Gunvant Shah In Surat on 12-12-2010

 

‘’સરદારને કોમવાદી ચીતરવાનો કુપ્રચાર હતો’’

ઝકરિયા અને ખુશવંતસિંહ સહિતના વિદ્વાનોએ સરદારને નહેરુ જેટલા જ બિનસાંપ્રદાયિક સાબિત કર્યા છે ‘સરદારને અન્યાય કરાયો છે અને તેમાં સૌથી મોટો અન્યાય તેમને કોમવાદી ચીતરવાનો છે. મારી દ્રષ્ટિએ તેમને વડાપ્રધાન ન બનવા દઈને અન્યાય કરાયો છે તેના કરતાં પણ મોટો અન્યાય તેમને કોમવાદી તરીકે ચીતરવાનો છે. તેઓ દેશના કોઇપણ અન્ય મહાન નેતા જેટલી જ બિનસાંપ્રદાયિકતા પ્રત્યે નિષ્ઠા ધરાવતા હતા. આ વાતને ઘણા વિદ્વાનોએ તેમનાં લખાણોમાં સાબિત કરી છે’ તેમ જાણીતા ચિંતક અને લેખક ડૉ. ગુણવંત શાહે રવિવારે ગાંધી સ્મૃતિ ભવન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રબુદ્ધ શ્રોતાઓ સમક્ષ કહીને તેમને ચોંકાવ્યા હતા. તેઓ માનવ સંસ્થાની સાંસ્કૃતિક પાંખ કલરવના ઉપક્રમે યોજાયેલા ‘સરદાર એટલે સરદાર’ વિષય ઉપર વ્યાખ્યાન આપવા સુરત આવ્યા હતા. તેમણે પીઢ પત્રકાર ખુશવંત સિંહના એક લેખનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે ખુશવંત સિંહ જેવા સ્પષ્ટવકતા પત્રકારે પણ લખ્યું છે કે સરદાર પટેલને કોમવાદી ચીતરવા માટે કેમ્પેઇન ચલાવાયું હતું અને તેમાં કૃષ્ણ મેનનનો હાથ હતો. ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લેખક રફીક ઝકરિયાએ પણ તેમના એક પુસ્તકમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે સરદારને કોમવાદી કહેવા એ સરદારનું જ નહીં પરંતુ હિન્દુસ્તાનનું અપમાન છે. ‘સરદાર એટલે સરદાર’ નામનું પુસ્તક લખીને સરદાર વિશે નવી જ દ્રષ્ટિ આપનારા ડૉ. શાહે કહ્યું હતું કે બીબીસીનો એક સરવે બતાવે છે કે ભારતમાં ૯૭ ટકા લોકો આસ્તિક છે. દુનિયામાં આવો બીજો કોઈ દેશ નથી. આવા દેશમાં સેક્યુલરઝિમ એટલે ધર્મથી મુક્તિ નહીં પરંતુ બધાને પોતાનો ધર્મ પાળવાની આઝાદી જ હોઈ શકે. સરદાર આવા પ્રકારના સેક્યુલરઝિમના જ સમર્થક હતા. ગુણવંતભાઈએ સરદાર પટેલના લડાયક મિજાજનું ખુબ જ સરસ રીતે વર્ણન કરતાં કહ્યું હતું કે સરદારને શત્રુવૈભવ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થયો હતો. આ વૈભવ એવા લોકોને જ પ્રાપ્ત થાય છે જે આખાબોલા હોય છે. આખાબોલો એટલે એવો માણસ જે બોલતી વખતે આખેઆખો હોય. ‘દેશનું બગડે ત્યારે જેનું હૈયું હચમચી જતું હતું તેને સરદાર કહેવાય.’ તેમના આ વાક્યથી પિનડ્રોપ સાઇલન્સ રહેલો આખો સભાખંડ તાલીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો હતો. ‘સરદાર વડાપ્રધાન ન બન્યા તે દેશ માટે યોગ્ય’ સદ્ગત વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ સાથે ડુમસમાં છોટુભાઈ પીઠાવાલાના બંગલે થયેલા વાર્તાલાપનો ઉલ્લેખ કરતા ડૉ. શાહે કહ્યું હતું કે મોરારજીભાઈ સ્પષ્ટ રીતે માનતા હતા કે દેશી રજવાડાઓનું એકીકરણ કરવાની શક્તિ માત્ર સરદાર પાસે જ હતી. જો તે વડાપ્રધાન બન્યા હોત તો તે ન કરી શક્યા હોત. ઉપરાંત જો તેમને વડાપ્રધાન બનાવાયા હોત તો જવાહરલાલ નહેરુ કોંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના કરતા અને તેનાથી કોંગ્રેસનું વિભાજન થતું જે તે વખતે દેશના હિતમાં ન હતું. આજે તો મેયરપદ પણ કોઈ જતું કરવા તૈયાર નથી ‘સરદારે તો એક આઝાદ દેશના પ્રથમ વડાપ્રધાન બનવાની તક માત્ર બાપુના કહેવાથી જરા પણ વિરોધ કર્યા વગર જતી કરી હતી. વિચારી જુઓ, આજે આવું કોઈ કરે ખરું? આજે તો મેયર કે સ્ટેન્ડિંગ કમિટીનું પદ કે કોઈ સહકારી સોસાયટીના ચેરમેનનું પદ જવા દેવા તૈયાર હોતા નથી. ’ તેમ ડૉ. શાહે કહ્યું હતું. સેક્યુલરઝિમના નામે મુસ્લિમોને ૬૦ વર્ષોથી ‘વાપરવામાં’ આવ્યા છે ગુણવંત શાહે કહ્યું હતું કે દેશના મુસ્લિમોને સેક્યુલરઝિમના નામે ‘વાપરવામાં’ આવ્યા છે પરંતુ હવે મુસ્લિમો પણ જાગ્યા છે. એકલાબારા ખાતે દરગાહ પાસે ગૌશાળા બને અને તે માટે અહેમદ પટેલ R ૧૦ લાખનું દાન આપે. હજારોની મેદની તે કાર્યક્રમ માટે ઉપસ્થિત હોય અને તેમાં મોટી સંખ્યા મુસ્લિમ મહિલાઓની હોય તે અગાઉ વિચારી પણ શકાતું ન હતું

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s