Gunvant Shah in Surat on 29-8-2010

ગાંધી કરતાં લાદેનની પ્રેરકશક્તિ વધુ

વ્યાખ્યાન રવિવારે ‘અડધો પ્યાલો ભરેલો છે’, વિષય પર પોઝિટિવિટીનું ઉદાહરણ આપતાં જાણીતા વિચારક ગુણવંત શાહ જો કોઇ ઓસામા વિશે પોઝિટિવ્લી વિચારી શકે તો દુનિયાની કોઇ બાબત નેગેટિવ નહીં લાગે ‘ઓસામા-બિન-લાદેન નો ચહેરો બહુ જ આકર્ષક છે, તેની ઊંડી આખો, પડછંદ કાયા અને લાંબી દાઢી. જો સરવે કરાવાય તો તે સૌથી આકર્ષક પુરુષોમાં પહેલો આવે. તેના જેટલા આકર્ષક તો અભિનેતાઓ પણ નથી. તેનું આ આકર્ષણ શેના કારણે છે-લોકો કેમ તેનું કહ્યું માની ને મરવા તૈયાર થઇ જાય છે? તે હું જાણવા માગું છું,’ તેમ જાણીતા વિચારક અને લેખક ગુણવંત શાહે રવિવારે સુરત ખાતે ગાંધી સ્મૃતિ ભવનમાં કહ્યું હતું. તેઓ ઇનોવેટિવ મૂવમેન્ટ ફોર પોઝિટિવ એન્ડ ક્રિએટિવ થિંકિંગ(ઇમ્પેકટ) ગ્રુપ દ્વારા આયોજિત ‘અડધો પ્યાલો ભરેલો છે’ વિષય ઉપર વકતવ્ય આપી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું , ‘હું જાણવા માગું છું કે ઓસામામાં એવું તે શું છે જે મહાત્મા ગાંધી કરતાં પણ વધુ છે. મહાત્મા ગાંધીની વાત સાંભળીને લોકો આંદોલન કરવા તૈયાર થઇ ગયા હતા. બે-ચાર માણસો કદાચ મરવા પણ તૈયાર થયા હશે, જ્યારે ઓસામા માટે તો હજારો યુવાનો સ્યુસ્યાઇડ બોમ્બર બનવા તૈયાર છે. હું જાણવા માગું છે કે આની પાછળ કઇ અભિપ્રેરણા કામ કરે છે? મને તક મળે તો હું તોરા-બોરાની પહાડીઓમાં જઇને તેનો ઇન્ટરવ્યૂ કરવા માગું છું,’ તેમ શાહે કહ્યું હતું. ડૉ. શાહે કહ્યું હતું કે તેઓ ઓસામાનું ઉદાહરણ એટલા માટે આપે છે કે જે વ્યક્તિને દુનિયા ધિક્કારે છે તે અંગે પણ પોઝિટિવ રીતે વિચારી શકાય છે. પોઝિટિવ થિંકિંગ વિષે વધુ વાત કરતા તેમણે કહ્યું હતું કે સાસુ-વહુની ભંગાર ટીવી સિરિયલોએ સમાજનો દાટ વાળ્યો છે. જે પત્નીઓ અને તેમની સાથે બેસીને ટીવી જોતા પતિઓનો આઇક્યુ તપાસવો જોઇએ. ‘મારું ચાલે તો હું એકતા કપૂરને જાહેરમાં સજા આપું’, તેમ ગુણવંતભાઇએ કહ્યું હતું. તેમણે શ્રોતાઓને હાકલ કરી હતી કે જો જીવનમાં પોઝિટિવ રહેવું હોય તો સારાં પુસ્તકો વાંચો, હળવા રહો, મોટી મોટી આદર્શની વાતો કરતાં જીવનની નાની નાની બાબતો ઉપર ધ્યાન આપો, ગંભીર અધ્યાત્મિક કે તેમના જેવા ગાંધીવાદી બનવાનો ડોળ કરવાની જગ્યાએ હળવા ફૂલ બનો.

 અવ્યવસ્થા સર્જાતાં આયોજકોએ માફી માગી ઇમ્પેકટ ગ્રુપના આયોજકોને લાગતું ન હતું કે બહુ મોટી સંખ્યામાં લોકો આવશે પરંતુ બન્યું એવું કે ૧૦ વાગ્યાના કાર્યક્રમ માટે ૯.૩૦ વાગ્યે હોલ ભરાઇ ગયો અને ગેટ પર તાળાં લાગી ગયાં. લગભગ ૨૦૦થી ૨૫૦ લોકો કલાક સુધી બહાર ઊભા રહ્યા પરંતુ તેમને પ્રવેશ મળ્યો નહીં. લોકોમાં આક્રોશ હતો અને દરવાજા તોડવાની જ વાર હતી. અંતે લાંબી બબાલ પછી દરવાજા ખોલાયા અને નીચેના પરિસરમાં સ્ક્રીન મૂકીને લોકોએ ગુણવંતભાઇને સાંભળ્યા. સંખ્યાબંધ લોકો તો પરત થઇ ગયા હતા. ચોરરિયાએ કાર્યક્રમના અંતે લોકોને પડેલી અગવડ બદલ સ્ટેજ પરથી માફી પણ માગી હતી.

Advertisements

One thought on “Gunvant Shah in Surat on 29-8-2010

  1. I am deeply hurt reading this matter. It is height to compare or put Osama above ‘Gandhi’. Gandhi never paid people to die for country or cause, while osama does pay, this simple logic should not be out of mind of GS.
    Lacs of people put their life at risk when Gandhi called out.And who in the world says, Osama is more famous than Gandhi? only GS?. And for interviewing Osama, it is not required to wait for any opportunity, simply one has to travel to Tora-Bora physically & without protection.
    Positivity is not in praising a wrong person.GS has insulted those who died unnatural death at the behest of Osama and still dyeing.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s