Gunvant Shah’s Grand Daughter Dr.Reejuta Panwala

૨૨ વર્ષની છોકરીએ લખી ‘સુરતી સ્ટાઇલ’માં નોવેલ

 

‘યુ, સન ઓફ અ બીચ!’ ‘રોમાન્સ, કેરીઝ અને રિસ્ટોરેશન’ નામની નોવેલના પહેલા ચેપ્ટરની આ પહેલી લાઇન છે. માત્ર ૨૨ વર્ષની સુરતી લેખિકા ડૉ. રિજુતા પાનવાલાએ સુરતી અંદાજમાં તેની પહેલી નોવેલ લખી છે. સુરતી એટલા માટે કહી શકાય કે તેના પહેલાં જ ચેપ્ટરમાં અપશબ્દોનો ઉપયોગ થયો છે. રિજુતા જાણીતા સાહિત્યકાર ગુણવંત શાહની દોહિત્રી છે.

પૂણેની ડેન્ટલ કોલેજમાં ભણવા ગયેલી રિજુતાને હોસ્ટેલ લાઇફના થયેલા અનુભવના આધારે તેણે પોતાની પહેલી નોવેલ લખી. સહજ, નિખાલસ અને સંસ્કારી રિજુતાએ ક્યારેય અપશબ્દ બોલ્યા નથી. પરંતુ પોતાની વાતોને વાસ્તવિકરીતે રજૂ કરવા માટે તેણે નોવેલના પહેલા જ શબ્દમાં અપશબ્દનો ઉપયોગ કર્યો છે. હાલ બરોડામાં ડેન્ટલની ઇન્ટર્નશિપ કરતી રિજુતા કહે છે, ‘સુરતમાં ભલે ગાળ બોલાતી હોય છે પરંતુ મેં ક્યારેય છોકરીઓને ગાળ બોલતાં નથી સાંભળી.

પણ હું જ્યારે પૂણે ભણવા ગઈ ત્યારે તો માહોલ તદ્ન અલગ, મેટ્રો સિટીમાં કેવું કલ્ચર હોય છે તે મેં ત્યાં જઈને જોયું. તેના પરથી મને નોવેલ લખવાનો વિચાર આવ્યો અને મારી મમ્મી સાથે વાત કરી અને પછી એક વર્ષ બાદ નોવેલ લખાઈ.’ પોતાની દીકરી નવલકથા લખે તો કોઈ પણ માને આનંદ થાય. મનીષા પાનવાલાએ કહ્યું કે જ્યારે તેણે મને તેની નવલકથાનું પહેલું ચેપ્ટર એડિટ કરવા આપ્યું ત્યારે તેની પહેલી લાઇન વાંચીને મને થયું કે હું તેને ખીજાઉં. પણ પછી થયું કે આ વાર્તા વાસ્તવિકતાની ઘણી નજીક છે. તે સમજીને પછી હું પણ તેની સાથે જોડાઈ ગઇ.

રોમાન્સ, કેરીઝ એન્ડ રિસ્ટોરેશન

સુરતી લેખિકાએ પહેલીવાર અંગ્રેજીમાં નવલકથા પ્રકાશિત કરી છે. આ નવલકથા સોનિયા નામની કોલેજિયન યુવતીની હિંમત વિશે છે. જેમ ચોકલેટ ખાવી બધાને ગમે, તેનાથી સડો પણ થાય છે અને પછી ડેન્ટિસ્ટ તે સડાને સિમેન્ટથી પૂરી દે છે. તેવી જ રીતે આ નવલકથાનું ટાઇટલ કહે છે રોમાન્સ, પ્રેમના મીઠા સ્વાદથી કેરીઝ એટલે કે સડો બેસી જાય છે. પણ જો દાંતનો સડો દૂર કરવામાં ન આવે તો તે બગડી જાય તેથી જીવનમાં રિસ્ટોરેશન એટલે સિમેન્ટ પૂરીને બ્રેક અપને ભૂલી જવામાં જ ભલાઇ છે તેવી એક નાનકડી લવસ્ટોરી છે.

તેને નાનપણથી જ સારૂં લખવાની ઝંખના હતી

તે નાની હતી ત્યારથી જ સારૂં લખવાની ઝંખના રાખતી હતી. જ્યારે તેણે પોતાની નોવેલ પબ્લીશ કરી ત્યારે મને તેણે કહ્યું કે દાદા હું લેખક બની ગઈ. તે જાણીને મને ઘણો આનંદ થયો હતો. આ નોવેલનો મેં પૂરેપૂરો અભ્યાસ કર્યો નથી જે નવલકથામાં બને ત્યાં સુધી અરૂચિકર શબ્દો ન આવવા જોઈએ. – ગુણવતં શાહ, જાણીતા સાહિત્યકાર

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s