Divya Bhasker 19-9-2010

જોખમની ધાર પર બેઠેલો પત્રકાર 

 
 
 

જોખમની ધાર પર બેઠેલા પત્રકારના વ્યવસાયનું ગુરુત્વમધ્યબિંદુ સત્ય છે. પત્રકારનું મોં સત્ય તરફ હોય તોય ઘણા જોખમો ટળી જાય છે. પત્રકાર આખો ને આખો વેચાઇ જઇ શકે છે. આવો પત્રકાર જીવી તો ખાય છે, પરંતુ એની કલમનું ચારિત્ર્ય નષ્ટ થાય છે.

એક રસ્તા પર શેતાન પોતાના ખાસ મિત્ર સાથે ચાલી રહ્યો હતો. બંનેની નજર સામેથી ચાલ્યા આવતા માણસ પર પડી. એ માણસ વાંકો વળ્યો અને ભોંય પર પડેલી કોઇ ચીજ ઉપાડી લીધી. મિત્રે શેતાનને પૂછ્યું: ‘પેલા માણસે ભોંય પરથી કઇ ચીજ ઉપાડી હશે?’ શેતાને કહ્યું: ‘એણે ધરતી પરથી સત્ય ઉપાડ્યું છે.’ મિત્રે શેતાનને કહ્યું: ‘એ માણસને સત્ય જડી ગયું તેથી તારી ઘરાકી ઘટી જશે એવી ચિંતા તને થતી નથી?’ શેતાને નિરાંતે જવાબ વાળ્યો : ‘મને બિલકુલ ચિંતા નથી થતી, કારણ કે એ માણસને જડેલા સત્યને હું ધાર્મિક ભેદભાવો ઊભા કરીને વેરણછેરણ કરી નાખીશ.’

આજનો પત્રકાર કસોટીએ ચડ્યો છે. જે સમાચાર એના સુધી પહોંચે છે તે માટે ઘણી એજન્સીઓ જવાબદાર હોય છે. વળી એને ટીવી અને ઇન્ટરનેટની મદદ પણ મળે છે. ગીતાની પરિભાષામાં કહેવું હોય તો કહી શકાય કે આજનો પત્રકાર ‘સહસ્રબાહો’ છે અને વળી ‘બહુવક્ત્રનેત્રમ્’ પણ છે. એને હજાર હાથ છે અને વળી અસંખ્ય આંખ હોય છે. એ સતવાદીનું પૂછડું ભલે ન બને, પરંતુ એને સત્ય પ્રત્યે પક્ષપાત તો હોવો જ જોઇએ. સંસ્કૃતમાં અગાશીને ‘આકાશિકા’ કહે છે.

પત્રકારના મનોજગતમાં સત્યનો આદર્શ આકાશિકામાં હોવાનો, પરંતુ ગ્રાઉન્ડફ્લોર પર ક્યારેક બ્લેકમેઇલની દુર્ગંધ પણ હોવાની. કેટલામે માળે રહેવું તે પત્રકારે પોતે નક્કી કરવાનું છે. જોખમની ધાર પર બેઠેલા પત્રકારના વ્યવસાયનું ગુરુત્વમધ્યબિંદુ સત્ય છે. પત્રકારનું મોં સત્ય તરફ હોય તોય ઘણા જોખમો ટળી જાય છે. પત્રકાર આખો ને આખો વેચાઇ જઇ શકે છે. આવો પત્રકાર જીવી તો ખાય છે, પરંતુ એની કલમનું ચારિત્ર્ય નષ્ટ થાય છે. સત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા એને ‘જીવતો’ રાખે છે.

લોકધર્મી પત્રકાર પારકો શરાબ શા માટે પીએ? પત્રકાર પરિષદમાં મળતી પ્રત્યેક ગિફ્ટ એના અસ્તિત્વમાં ગોબો પાડતી જાય છે. ટીવી ચેનલો સુધ્ધાં ખરીદી શકાય છે. પત્રકાર બિકાઉ બને ત્યારે સત્ય નંદવાય છે. આ બાબતે અંગ્રેજી અખબારો સ્માર્ટ બનીને લોકોને છેતરવામાં સફળ રહ્યાં છે. સમાચાર મચડી શકાય છે અને મરોડી શકાય છે. તટસ્થ હોવાની પૂર્વશરત છે, સત્યસ્થ હોવું! આ બાબતે પણ અંગ્રેજી અખબારો વધારે સ્માર્ટ જણાય છે. સત્ય સ્માર્ટનેસનું ઓશિયાળું નથી હોતું.

પત્રકાર હોવું એ ખાવાના ખેલ નથી. મેથ્યુ આર્નોલ્ડે કહેલું : ‘જર્નાલિઝમ ઇઝ લિટરેચર ઇન અ હરી (પત્રકારત્વ એટલે ઉતાવળમાં હોય એવું સાહિત્ય).’ ગુજરાતમાં બે સાહિત્યકારો એવા થયા જેમણે પત્રકારત્વમાં સાહિત્યનો રંગ ઉમેર્યો: હરીન્દ્ર દવે અને ભગવતીકુમાર શર્મા. આજે મુંબઇમાં એક રૂડો પ્રસંગ રચાયો છે. હરીન્દ્ર દવે પારિતોષિક માટે પત્રકાર અજય ઉમટ અને કવિ મુકેશ જોશીની પસંદગી થઇ છે. આદરણીય મોરારિબાપુ અને આ લખનારને હસ્તે આ પારિતોષિકો અપાશે.

કવિ સુરેશ દલાલ જેવા મિત્રે હરીન્દ્ર દવેની સ્મૃતિ તાજી રાખવામાં જે મૈત્રીરસ દાખવ્યો છે એમાં અપ્રદૂષિત મૈત્રીનો મઘમઘાટ જોવા મળે છે. મારો અને હરીન્દ્રભાઇનો સંબંધ લાંબો ખરો, પરંતુ ગાઢ ગણી શકાય તેવો નહીં. હા, અમને બંનેને જોડતો સેતુ તે કૃષ્ણપ્રેમનો સેતુ! હરીન્દ્રભાઇ સાથેની મારી મૈત્રી સુરેશ દલાલને કારણે મુંબઇમાં શરૂ થયેલી.

પત્રકાર નાનો હોય કે મોટો, પરંતુ એના મનની આકાશિકામાં ગાંધીજી બેઠેલા હોય છે. ગાંધીજીને ‘પત્રકાર’ કહેવામાં ક્યાંય અવિવેક થાય ખરો? ગાંધીજી સત્યના ગજને કદી ટૂંકો થવા દેતા ન હતા. દક્ષિણ આફ્રિકામાં એમણે સોળ પાનાનું ટેબ્લોઇડ ‘ઇન્ડિયન ઓપિનિયન’ ચાર ચાર ભાષાઓમાં શરૂ કરેલું. પાછળથી બે ભાષાઓનું પ્રકાશન પડતું મૂકવું પડેલું, કારણ કે યોગ્ય સંપાદકો મળ્યા નહીં. આ સાપ્તાહિકો ૧૯૦૩થી ૧૯૧૪ સુધી એમણે પોતે ચલાવેલાં. એ સાપ્તાહિકો જ્યાં છપાતાં, તે પ્રેસ ફિનિકસ આશ્રમમાં આજે પણ જોવા મળે છે. છાપકામનાં એ મશીનો ક્યારેક ગાંધીજીએ પોતે પણ ચલાવ્યાં હતાં.

ભારત પાછા ફર્યા પછી એમણે બે સાપ્તાહિકો શરૂ કર્યા : ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન.’ સન ૧૯૩૩માં એમણે અંગ્રેજી સાપ્તાહિક ‘હરિજન’ શરૂ કર્યું અને એના પ્રથમ અંકમાં ડૉ. આંબેડકરનો સંદેશો પ્રગટ કર્યો હતો. એમાં થોડીક કટુતા હતી, તોય તે જેવો ને તેવો છપાયો હતો. પાછળથી ગુજરાતીમાં ‘હરિજનબંધુ’ અને હિન્દીમાં ‘હરિજનસેવક’ સાપ્તાહિકો શરૂ થયેલાં. બિધ્યુત ભટ્ટાચાર્ય ક્યાંક નોંધે છે કે : ગાંધીજીએ જીવન દરમિયાન લગભગ એક કરોડ શબ્દો લખ્યા હતા.

એનો અર્થ એ કે દરરોજના ૫૦૦ શબ્દો લેખે એમણે આશરે પચાસ વર્ષ સુધી લખ્યું. શ્રી જી રામચંદ્રનને આપેલી મુલાકાતમાં ગાંધીજીએ કહેલું: ‘હું કલા વિશે બોલતો કે લખતો નથી, કારણ કે હું મારી મર્યાદા અંગે સભાન છું… ઇસુએ કે મહંમદે પણ કલા વિશે લખ્યું નથી.’ ગાંધીજીનું પત્રકારત્વ આવું નિર્મળ હતું.

માર્શલ મકલુહાને કહેલું કે જો હિટલર પાસે ટીવી જેવું પ્રબળ માધ્યમ હોત, તો તે હાર્યો ન હોત. પત્રકારત્વ એકવીસમી સદીમાં બહુ મોટી ભૂમિકા અદા કરવાનું છે. પત્રકાર ખોટો હોઇ શકે, જૂઠો ન હોઇ શકે. સાચો પત્રકાર ભારતનો હોય, તોય પાકિસ્તાન વિશે જૂઠું ન લખે. કોઇ ઘટના બને ત્યારે ખરો પત્રકાર મૂંગો રહી ન શકે. એની કલમનું ચારિત્ર્ય ગંદા મૌનને કારણે પણ ક્ષીણ થાય છે. રશિયન કવિ યેવતુશેન્કો સાચું કહે છે :

જ્યારે સત્યની જગ્યાએ
મૌન ગોઠવાઇ જાય ત્યારે
મૌન પણ અસત્ય બની જાય છે.

પત્રકાર પર પોતાના મોઘમ ઉપકારો ઠાલવવા માટે સમાજના સુખી લોકો સદાય તત્પર હોય છે. પત્રકારે પ્રશંસાથી ચેતીને ચાલવાનું છે. પ્રશંસાના પ્રહારો વધી પડે ત્યારે મૌલાના આઝાદે કહેલું એક વાક્ય યાદ રાખવા જેવું છે : ‘આપણને સૌને આપણા પ્રશંસકો ગમે છે, માત્ર જવાહરલાલને થોડાક વધુ ગમે છે.’ પત્રકાર મહાત્મા નથી, પરંતુ એણે એક શબ્દથી ડરીને ચાલવું પડે છે. એ શબ્દ છે : ‘ઓબ્લિગેશન.’ કલમના ચારિત્ર્યની જાળવણી માટે કોનો ઉપકાર ન લેવો તેની ખાસ તકેદારી રાખવી પડે છે. જોખમની ધાર એટલે જ અસત્યના જોખમની ધાર!

૧૯૫૬માં સુએઝ નહેરની કટોકટી અંગે ‘મેનકાઇન્ડ’માં લેખ લખ્યો તેમાં એક વાક્ય યાદગાર હતું : ‘વીસમી સદીમાં બે મૌલિક ઘટનાઓ બની, એક અણુબોંબ અને બીજી મહાત્મા ગાંધી…’ હરીન્દ્રભાઇએ કટોકટી દરમિયાન અને પછી જયપ્રકાશજીને ટેકો આપવામાં કોઇ કસર છોડી ન હતી. ભલભલા પત્રકારો માટે વેચાઇ જવાનો એ સુવર્ણકાળ હતો. આજે તો વેચાઇ જવાની વસંત બેઠી છે! આખું ને આખું અખબાર વેચાઇ જાય છે.

પત્રકારના લખાણમાં પણ વિનોદવૃત્તિ અને કટાક્ષનાં તત્વો હોવાં જોઇએ. એ ઇજારો કેવળ વિનોદ ભટ્ટનો નથી. એક જ ઉદાહરણ પ્રસ્તુત છે. એક અફઘાન મહિલા મોઝહ્ડાહ કેનેડામાં નિરાશ્રિત તરીકે મોટી થઇ. એ થોડાક સમય પર અફઘાનિસ્તાન પાછી ફરી. અફઘાન ટીવી પર એનો ટોક-શો ખાસો લોકપ્રિય થયો છે. એ સ્ત્રી પોતાની વાત અત્યંત નાજુકાઇથી રજૂ કરવામાં સફળ થઇ છે. એણે એક વાર્તાલાપ દરમિયાન મજાક કરી: માનવ-અધિકારવાદીઓની પરદેશી ટીમ અફઘાનિસ્તાન પહોંચી. શહેરોમાં એ ટીમના સભ્યોએ શું જોયું? ત્યાં પતિ ચાલે તેનાથી છ ડગલાં પાછળ પાછળ એની પત્ની ચાલતી જોવા મળે છે.

અફઘાનિસ્તાનના ગ્રામ વિસ્તારોમાં એનાથી ઊલટું ચિત્ર જોવા મળ્યું! પત્ની આગળ ચાલે અને એનો પતિ છ ડગલાં પાછળ પાછળ ચાલે! પરદેશીઓ તો ગામડામાં રહેતા એ પતિને અભિનંદન આપવા માટે ઉતાવળા પહોંચી ગયા. પતિએ રહસ્ય ખુલ્લું કર્યું : ‘હું છ ડગલાં પાછળ ચાલું તેનું ખરું કારણ એ કે આ વિસ્તારમાં સુરંગો બિછાવેલી હોય એવી શંકા રહે છે.’ (૧૯-૯-૨૦૧૦ને દિવસે મુંબઇમાં યોજાનાર સમારંભ માટે પ્રવચન તૈયાર કરતી વખતે હોમવર્ક દરમિયાન નોંધેલા મુદ્દાઓ).

પાઘડીનો વળ છેડે

જિબ્રાનને કાગળ બહુ ગમતા. એને ફળ પણ બહુ ગમતાં. એણે જોયું કે એ બીજને વાવે છે, તો એમાંથી એનાં ફળ ઊગે છે, મીઠાં અને મબલક. એણે કાગળનો ટુકડો લીધો અને ખાડો ખોદી તેમાં વાવ્યો. ત્યારે એની વય ચાર વરસની હતી. એ રાહ જોતો રહ્યો કે આનાં ફળ ક્યારે આવે છે! ચાર વરસની વયે બાળક ખલિલે વાવેલો કાગળ આજે દુનિયાના કેટકેટલા ખૂણામાં ઊગી નીકળ્યો છે!
હરીન્દ્ર દવે (૪-૧૨-૧૯૮૮)

(‘ભીતર ઝળાંહળાં’ પુસ્તકમાંથી, પાન-૩૨)

Advertisements

6 thoughts on “Divya Bhasker 19-9-2010

 1. The Hindu Rate Of Wrath
  By Francois Gautier

  Is there such a thing as ‘Hindu terrorism’, as the arrest of Sadhvi Pragya Singh Thakur for the Malegaon blasts may tend to prove? Well, I guess I was asked to write this column because I am one of that rare breed of foreign correspondents—a lover of Hindus! A born Frenchman, Catholic-educated and non-Hindu, I do hope I’ll be given some credit for my opinions, which are not the product of my parents’ ideas, my education or my atavism, but garnered from 25 years of reporting in South Asia (for Le Journal de Geneve and Le Figaro).

  In the early 1980s, when I started freelancing in south India, doing photo features on Kalaripayattu, the Ayyappa festival, or the Ayyanars, I slowly realised that the genius of this country lies in its Hindu ethos, in the true spirituality behind Hinduism. The average Hindu you meet in a million villages possesses this simple, innate spirituality and accepts your diversity, whether you are Christian or Muslim, Jain or Arab, French or
  Chinese. It is this Hinduness that makes the Indian Christian different from, say, a French Christian, or the Indian Muslim unlike a Saudi Muslim. I also learnt that Hindus not only believed that the divine could manifest itself at different times, under different names, using different scriptures (not to mention the wonderful avatar concept, the perfect answer to 21st century religious strife) but that they had also given refuge to persecuted minorities from across the world—Syrian Christians, Parsis, Jews, Armenians, and today, Tibetans.

  In 3,500 years of existence, Hindus have never militarily invaded another country, never tried to impose their religion on others by force or induced conversions. You cannot find anybody less fundamentalist than a Hindu in the world and it saddens me when I see the Indian and western press equating terrorist groups like SIMI, which blow up innocent civilians, with ordinary, angry Hindus who burn churches without killing anybody. We know also that most of these communal incidents often involve persons from the same groups—often Dalits and tribals—some of who have converted to Christianity and others not. However reprehensible the destruction of Babri Masjid, no Muslim was killed in the process; compare this to the ‘vengeance’ bombings of 1993 in Bombay, which wiped out hundreds of innocents, mostly Hindus. Yet the Babri Masjid destruction is often described by journalists as the more horrible act of the two. We also remember how Sharad Pawar, when he was chief minister of Maharashtra in 1993, lied about a bomb that was supposed to have gone off in a Muslim locality of Bombay.

  I have never been politically correct, but have always written what I have discovered while reporting. Let me then be straightforward about this so-called Hindu terror. Hindus, since the first Arab invasions, have been at the receiving end of terrorism, whether it was by Timur, who killed 1,00,000 Hindus in a single day in 1399, or by the Portuguese Inquisition which crucified Brahmins in Goa. Today, Hindus are still being targeted: there were one million Hindus in the Kashmir valley in 1900; only a few hundred remain, the rest having fled in terror. Blasts after blasts have killed hundreds of innocent Hindus all over India in the last four years. Hindus, the overwhelming majority community of this country, are being made fun of, are despised, are deprived of the most basic facilities for one of their most sacred pilgrimages in Amarnath while their government heavily sponsors the Haj. They see their brothers and sisters converted to Christianity through inducements and financial traps, see a harmless 84-year-old swami and a sadhvi brutally murdered. Their gods are blasphemed. So sometimes, enough is enough.

  At some point, after years or even centuries of submitting like sheep to slaughter, Hindus—whom the Mahatma once gently called cowards—erupt in uncontrolled fury. And it hurts badly. It happened in Gujarat. It happened in Jammu, then in Kandhamal, Mangalore, and Malegaon. It may happen again elsewhere. What should be understood is that this is a spontaneous revolution on the ground, by ordinary Hindus, without any planning from the political leadership. Therefore, the BJP, instead of acting embarrassed, should not disown those who choose other means to let their anguished voices be heard.

  There are about a billion Hindus, one in every six persons on this planet. They form one of the most successful, law-abiding and integrated communities in the world today. Can you call them terrorists?

 2. આદરણીય ગુણવંતભાઈ,
  નમસ્કાર. આપે જે પત્રકારો પર લેખ લખ્યો છે તે ખરેખર સરસ છે. આ લેખ મેં વાંચ્યો પણ મને લાગે છે કે આજનો પત્રકાર કોઈ જોખમની ધાર પર નથી બેઠો. પણ તે તો સમાજ માટે જોખમ ઉભું કરી રહ્યો છે. આવું મને એટલા માટે લાગે છે કે છેલ્લા કેટલાય સમયથી એટલે કે જ્યારથી ન્યુઝ ચેનલોનો રાફડો દેશભરમાં ફાટી નીકળ્યો છે ત્યારથી પત્રકાર કોઈની ને કોઈની પીપુડી જ વગાડે છે. બ્રેકીંગ ન્યુઝની લ્હાયમાં ગમે તેવા જ સમાચારો રજુ કરે છે. પત્રકારો પોતાનો ધર્મ ભૂલી ગયા છે. આપ મારી વાત સાથે સંમત થશો કે નહિ તે તો મને ખબર નથી પણ મને વિશ્વાસ છે કે આપ પોતે પણ અંદરખાનેથી આ વાત સાથે સંમત જરૂર થશો.
  આપ મને આ કોમેન્ટ પર જવાબ આપશો એવી અપેક્ષા રાખું છું. જે મારા જેવા આપની તુલનામાં નાના ગણાતા પત્રકારને ગમશે..
  આભાર,
  અભિજિત ભટ્ટ

  • પ્રિય અભિજિતભાઈ ,
   તમારી વાત સાથે હું ખાનગીમાં અને જાહેરમાં સંપૂર્ણ સહમત છું. કેટલાક પ્રત્રકારો ભ્રષ્ટ હોઈ છે પરંતુ બધાજ તેવા નથી હોતા, તે આપણું આશ્વાસન છે. ધન્યવાદ.

   ગુણવંત શાહ

 3. An excellent and very creative article.

  Let have some more Gunvantbhai

  We had enough of Krishna and Mahabharat and religion etc etc

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s