GUNVANT SHAH’s 75th BIRTHDAY!!

                                    

 Gunvant shah’s 75th birthday on 12-3 2011.

                                   કૃષ્ણ ને પ્રેમ પત્ર

પ્રતિ

સર્વલોકમહેશ્વર  કૃષ્ણ

જગ ન્નીવાસ

અનંત અસ્તેટ

નિત્ય  રાસલીલા ચોક

ગોલોક

પીન કોડ

પ્રિય માધવ ,

મારી પાસે અર્જુન ની ઋજુતા નથી ,

રાધા નું સમર્પણ નથી ,

ગોપીઓ નું ભોળપણ નથી ,

અને વિદુર પાસે હતું એવું ડાહપણ નથી.

તારી ભક્તિ માં મગ્ન બનેલી

 મીરાં ની માફક હું ગાઈ શકું એમ નથી કે :

પ્રેમ ભઠી કો મૈ  મદ્દ પિયોં,

છકી ફિરું દિન રાતી,

જાઉં ન પીહેરીયે, જાઉં ન સાસેરીયે

હરિ સું સેંન લગાતી.

પૂરતા પરિચય વગર કોઈને પત્ર લખી શકાય ?

કોઈ ને ન લખાય પણ તને તો લખાય

કારણ કે એવું સાંભળું છે :

જેનું કોઈ નથી એનો આધાર તું છે.

પરિચય તો મને ઈલેકટ્રીકસીતી નો પણ ક્યાં  છે   ?

મે કદી પણ તેને જોઈ નથી ,

તોય  એનાઅવિષ્કારો  મને ઠેર ઠેર જોવા મળે છે.

હે માધવ !તને નથી જોયો કે નથી જાણ્યો ,

તોયે હે આનંદ મૂર્તિ !

 ક્ષણએ ક્ષણએ  તારા    અણસાર અમને મળતા જ રહે છે.

આજે થોડી અગંત વાતો કરીને હૈયું હળવું કરવું છે.

હે યોગેશ્વર !

ભગવદ ગીતા બહુ વાંચી તોયે મારો વિષાદ ટળતો નથી.

તારું સર્જેલું આ વિશ્વ પ્રતિક્ષણ પલટાતું રહે છે.

પવનની લહેરખી સાથે પારીજાત ના પુષ્પ ખરતા રહે  છે.

સંબંધો બંધાય છે અને તૂટે છે.

બધું ક્ષણ ભંગુર અને બધું અનિત્ય!

કાળના કોળિયા જેવા અમે રહ્યા માનવ જન્તુંડા!

હે પુરુષોતમ !

ગીતા ના સોળમાં અધ્યાય માં તે દંભ ને

આસુરી સંપતિ તરીકે પ્રથમ ક્રમે ગણાવ્યો.

જો તને દંભ પ્રત્યે એટલી નફરત હોય

 તો પછી તે ધર્મગુરુઓ શા માટે પેદા કર્યા ?

તે જીભ નું નિર્માણ સ્વાદ માણી શકાય તે માટે કર્યું ,

તેઓ અમને આસ્વાદ વ્રત પાળવા કહે છે .

તે ગીતા માં સ્પષ્ટ કહ્યું કે :

‘પ્રાણીઓમાં રહેલો ધર્માંનુંકુલ એવો કામ હું છુ.’

ધર્મ ગુરુઓ કામવૃત્તિ ને પાપ ગણાવે છે .

અમારી આસપાસ જ્યાં નજર કરીએ ત્યાં

દંભના રાફડા ફાટ્યા છે.

દંભ વગર જીવવું ભારે પડી જાય એવો અ સમાજ છે.

હે અચ્યુત !

તારી આગળ કશુક છુપાવી ને પણ ક્યાં જવું !

તને તો અંદર  ની બધી વાતો ખબર હોય છે.

મને તારી વાતો તો સમજાય છે,

પરંતુ જેવો તારા નામે ચારી ખાય છે

તેમની વાતો નથી સમજાતી . 

પ્રિય યશોદા નંદન !, ગોપાલ નંદન !અને ગોપી નંદન !

તું દીસંતો ,કોડીલો, કોડામણો ,નટવર નાનડો છે,

તું રાસવિહારી છે, રાધારમણ છે, અને નટખટ નગર છે. 

પરંતુ ઉપદેશકો શુષ્ક ,ઘુવડ ગંભીર અને આનંદ વિરોધી કેમ ?

એક વૃક્ષ કેવળ વૃક્ષ હોય છે, .

એક સિંહ કેવળ સિંહ હોય છે, .

એક માણસ કેવળ માણસ કેમ નથી હોતો ?

ક્યારેક અસ્તિત્વ ના ઊંડાણમાંથી

તારા અધકચરા સંદેશા અમને મળતા રહે ચ્ચે .

કહે છે કે :

જગતમાં જ્યાં પણ રામકથા થતી હોય

ત્યાં  ગુપ્તપણે હનુમાનજી હાજર હોય છે .

એવું લાગ્યા કરે છે કે,

મૌનના વૃક્ષ નીચે ,પ્રેમ નીતરતી આંખોમાં

લાગણી નું સરોવર હિલોળા લેતું હોય

ત્યાં અને તારે તું અદીઠપણે હાજરા હજૂર   હોય છે

હે કૃષ્ણ !

અમે માની લયલીયે છીએ  કે બધું અમે  કર્યે છીએ,

પરતું ખરેખર તો અમારું નહિ ,તારું જ ધારેલું થાય છે.

તારો ખેલ સતત ચાલતો રહે છે .

તું જાદુગર અને અમે તારા જમ્બુરીયા ! 

તને એક વિનંતી કરવી છે કે :

અમને  કોઈ સારું કર્મ કર્યાં  પછી પ્રાપ્ત  થતો

સો ટૂચ નો થાક આપજે અને

થાક ચડે પછી જ પ્રાપ્ત થાય એવી ગાઢ નિંદ્રા આપજે .

અમારે પંડીતાય નથી જોઈતી ,પરંતુ અમને

સમજણનું અજવાળું મળે તોય બસ છે ,

અમરે છાપાન ભોગ નો ઓચ્છાવ નથી જોઈતો , પરંતુ

અવ્યભિચારીની ભક્તિ ની ભીનાશ જોઈએ છે .

અમને કુરુક્ષત્રની સંહારલીલા ન ખપે ,વૃંદાવનની રાસલીલા ખપે .

અમારે દ્વારિકાના રાજપાટ

કે કનકકોટ ના ચળકાટ નથી જોઈતો ,

અમને તો વ્રજકિશોરની માખણચોરી ખપે,

 અમારે  સ્વમાંત્યક મણી નથી જોઈ તો ,

અમારે તો યમુનાને કિનારે ચાલી જતી

રાધાની મટકીમાંથી છલકાય ગયેલા ગોરસ નું એક ટીપું જોઈએ ,

અમારે કુરુક્ષેત્રેની ભૂમિ પર

સંભળેલો  શંખધ્વની નથી જોઈતો ,

અમારે  તો વૃંદાવનના પાંદડે પાંદડે ફરી વળતા

વાસળીના સુર જોઈએ,

અમે ગમે તેટલા સામાન્ય હોઈએ

તોયે આખરે તારા ફરજંદ !

તે ગીતા માં સાફ કહી રાખ્યું છે કે :

માંમેવાન્શો જીવ લોકે જીવ્ભુતઃ સનાતનહ !

અમે ભલે પરપોટા રહ્યા ,

પરતું અમારું કુલ તો મહા સાગરનું ! 

હે  પાર્થ સારથિ !

બધા ઉધામા શાંત પડે,

બધી ઘેલછા ઠરી જાય ,

બધો અવઢવ ખરી પડે ,

અને જીવનનો અઢારમો અધ્યાય પૂરો થવામાં હોય ત્યારે

તારા ચરણમાં શીશ નમાવી

અને

તારા શરણમાં ચિત પરોવી ,

પાર્થ ની માફક અમને પણ એટલું કહેવા  દેજે :

‘કરિષ્યે વચનમ તવ! ‘

લિખિતંગ ,

પાર્થ શિષ્ય ગુણવંત શાહ

A Letter written by Gunvant Shah to Kirshna, from his Recently Published book  ‘Krishnam Sharnam Gchchami’ edited by Manisha Manish

Advertisements

7 thoughts on “GUNVANT SHAH’s 75th BIRTHDAY!!

 1. આદરણીય શ્રી ગુણવંતભાઈ,
  આપને ૭૫માં જન્મદિવસના એક દિવસ આગોતરા ખૂબ ખૂબ અભિનંદન.
  શ્રી કૃષ્ણને પ્રાર્થના કે આપની અને સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ થાય.

 2. આદરણીય શ્રી ગુણવંતભાઈ,
  75મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
  આપની કલમથી ગુજરાતી યુવાનોને
  પ્રતિદિન નવી નવી પ્રેરણા આપતા રહો.

  રાજેશ ધામેલિયા
  સુરત

 3. TO,
  GUNVANTBHAI,
  Wishing you our all the best on your ” AMRUT VARSHA PRAVESH ” .
  While reading you I always recall the words of HUGE KENNER Said ” Reading must be a kind of seeing ”
  I strongly belive we GUJARATI will get best from Shri GUNVANTBHAI in this AMRUT VARSHA .
  I also request / suggest to publish Scheme of RR SHETH & CO on your blog. ( This is about discount up to 25% on Gunavantbhai`s book for this AMRUT VARSHA )

  With kind regards,
  GHANSHYAM DANGAR

  I always

 4. happy birthday to u krushn no avirat prem pamo ane amne vadhu krishn vishe samjan apo meny meny happy returns of day god blessu

 5. RESPECTED,
  GUNAVANTBHAI,

  MANY MANY HAPPY RETUN OF THE DAY!!!

  VICHARONA VRUNDAVANMA AAP VIHARATRA RAHO ANE MITRO SANG GOSHTHI MALE.

  AAPNA LEKH VANCHTO RAHU CHHU. TAMARA GANDHIJI PAR LEKH KYAREY MISS NATHI KARTO.

  RAJKOTMA APE J GUJARATIMA ABHYAS UPAR APEL PRAVACHAN ANE BINSAMPRADAYIKATA PAR APEL PRAVACHAN GAMYU.

  DHANYWAD,
  KIRAN SADHU.

 6. Gunvantsaheb, Namaskar……………

  reading every your article on “vicharona vrindavanma”………. aaj series ma aaj ni samajik samasyao vishe aap lakho tevi bhini lagni 6…….. aajnu samaj jeevan j tarah ma aage dhapi rahyu 6 te tarah ma 15 varsho pa6i ni sthiti khubaj mushkel lage 6…….. plz grant this request.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s