અર્જુન આર્ગ્યુંમેંનટેટીવ ઇન્ડિયન

પ્રશ્ન :તમને અર્જુનતા પ્રત્યે આકર્ષણ છે તે વાત જાણીતી છે. તમે ક્યાંક કૃષ્ણ ને વાયા અર્જુન પામવાની વાત પણ કરી છે. સખા ભાવે કૃષ્ણ ને ભજનારો અર્જુન તમને પ્રિય છે તેનું કારણ ખરું?

જવાબ :

ગીતાનો અભ્યાસ કરનારને જણાશે કે જ્યાં સુધી અર્જુન સમક્ષ કૃષ્ણ પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ નથી કરતા, ત્યાં સુધી જ અર્જુનનો સખા ભાવ ટકે છે.અગિયારમાં અધ્યાયમાં એક ક્રાંતિ થાય છે , અર્જુન લગભગ આભો બનીને કૃષ્ણના વિરાટ સ્વરૂપને નિહાળે છે. તે કૃષ્ણને નમ્ર ભાવે કહે છે :’ હે કૃષ્ણ !અપનો આવો મહિમા ન જાણ્યો તેથી ભૂલથી કે સ્નેહથી, મિત્ર માનીને મેં   હે યાદવ , હે સખા , હે કૃષ્ણ એવા સંબોધનો કર્યે રાખ્યા !હે અચ્યુત ,સુતા ,બેસતાં, વિહરતાં અને ખાતી વખતે કોઈની દેખતા અપને માટે જે અનાદર પ્રગટ થયો તે માટે અપ્રમેય એવા અપની ક્ષમા માગું છું’

અર્જુન મને કેમ પ્રિય છે ?નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેન ના જાણીતા પુસ્તક નું મથાળું ઉછીનું લઈને કહું તો હું પોતે એક આર્ગ્યુંમેંનટેટીવ ઇન્ડિયન છું.

ભારતીય પરંપરા માં દલીલ નો આદર થયો છે .ગીતા માં પરિપ્રશ્ન  શબ્દ બડો મધુર છે. જ્ઞાન ની ઉપસના પરિપ્રશ્ન દ્વારા થઇ શકે છે તેવું કૃષ્ણ અર્જુન ને કહે છે. (૪, ૩૪) .આમ અર્જુન આર્ગ્યુંમેંનટેટીવ ઇન્ડિયન છે , તેથી મારો મહા નાયક છે.

જો અર્જુને કૃષ્ણ ની વાત આંખ મીચી ને સ્વીકારી લીધી હોત તો આપણને ગીતા ન મળી હોત. તેણે પ્રશ્ન ઉઠાવ્યા અને કૃષ્ણ સામે દલીલો કરી તો આપણ ને કૃષ્ણ નું જીવન સંગીત (ગીતા) પ્રાપ્ત થયું. અર્જુન નો જેટલો અભાર માનીએ તેટલો ઓછો !

From ‘Krishnam Shanam Gchchami’ A newly Published book by R.R. Sheth, which has a full section on Questions and Answers on the Subject of Geeta, Mahabharat And Krishn.

Advertisements

5 thoughts on “અર્જુન આર્ગ્યુંમેંનટેટીવ ઇન્ડિયન

  • Dear Rajesh,

   Gandhiji’s dearest bhajan was ‘Nirbak ke Bal Ram’ it is in this context that I wrote the line.
   His atmbal was superb.

   Gunvant Shah

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s