‘બાળકોમાં સંસ્કાર એટલે પિતાનું બ્લૂચિપ રોકાણ’ GUNVANT SHAH IN SURAT, 22-7-2012

http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-gunvant-shahs-new-book-launch-3557503.html?prev=y&img=&seq=3&imgname=#photo_bm

ભૂતપૂર્વ ઇન્કમ ટેક્સ ઓફિસરના ૮૫માં જન્મોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, ચિંતક ગુણવંત શાહે ‘પિતા હોવું એ જેવી તેવી વાત નથી’ વિષય પર પોતાના વિચારો રજુ કર્યા, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતીઓ ઉપસ્થિત રહ્યા
-‘શ્વાસોમાં વિશ્વાસનું નામ : પપ્પા’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું -દુનિયાની સૌથી મોટી જો કોઈ યુનિવર્સિટી હોય તો તે ડાઇનિંગ ટેબલ છે

ઘરડાઘર બનતાં હોય છે ત્યારે કોઈ માતાપિતાની લાકડી તૂટી જતી હોય છે. આ સ્થિતિમાં પિતાના ૮૫માં વર્ષોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે તો એ ચોક્કસ જ સારા સંસ્કારની મિસાલ બની જાય છે. સિટીના ભૂતપૂર્વ ઇન્કમટેક્સ ઓફિસર શાંતિલાલ દલાલના ૮૫માં જન્મોત્સવની રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાતના જાણીતા ચિંતક ગુણવંત શાહના હસ્તે ‘શ્વાસોમાં વિશ્વાસનું નામ : પપ્પા’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ‘પિતા હોવું એ જેવી તેવી વાત નથી’ વિષય પર વકતવ્ય આપતાં ગુણવંત શાહે સુરતી અંદાજમાં કહ્યું હતું કે, ‘કળીયુગમાં બ્લૂચિપમાં રોકાણ કરવું જોઈએ. જેથી રોકાણ વ્યર્થ ન થાય. એક પિતાનું બ્લૂચિપમાં રોકાણ એટલે બાળકોમાં સંસ્કાર. માતાપિતા માટે સૌથી મોટી સજા જો કોઈ હોય તો તે અવિવેકી સંતાન છે. જો કોઈ માતાપિતાને અવિવેકી સંતાન મળે તો તેઓ આખી જિંદગી તેની સજા ભોગવતા રહે.’

સંસ્કારો એવું નથી કે કોઈ કલાસરૂમમાં જ મળે. સારા મેગેઝિન્સ અને ન્યૂઝપેપર્સના વાંચન પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે, ‘જેમ અનાજ ભરવાની અને અથાણા બનાવવાની સિઝન આવતી હોય છે તેમ લવાજમ ભરવાની સિઝન જે ઘરમાં આવતી હોય છે ત્યાં સારા સંસ્કારોનું સિંચન થતું રહેતું હોય છે. દરેક માતાપિતાએ ઉદારતા રાખીને બને તેટલાં મેગેઝિન અને ન્યૂઝપેપર પણ મગાવવા જોઈએ. એમાંથી જ બાળક સારા સંસ્કારોનું ગ્રહણ કરશે. આ બધુ વાચીને બાળકો અને માતાપિતા જે ચર્ચાઓ કરે છે તેમાંથી બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય છે. દુનિયાની સૌથી મોટી જો કોઈ યુનિવર્સિટી હોય તો તે ડાઇનિંગ ટેબલ છે.’

પિતાના જન્મદિનની ઉજવણી મંચ પર કરવાના રિવાજની સુવાસ માણવા મોટી સંખ્યામાં સુરતીઓ આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ..દક્ષેશ ઠાકરે અતિથિ વિશેષ તરીકે હાજર રહીને પિતા અને પૂત્ર અંગેના નાજુક સંબંધોની વ્યાખ્યા આપી હતી. આ કાર્યક્રમમાં આવેલા સૌકોઈ પિતા અને સંતાનોના સંબંધોની વાત સાંભળી ઇમોશનલ થઈ ગયા હતા. કાર્યક્રમમાંથી નીકળતા સમયે તેઓ પોતાની સાથે લાગણીઓ લઈ ગયા હતા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s