કૃષ્ણે ગીતામાં પ્રયોજેલો મૌલિક શબ્દ ભક્તિ છે : ડૉ. ગુણવંત શાહ Divya Bhasker, 21-8-2011

 

‘માધવ ક્ષણે ક્ષણે મધુવનમાં’ વિષય પર ચર્ચા ચોરામાં વ્યાખ્યાન
– ગુજરાતી કૃષ્ણપધ્યનું આસ્વાદન કરાવતા સુરેશ દલાલ

‘ગોકુળ એ કોઈ ભૌગોલિક સ્થળ કે ઘટના નથી પણ મનૌવૈજ્ઞાનિક આધ્યાત્મિક ઘટના છે. જ્યાં સૌંદર્ય, માધુર્ય અને સાહચર્ય ત્રણેય ભેગા થાય છે’ એમ આજે જાણીતા ચિંતક અને વિચારક ડૉ.ગુણવંત શાહે ‘માધવ ક્ષણે ક્ષણે મધુવનમાં’ વિષય પર ચિંતનાત્મક રસાસ્વાદ કરાવતાં જણાવ્યું હતું.

આજે ગાંધી નગરગૃહ ખાતે સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડૉ.ગુણવંત શાહ અને પ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ.સુરેશ દલાલે શ્રોતાજનોને કૃષ્ણત્વની અનુભૂતિ કરાવી સેંકડો શ્રોતાજનોને ધન્ય કર્યાં હતા.

ગોકુળમાં સૌંદર્યને સમાંતર સત્ય, માધુર્યને સમાંતર કરુણા અને સાહચર્યને સમાંતર ઘટના પ્રેમ છે તેમ જણાવતાં કૃષ્ણના લીલાગ્રામ ગોકુળને સહજના કિનારે જીવતા ગામ તરીકે ટાંકતાં ડૉ.ગુણવંત શાહે વધુમાં જણાવ્યું કે ‘સોંદર્ય, માધુર્ય અને સાહચર્યની ઉપાસના અધૂરી હોવાથી યુદ્ધ થાય છે. ગોકુળ સમજવું હોય તો ભક્તિ સમજવી પડે. કૃષ્ણે ગીતામાં પ્રયોજેલો સૌથી મૌલિક શબ્દ ભક્તિ છે. જ્યારે ભોળપણ ભક્તનું ભૂષણ છે. આ ભક્તિ વિના દુનિયા શાંત નહીં રહી શકે. બે વિશ્વયુદ્ધ બાદ ત્રીજું યુદ્ધ તાણયુદ્ધ છે જેનું કોઈ મારણ હોય તો તે ભકિત છે.

રાજા પરિક્ષિત અને શુકદેવ વચ્ચેના સંવાદનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે, કૃષ્ણ અંતર્યામી હોવાથી તેમની વાંસળીના સૂર સાંભળીને ગોપીઓ તેમના પતિને અને ધાવતાં વાછરડા તેમની માતાને ત્યજીને કૃષ્ણ ભણી ખેંચાઈ આવે છે. ચીની ફિલસૂફીમાં રાજ કરતા પુરુષત્વ માટેના શબ્દ યાંગ અને સ્ત્રીત્વ માટેના શબ્દ યીંગની ચર્ચા કરતા ડૉ.ગુણવંત શાહે જણાવ્યું કે, કૃષ્ણની રાસલીલામાં ચિન અને યાંગનું ગતિશીલ સંતુલન છે.કૃષ્ણ રસેશ્વર, રાજેશ્વર અને યોગેશ્વર ત્રણેય તત્વોના સ્વામી છે. કૃષ્ણે ઝંખનાપ્રદેશનો સ્વીકાર કર્યો છે. વ્યક્તિઝંખના પ્રદેશની મૂળભૂત ઝંખનાઓની ઉપેક્ષા કરીને, હડેહડે કરીને સિદ્ધિ ધર્મપ્રદેશમાં છલાંગ મારે છે ત્યારે સાધુઓનાં કૌભાંડ બહાર આવે છે.

 
 

 
Advertisements

2 thoughts on “કૃષ્ણે ગીતામાં પ્રયોજેલો મૌલિક શબ્દ ભક્તિ છે : ડૉ. ગુણવંત શાહ Divya Bhasker, 21-8-2011

 1. ” મારો લાલો , મારો કાનુડો ,” પકડો પકડો ,કહી ને માતા તેને પકડવા દોડ્તી હોય તો સમજજો કે માતા ની આસપાસ શ્રી કૃષ્ણ હશે.
  કોઇ પણ પ્રકારની રમતમા જે ખેલાડી નિષ્ઠા પુર્વક ,બુધ્ધિ પુર્વક ,હિમ્મત્ત થી રમતો હશે.તો સમજજો કે રમત જોવા શ્રી કૃષ્ણ આવ્યા હશે.
  નિર્દોષ સ્ત્રી -મિત્રો ને જોઇ ને જે વ્યક્તિ ની પત્ની જરાપણ શંકા કે કુશંકા નહિ સેવતી હોય તો સમજજો કે તેમના દામ્પ્ત્ય જીવન મા શ્રી કૃષ્ણ ની છાયા હશે.
  નિર્દોષ તોફાન કરી કોઇ બાળક ઘર મા આવીને પોતાની માતાની સોડમાં ભરાઈ જાય અને કહે કે મે કોઇ તોફાન નથી કર્યું અને મા ફરીયાદીઓ સામે પોતાનો પુત્ર નો પક્ષ લે તો સમજવુ કે માતા ના અંતરમા શ્રી કૃષ્ણ વસતા હશે.
  કોઇ પ્રિય મિત્રની ગેર હાજરી લીધે મહેફિલ જામતિ ન હોય અને તે મિત્ર ને બોલવવા બાકીના મિત્રો એસએમએસ કે મોબાઇલ કરે અને કહે યાર ! જલ્દી આવ તારા વગર મહેફિલ નથી જમતી તો સમજજો કે એ મહેફિલમા શ્રી કૃષ્ણ જરૂર આવશે.
  શાળા કૉલેજો મા વિધ્યાર્થી ઓને તેમના શિક્ષક કે પ્રોફેશર લેક્ચર આપતા હોય અને સર્વે વિધ્યાર્થી જો ધ્યાનથી સામ્ભ્રરતા હોય .વર્ગમા પિન ડ્રોપ સાઇલનસ હોય તો સમજજો કે શ્રી કૃષ્ણ પિરિયડ લેતા હશે.
  કોઇ વ્યક્તિ ડીપ્રસન મા આવી જાય અને તેનો મિત્ર તે વ્યક્તિ ના ખભા પર હાથ મૂકીને તેને ડીપ્રસનમાથી બહાર કાઢ્હે તો સમજવુ ત્યા થી શ્રી કૃષ્ણ પસાર થયા હશે.
  ગરીબ મિત્ર ને આંગણ્મા આવેલા જોઇ તેને સત્કારવા તેનો મિત્ર ઉઘાડા પગે ત્વરિત દોડી જાય તો સમજવુ કે તે શ્રી કૃષ્ણ નો મહેલ હશે.
  શ્રી રામ તો મર્યાદા પુર્ષોતમ છે.તેમની સાથે મર્યદામા રહીને વાત કરવી પડે .શ્રી શંકર તો ભોલા છે પણ જ્યારે ગુસ્સે થાય તો … તો .. માટે તેમની સાથે પણ મર્યાદા મા રહેવું પડે .જ્યારે શ્રી કૃષ્ણ તો શ્રી કૃષ્ણ છે. માતા તેને ખોળા મા બેસાડે ,ગોદમા ઉઠાવે, મિત્રો તેના ખભા પર હાથ મૂકીને વાત કરી શકે.

  યોગેશ શુક્‍લ
  સુરત

 2. તા : ૨૬ -૯-૨૦૧૧ / 15 -11-૨૦૧૧

  મુ.શ્રી ગુણવંતભાઈ
  ખુબ ખુબ અભિનંદન
  આપને હાર્ટએટેક માંથી સારા નરવા થવા બદલ અંતઃ પૂર્વક શુભેચ્છા પાઠવું છું.પ્રભુ આપને દીર્ઘાયુ બક્ષે એવી અભ્યર્થના.ગુજરાતીઓ અને ગુજરાતી સાહિત્યને આપની હજુ ખુબખુબ જરૂરત છે .મારી આજે ૭૦ વર્ષ ની ઉમરે મને એ ભીતી લાગે છે કે હવે શું ગુણવત્ શાહ અને સુરેશ દલાલ ચંદ્રકાંત બક્ષીનહિ હોય તો આજનું ભણતર નવી પેઢી માં આવી પ્રતિભા પેદા કરી શકશે ?જીવનભર આપ સૌએ સાહિત્યની સેવાર્થે જે મજલ કરીછે તે અવર્ણીય છે ..હું અપના લખાણથી ખુબ પ્રભાવીત છું ,તમારા લેખોથી મારા જીવનમાં ખુબ ખુબ બદલાવ લાવી શક્યો છું.એ બદલ આપનો આભારી છું ,વડોદરા આવવાનું થશે તો આપને મળવાનો લાભ આપશો તો આભારી થઈશ. આપની તંદુરસ્તી માટે શુભેચ્છાસહ અહી વિરમું ર્છું
  (તાજા કલમ : સુરત આવો તો જરૂરથી આમારું ઘર પવિત્ર કરશો આવી અભ્યર્થના)
  નરેન્દ્ર શાહ ના જયશ્રી કૃષ્ણ

  નરેન્દ્ર લાલચંદ શાહ
  ૮૦૨ નંદ ઈન્ક્લેવ (વેસ્ટ)
  જીનાથજી ની હવેલી કમ્પાઉન્ડ
  ડુમસ રોડ સુરત (૩૯૫૦૦૭)
  મોબાઈલ : ૯૩૭૭૯૦૭૦૨૫ ,ફોન : ૦૨૬૧ ૨૭૨૦૨૭૩

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s