અણ્ણાના આંદોલનની ચાસણી કાચી કેમ રહી જાય છે?Divya Bhasker, 13-3-2011

અણ્ણા હજારે મૂળે લોકસેવકોના કુળના છે, પરંતુ એમની આસપાસ એક્ટિવિસ્ટો ભેગા થયા છે. એમાંના કેટલાક દ્વિતીય કે તૃતીય કે ચતુર્થ કક્ષાના કર્મશીલો પણ છે. પરિણામે અણ્ણાજીના અત્યંત જરૂરી એવા રાષ્ટ્રધર્મી આંદોલનની ચાસણી કાચી રહી જાય છે. આવું બને તે ઈચ્છનીય નથી તોય ક્ષમ્ય છે. એ ક્ષમ્ય છે કારણ કે અપરિહાર્ય છે.

અણ્ણા હજારે આ બાબતે અપવાદ શી રીતે હોઈ શકે? લાંબી તપશ્વર્યાને અંતે એમને જે સિદ્ધિ પ્રાપ્ત થઈ, તે ટીમ અણ્ણાના સાથીઓને દસ મહિનાના ગાળામાં અચાનક પ્રાપ્ત થઈ ગઈ! ‘સિંહણ કેરું દૂધ સિંહણ સૂતને જરે!’ તપશ્વર્યાનું કાળજું એક જ અને તે છે : સાધનશુદ્ધિ. આ બાબતે ગાંધીજી જેવી ચીકણાશ ક્યાંથી લાવવી?

લડત ગાંધીની હોય, વિનોબાની હોય, જયપ્રકાશની હોય કે અણ્ણા હજારેની હોય, પરંતુ એક સત્ય કાયમ રહે છે. પ્રથમ કક્ષાના નેતાની આસપાસ દ્વિતીય કક્ષાના અને દ્વિતીય કક્ષાના નેતાઓની આસપાસ તૃતીય કક્ષાના કાર્યકર્તાઓ જ (ઓરબિટિંગ ઇલેકટ્રોન્સની માફક) હરતાફરતા રહે છે. આવું બને તે સ્વાભાવિક છે. મહાત્મા ગાંધીની આસપાસ કદી પણ તમને મહાત્મા ગાંધીઓ જોવા નહીં મળે.

અણ્ણા હજારે આ બાબતે અપવાદ શી રીતે હોઈ શકે? લાંબી તપશ્વર્યાને અંતે એમને જે સિદ્ધિ પ્રાપ્ત થઈ, તે ટીમ અણ્ણાના સાથીઓને દસ મહિનાના ગાળામાં અચાનક પ્રાપ્ત થઈ ગઈ! ‘સિંહણ કેરું દૂધ સિંહણ સૂતને જરે!’ તપશ્વર્યાનું કાળજું એક જ અને તે છે : સાધનશુદ્ધિ. આ બાબતે ગાંધીજી જેવી ચીકણાશ ક્યાંથી લાવવી?

જો તમારા મનમાં એવો ભ્રમ હોય કે સરેરાશ રાજકારણી કરતાં સરેરાશ કર્મશીલ સાધનશુદ્ધિની બાબતે ચડિયાતો માણસ છે, તો એ ભ્રમને દરિયામાં પધરાવી દેજો. રાજકારણી પક્ષને નામે છેતરે છે અને કર્મશીલ આદર્શને નામે છેતરે છે. રાજકારણી પકડાઈ જાય છે, પણ કર્મશીલ ઝટ પકડાતો નથી. નર્મદા બચાઓ આંદોલન (NCA)નાં સૂત્રધાર મેધા પાટકર અણ્ણાજીની શોભામાં વધારો કરે તેમ નથી.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓએ એમના આંદોલન અંગે એવી સૂચના આપી કે : ‘ભવિષ્યમાં એ આંદોલન અંગે કોર્ટમાં કોઈ પણ કેસ રજૂ થાય ત્યારે સાવધાની અને કાળજી રાખવી… જે હકીકતો દસ્તાવેજમાં નોંધાઈ છે, તે પરથી એક ટાળી ન શકાય એવા નિર્ણય પર આવવું રહ્યું કે નર્મદા બચાઓ આંદોલન જવાબદારીના ભાન સાથે વત્ર્યું નથી.’ મેધા પાટકર અને તિસ્તા સેતલવાડને સત્ય પ્રત્યે કોઈ ખાસ મોહબ્બત ખરી? આ કોલમમાં એમને વિશે વિસ્તૃત છણાવટ થઈ ચૂકી છે. ગાંધી-વિનોબા યુગમાં કર્મશીલો લોકસેવકો તરીકે જાણીતા હતા. લગભગ બધા સેવકો ખાદીધારી હતા અને અસત્યથી ડરનારા હતા.

હવે જે એક્ટિવિસ્ટો છે એમને અસત્ય પ્રત્યે ઝાઝો છોછ નથી અને સાધનશુદ્ધિ પ્રત્યે ઝાઝો આદર નથી. ખાસ નોંધવાનું છે કે અણ્ણા હજારે મૂળે લોકસેવકોના કુળના છે, પરંતુ એમની આસપાસ એક્ટિવિસ્ટો ભેગા થયા છે. એમાંના કેટલાક દ્વિતીય કે તૃતીય કે ચતુર્થ કક્ષાના કર્મશીલો પણ છે. પરિણામે અણ્ણાજીના અત્યંત જરૂરી એવા રાષ્ટ્રધર્મી આંદોલનની ચાસણી કાચી રહી જાય છે. આવું બને તે ઇચ્છનીય નથી તોય ક્ષમ્ય છે. એ ક્ષમ્ય છે કારણ કે અપરિહાર્ય છે.

નેપોલિયનને એક વિચિત્ર ટેવ હતી. કટોકટની લડાઈ વખતે લશ્કરી જનરલ પસંદ કરતી વખતે એ પોતાના સાથીઓને પૂછતો: ‘મને ખબર છે કે એ જનરલ સારો છે, પરંતુ એ નસીબદાર છે કે?’ ટીમ અણ્ણાના સભ્યો નસીબદાર છે, પણ એટલા જ સારા ખરા? એ સૌને અણ્ણાજીને કારણે થોડાક જ વખતમાં જે અધધધ પબ્લિસિટી મળી તે અજીરણ પેદા કરનારી હતી. એમનાં કેટલાંક સ્ખલનો આખરે તો ચીભડાંની ચોરી જેવાં હતાં. એ ચોરીનું કદ સુરેશ કલમાડી, એ. રાજા, કનિમોઝી, યેદિયુરપ્પા કે કવોટ્રોચીની ચોરીની સરખામણીમાં કશુંય ન ગણાય. આમ છતાં શકુનિ દિગ્વિજય સિંહ તો બકવાસના નવા નવા વિક્રમો સ્થાપતા જ જાય છે.

શું તેઓ સોનિયા-રાહુલની સંમતિ વિના એમ કરી શકે? દિગ્વિજયનો એક બકવાસ કોંગ્રેસના ૨૫ લાખ મત ઘટાડનારો જણાય છે. ગમે તેટલા ડહોળાયેલા આજના ભારતીય રાજકારણમાં હજી પાંચ નામો એવાં છે, જેમના પર ‘અંગત સ્વાર્થ માટે’ આર્થિક ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ શકે તેમ નથી. એ પાંચ નામો છે: ડૉ. મનમોહન સિંઘ, લાલકૃષ્ણ અડવાણી, સંરક્ષણપ્રધાન એન્થની, નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી.

હવાલાકૌભાંડ વખતે અડવાણીનું નામ ઊછળ્યું કે તરત એમણે લોકસભાના સભ્યપદનું રાજીનામું આપીને જાહેર કર્યું હતું કે : જ્યાં સુધી પોતે નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી લોકસભાની ચૂંટણી નહીં લડે. આવું તો પોતાને બિનરાજકારણી કર્મશીલ ગણાવનારા લોકો પણ ક્યાં કરે છે? NGOમાં ઓછો ભ્રષ્ટાચાર નથી.

વર્ષો પહેલાં પ્રજા સમાજવાદી પાર્ટી (પી.એસ.પી.) માટે વારંવાર કહેવાતું કે એમાં જેટલા સભ્યો છે એટલા જ નેતા છે. કોઈ પણ પક્ષ કે આંદોલન એક પ્રાણવાન અને ચારિત્ર્યવાન નેતાના પ્રભાવના શ્રદ્ધાયુક્ત સ્વીકાર વિના સફળ થઈ શકે નહીં. સરદાર અને નહેરુ ક્યારેક ગાંધીજી સાથે અસંમત હોય તોય એમના આદેશનો સંપૂર્ણ આદર કરતા. ટીમ અણ્ણાની કોર કમિટી આવી મર્યાદા ન પાળે તો આંદોલનની ચાસણી કાચી રહી જશે.

કાળક્રમે ભારતના લોકોએ જોયું કે કહેવાતા સમાજવાદીઓ કોંગ્રેસીઓની સરખામણીમાં ઓછા પૈસાદાર રહ્યા ન હતા. અણ્ણાની વ્યક્તિગત વિશ્વસનીયતાનો જથ્થો બાકીના તમામ પક્ષના બધા રાજકારણીઓની વિશ્વસનીયતા કરતાં ઘણો મોટો છે. આ હકીકતમાં જ સામાન્ય નાગરિકોની આશા સલામત છે. મહિનાઓમાં થનારી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી વખતે અણ્ણાની ટીમની ખરી કસોટી થવાની છે.

એ વખતે વાણીનો સંયમ જળવાશે? હિસ્સારની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ખુલ્લા વિરોધની જરૂર હતી ખરી? અણ્ણાને મુખે ‘ચંડાલ ચોકડી’ જેવો શબ્દપ્રયોગ શોભે છે ખરો? એ શબ્દપ્રયોગમાં કહેવાતા ચંડાલનું અપમાન છે. ગમે તેવો ઘાતકી ગણાતો માણસ પણ એ ચાર જણા જેટલી નીચ કક્ષાએ ભ્રષ્ટ નથી હોતો. અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદીની વાણીમાં પણ અસંયમ પ્રગટ થતો જણાય છે. એમની પાસે અરુણા રોય જેવી પરિપક્વતા નથી. પરિણામે દિગ્વિજય સિંહને ગમે તેટલી નીચી કક્ષાએ ઊતરી જવાની છુટ મળી જાય છે. આ વિષચક્ર છે.

દિગ્વિજય કોઈ પણ હિસાબે અણ્ણાના વ્યાપક આંદોલનને આર.એસ.એસ.ના સમર્થન સાથે જોડી દેવા માગે છે. કાલે ઊઠીને ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ અણ્ણાના આંદોલન માટે ટેકો જાહેર કરે તો એમાં ખોટું શું? શું કેરાલામાં કોંગ્રેસ ગઠબંધન (UF) સરકાર મુસ્લિમ લીગના ટેકા પર ટકી રહી નથી? શું જયપ્રકાશના આંદોલનને આર.એસ.એસ.નો સોલિડ ટેકો ન હતો? આર.એસ.એસ.ના ઋષિતુલ્ય નેતા નાનાજી દેશમુખ એ ટેકાના સૂત્રધાર ન હતા? અણ્ણા કહે છે કે તેઓ કદી પ્રત્યક્ષ ભાગવતને મળ્યા પણ નથી.

જયપ્રકાશને પણ પ્રશ્ન પૂછવામાં આવેલો : ‘તમને આર.એસ.એસ.વાળા ટેકો આપે તે યોગ્ય છે?’ જયપ્રકાશજીનો જવાબ હતો : ‘શું કોઈ મારા આંદોલનને સ્વેચ્છાએ ટેકો આપવા માગે તેને હું ના પાડું?’ દિગ્વિજયને મારો એક પ્રશ્ન કોઈ પહોંચાડશે? સાંભળો : કોઈમ્બતૂરમાં વર્ષો પહેલાં અડવાણીજીના આગમન વખતે પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ થયેલો.

એ કાવતરાનો મુખ્ય સૂત્રધાર મદની જેલમાં હતો ત્યારે કેરાલાની વિધાનસભાએ સવૉનુમતે એ ગુંડાને જેલમુક્ત કરવા માટે ઠરાવ કર્યો હતો. તમારા વિકૃત સેકયુલરિઝમની આ કઈ બ્રાન્ડ છે? આ કટારમાં સંઘ પરિવારની કડવી આલોચના થઈ છે કારણ કે સંઘ એકવીસમી સદીમાં પ્રવેશવાનો જ ઇનકાર કરતો રહ્યો છે. આમ છતાં સંઘ કદાચ દેશની સૌથી મોટી સેવાસંસ્થા (NGO) છે. જો સંઘ અસ્પૃશ્ય હોય, તો (રાજકીય પક્ષ તરીકે) મુસ્લિમ લીગ હજારગણી અસ્પૃશ્ય છે. કોંગ્રેસની આ વોટબેંકીય નબળાઈ અક્ષમ્ય છે. રાહુલ આવી નબળાઈનું સંતાન છે.

એક સારા સમચાર છે. ભાજપશાસિત રાજ્ય ઉત્તરાખંડની વિધાનસભામાં અણ્ણાના સમર્થનવાળું જનલોકપાલ બિલ પસાર થવાનું છે. કદાચ આ ઈતિહાસનો પ્રારંભ છે. બધાં ભાજપશાસિત રાજ્યો ઉત્તરાખંડનું અનુસરણ કરે તો! અને છેલ્લે એક ખાસ વાત કરવી છે. આપણો આખો દેશ આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક ભ્રષ્ટાચારથી ખદબદે છે. ભ્રષ્ટાચાર કોઈ એક જ પક્ષનો ઇજારો નથી. એ સર્વપક્ષી અને સર્વધર્મી એવી દુર્ઘટના છે. અણ્ણાજી કેવળ કોંગ્રેસને ભાંડે એ યોગ્ય નથી.

(લખ્યા તા. ૩૧-૧૦-૨૦૧૧, સરદારજયંતી)

પાઘડીનો વળ છેડે

ભવિષ્ય એવા લોકોના હાથમાં છે,જેઓ આવનારી પેઢીને આશા રાખવા માટેનું કારણ આપી શકે.- દ શાડિeન

નોંધ : વિખ્યાત ફ્રેન્ચ દાર્શનિક દ શાર્ડિનનું શકવર્તી પુસ્તક ‘The Phenomenon of Man’ વાચકોએ વાંચવું રહ્યું.

Advertisements

One thought on “અણ્ણાના આંદોલનની ચાસણી કાચી કેમ રહી જાય છે?Divya Bhasker, 13-3-2011

  1. When Anna has called back his fast & other agitation programs, newspapers have given title – setback to Anna. It is not setback to Anna but setback to People of India. We should be grateful to Anna for compelling Government to bring Lokpal in Loksabha which was lingering since last 40 years. It may be weak but it can be amended & made stronger.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s