કામસૂત્ર પ્રેમસૂત્ર અને બ્રહ્નસૂત્ર, Divya Bhasker 31-07-2011

 

વરસાદની જલધારાને પિતૃકૃપા ગણાવી શકાય તેમ છે. જ્યારે ધરતી જળબંબાકાર બને અને હૈયું વરસાદમય બને ત્યારે એક એવી ઘટના બને છે, જેમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રહ્નસૂત્ર જેવાં ત્રણ ખાનાં ખરી પડે છે અને રહી જાય છે કેવળ મૌન!

 

અંદરની ઊર્ધ્વમૂલ ખલેલ પામ્યા વિના વરસાદને નિહાળવાનું શક્ય ન હોય ત્યારે નછુટકે કલમને શરણે જવું પડે છે. આપણા ઋષિએ વરસાદને પર્જન્ય કહ્યો છે અને વળી એને પિતાને સ્થાને બેસાડ્યો છે. વરસાદની જલધારાને પિતૃકૃપા ગણાવી શકાય તેમ છે. જ્યારે ધરતી જળબંબાકાર બને અને હૈયું વરસાદમય બને ત્યારે એક એવી ઘટના બને છે, જેમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રહ્નસૂત્ર જેવાં ત્રણ ખાનાં ખરી પડે છે અને રહી જાય છે કેવળ મૌન! એવી અવસ્થામાં ઊગેલા શબ્દો કવિતાની વંડી ઠેકીને પ્રાર્થનાની સીમમાં પહોંચી જતા જણાય છે. સાંભળો ત્યારે:

 

પ્રત્યેક માણસના હૃદયમાંએક તણખો હોય છે,જે જ્યોત બનવાની શક્યતાજાળવીને જીવતો રહે છે.એકાદ નાની ઘટના,એક મજાની પંક્તિકે પછીસાવ અજાણ્યું નિર્મળ સ્મિતએ તણખાને પ્રેમળ જયોતિમાં ફેરવી નાખે ત્યારેસમય અને અવકાશએકબીજામાં ઓતપ્રોત થઇને પરમ શાંતિના ખોળામાંપોઢી જાય છે.ક્યારેક એક ક્ષણએવી આવી મળે છે,જ્યારે આપણા માંહ્યલાનેકૂંપળ ફૂટતી હોય છે.પતંગિયાની પાંખ પરમેઘધનુષ્યની શોભા!આવી કોઇ મત્સ્યવેધી ક્ષણેમાણસ સાવ એકલો હોયતોય ખરેખર એકલો નથી હોતો.એની લગોલગ કોઇ બેઠેલું હોય છે,જે ત્યાં હોય છે, છતાં નથી હોતું.આવું હોવું છતાં ન હોવુંઅને ન હોવું છતાં હોવુંમાણસને સમય અને અવકાશની પેલે પાર લઇ જાય છે.ત્યાં કેવળ સ્મરણસુગંધ હોય છે,પણ પુષ્પ નથી હોતુંજંગલ હોય ત્યાંએક એવી કેડી હોય છે,જેના પર માત્રચાર પગલાંની ધૂંધળી નિશાનીઓલુપ્ત થવાની અણી પર હોય છે.આસપાસની થંભી ગયેલી હવામાંબે હૈયાના ખોરવાયેલા ધબકારાપતંગિયાની પાંખ પરથીપવનમાં વહેતા રહે છે.નદીનાં જળ સાથેસમય વહેતો રહે છે.સદીઓથી સમયવૃંદાવનની કેડી પરક્યાંક લુપ્ત થયેલાંરાધાનાં પગલાં શોધતો રહે છે.આપણું ઘર એટલે શું?ઘરનો કોઇ માલિક નથી હોતો.ઘરનું કોઇ સરનામું નથી હોતું.સરનામું તો મકાનનું હોય છે.ઘર કોઇ સમયદ્વીપ નથી,ઘર કોઇ અવકાશદ્વીપ નથી.પંખીના માળાનું સરનામું?વૃક્ષલોક હાઉસિંગ સોસાયટી,૦ – આકાશ એસ્ટેટ,અનંત સ્ટેડિયમની બાજુમાં,પો-કલરવનગર, જિલ્લો-અનાદિપિનકોડ: ઘર એક ઘટના છે,જ્યાં સમય અને અવકાશનેસોડ તાણીને પોઢી જવાનું મન થાય છે.ક્યારેક ઘરમાંએકતારાનો મંગલધ્વનિ ફરી વળે છે.લોકો એને માતા કહે છે.

 

‘‘‘સ્વસ્થ સમાજમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રહ્નસૂત્ર વચ્ચે એક એવો સમન્વય હશે, જેમાં વિશ્વશાંતિ કોઇ સમણું નહીં હોય, પરંતુ સહજ વાસ્તવિકતા હશે. સાસરે વિદાય થતી દીકરીની બેગમાં કોઇ ન જાણે તેમ, સમજુ પિતાએ વાત્સ્યાયનનું કામસૂત્ર અને ભગવદ્ગીતા સાથોસાથ મૂકી દેવાં જોઇએ. આવું એક પિતાએ કર્યું હતું. જે સમાજમાં પ્રેમ ગુનો ગણાય, તેવો સમાજ ગુનાને પ્રેમ કરતો હોય છે.

 

પાઘડીનો વળ છેડે

 

કુદરતની કિતાબમાં સાવ સ્પષ્ટપણે અને ભૂલ વગર પરમેશ્વરે પોતાની આંગળીઓ વડેએક વાત લખેલી છે:જગતમાં ક્યાંય પાપ નથી,માત્ર નબળાઇ છેઅને તે અજ્ઞાનમાંથી જન્મેલી છે.- સ્વામી રામતીર્થ

 

(‘ઇન વૂડ્ઝ ઓફ ગોડ રીઅલાઇઝેશન’ પુસ્તકમાંથી)

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s