બહાદુર મહિલા પત્રકાર તવલીન સિંઘના ‘દરબાર’માં Divya Bhasker, 24-2-2013

કોઇ પક્ષ કે રાજકીય નેતા જેને ઉપકારોનો ઢગલો ઠાલવીને ખરીદી ન શકે એવી કલમની તાકાત પુસ્તકને પાને પાને પ્રગટ થતી રહે છે. દેશમાં દાયકાઓ સુધી બોગસ સેક્યુલરિઝમ ચાલ્યું તેને પરિણામે બોગસ હિંદુત્વ અને બોગસ મુસલમાનત્વ પેદા થયું. ફેશન તરીકે ફાટફાટ થતી બૌદ્ધિક બદમાશીને કારણે માનવતાકેન્દ્રી મમાં પ્રદૂષણ પેઠું. તવલીન સિંઘ જેવા ગણ્યાગાંઠ્યા પત્રકારો માંડ બચી ગયા !

આજે ભારતમાં કેવળ બે જ પ્રકારના મનુષ્યો જીવે છે : એક છે નરેન્દ્ર મોદીની તરફેણ કરનારા અને બીજા છે એમનો વિરોધ કરનારા. કોઇની આંધળી તરફેણ કરવા માટે અક્કલના ઓથમીર બનવું પડે અને કોઇનો આંધળો વિરોધ કરવા માટે પોતાની બુદ્ધિ ગીરવી મૂકવી પડે. આજથી પાંચ – સાત વર્ષ પર નરેન્દ્ર મોદી માટે બે સારાં વાક્યો લખવામાં જબરી નિર્ભયતાની જરૂર પડતી. આજે એવું નથી રહ્યું. એ જ રીતે ચાર – પાંચ વર્ષ પર રાહુલ ગાંધીની ટીકા કરવા માટે બહાદુરીની જરૂર પડતી. આજે એવું નથી રહ્યું. દિલ્હીના કેટલાક તેજસ્વી પત્રકારો હવે નિર્ભયપણે સાચી વાત કહેતા થયા છે. બહાદુર અને સેક્યુલર મહિલા પત્રકાર તવલીન સિંઘની વાત જરા જુદી છે. એમનું પુસ્તક ‘DURBAR’ (Hachett India, રૂ. ૫૯૯) સૌ સમજુ નાગરિકોએ વાંચવા જેવું છે. એક પત્રકારનું આત્મવૃત્તાંત કોઇ નવલકથા કરતાંય વધારે રસપૂર્ણ છે.

ત્રણ મહિલા પત્રકારોનાં લખાણ વાંચવાની એક પણ તક હું ગુમાવતો નથી : (૧) તવલીન સિંઘ (૨) સબા નકવી અને (૩) પાકિસ્તાની પત્રકાર મરિઆના બાબર. ત્રણે પત્રકારો કોઇની સાડાબારી ન રાખે. ત્રણે બિનહિંદુ અને ત્રણે સો ટચનાં સેક્યુલર ! યુવાન વયે તવલીન પાકિસ્તાની યુવાનના પ્રેમમાં પડી. યુવાનનું નામ સલમાન તાસીર. પાછળથી એ યુવાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)માં સક્રિય બન્યો અને બેનઝીર ભુટ્ટોનો માનીતો બન્યો. યાદ છે ? ખ્રિસ્તી મહિલા એસિયા બીબીને પયગંબરની બદનક્ષી કરવાના બોગસ આક્ષેપ બદલ ફાંસીની સજા ફરમાવવામાં આવી ત્યારે પંજાબના ગવર્નર સલમાન તાસીરે એસિયાની વહાર તાણી તેથી અંગરક્ષકે જ સલમાનની હત્યા કરી. આવા બહાદુર સલમાનની (ભૂતપૂર્વ) પત્ની તવલીનનો બેટો આતશિ તાસીર લંડનમાં મોટો થયો. વર્ષો પછી એ અબ્બાજાન સાથે રહેવા પાકિસ્તાન ગયો, પણ ત્યાં એને ન ફાવ્યું.

પોતાના અનુભવને આધારે હોનહાર લેખક એવા આતિશે પુસ્તક લખ્યું ‘Stranger to History: A Son’s Journey Through Islamic Land.’ તવલીન સિંઘ જે લખે તે સ્પષ્ટપણે લખે છે. એ રાજીવ અને સોનિયાના પરિચયમાં આવી. દિલ્હીમાં લંચ અને ડિનર પાર્ટીઓમાં પાઇલટ રાજીવ ગાંધી અને પત્ની સોનિયા સાથે વાતો થતી રહી. ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી તે પહેલાં શું બન્યું, કટોકટી દરમિયાન શું બન્યું અને કટોકટી પછી શું બન્યું તેનો રસપ્રદ ઈતિહાસ તટસ્થ પત્રકારની કલમે આ પુસ્તકમાં સચવાયો છે.

કોઇ પક્ષ કે રાજકીય નેતા જેને ઉપકારોનો ઢગલો ઠાલવીને ખરીદી ન શકે એવી કલમની તાકાત પુસ્તકને પાને પાને પ્રગટ થતી રહે છે. દેશમાં દાયકાઓ સુધી બોગસ સેક્યુલરિઝમ ચાલ્યું તેને પરિણામે બોગસ હિંદુત્વ અને બોગસ મુસલમાનત્વ પેદા થયું. ફેશન તરીકે ફાટફાટ થતી બૌદ્ધિક બદમાશીને કારણે માનવતાકેન્દ્રી સેક્યુલરિઝમમાં પ્રદૂષણ પેઠું. તવલીન સિંઘ જેવા ગણ્યાગાંઠ્યા પત્રકારો માંડ બચી ગયા ! પુસ્તકમાં વાંચવા મળતી થોડીક વાતો હવે સાંભળો:

– ઇન્દિરા ગાંધીની હત્યા થઇ પછી શીખોની કતલ થઇ તે સંદર્ભે રાજીવ ગાંધીએ કહ્યું : ‘જ્યારે મોટું ઝાડ પડે ત્યારે ધરતી ધ્રૂજે છે.’ અટલબિહારી વાજપેયીએ આવી સંવેદનહીન ટિપ્પણી સાંભળી ત્યારે આવો પ્રતિભાવ આપ્યો. ‘રાજીવ તો બાળક છે. એને ખ્યાલ નથી કે જ્યારે ધરતી ધ્રૂજે ત્યારે જ ઝાડ પડે છે.’ (પાન-૧૯૩).

– રાજીવની હત્યા થઇ ત્યારે (ઇન્દિરાજીની હત્યા બાદ થયેલી શીખોની કત્લેઆમ માટે બદનામ થયેલા) ‘ઠગ’ એચ. કે. એલ. ભગત ટોળા સાથે ૧૦ જનપથ પર પહોંચ્યા. ટોળું સૂત્રોચ્ચાર કરતું હતું ‘ખૂન કા બદલા ખૂન સે લેંગે.’ એક જુથે તો કહ્યું : ‘આ વખતે તો ભારતમાં એક પણ શીખ જીવતો રહેવા નહીં પામે.’ (પાન-૫)

– વસુંધરા રાજેનાં અને માધવરાવ સિંધિયાનાં માતા ગ્વાલિયરનાં મહારાણી જનસંઘ તરફથી ઇન્દિરા ગાંધી સામે રાયબરેલીમાં ચૂંટણી લડી રહ્યાં હતાં. મહારાણી પ્રસન્નતાથી અને અડગ હિંમતથી ભરેલાં હતાં. કટોકટી વખતે એમને તિહાર જેલમાં ફાંસીની સજા પામેલા કેદીઓની કોટડીમાં રાખવામાં આવ્યાં હતાં. પુત્ર માધવરાવ કોંગ્રેસમાં જોડાઇ ગયો હતો.(પાન-૧૦૯-૧૧૦).

– ‘નસીબના કોઇ વળાંકને કારણે ૧૯૭૭માં જો અટલબિહારી વાજપેયી વિદેશમંત્રીને બદલે ભારતના વડાપ્રધાન બન્યા હોત, તો આધુનિક ભારતનો ઈતિહાસ જુદો હોત.’તવલીન સિંઘે આ વિધાન કર્યુંઁ છે. (પાન-૮૮).
– શીખ મહિલા હોવા છતાં તવલીને જાનને જોખમમાં મૂકીને ભિંદરાનવાલેના અત્યાચારો સામે લેખ લખ્યો હતો : ‘Why I Am Ashamed to be Sikh?’ ભિંદરાનવાલે બોલ્યા : ‘તું નસીબદાર છે કે તું સ્ત્રી છે, બાકી…’ (પાના-૧૫૮-૧૫૯).

– સોનિયા-રાજીવની સૌથી નજીક હતાં : ઇટાલીનાં શ્રી અને શ્રીમતી કવોટ્રોચી. (પાન-૨૩૫)
– સંજય ગાંધી પોતાના નાના વિમાનમાં સફદરજંગ એરપોર્ટ પરથી સવારે ઊડ્યા અને વિમાન તૂટી પડ્યું. એ વિમાનમાં માધવરાવ સિંધિયા સાથે જ હોત, પરંતુ એ મોડા પડ્યા તેથી બચી ગયા ! વર્ષો પછી તેઓ પણ વિમાની અકસ્માતમાં જ મર્યા. (પાન-૧૨૬)

– સોનિયાનું શોપિંગ ? અધધધ ! (પાન-૨૩૫)
– રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં ‘ધાર્મિક રાજકારણ’ ખેલવાનું રાખ્યું. પરિણામે અયોધ્યામાં મસ્જિદ ધરાશયી થઇ એટલું જ નહીં, પરંતુ હજારો નિર્દોષ માણસો મર્યા. મુસ્લિમ પર્સનલ લો અંગે જે છુટ આપી ત્યારબાદ રાજીવના મહામૂર્ખ સલાહકારોએ રામમંદિરનો શિલાન્યાસ કરવાનું સૂચવ્યું. લોકોને સમજાયું કે વડાપ્રધાન રાજીવને પોતે શું કરે છે તેની ગતાગમ નથી. (પાન-૨૫૧).

– સમાજવાદી ગણાતા ચંદ્રશેખરે બલિયામાં ભવ્ય મંદિર બંધાવ્યું તેમાં ઘણો ખર્ચ કર્યો હતો અને હોસ્પિટલનું બાંધકામ અધૂરું રહી ગયું ! (પાન-૨૧૩)

વંશપરંપરાગત (ડાયનેસ્ટિક) રાજકારણનો દોર રાજ્યોમાં પણ શરૂ થઇ ગયો. અનેક ઉદાહરણો ટાંકીને પુસ્તકને અંતે તવલીન લખે છે : ‘જો ઇન્દિરા ગાંધીએ દાખલો બેસાડ્યો હોત, તો આવું બનત ખરું ? મને લાગે છે કે ન બન્યું હોત. તેથી જ રાજીવ ગાંધીની આ કહાણી ઘણું મહત્વ ધારણ કરનારી છે. રાજીવની સાથે સાથે જ આવું બધું શરૂ થઇ ગયું. (પાન-૩૧૨).

ગાંધી પરિવારના શ્રદ્ધાળુ ભક્તોએ આ પુસ્તક વાંચવાનું ટાળવું રહ્યું.‘

પાઘડીનો વળ છેડે

સોનિયાને રાજકારણમાં બિલકુલ રસ ન હતો.
એક ડિનર પાર્ટી પછી
રાજીવ અને સોનિયા મને મારા ઘરે
છોડવા માટે આવ્યાં ત્યારે સોનિયાએ
જે કહ્યું તે સિવાય રાજકારણ અંગે એણે
કોઇ ટિપ્પણી કરી હોય તેવું મને યાદ નથી.
મેં સોનિયાને પૂછ્યું :
કોઇ દિવસ એનાં બાળકો રાજકારણમાં
પ્રવેશે એ વાત એને ગમે ખરી ?
સોનિયાએ જવાબમાં કહ્યું :
‘રાજકારણમાં પ્રવેશે તેના કરતાં તો
મારાં બાળકો મહોલ્લામાં ભીખ માગે
તે હું પસંદ કરું ? (પાન-૧૦૨)
તવલીન સિંઘ

Advertisements

One thought on “બહાદુર મહિલા પત્રકાર તવલીન સિંઘના ‘દરબાર’માં Divya Bhasker, 24-2-2013

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s