કોનું પ્રવચન અસરકારક: રાહુલ,વરુણ,સુષમા કે પ્રણવ Divya Bhasker, 11-9-2011

રાહુલ કરતાં વરુણનું પ્રવચન વધારે અસરકારક હતું. જે કંઇ કહેવાયું તે દિલમાંથી ઊગેલું હતું, ઉછીનું લીધેલું ન હતું. સામાન્ય રીતે માઇક્રોફોનની ઊંચાઇ વક્તાની ઊંચાઇ કરતાં સહેજ નીચી હોય છે. સમયનો ખ્યાલ રાખ્યા વિના બોલનાર વક્તાની ઊંચાઇ માઇક્રોફોન કરતાંય ઓછી જાણવી.

‘રાહુલ (૨૬મી ઓગસ્ટે) કોઇએ તૈયાર કરી આપેલું પ્રવચન ‘વાંચી’ ગયા. બીજે દિવસે (તા. ૨૭મી ઓગસ્ટે) તેઓ સદનમાં સદંતર ગેરહાજર કેમ રહ્યા! એમણે સુષમા સ્વરાજનું પ્રવચન સાંભળ્યું હોત, તો થોડુંક શીખવા મળત. તેઓ સૂંઠને ગાંગડે ‘ગાંધી’ નથી થયા, કારણ કે તેમની પાસે કદાચ સૂંઠનો ગાંગડો પણ નથી. તેઓ ભારત દેશમાં એવી રીતે રહે છે, જાણે આંગળીથી નખ વેગળા!

આપણી પ્રજાના ડી.એન.એ.માં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે, જે આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પ્રગટ થાય છે. પાલૉમેન્ટમાં બેઠેલા પ્રતિનિધિઓને માટે હલકા શબ્દો બોલાયા તે યોગ્ય થયું નથી. કૂવામાં હોય તેનાથી અધિક સ્વચ્છ પાણી હવાડામાં હોય એવું ક્યારેય બન્યું છે?

સાહિત્યકારો અને સાંસદોને જોડતી એક નબળી કડી કઇ? બંને વર્ગના લોકો ખૂબ લાંબું બોલવાનો રોગ ધરાવે છે. પ્રવચન અંગે મળેલા સૌથી નિખાલસ અભિપ્રાયને લોકો બગાસું કહે છે. શ્રોતાઓનાં બગાસાંની ધરાર અવગણના કરીને બોલ્યે રાખનાર સાહિત્યકારને કોઇ દયાહીન ન કહે તેથી શું! સામાન્ય રીતે માઇક્રોફોનની ઊંચાઇ વક્તાની ઊંચાઇ કરતાં સહેજ નીચી હોય છે.

સમયનો ખ્યાલ રાખ્યા વિના બોલનાર વક્તાની ઊંચાઇ માઇક્રોફોન કરતાંય ઓછી જાણવી. આવનારા ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદમાં જે વક્તા સમયભાન ચૂકીને બોલ્યે રાખે તેને બેઠકના અધ્યક્ષ નહીં ટોકે તો! એવું બને તો સંસદના અધ્યક્ષ કરતાં બેઠકના અધ્યક્ષ વધારે લાચાર ગણાય. સંસદ લોકતંત્રનું મંદિર છે. સાહિત્ય પરિષદ સરસ્વતીનું મંદિર છે.

૨૭મી ઓગસ્ટે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ટીવી પર નિહાળવાનું બન્યું. કદાચ એ દિવસે આખેઆખું પ્રબુદ્ધ ભારત ટીવી સામે બેસી ગયું હતું. બધી જ ચેનલો પર લોકસભા વત્તા રાજ્યસભા વત્તા અણ્ણા! પ્રણવ મુકરજીએ ચર્ચાની શરૂઆત કરી તેમાં ભારતીય લોકતંત્રની પરિપક્વતા પ્રગટ થઇ. લોકસભામાં સુષમા સ્વરાજનું વકતવ્ય જેટલું યાદગાર હતું એટલું જ અસરકારક હતું.

જેમનાં કપાળ પર પૂનમના ચાંદ જેવો ચાંલ્લો શોભે તેવી કેટલીક સન્નારીઓની યાદી: બ્રિન્દા કરાત, અરુણા રોય, મેધા પાટકર, સ્મૃતિ ઇરાની, અંબિકા સોની, માર્ગરેટ આલ્વા, વંદના શિવા, સુષમા સ્વરાજ, રેખા ગુપ્તા ઇત્યાદિ. મેધા પાટકરનો ચાંલ્લો નાનો હોય છે. રાષ્ટ્રપ્રમુખ પ્રતિભા પાટીલનો ચાંલ્લો પણ મોટો નથી હોતો. લોકશાહીને અખંડ સૌભાગ્યવતી રાખવાનો એક ઉપાય નારીશક્તિનું અભિવાદન કરવામાં રહેલો છે. જ્યાં સુધી સંસદમાં વિમેન્સ રિઝર્વેશન બિલ પસાર ન થાય, ત્યાં સુધી ભારતીય લોકતંત્ર લંગડું ગણાય. માઓ ઝેડોંગે કહેલું: ‘સ્ત્રીઓ અડધું આકાશ રોકે છે.’

અણ્ણાજીના ઉપવાસનો અંત આવ્યો ત્યારે મનમાં પ્રથમ વિચાર એ આવ્યો કે હવે તેઓ ભવિષ્યમાં આમરણ અનશન ન કરે તો સારું. આ હથિયાર વારંવાર ઉપયોગમાં લેવા જેવું નથી. (કૃષ્ણે સુદર્શન ચક્ર કેટલી વાર પ્રયોજેલું?) એને કારણે મુક્ત લોકતંત્રની નજાકત ક્ષીણ થાય છે. સત્તાભિમાનની સામે સેવાભિમાન ટકરાય એવી પરિસ્થિતિમાં બંને પક્ષે કેટલાંક ઉચ્ચારણો એવાં થયાં, જેને ગાંધીજી માન્ય ન રાખે. એકસાથે આટલા બધા કલાકો ટીવી સામે બેસવાનું થયું ન હતું. વિજ્યોત્સવ પૂરો થયો પછી જે વિચારો પજવી ગયા તે કંઇક આવા હતા:

‘રાહુલ (૨૬મી ઓગસ્ટે) કોઇએ તૈયાર કરી આપેલું પ્રવચન ‘વાંચી’ ગયા. બીજે દિવસે (તા. ૨૭મી ઓગસ્ટે) તેઓ સદનમાં સદંતર ગેરહાજર કેમ રહ્યા! એમણે સુષમા સ્વરાજનું પ્રવચન સાંભળ્યું હોત, તો થોડુંક શીખવા મળત. તેઓ સૂંઠને ગાંગડે ‘ગાંધી’ નથી થયા, કારણ કે તેમની પાસે કદાચ સૂંઠનો ગાંગડો પણ નથી. તેઓ ભારત દેશમાં એવી રીતે રહે છે, જાણે આંગળીથી નખ વેગળા! ‘રાહુલ કરતાં વરુણનું પ્રવચન વધારે અસરકારક હતું. જે કંઇ કહેવાયું તે દિલમાંથી ઊગેલું હતું, ઉછીનું લીધેલું ન હતું. એમાં નમ્રતા સાથે નિખાલસતા હતી.

‘સ્વામી અગ્નિવેશનું અસલ સ્વરૂપ પ્રગટ થયું. દિવસો પહેલાં મેં લખ્યું હતું: ‘અગ્નિવેશ માનીએ એટલા વિશ્વસનીય નથી, કારણ કે માઓવાદી હિંસા એમને ખટકતી નથી. તેઓ તટસ્થ કે નિષ્પક્ષ હોય જ એમ માની લેવામાં જોખમ છે.’ (‘ચિત્રલેખા’, ૧૩-૬-૨૦૧૧). તેઓ હવે ભગવો ગણવેશ ત્યજીને ટી શર્ટ અને પેન્ટ પહેરવાનું રાખે તો સારું! જોજો, હવે તેઓ ગુજરાત આવીને લોકાયુક્તના પ્રશ્ને પ્રવચન કરશે.

ભ્રષ્ટાચારની ચર્ચા થાય ત્યારે કેવળ રાજકારણીઓ પર જ પ્રહાર થાય તે બરાબર નથી. રાજ્યક્ષેત્ર ઉપરાંત ધર્મક્ષેત્ર, શિક્ષણક્ષેત્ર, મેડિકલક્ષેત્ર, બાંધકામક્ષેત્ર, ઉદ્યોગક્ષેત્ર, ન્યાયક્ષેત્ર, પોલીસક્ષેત્ર, લશ્કરક્ષેત્ર, દુકાનક્ષેત્ર, જકાતક્ષેત્ર, આવકવેરાક્ષેત્ર, કાયદાક્ષેત્ર, સેવાક્ષેત્ર (NGO), ઓફિસક્ષેત્ર અને વીમાક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચાર ખદબદતો રહે છે. કેટલાક કર્મશીલો આદર્શને નામે ભ્રષ્ટાચારમાં ડૂબેલા રહે છે.

આપણી પ્રજાના ડી.એન.એ.માં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે, જે આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પ્રગટ થાય છે. પાલૉમેન્ટમાં બેઠેલા પ્રતિનિધિઓને માટે હલકા શબ્દો બોલાયા તે યોગ્ય થયું નથી. કૂવામાં હોય તેનાથી અધિક સ્વચ્છ પાણી હવાડામાં હોય એવું ક્યારેય બન્યું છે? પોતાનો ગંદો ચહેરો અરીસામાં જોઇને કોઇ અરીસાની બદનક્ષી કરે તેવું થયું! સેવાભિમાન સેવકને ભોંયભેગો કરી નાખે છે.

‘વિલાસરાવ દેશમુખની ભૂમિકા સકારાત્મક રહી. અણ્ણાજીનું ‘મહારાષ્ટ્ર-કનેકશન’ શરૂઆતથી ઉપયોગમાં લેવાયું હોત, તો ઉપવાસ વહેલા સમેટાયા હોત. સંદીપ દીક્ષિતની ભૂમિકા પણ સકારાત્મક રહી. વડાપ્રધાનની ચેમ્બરમાં અડવાણીજી, સુષમા સ્વરાજ, અરુણ જેટલી, પ્રણવ મુકરજી અને શરદ યાદવ મળ્યા તેમાં પરિપકવ લોકતંત્ર પ્રગટ થયું. પ્રણવ મુકરજી લોકસભામાં બોલ્યા તેમાં સંતુલન હતું. વડાપ્રધાનનું વલણ પણ હકારાત્મક હતું. પરિણામે ઉપવાસનો અંત આવ્યો.

‘મીડિયાની ભૂમિકા ખૂબ જ સકારાત્મક રહી. આટલું કવરેજ કોઇ નેતાને નથી મળ્યું. જયપ્રકાશના દિવસોમાં ટીવી, ઇન્ટરનેટ અને સેલફોન ન હતાં. બોલિવૂડનો ટેકો પણ મળ્યો. નવી પેઢીએ ગાંધીટોપી પહેરીને દેખાવો કર્યા. એ પેઢી મોટી થશે અને ઘરડી થશે તોય ‘વંદેમાતરમ્’ કે ‘ભારત માતા કી જય’ જેવાં સૂત્રોની ગુંજ એમનાં કર્ણમૂળમાં સચવાશે. અણ્ણાજી નથી ગાંધીજી અને નથી જયપ્રકાશજી આમ છતાં આજે તો હાજર સ્ટોકમાં આટલો સ્વચ્છ અને પ્રાણવાન ગાંધીજન ક્યાંય નજરે પડતો નથી. તમે જોયું? ગાંધીજનો મૌન રહ્યા. તેઓ જ્યારે બોલવાનું હોય ત્યારે મૌન રહે છે અને મૌન જાળવવાનું હોય ત્યારે બોલતા રહે છે.

‘‘‘

એક વાતની નોંધ તમે લીધી? લોકસભાની ચર્ચાનું સમાપન કરતી વખતે પ્રણવદા ‘લોકપાલ બિલ’ની જગ્યાએ ભૂલથી ‘જનલોકપાલ બિલ’ બોલી ગયા! મનોવિજ્ઞાની ફ્રોઇડ આવી સહજ ભૂલને અર્ધજાગ્રત મનના વ્યાપાર સાથે જોડે છે. મનુષ્ય સહજપણે પ્રામાણિક હોય છે, પરંતુ સંસ્કારી બનવાની કૃત્રિમ ઝંખના એને અપ્રામાણિક બનાવી મૂકે છે. જાણીતો મનોવિજ્ઞાની એરિક બર્ન કહે છે:

આપણે જન્મથી જ
રાજકુંવર છીએ
અને સંસ્કારની પ્રક્રિયા
આપણને દેડકા બનાવી મૂકે છે!

લોકતંત્રની ઘંટી ધીમું દળે છે, પણ ઝીણું દળે છે. કેટલાક લોકો લોકતંત્રને ‘ફોકતંત્ર’ કહે છે, પરંતુ જૂની અંગ્રેજી ભાષામાં લોક માટે ‘ફોક’ (Folk) શબ્દ છે. નિષ્ફળ જણાતી લોકશાહી પણ સફળ જણાતી સરમુખત્યારશાહી કરતાં સારી હોય છે. તસ્મૈ લોકાત્મને નમ:!

(લખ્યા તા. ૩૦-૮-૨૦૧૧)

પાઘડીનો વળ છેડે
પાકિસ્તાનમાં વાતોનાં વડાં
કરનારા લોકો પણ અણ્ણા હજારેમાં
આમૂળ પરિવર્તન લાવવા માટેની
જે શક્યતા પડેલી છે,
તે વાતે ખાસા ઉત્સાહી રહ્યા છે.
ભ્રષ્ટાચાર તો અમારે માટે પણ
સમસ્યા છે જ, એ તો અમારી
સૌથી પહેલી સમસ્યા છે.
અમે લોકો હજારેના પ્રચંડ આંદોલનને
એક પ્રશંસનીય પ્રયત્ન તરીકે જોઇએ છીએ.
પરિણામે તમે જુઓ છો કે:
અમારાં અખબારોમાં પણ પ્રથમ પાને
ચળવળની માહિતી છપાતી રહી છે.- મોહંમદ મલિક

(પાકિસ્તાનના દૈનિક અખબાર ‘The News’ ના તંત્રી, ‘આઉટલૂક’, ૧૧-૮-૨૦૧૧-પાન-૩૯).

Advertisements

One thought on “કોનું પ્રવચન અસરકારક: રાહુલ,વરુણ,સુષમા કે પ્રણવ Divya Bhasker, 11-9-2011

  1. Rahul Gandhi haji politics shikhe 6, ane tamara “NETWORK’ na lekh vanchi ne maru evu anuman 6 k rahule ek saro evo chance gumavyo ek yuva leader tarike ubharava ma.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s