ગુજરાતની નિંદા કરવાની ફેશન બની ગઇ છે! Divya Bhasker 18-3-2012

 

 
<!–

 

–>

ગુજરાત પ્રત્યે કેન્દ્ર સરકાર ખાર રાખીને ઓરમાયું અને વિરોધી વલણ રાખે છે તેમાં કોંગ્રેસ કલ્ચર પ્રગટ થતું જણાય છે. ૧૯૮૩માં આસામમાં નેલી પંથકમાં કોમી રમખાણો થયાં પછી કમિશન નિમાયું હતું અને અહેવાલ તૈયાર થયો હતો. એમાં લગભગ ૩૦૦૦ મુસલમાનોની હત્યા થઇ હતી. આજ સુધી એ અહેવાલ અભરાઇ પરથી નીચે ઊતર્યો નથી.

 

મારા તાબામાં હોય એટલી તટસ્થતા જાળવીને ગુજરાતની પ્રજાને થતા અન્યાયની વાત કરવી છે. ૨૦૦૨ના વર્ષ પછી એક એવો પવન શરૂ થયો, જેને કારણે ગુજરાતની નિંદા કરવામાં પ્રયોજાતી બૌદ્ધિક બદમાશી ફેશનમાં ફેરવાઇ ગઇ! આ વિધાન કડવું લાગ્યું? કદાચ આ લેખ પૂરો વાંચી લીધા પછી એ વિધાનમાં રહેલું સત્ય આપોઆપ સમજાઇ જશે. આ લખનારને કોંગ્રેસ કે ભાજપ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી.

ગુજરાતની અસ્મિતા પ્રત્યે અનંત પ્રેમ ખરો, પરંતુ એમાં ‘મરાઠી માનુષ’ સાથે જોડાયેલી સંકુચિતતાનો અંશ પણ નથી. ગાંધીજી, સરદાર અને મોરારજી દેસાઇ પ્રત્યે આદર ઘણો, પરંતુ તેઓ ગુજરાતી હતા તેથી નહીં. ગીતા-ઉપનિષદના નમ્ર વિદ્યાર્થી તરીકે એક વાત સમજમાં આવી છે: વિશાળતા જયજયકારને પાત્ર, પરંતુ સંકુચિતતા દરકિનાર! હા, વિશાળતામાં પણ ન્યાયબુદ્ધિ તો હોવી જ જોઇએ.

એક ઘટના બની. વર્ષ ૨૦૦૫ના ઓક્ટોબરની ૨૬મી તારીખે થાણેની પોલીસે હર્ષદ રાણે નામના ગુંડાને કહેવાતા ફેક એન્કાઉન્ટરમાં હણી નાખ્યો હતો. મહારાષ્ટ્રની પૃથ્વીરાજ ચવાણ સરકારે ૨૦૧૦ની ૧૦મી ઓગસ્ટે રાષ્ટ્રીય માનવ-અધિકાર પંચની ભલામણ ધરાર ફગાવી દીધી. પંચની ભલામણ એ હતી કે હર્ષદના પરિવારને રૂપિયા પાંચ લાખનું વળતર આપવામાં આવે. મહારાષ્ટ્ર સરકારે જવાબમાં જણાવ્યું કે હર્ષદ રીઢો ગુનેગાર (hardened criminal) હતો. માનવ-અધિકાર પંચે વળતો જવાબ આપ્યો કે એ ગુનેગાર હતો તેથી એના પરિવારને રાહત ન અપાય એ વાત વાજબી નથી.

મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવાણની ઓફિસે પંચને જણાવ્યું કે એન્કાઉન્ટર સાચું (genuine) હતું અને તેથી જો રાહતની રકમ ચૂકવવામાં આવે તો પોલીસના જોસ્સા (morale) પર અવળી અસર પડે. રાષ્ટ્રીય માનવ-અધિકાર પંચ (NHRC) મુંબઇની હાઇકોર્ટમાં ન્યાયની આશા સાથે કેસ માંડી શક્યું હોત, પરંતુ ૨૦૧૨ની ૧૧મી જાન્યુઆરીએ આખો કેસ સંકેલી લેવામાં આવ્યો.

ખાસ નોંધવા જેવી હકીકત એ છે કે મહારાષ્ટ્રની સરકારે કોઇ પણ એન્કાઉન્ટર અંગે જરૂરી એવી ન્યાયાધીશ તપાસ નથી કરાવી અને ફોરેન્સિક લેબોરેટરીમાં પણ કોઇ ટેસ્ટ નથી કરાવ્યા. આવું મુંબઇમાં બને તો ચાલે, પરંતુ તિસ્તા સેતલવાડને સતત ગુજરાતની જ ચિંતા! શું માનવ-અધિકારનું મૂલ્ય રાજ્યે રાજ્યે જુદું? આ વાત મુંબઇના અંગ્રેજી અખબાર ‘ફ્રીપ્રેસ જર્નલ’માં તા. ૧૪-૨-૨૦૧૨ને દિવસે પ્રગટ થઇ હતી.

અખબારમાં પ્રસિદ્ધ થયેલો એ રિપોર્ટ મને આદરણીય મુ. નગીનદાસ સંઘવીએ મોકલી આપ્યો હતો. માનવ-અધિકાર અંગેના બધા જ નોર્મ્સ શું કેવળ ગુજરાત માટે જ છે? મુંબઇના જોગેશ્વરીમાં બત્રીસ મુસલમાનોને ૧૯૯૩નાં તોફાનો દરમિયાન જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. અયોધ્યાની દુર્ઘટના પછીની કોમી હિંસામાં જે અત્યાચારો થયા તેની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી કૃષ્ણ કમિશનની નિમણુંક થઇ. કમિશનના વિસ્તૃત અહેવાલમાં નામ દઇને તોફાન કરાવનારા શિવસૈનિકો અંગે ગુનાનું સ્પષ્ટ આરોપણ થયું. વિલાસરાવ દેશમુખની કોંગ્રેસી સરકારે એ અહેવાલ અભરાઇ પર ચડાવી દીધો અને ગુનેગારોને સજા કરવાની શરૂઆત પણ ન કરી. બૌદ્ધિક બદમાશીનો બધો જ લાભ કેવળ ગુજરાતને જ શા માટે મળે છે? મહારાષ્ટ્ર સરકાર બાળ ઠાકરેથી બીક અનુભવે છે.

વર્ષ ૨૦૧૦ની ૧૭મી જુલાઇને દિવસે સ્વામી અગ્નિવેશે સીમા મુસ્તુફાને આપેલા ઇન્ટરવ્યૂમાં આંધ્રના માઓવાદી આઝાદની હત્યા અંગે વાતો કરી હતી. જુલાઇના પ્રારંભે આંધ્રની પોલીસે ફેક એન્કાઉન્ટરમાં એ હત્યા કરી હતી. આઝાદને નાગપુર રેલવે સ્ટેશનેથી હાઇજેક કરવામાં આવ્યો પછી જંગલમાં લઇ જવામાં આવ્યો હતો. એના મિત્ર હેમચંદ પાંડેને પણ સાથોસાથ પતાવી દેવામાં આવ્યો. પાંડે માઓવાદી ન હતો. આંધ્રની પોલીસે પોઇન્ટ-બ્લેંક અંતરેથી પત્રકાર પાંડેને ઠાર માર્યો હતો.

આંધ્રના કોંગ્રેસી ગૃહપ્રધાન કે મુખ્યપ્રધાન સામે એક વાક્ય પણ દેશના કહેવાતા કર્મશીલોએ લખ્યું નથી. તેઓ ગુજરાતની મેથી મારવામાં એટલા તો રમમાણ છે કે દેશના અન્ય પ્રદેશમાં થતાં ફેક એન્કાઉન્ટર્સ ફિક્કાં પડી જાય છે. આવાં બનાવટી એન્કાઉન્ટર્સ ગુજરાતમાં થયેલાં એન્કાઉન્ટર્સ કરતાં અનેકગણાં વધારે હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે. આંધ્રના તત્કાલીન મુખ્યપ્રધાનની ભૂમિકા અંગે સુપ્રીમ કોર્ટ તરફથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની નિમણુંક ક્યારે થશે? હત્યા માટે જવાબદાર હોય એવા આંધ્રપ્રદેશના કોઇ પોલીસ અધિકારી જેલમાં જશે ખરા? આંધ્રમાં આ અંગે તપાસ થશે તેવા વાવડ પણ નથી.

બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું તેમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ માર્યા ગયા તે ર્દશ્ય જોઇને સોનિયાજીની આંખમાં આંસુ ઊભરાયાં! એ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મોહનચંદ શર્મા પ્રત્યે સોનિયાજીને કોઇ સહાનુભૂતિ ન થઇ? શું સોનિયાજીનું અશ્રુજળ પણ કોમવાદી? પરિશુદ્ધ સેકયુલરિઝમ તો માનવકેન્દ્રી સંકલ્પના છે. રાજકારણીઓ તો રમત રમે, પરંતુ જેઓ સેક્યુલર કર્મશીલ હોય, તેમણે તો માનવતાવાદી અભિગમ જ અપનાવવો જોઇએ. એમને મન ગુજરાત શું કે આંધ્ર શું? જમ્મુ અને કાશ્મીરમાં આઝાદી પછી ૩૭૦ મંદિરો તૂટ્યાં છે અને એક જૈન દેરાસર ભોંયભેગું થયું.

સેકયુલર ગણાતા લોકોએ આવે વખતે ખોંખારો પણ નથી ખાધો! એમણે ગોધરાના સ્ટેશને ડબ્બામાં જીવતા બળી મરેલા ૫૮ માણસોને ‘ઇન્સાન’ હોવાનો દરજજો પણ આપ્યો ખરો? નાણાવટી કમિશનનો અહેવાલ (પૂવૉર્ધ) વાંચ્યા પછી કોઇપણ વિચારવંત માણસ એવું કદી ન કહે કે ડબ્બો અંદરથી સળગ્યો હતો. એવું કહેવું એમાં માનવતાનું ઘોર અપમાન છે અને ન્યાયની અવહેલના છે. શીલ વિનાની કર્મશીલતા એ સેવાક્ષેત્રનું કલંક છે. ગુજરાતની નિંદા કરવાની ફેશન પુરબહારમાં છે.

ગુજરાતમાં જનસંઘર્ષ મંચ ખૂબ ગાજે છે. હવે ‘જનસુમેળ મંચ’ ક્યારે રચાશે? ઘા પહોળો કરવાની જાણે હરીફાઇ ચાલે છે. ગુજરાતને થતા અન્યાયનો સૌથી મોટો ગેરલાભ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને થતો રહ્યો છે. ન્યાયશાસ્ત્રનો એક વણલખ્યો નિયમ છે કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ ગણવામાં આવે. આવો લાભ આતંકવાદીને મળ્યો છે, પરંતુ મોદીને નથી મળ્યો. આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી મર્યાદા જાળવવાનું વલણ ભલભલા બૌદ્ધિકોએ બતાવ્યું નથી.

હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જેની નિમણુંક થઇ હતી, એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના અધ્યક્ષ આર. કે. રાઘવન સામે કર્મશીલો બૂમાબૂમ કરી રહ્યા છે. શું રાઘવન મોદીના પિતરાઇ થાય છે? ગુજરાતનાં તોફાનો અંગે ન્યાયની પ્રક્રિયા હવે પૂરી થવાને આરે છે. નાણાવટી કમિશનનો અહેવાલ (ઉત્તરાર્ધ) પણ હવે ગમે તે દિવસે પ્રગટ થવાનો છે. મોદી જો દોષી સાબિત થાય, તો તેમને સજા થાય એ નક્કી છે. ત્યાં સુધી બકવાસને વિરામ ન આપી શકીએ? ન્યાયની પ્રક્રિયા પૂરી થાય ત્યારે બધું સ્પષ્ટ થવાનું જ છે.

ગુજરાત પ્રત્યે કેન્દ્ર સરકાર ખાર રાખીને ઓરમાયું અને વિરોધી વલણ રાખે છે તેમાં કોંગ્રેસ કલ્ચર પ્રગટ થતું જણાય છે. ૧૯૮૩માં આસામમાં નેલી પંથકમાં કોમી રમખાણો થયાં પછી કમિશન નિમાયું હતું અને અહેવાલ તૈયાર થયો હતો. એમાં લગભગ ૩૦૦૦ મુસલમાનોની હત્યા થઇ હતી. આજ સુધી એ અહેવાલ અભરાઇ પરથી નીચે ઊતર્યો નથી. આવું જ કોંગ્રેસપ્રેરિત હુલ્લડો મુરાદાબાદ અને ભાગલપુરમાં થયાં ત્યારે બન્યું હતું. ૧૯૮૪માં શીખ લોકોની કતલ થઇ તે પછી જો ન્યાયની પ્રક્રિયા યોગ્ય માર્ગે ચાલી હોત, તો રાજીવ ગાંધી આજે જીવતા હોત!

શીખ લોકોની કતલ કોંગ્રેસી હિન્દુઓ દ્વારા થઇ ત્યારે રાજીવ સરકારે દિલ્હીમાં હળવો લાઠીચાર્જ પણ થવા દીધો ન હતો. આવી ભૂલ બદલ જો કોર્ટ દ્વારા રાજીવ ગાંધી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોત, તો તેઓને આજીવન કારાવાસની સજા થઇ હોત અને એમની હત્યા ન થઇ હોત. કોઇ કર્મશીલે રાજીવ ગાંધીને હત્યારા કે હિટલર કહ્યા ખરા? ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણોમાં પોલીસ ફાયરિંગમાં ૨૧૮ માણસો મર્યા હતા અને તેમાં મોટાભાગના હિન્દુઓ હતા. તર્ક અને ન્યાય જેવી કોઇ ચીજ કર્મશીલોને પજવે ખરી? તર્ક અને ન્યાય સ્વભાવે સેકયુલર હોય છે.

માનવ-ઈતિહાસમાં ક્યારેય એવી આગ નથી લાગી, જે હોલવાઇ ન હોય. ગુજરાતના ઘા ધીરે ધીરે રુઝાઇ રહ્યા છે. ન્યાય ન્યાયનું કામ જરૂર કરશે. વારંવાર ઘા પહોળા કરીને પોતાનો રોટલો શેકી લેવાની તમન્ના રાખનારા કેટલાક લોકોને ગુજરાત હવે ઓળખી ચૂક્યું છે. એમના મોદીદ્વેષને ગુજરાતદ્વેષમાં ફેરવી નાખવાની જરૂર નથી.

(લખ્યા તા. ૨૯-૨-૨૦૧૨, મોરારજીભાઇની વર્ષગાંઠ)

પાઘડીનો વળ છેડે

ગુજરાત માટે કોઇ સારું બોલે,તો કેટલાકને ખાવાનું પચતું નથી.- મોરારિબાપુ

(‘નિરીક્ષક’, ૧૬-૫-૨૦૧૧)

નોંધ: ગાંધીનગરની રામકથામાં બોલાયેલા શબ્દો.

Advertisements

16 thoughts on “ગુજરાતની નિંદા કરવાની ફેશન બની ગઇ છે! Divya Bhasker 18-3-2012

 1. I am a big fan of development and firm governance with an objective of development of India – including all societies and classes of Indian’s – Hindus, Muslims, Christians and all other religions. Despite all accusations by the media and Congress party, I also believe that its is the Congress party that is playing divisive politics in India and the Modi government has concentrated on the development of state and the country and maintaining law and order so that ALL sections of the state can benefit and rise to the best of their ability. I will sincerely appreciate if this article by Shri Gunvant Shah is available in English by anyone; I am studying Gujarati but am not fluent enough to be able to read it and understand all the context. Thank you in advance. Bhavesh

 2. ગુજરાતની નિંદા કરવાની ફેશન બની ગઇ છે! આ લેખ લખવા બદલ ધન્યવાદ!!!!!!!!!

 3. As long as Hindi media is not challenged Gujarati media this type of things will go on.Gujarat needs strong media in Gujarati as well as in Hindi(but in Gujarati Lipi)

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

 4. Gunvantbhai na aa vicharo kharekhar hakikat aadharit chhe. Aa vishe a ghanivar alag alag platform par vacha aape chhe. Aa mate ek Gujarati tarike garva thai chhe. Jo k a reply dwara Gunvantbhai thodi tatshta dakhve to saru avu sucha karvanu man thay chhe. Ane aa mate niche na vishay par potana abhyaspurna lekho aape avi vinanti chhe:
  (1) Vidhansabha ma virodhpaksh nu galu ghotine neta ne suspend karvu ketlu vajbi kehvay? Vidhansabha ma muddo uthavvo a guno chhe?
  (2) Porn clip jota vidhansabhyo mate adhyaksh na bevada dhoran mate aap shu kaho chho?
  (3) Mansa ma Congi na vijay sarghas par police bal na upyog-durupyog a tanashahi kehvay k kem? Vijay sarghas mate manjuri levi jaruri chhe? BJP to chhashvare sabha sarghas kadhe chhe tyare manjuri levati hashe?
  (4) Dhandan yojna ma BJPna karyakaro taporigiri kari ne ughranu karechhe ana vishe aap mahiti melvasho to tamne lagshe k gundagiri shu modisaheb na aashirvad thi j chalti hashe? (aa jat anubhav chhe)
  (4) Gujarat ma bhrstachar j rite chale chhe athi sharam thi mathu juki jay chhe. Collector thi mandi ne darek levele top sudhi bhrastachar thay chhe ani chhanbi kari ne ek eye opener nu kam aap karsho?
  (5) Udhyopatio ne sasti jmain ane kharkhar jaruriyatmand loko mate ketli hadmari chhe a to Kutchh na Banni, Mahiva n aNirma Project vage dakhal tamari same chhe.
  (6) Modi na Sadbhavna upvas vakhte kinnakhori rakhine Congress ne jagya j na male ana mate tantra ne kame lagadvani tanashai vishe thodu sanshodan kari ne lakhjo.
  (7) Hu kai Congi no chahak nathi ne mane y khabar chhe k kagda badhe j kala chhe pan jyare tame Modi vishe ek tarfi lakhta ho ane karmshilo ni tika karo chho to tamara jeva pratisthit, ganmanya, lokpriya lekhak pase aavi tatsthta ni apeksha rakhi ne jaldi thi aava vishayo par Divya Bhaskar ane Chitralekha ma lakhsho to gamshe.
  Aabhar.

  • Dear Irwinbhai,
   hakikat satya ni behenpani gayan. hakikat kadi atathsht n hoi sake. jo e khoti reete apvama avi n hoi.

   Gunvant Shah

 5. આદરણીય શ્રી ગુણવંતભાઈ, ગુજરાતની લાગણીને સાચા દિલથી રજુ કરી,ખુબ ખુબ ધન્યવાદ, જયસીયારામ

 6. respected sir,

  i always read ur articles in divya bhaskar and chitralekha. whenever i read any article of u , tat really inspire me and give a view to look at life wth different and possitve way. u r very straight talker and very clear what u wish to express and i really admire u, sir. today gujarati letreture is just going to die and i think cuz of u and some to the good writers its alive. i really wish to share many things with u but next tiime more and regularly. thank u very much for ur all articles and books which inspire and give possitve view to all.

 7. Respected Gunvant shahji,

  your article is really an eye opener, Gujarat has suffered a lot in last decade on the basis of so called “Secularism”, Human rights commission and Tista’s NGO always marketing wrong secularism incidents across the world, And yes you are saying right that now its become a fashion to blame Gujarat.

 8. Respected Sir
  I read the article very late my father Forwarded it to me in My Email
  i am impressed with this BOLD but FACT ,
  specially your starting of articel with ” ગાંધીજી, સરદાર અને મોરારજી દેસાઇ પ્રત્યે આદર ઘણો, પરંતુ તેઓ ગુજરાતી હતા તેથી નહીં.”
  i live in Vallabhvidhyanagar and near to Karamsad, and i had liked Sardar for the same reason as of yours
  your above article reminds me of a Dialogue of Movie ” LAGERAHO MUNNABHAI”
  “DESH TOH APADO THAI GAYO PAN AA DESHVASI APADA NA THAI SAKYA”

 9. I strongly feel that such biased behaviour towards Gujarat state by the central government is all due for Mr. Narendra Modi as he can be a potential candidate for Prime Minister of India. Gujarat CM is the only leader who has brought development on a larger scale in a particular state for a many years. Is such result provided by any other state’s CM?
  I know that you are not in favour of a particular person and you like to speak about the injustice towards a state. Please keep writing such articles and let people understand the facts or motives behind their rubbish politics. Thank you

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s