જાણીતા સાહિત્યકાર ગુણવંત શાહ આજે ૭૫માં વર્ષમાં પ્રવેશશે

ગુજરાતના જાણીતા, માનીતા અને ચહિતા લેખક ગુણવંત શાહ આજે પંચોતેરમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. ગુજરાતની પ્રજાનો માતબર પ્રેમ અને આદર મેળવનાર ગુણવંત શાહ વિશે મોરારિ બાપુ કહે છે : ‘‘હું લોકશિક્ષક છું અને ગુણવંતભાઈ લોક શિક્ષક. તેઓ વિચારયજ્ઞના આચાર્ય છે.’ એમણે પૂરાં દસ વર્ષ સુધી ગુજરાતના યુવાનો માટે પંચશીલ આંદોલન ચલાવ્યું હતું. એ દશકા દરમિયાન એમણે અનેક પદયાત્રાઓ કરીને ગુજરાતના યૌવનને નવો રાહ બતાવ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં તેમણે કરેલા પ્રદાન બદલ એમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. ૨૦૧૦માં એમણે નરસિંહથી નર્મદ એટલે કે જુનાગઢથી સુરત સુધીની ગુજરાતવ્યાપી માતૃભાષા વંદનાયાત્રાનું સંુદર આયોજન કર્યું હતું. જેને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. રઘુવીર ચૌધરી એમને બિરદાવતા કહે છે કે, ‘મોરારબિાપુ પછીના ક્રમે ગુજરાતના લોકો ગુણવંત શાહને સૌથી વધુ પ્રેમથી સાંભળે છે.’’ રામાયણ પરનું એમનું ભાત્યા’રામાયણ: માનવતાનું મહાકાવ્ય’ હિન્દીમાં અનુવાદ પામ્યું છે અને એ ભારતીય જ્ઞાનપીઠ તરફથી પ્રકાશિત થઈ રહ્યું છે. એમના કેટલાક પુસ્તકોનો અનુવાદ હિંદી, મરાઠી અને તામિલમાં પણ થયો છે. કૃષ્ણ, ગાંધીજી, સરદાર, બુદ્ધ, મહાવીર, શ્રી અરવિંદ વિશે એમણે સારું એવું ચિંતનાત્મક સાહિત્ય લખ્યું છે. ગુણવંત શાહના વિષયોના વૈવિધ્ય, આગવી શૈલી અને મૌલિકતાને કારણે ગુજરાતી સાહિત્ય રિળયાત છે. ગુજરાતની પ્રજાને દિવ્ય ભાસ્કર દ્વારા ‘વિચારોના વૃન્દાવનમાં’એમની સાથે વહિરવાનું ગમે છે.

Divya Bhasker, 12-3-2011

Advertisements

5 thoughts on “જાણીતા સાહિત્યકાર ગુણવંત શાહ આજે ૭૫માં વર્ષમાં પ્રવેશશે

 1. શ્રી ગુણવંતભાઈને 75માં જન્મદિવસની મોડી મોડી મબલખ હાર્દિક શુભકામનાઓ… માતૃભાષાનાં આવા મહાન સાધકની સમાજને ખરેખર ખૂબ જ જરૂર છે, એમને ભગવાન દીર્ઘાયુ કરે એવી પ્રાર્થના સહ…. પ્રણામ.

 2. Rev. Gunavantbhai,
  Please accept my hearty congratulations and wishes on your 75th Birthday!!!
  Congratulations for living a long and healthy life. And wishes for the peaceful and rewarding remaining life
  We the Gujaratis are fortunate to have people like you who provide us immense guidance and inspiration for living honest and happy life. Your thoughts and transparency are highly adorable.
  Recently I was in India and brought with me your two books. Guftagu and Krishnam Saranam Gachhami. I enjoyed Guftagu too much and now reading it again. Besides reading your articles regularly, I have read Krishnanu Jivan Sangeet and Ashtitvano Ustsav also.
  Let’s hope the best comes out from you in the days to come.
  Salam Gunavantbhai and our all good wishes again.
  Jagdish Barot,
  Windsor, Canada

 3. સમાદરણીય શ્રી ગુણવંતભાઈ,
  પ્રભુ આપને સ્વસ્થ રાખે અને લાંબું આયુષ્ય અર્પે !
  આપની સાહિત્ય સેવા વંદનીય છે.
  સારી વાત છે કે આપે શ્રી કૃષ્ણ, ગાંધીજી, સરદાર, બુદ્ધ, મહાવીર, શ્રી અરવિંદ વિશે ઉત્તમ પુસ્તકો આપ્યાં છે. પરંતુ મેં અગાઉ આપને નિવેદન કર્યું હતું તેમ આપશ્રીએ આજ પર્યન્ત મહર્ષિ દયાનંદજી વિશે કોઈ સ્વતન્ત્ર પુસ્તક લખ્યું નથી એ હકીકત છે. આપના પૂ. પિતાજી આર્ય સમાજથી પ્રભાવિત હતા અને આપ સ્વયં પણ અતિ પ્રભાવિત છો. આપ જ પ્રસિદ્ધ ગુજરાતી લેખક છો, જે પ્રસંગોપાત્ત મહર્ષિજીને સ્મરણ કરતા રહો છો. સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ પણ હમણાં મહર્ષિ દયાનંદનું જીવનચરિત્ર લખી પ્રસિદ્ધ કર્યું છે. આપ પણ આ દિશામાં વિચાર કરો અને દયાનંદજીના જીવન-કાર્ય અને ચિંતનને લઈને એક સુંદર મૂલ્યવાન વિચારપ્રધાન ગ્રંથનું સર્જન કરો એવી મારી આપને પ્રાર્થના છે. હું એ માટેના આવશ્યક સંદર્ભ ગ્રંથો (મહર્ષિજીનાં હિંદી – અંગ્રેજી પ્રામાણિક જીવનચરિત્રો તથા અન્ય ઉપયોગી સામગ્રી વગેરે જે કંઈ મારી પાસે છે તે) આપને પહોંચાડીશ. આપ આ બાબતે જરૂર વિચારશોજી.
  = ભાવેશ મેરજા (આર્ય સમાજ, નવાડેરા, ભરૂચ – ૩૯૧૦૦૧)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s