશય્યા પર શયન કર્યા પછી સૌપ્રથમ રામ જાગી જાય છે. મહાકવિ વાલ્મીકિ વીતી ગયેલી રાતને ‘ભગવતી નિશા’ કહે છે. રામ લક્ષ્મણને જગાડીને કહે છે: ‘હે સુમિત્રાનંદન! ભગવતી રાત્રિ વીતી ગઇ છે અને સૂર્યોદય થવાની તૈયારીમાં છે. શ્યામવર્ણી કોયલના ટહુકા સંભળાય છે અને દૂર વનમાંથી મોરનો કેકારવ પણ સંભળાય છે.’

(અયોધ્યાકાંડ, સર્ગ પર, શ્લોક ૧-૨-૩). આ દેશમાં સર્વત્ર રામની પૂજા તો થાય છે, પરંતુ જે ટહુકા રામે સાંભળ્યા, તે એમના પાંજરાગ્રસ્ત ભક્તો કાન દઇને સાંભળવા તૈયાર નથી. રામના ભક્તો પાસે ટહુકા સાંભળવાની ફુરસદ ક્યાં છે? પરમના ઇશારા પામવા માટે નવરું કોણ છે? ભગવાનની અહૈતુકી કૃપાનો નાયગ્રા અત્યારે આકાશમાંથી ધોધમાર વરસી રહ્યો છે. એ ધોધને નીરખવાની ફુરસદ રામના ભક્ત પાસે પણ નથી હોતી. આ દુનિયાની પાગલ પ્રજા પોતાની ‘દુ:ખહઠ’ પકડી રાખવામાં એટલી તો busy છે કે નિજાનંદમાં પલળવા માટે એની પાસે કોઇ સમય બચતો નથી. માણસે ભગવાનને ક્યારનો હરાવી દીધો છે.

ઇશ્વર વિના કોઇનું કશુંય અટકતું નથી. આમ છતાં અલગારી સંતો, ફકીરો ને ઓલિયા ભક્તજનો એની કૃપાનાં ગુણગાન શા માટે ગાતા રહે છે? આ પ્રશ્નનો જવાબ આજે મળી ગયો. એમ બન્યું તેનો સઘળો જશ સવારે આંગણામાં આવી પડેલા એક અજાણ્યા પંખીને જાય છે. એ પંખીને કેવળ અસ્તિત્વ ભાવે નીરખવાનું બન્યું. એ પંખીના હલનચલનમાં નૃત્ય હતું. એના સ્વરમાં સંગીતનો સહજ લય હતો. સંગીત અને નૃત્યનો સંગમ થાય ત્યારે કીર્તન અધિક ભીનું બને છે. પ્રભુ કીર્તનીય છે અને વળી પ્રાર્થનીય પણ છે. એ સમગ્ર વિશ્વનો ‘કર્માધ્યક્ષ’ છે. જે પંખી આંગણામાં આવી પડ્યું તે પરમ ચેતનાના થોડાક અણસારા લેતું આવ્યું. પંખી પાસે જેટલી નવરાશ હતી, તેટલી જ નવરાશ એને નીરખનારા મૂર્ખ પાસે પણ હતી. વાત જામી ગઇ!

હવે જવાબ સાંભળો. કૃપા બે પ્રકારની હોય છે. ઓફિસનો બોસ કોઇ જુનિયર કર્મચારીની રજા મંજૂર કરે તે બોસની કૃપા (મહેરબાની) ગણાય છે. જો રજા મંજૂર ન થાય તો કર્મચારીનું કશુંક અટકી પડે છે. જીવન દરમિયાન આવી તો અસંખ્ય કૃપાઓ માણસ ઝીલતો રહે છે. આવી માનવીય કૃપાનું એક લક્ષણ એ છે કે કૃપા ન થાય તો કશુંક ખોરવાય છે, ખોટકાય છે કે અટકી પડે છે. કૃપા કરનારો મનુષ્ય ક્યારેક હેતુપૂર્વક કૃપા કરે છે. એ હેતુ ગમે તેટલો ઉમદા હોય તોય હેતુ હાજર છે. આવી દુન્યવી કૃપા ઓછી મહત્વની નથી. દુનિયાનો વ્યવહાર આવી અસંખ્ય કૃપાઘટનાઓ પર ચાલે છે.

બીજા પ્રકારની કૃપા હેતુ વિનાની હોય છે. કેવળ ઇશ્વર જ એવી અહૈતુકી કૃપા કરી શકે છે. માનવીય કૃપામાં કૃપા કરનારની હાજરી સ્પષ્ટપણે વરતાય છે. અહૈતુકી કૃપાનું સૌંદર્ય અનોખું છે. એમાં કૃપા કરનારની ઉપસ્થિતિ રોકડી નથી હોતી. એમાં કૃપાનો ભાર નથી હોતો. એ કૃપા જેના પર થાય તેને ખબર પણ નથી પડતી કે કૃપા થઇ છે. આવી કૃપાનો મહિમા કરવા માટે એક એવા હૃદયની જરૂર પડે છે, જે કેવળ ભક્ત પાસે જ હોય છે. જેનું હૃદય નિષ્કપટ અને નિષ્પાપ હોય તેને જરૂર સમજાય છે કે ઇશ્વરની અહૈતુકી કૃપાનો નાયગ્રા પ્રતિક્ષણ પોતાના જીવનમાં વહી રહ્યો છે. આવી પ્રતીતિ થવી એ જ ભક્તની ખરી સંપ્રાપ્તિ.

બે અંગ્રેજી શબ્દો વચ્ચે રહેલો સૂક્ષ્મ તફાવત સમજી રાખવા જેવો છે. ‘ઓલ્બિગ્રેશન’માં પણ કૃપાનું તત્વ રહેલું છે. એ કૃપા માનવીય છે. બીજો અર્થપૂર્ણ શબ્દ છે ‘ગ્રેસ.’ ‘ગ્રેસ’ શબ્દની ઊંચાઇ એવરેસ્ટ જેટલી ગગનચુંબી છે. ઇશ્વર કદી પણ માણસને ઓબ્લાઇજ નથી કરતો. સમજુ માણસો તેથી ઇશ્વરની અહૈતુકી કૃપાને ‘ગ્રેસ’ ગણીને ચાલે છે. પ્રત્યેક આદમી ઇશ્વરનો ગ્રેસ પામે છે પરંતુ એ પામ્યાની અનુભૂતિ માટે ભક્તનું હૃદય જોઇએ. ઇશ્વરની કૃપા સાવ રોકડી નથી હોતી, પણ ‘ઉધાર’ હોય છે.

જાણી રાખવા જેવું છે કે ‘ઉદ્ધાર’ શબ્દ મૂળે ‘ઉધાર’ પરથી આવેલો છે. કૃપા તો આપણે પ્રતિક્ષણ પામીએ છીએ, પરંતુ કૃપાના નાયગ્રા નીચે ઊભાં છીએ એવી અનુભૂતિથી દૂર રહી જઇએ છીએ. આવી અનુભૂતિ પામે તેને લોકો સંન્યાસી કહે છે. આપણી પરંપરામાં ચડતી ભાંજણીમાં સંન્યાસીઓના ચાર પ્રકાર ગણાવવામાં આવ્યા છે: (૧) કુટિચક (૨) બહૂદક (૩) હંસ અને (૪) પરમહંસ. કુટિચક એટલે એવો ભિક્ષુક, જે ઘરમાં રહીને પુત્રની આવક પર નભીને સાધના કરે છે. બહૂદક અજાણ્યા નગરમાં રહીને ભિક્ષા પર આધાર રાખીને સાધના કરે છે. હંસ એટલે આત્મપ્રતીતિ (અહં સ: ઇતિ હંસ:) પામનારો સંન્યાસી. સંન્યાસીની સર્વોચ્ચ કક્ષાએ પરમહંસ વિરાજમાન છે. રામકૃષ્ણ પરમહંસને લોકો પૂજે છે. જેનો આત્મભાવ એક ક્ષણ માટે પણ ક્ષીણ ન થાય તેવો સંન્યાસી પરમહંસ ગણાય. બધા સાધુઓ ‘પરમહંસ’ નથી હોતા.

ભર વરસાદમાં કોરોકટ રહી જાય તેને લોકો વી.આઇ.પી. કહે છે. પંખીઓ વિનાની પૃથ્વી પર હળવાશ નહીં હોય, કલરવ નહીં હોય અને ઉડ્ડયન નહીં હોય. એવી દુનિયામાં જીવીને કરવાનું શું? પુષ્પો વિનાની દુનિયામાં સૌંદર્ય, માધુર્ય અને કોમળતા નહીં હોય. એવી દુનિયામાં જીવીને કરવાનું શું? પ્રિયતમાને ત્યાં જતી વખતે માણસ પુષ્પ સાથે લઇ જાય તેવી પરંપરા હોવી જોઇએ. પ્રેમપત્ર સાથે પરબિડીયામાં પારિજાતનાં બે ફૂલ મૂકવામાં આવે તો પોસ્ટ ઓફિસ વાંધો નથી ઉઠાવતી. પત્રમાં લખાયેલા ભીના શબ્દો સાથે આવી દિવ્ય સુગંધ ભલે પહોંચતી. જે દુનિયામાં સૌંદર્ય, માધુર્ય અને સાહચર્ય નહીં હોય એવી શુષ્ક દુનિયામાં જીવીને કરવાનું શું?

જ્યાં પ્રેમ નથી ત્યાં ભક્તિ અસંભવ છે. જે પૃથ્વી પર પંખીઓ, પુષ્પો, વરસાદ અને વસંત હોય તે પૃથ્વી પર માણસ દુ:ખી હોઇ શકે ખરો? જ્યાં પ્રેમ હોય ત્યાં છળકપટ નથી હોતું અને જ્યાં છળકપટ નથી હોતું ત્યાં યુદ્ધ નથી હોતું. આપણી આ લાડકી પૃથ્વી પર કેવળ એક અબજ જેટલાં પ્રેમાળ યુગલો સર્જાય, તો કદાચ યુદ્ધ અશક્ય બની જાય. આ પૃથ્વી પર સારસ યુગલો ઘણાં, પણ માનવ યુગલો કેટલાં? સેવકો, સાધુઓ અને સુધારકોને આટલી સીધીસાદી વાત નથી સમજાતી.

પ્રેમના ઇશારા ન હોય એવી પૃથ્વી પર જીવીને કરવાનું શું? આપણે મહાકવિ કાલિદાસને પણ હરાવી દીધો છે. માઇકલ એન્જેલો પીંજરામાંથી પંખીઓને મુક્ત કરતો. આપણને બીજું કોઇ મુક્ત કરવાનું નથી. આપણે જ મુક્ત થવાનું છે. આપણી પરવાનગી વિના આપણને કોઇ મુક્ત ન કરી શકે. પીંજરું આપણને બહુ વહાલું છે.

જે અજાણ્યું પંખી સવારે આંગણામાં આવી ચડ્યું તે તો ટિટોડીનું બચ્ચું હતું. થોડી જ વારમાં એ ગાતું ગાતું આકાશમાં ઊડી ગયું ત્યારે પોતાનો લયલ્હેરિયો સ્વર મારા કર્ણમૂળમાં છોડતું ગયું. એ મુક્ત હતું તેથી ઊડી ગયું, પરંતુ હું તો ત્યાંનો ત્યાં!

પાઘડીનો વળ છેડે

મારા જીવનપથને ઉજાળનારાં ત્રણ પરિબળો છે : કરુણા, સુંદરતા અને સત્ય – આઇન્સ્ટાઇન

Advertisements

One thought on “Divya Bhasker, 8-8-2010

 1. India with all its moralistic preaching has yet to give suitable shelter, education, and other amenities to 60% of its population.

  The main cause is of course the rampant corruption raging wild since its Independence.

  By now the corruption has plagued politics judiciary, trade and commerce, police administration, gam panchayats, education establishments like schools, colleges and universities, and all religious establishments and temples.

  As a result the Politicians and the rich have enriched the Swiss bankers by the millions.

  The ochre coloured sadhus, gurus swamis, bapus are hypocrites who has no qualms in exploiting the faith and superstitions to the fullest.

  It is unfortunate that the elites and the intellectuals who spare no efforts to preach, with the only agenda to seek honour and garlands, have failed to bring about any social change in our society.

  In India of today, 230 million people are malnourished and 50% of the children meet early death as a result..

  Of The Government’s annual food subsidy of 32 crores for 7 crores of below poverty line people, 75% of it is stolen resulting an average family of four receiving RS 94s instead of Rs 375

  Swami Ramdevji openly challenged the corrupt politicians to bring back the deposits from Swiss Banks. He was launching a new Political party whose only aim would be to commence a fight for second freedom from the modern imperialists whose sole aim is to enrich themselves and their families and export the real income out of India just as the British did.

  It would appear that he has been silenced; gagged by the biggest democracy in the world.

  Where is India going to find the second saviour?.

  .Please comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s