કૃષ્ણને બધું જ માન્ય છે પણ પલાયનવૃત્તિ નહીં : ગુણવંત શાહ

Gunvant Shah and Manisha Manish at Crossword Vadodara

ડૉ. ગુણવંત શાહ લિખિત પુસ્તક કૃષ્ણં શરણં ગચ્છામિ વિશે ચર્ચાગોષ્ઠિ યોજાઈ

‘ભગવદગીતાને હિંદુનો ગ્રંથ ન કહો. જ્યારે ભગવદગીતાનો ઉપદેશ અપાયો ત્યારે પૃથ્વી પર એક પણ હિંદુ ન હતો. આ પૃથ્વી પર એક પણ મુસલમાન ન હતો, એક પણ ખિ્રસ્તી ન હતો. ભગવદગીતા એ કેવળ માનવને અપાયેલો ઉપદેશ છે. ’ એમ જાણીતા ચિંતક અને સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહે આજે ક્રોસવર્ડ ખાતે તેમના પુસ્તક કૃષ્ણં શરણં ગચ્છામિની ચર્ચાગોષ્ઠિ દરમિયાન ‘મળો ડૉ. ગુણવંત શાહને’ કાર્યક્રમ દરમિયાન યોજાયેલા પ્રવચનમાં જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, ‘કૃષ્ણને બધું જ માન્ય છે પણ પલાયનવૃત્તિ નહીં. ભગવદગીતા ભારતની, વિશ્વની ગરીબી દૂર કરી શકે છે. એ દાદાગીરી અને મિજાજ સાથે સમજવાની જરૂર છે.’ તેમણે હતું કે, રાક્ષસને માનવઅધિકાર હોતા નથી અને તે કોઈ પણ કોમનો હોઈ શકે છે. જ્યારે તેની સામે લડવાની વાત આવે ત્યારે કાયરપ્રજા કહે છે કે, એને આપણે કંઈ મરાતો હશે ? ! કૃષ્ણનો સંદેશો એક છે તમે છો એ બનો. એક તરફ મથુરાવૃત્તિ છે તો બીજી બાજુ ગોકુલવૃત્તિ છે. મથુરાવૃત્તિ હશે તો કંસ મળશે.

જ્યારે ગોકુલવૃત્તિમાં ગોપીઓ છે, રાસલીલા છે. પુરુષને પુરુષત્વનું ભાન ન રહે, સ્ત્રીને સ્ત્રીત્વનું ભાન ન રહે, કૃષ્ણની મગ્નતા હોય, બંસીના સૂર હોય ત્યારે જે ગ્રૂપ ડાન્સ થાય એનું નામ રાસલીલા. પુસ્તક વિશે ડૉ.મનીષા મનીષે સાહિત્યપ્રેમી વાચકો સાથે કૃષ્ણં શરણં ગચ્છામિના એડિટિંગની રસપ્રદ વાત કરી હતી અને પુસ્તકનો પરિચય આપી કેટલાક અંશોનું પઠન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન દિલીપ મહેતાએ કર્યું હતું.

Advertisements

6 thoughts on “કૃષ્ણને બધું જ માન્ય છે પણ પલાયનવૃત્તિ નહીં : ગુણવંત શાહ

  • Dear Vipulbhai,
   The book is R.R. Sheth Publication. It is available in all leading book stores. You can also order it online from R.R sheth. The cost is rs 399.The online book store of R R sheth is, http://www.rrsheth.com
   Thanks for the interest.
   Manisha

 1. Dear Guanavantbhai,

  Namaste.

  This is about your article in 25 Jan 2011 in Divyabhaskar.

  Winston Churchil lost election on 26 July, 1945 (immediately after end of world war II) and Labour candidate Clement Atlee assumed office as a Prime Minister till 1952.

  Lord Mountbatten was appointed as a viceroy of India on 21 Feb 1947.

  So, it would not be possible that Churchill has instructed Mountbatten at least as official capacity as a Prime Minister, as depicted in your today’s article.

  Regards,

  Ambar

  • Dear Amber,

   I have never said anywhere in my article that Churchil told Mountbatten something in his official capacity. It has never been said in the book that I reviewed.

   Gunvant Shah

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s