બાયપાસ સર્જરી એક અફલાતૂન અનુભૂતિ,Divya Bhasker,9-10-2011

 

 
 

બાયપાસ સર્જરીની શોધ ૬૦-૭૦ વર્ષો પહેલાં થઇ હોત તો કદાચ પંડિત નહેરુ બીજાં પંદર વર્ષ અને સરદાર પટેલ બીજાં દસ વર્ષ સુધી જીવતા રહ્યા હોત. લિન યુટાંગ ૧૯૭૬માં મૃત્યુ પામ્યો અને આઇન્સ્ટાઇન ૧૯૫૫માં મૃત્યુ પામ્યો. આઇન્સ્ટાઇનને બીજાં દસ વર્ષ મળે એટલે શું?

બાયપાસ સર્જરીની શોધ ૬૦-૭૦ વર્ષો પહેલાં થઇ હોત તો કદાચ પંડિત નહેરુ બીજાં પંદર વર્ષ અને સરદાર પટેલ બીજાં દસ વર્ષ સુધી જીવતા રહ્યા હોત. ફ્રાન્સનો જ્યાં પોલ સાર્ત્ર ૧૯૮૦માં મૃત્યુ પામ્યો તે કદાચ બીજાં દસ વર્ષ સુધી જીવતો રહી શક્યો હોત. ચીનનો મહાન ચિંતક લિન યુટાંગ ૧૯૭૬માં મૃત્યુ પામ્યો અને આઇન્સ્ટાઇન ૧૯૫૫માં મૃત્યુ પામ્યો. આઇન્સ્ટાઇનને બીજાં દસ વર્ષ મળે એટલે શું? બાયપાસ સર્જરીમાંથી પસાર થવું એ તો એક અફલાતૂન અનુભૂતિ છે. હૃદયની ગતિવિધિને સખણી રાખનારા ઉપકરણ પેસમેકરના શોધક વિલ્સન ગ્રેટ બેકનું અવસાન થોડાક જ દિવસો પર થયું. એ જ દિવસે ‘વિશ્વ હૃદય દિન’ની દુનિયામાં ઉજવણી થઇ રહી હતી. વૂડી એલન કહે છે:

એક દિવસ એવો આવશે,
જ્યારે મેડિકલ ટેક્નોલોજી
એટલી આગળ વધી ગઇ હશે
કે મરવાનું વૈકલ્પિક હશે!

હાર્ટ એટેક આવ્યો એટલે આ બંદા તો રાજામાંથી મહારાજા બની ગયા! ચંપલ કોઇ પહેરાવે, પાણી કોઇ પિવડાવે, કફનો ગળફો થૂંકદાનીમાં કોઇ ઝીલે, નાડું કોઇ બાંધી આપે, ખમીસનાં બટન કોઇ મારી આપે, દાઢી કોઇ કરી આપે, પેશાબ કોઇ કરાવડાવે, સંડાસ કોઇ કરાવડાવે, માથાના વાળ કોઇ ઓળી આપે, સ્પંજ કોઇ કરી આપે, પથારીમાંથી બેઠું કોઇ કરી આપે અને બેઠા પછી પાછું કોઇ સુવડાવી આપે! સેવા કરનારાં સૌ વંદનીય અને સેવા લેનાર દયનીય! આ જગતમાં મહારાજાથી વધારે લાચાર વ્યક્તિ જડવી મુશ્કેલ! ઓપરેશન થિયેટરમાં દાખલ થતાં પહેલાં મેં ડૉ. દર્શન બેંકરને એક વિનંતી કરી હતી કે હું જેવો દાખલ થાઉં ત્યારે લતા મંગેશકરને મધુર કંઠે ગવાયેલ ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય શરૂ થાય અને જનરલ એનેસ્થેસિયાને કારણે હું કોઇ રહસ્યમય વિરાટ અચેતનમાં સરી પડું તે પહેલાં એ અધ્યાયનો છેલ્લો શ્લોક પૂરો થાય.

બારમો અધ્યાય ગીતાનો એવો અધ્યાય છે, જેમાં કેવળ કૃષ્ણ જ બોલે છે. મારી આ વિનંતીનો સંપૂર્ણ સ્વીકાર થયો. અધ્યાય પૂરો થયો કે તરત હું બીઇંગમાંથી નોન-બીઇંગીમાં ક્યારે સરી ગયો તેની જરાય ખબર ન પડી. થોડેક અંશે આ એક દિવ્યાનુભૂતિ હતી. મૃત્યુની સંપૂર્ણ તૈયારી સાથે હું ઓપરેશન થિયેટરમાં દાખલ થયો હતો. એ ક્ષણે મારા મનનો ભાવ ‘કૃષ્ણં શરણં ગચ્છામિ’ જેવા ત્રણ શબ્દોમાં સ્થિર થયો હતો.

ડૉ. રાજેશ દેસાઇ ક્યારે મારી છાતીમાં કરુણામય ચીરા મૂકવા આવ્યા અને ગયા તેની ખબર ક્યાંથી પડે? જ્યારે જાગ્રત અવસ્થામાં પાછો આવ્યો ત્યારે થોડાક પરિચિત ચહેરા નજરે પડ્યા. જો હવે નવી રીતે જીવવાનું શરૂ ન થાય તો એ કૃષ્ણ સાથે થયેલો દગો જ ગણાય. હોસ્પિટલથી ઘરે પાછો આવ્યો ત્યારે મારાં પરિચિત વૃક્ષો, પર્ણો અને પુષ્પોએ મારું અભિવાદન કર્યું. હીંચકે બેઠો ત્યારે થયું કે નવજીવન પ્રાપ્ત થયું. વિશ્વના મહાન સર્જકે પોતાના પ્રતિનિધિ દ્વારા સર્જરી કરાવી. એ હતો મેડિકલ વિજ્ઞાનનો ચમત્કાર. જો મોબાઇલ ફોનની શોધ ન થઇ હોત તોય કદાચ હું બચ્યો ન હોત. ડૉ. કમલેશ ઉપાધ્યાયને રાતે એક વાગે ફોન કર્યો ત્યારે તેઓ તો સુરતના સર્કિટ હાઉસમાં હતા! એમણે તાબડતોબ ફોન કર્યા અને સ્વજનોને કહ્યું: ‘હાર્ટ એટેક ચાલુ છે.’ હોસ્પિટલ પહોંચ્યાં ત્યાં બધી જ તૈયાર થઇ ચૂકી હતી.

ઘરે આવ્યા પછી રાંદેરની પ્રાથમિક શાળામાં ભણવામાં આવેલી વસંતતિલકા છંદમાં રચાયેલી મધુવછરામ વહોરાની પંક્તિઓ વારંવાર યાદ આવી:

નિદ્રા મહીં નહીં હતું તનભાન જ્યારે,
જેણે જુઓ, પૂરણ રક્ષણ કીધું ત્યારે.

ઘરે આવ્યા પછી સ્વામી આનંદ વારંવાર યાદ આવ્યા. વર્ષો પહેલાં આદિ શંકરાચાર્યે ‘માયા’ અંગે ખૂબ જ ઊંડું ચિંતન જગતની સમક્ષ ધરી દીધું હતું. સદીઓ વીતી પછી સ્વામી આનંદે ‘માયા’ માટે માત્ર બે શબ્દો પ્રયોજ્યા: ‘કિરતારની કારભારણ’. ધીરે ધીરે તબિયત સુધરતી ગઇ ત્યારે કેટલાંક વાક્યો કાને પડવા લાગ્યાં: ‘આજે તો તેઓ દસ ડગલાં ચાલ્યા! આજે તો તેમણે પેશાબ જાતે કર્યો. ગુણવંતભાઇ, આજે તો તમે તાજામાજા લાગો છો. હવે તો તમારું હૃદય યુવાન થઇ ગયું છે અને એને બીજાં પંદર વર્ષ સુધી વાંધો નહીં આવે.’ માયામાં ડૂબેલા આ મિત્રોને ખબર નથી કે પરમેશ્વરે મૃત્યુ માટેના બીજા અનેક વિકલ્પો ખુલ્લા રાખ્યા છે!

દલાઇ લામાની વાત મને સાવ સાચી લાગે છે:
મંદિરો અને ગૂંચવાડા ભરેલી
ફિલસૂફીની મારે કોઇ જરૂર નથી.
મારું હૃદય અને મારું મગજ
એ બંને મારાં મંદિરો છે
અને કરુણા એ જ મારી
ફિલસૂફી છે

ધૂમકેતુની અમર વાર્તા ‘પોસ્ટ ઓફિસ’ના કોચમેન અલીડોસાની બાયપાસ સર્જરી થાય ત્યારે એવું કદી પણ ન બનો કે એની વહાલી દીકરી મરિયમ એની પથારીની પાસે ન હોય! ‘(લખ્યા તા. ૩ ઓક્ટોબર, ૨૦૧૧)

પાઘડીનો વળ છેડે

ખ્રિસ્તી મિનિસ્ટ્રીની ઓફિસમાં
પ્રવેશ્યા પછી
મારી એકમાત્ર ઇચ્છા એ છે કે:
હું અહીં એવું કશુંય
ન કરું, જેને માટે
મારું હૃદય સો ટકા રાજી ન હોય!
બસ, મારે આટલું જ કહેવું છે.
– રાલ્ફ વાલ્ડો ઇમર્સન

Advertisements

2 thoughts on “બાયપાસ સર્જરી એક અફલાતૂન અનુભૂતિ,Divya Bhasker,9-10-2011

 1. Hello,
  I am from Mumbai and was introduced to Shri Gunwantbhai’s books by a friend, just about a year ago. After reading, Krishnanu Jivan Sangeet and Ramayan, I have become a fan of his.
  I have plans to read as many of his books as possible.
  I wish him the best and a healthy long life ahead.
  Regards,
  Dilip Joshi

 2. Passing this is a very beautiful way of expressing some thoughts at a very special moment of LIFE to all My friends and contact list itself is expressing some amount of happiness and satisfaction about reborn/return of Aaddarniy Gunvantbhai with many fresh thoughts, messages and many more matters of sharing it self an expression of happiness of his well being as I think and share on this wonderful event. Even i feel his well being has provided NEW life to many many of his READERS, well wishers like Me who were on VENiTLATOR with the news. Ashwin Shah

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s