વીર નર્મદની પ્રિય ઋતુમાં મેઘદૂત મહોત્સવ? Divya Bhasker

 વીર નર્મદની આ પ્રિય ઋતુમાં કોઇ ખાસ યાદ આવી જાય તેવી ભીની ઘટના બને તો તેમાં ક્યાંય પાપ નથી. પાપ તો પોતાના નિવાસ માટે કાયમ કોઇ દંભી ઉપદેશકનું ઘર પસંદ કરતું હોય છે. આકાશમાંથી જ્યારે અમૃતનો નાયેગ્રા વરસી રહ્યો હોય, ત્યારે જે મેઘદૂત મહોત્સવ રચાય તેની આગળ સિન્થેટિક યૌવનના ઉન્માદને જગાડનારી વાયેગ્રા તુચ્છ છે. ખરો રોમાન્સ ખૂટે છે તેથી વાયેગ્રા લેવી પડે છે. આવા બબૂચકો આગળ તો વર્ષાની જલધારા પણ લાચાર

 

 

 

સે ક્સ માણવું એ માનવજાતની સૌથી જૂની ટેવ છે. પ્રેમની આકાંક્ષા માનવજાતની સૌથી જૂની ઝંખના છે. ખીચડી રંધાઇ જાય એટલું પૂરતું નથી. એ ધીમે તાપે સીઝવી જોઇએ. સાચા પ્રેમની અનુભૂતિ પામ્યા વિના કોઇ મનુષ્ય અંદરથી ર્નોમલ થઇ શકતો નથી. પ‌શ્ચિ‌મના ચિંતકોએ સાચા પ્રેમના સંકેતરૂપે ત્રણ શબ્દો આપ્યા: કેરિંગ, શેરિંગ અને સફરિંગ. આ ત્રણે શબ્દો માનવજાતને મળેલા અત્યંત પવિત્ર શબ્દો છે. ૧૯૯૮ના વર્ષમાં રાજકોટ જવાનું બન્યું ત્યારે એક નાગર કન્યાએ પ્રશ્ન પૂછ્યો હતો: ‘પાર્ટનરની પસંદગીની પ્રક્રિયા વડીલોના સહકારથી દાબદબાણ વિના ચાલી રહી છે, ત્યારે કઇ બાબતની કાળજી રાખવી?’ આ પ્રશ્ન આજે પણ લાખો યુવક-યુવતીઓને પજવે છે. મને જે જવાબ તત્કાળ જડયો તે આવો હતો: ‘સૌથી પહેલી બાબત એ કે તે યુવાન તારા પર લટ્ટ હોવો જોઇએ અને તું એના પર આફરીન હોવી જોઇએ. આ શરત થોડી સ્થૂળ જણાય તોય જરૂરી છે. બીજી બધી વિગતો પછી ભલે મહત્ત્વની હોય.’

વ્યક્તિના દર્દની ટાઇટેનિક ગમે તેટલી ભવ્ય હોય તોય ક્યારેક બરફના ખડક સાથે અથડાઇને ખતમ થતી હોય છે. અણગમતા પાર્ટનર સાથે આખું જીવન વેંઢારવાની મજબૂરીનું બીજું નામ ‘જનમટીપ’ છે. નવી પેઢી આવી સજા માટે તૈયાર નથી. રંગે રૂડી અને રૂપે પૂરી એવી કન્યા કોઇ શેરબ્રોકરને પનારે પડી. બંનેને જોડે એવો એક પણ સેતુ લગ્નજીવનમાં હાજર ન હતો. પતિ એ તેજસ્વી યુવતી કરતાં પૂરાં વીસ વર્ષ મોટો દેખાય. સોફામાં છાણનો પોદળો બેઠો હોય તેવો ઘરડો જણાતો પતિ મોટામસ પેટને કારણે જોવો ન ગમે તોય નિરુપદ્રવી ઘણો પત્નીને પૈસાની કોઇ જ ચિંતા નહીં બંને વચ્ચે કોઇ પણ પ્રકારનું ‘રસઐક્ય’ નહીં તેથી ફ્રેન્ડ સર્કલ સાથે પાનાં રમવાનું ચાલ્યા કરે. મૂર્તિ‌મંત કજોડું જીવનભર નભી ગયું આવી સ્ત્રીને કોઇ મુક્ત વિધવાની અદેખાઇ ન આવે? સંસાર બડો વિચિત્ર છે. કોઇ અખંડ સૌભાગ્યવતી ન માણે એવું શૈયાસુખ રૂપાળી વિધવાએ માણ્યું છે. જનમટીપ ભોગવતી લાખો વ્યક્તિઓનાં મૂંગાં ડૂસકાં સમાજને નથી સંભળાતાં.

ક્યાંક કુદરતી આફત સર્જા‍ય ત્યારે દયા બતાવવા માટે પડાપડી થાય છે, પરંતુ જીવન આખું નંદવાય ત્યારે કોઇની કરુણા ન જાગે. જનમટીપ રોકડી અને મુક્તિ ઉધાર આકાશમાંથી ધોધમાર અમૃતવર્ષા થતી હોય ત્યારે જેને કોઇની યાદ ન સતાવે તે વ્યક્તિ ક્યાં તો મહાત્મા હોય કે પછી દંભી હોય. યુવાન કોઇ યુવતી પર લટ્ટ હોય તો શું બની શકે? પોતાની પ્રિયતમાના આખા શરીરે કોઢના ડાઘા છવાઇ જાય તોય એ યુવકનો પ્રેમ કાયમ રહે ખરો? લટ્ટ હોવાનું માનીએ તેટલું સસ્તું નથી. પોતાનો પ્રિયતમ અકસ્માતમાં ઘવાય અને હાથ, પગ કે આંખ ગુમાવી બેસે તોય એના પર લટ્ટ હોય એવી યુવતીનો પ્રેમ ટકી જાય ખરો? પ્રિયજનનું દુ:ખ પોતાનું દુ:ખ બની રહે તેવી વૃત્તિમાં પરિશુદ્ધ પ્રેમનો પગરવ સંભળાય છે. સાચા પ્રેમમાં થોડીક અધીરાઇ, થોડીક ઘેલછા અને થોડુંક સાહસ ભળે જ છે. ઠાવકાઇ તો રોમાન્સની સાવકી માતા છે. આ વાત ન સમજાય તો ‘ટાઇટેનિક’ ફિલ્મ અચૂક જોવી. એ ફિલ્મ જોઇ ત્યારે મને શ્રીમદ્ ભાગવતનો દશમસ્કંધ વાંચતો હોઉં એવી ભીનાશ પ્રાપ્ત થયેલી. એ ફિલ્મમાં મૃત્યુ અને અમૃત વચ્ચેની દિવ્ય ટક્કર છે. એમાં રોમાન્સ છે, સાહસ છે અને બિનસલામતીની કવિતા છે. યુવાનની વ્યાખ્યા શી?

જેની પાસે ખિસકોલીની સ્ફૂર્તિ‌ હોય,
હરણનું ચાપલ્ય હોય,
સુભાષ બોઝ જેવી સાહસપ્રીતિ હોય,
નેહરુ જેવી રોમેન્ટિક ઊર્મિ‌શીલતા હોય,
અને કૃષ્ણ જેવી સ્મિતવર્ષા હોય,
તેવી વ્યક્તિ ગમે તે ઉંમરની હોય,
તોય ‘યુવાન’ ગણાય.
જે આળસુ અને પ્રમાદી હોય તે વૃદ્ધ છે.
જે ચેતનથી છલોછલ છે
તે ‘યુવાન’ છે.

વીર નર્મદની આ પ્રિય ઋતુમાં કોઇ ખાસ યાદ આવી જાય તેવી ભીની ઘટના બને તો તેમાં ક્યાંય પાપ નથી. પાપ તો પોતાના નિવાસ માટે કાયમ કોઇ દંભી ઉપદેશકનું ઘર પસંદ કરતું હોય છે. આકાશમાંથી જ્યારે અમૃતનો નાયેગ્રા વરસી રહ્યો હોય, ત્યારે જે મેઘદૂત મહોત્સવ રચાય તેની આગળ સિન્થેટિક યૌવનના ઉન્માદને જગાડનારી વાયેગ્રા તુચ્છ છે. ખરો રોમાન્સ ખૂટે છે તેથી વાયેગ્રા લેવી પડે છે. આવા બબૂચકો આગળ તો વર્ષાની જલધારા પણ લાચાર સેક્સ અસહજ બને અને વિવેકશૂન્ય બને તેમાં જ બલાત્કારની દુગ્ર્‍ાંધ રહેલી હોય છે.

બલાત્કાર થતા રહે અને દિવસે દિવસે વધતા જ રહે એવી સામાજિક પરિસ્થિતિ કાયમ રાખીને આપણે વાઝણી ચર્ચાનો સ્વાદ માણતાં રહીએ છીએ. ઘેર કોઇ અજાણ્યો પ્લમ્બર રીપેરકામ માટે આવે છે. એ પોતાની વાતચીતમાં ઘરની અજાણી સ્ત્રીને માસી કે આન્ટી કહીને કામ શરૂ કરે છે. પરાયી સ્ત્રીને બહેન, માસી, આન્ટી, મા કે માસી કહેવામાં જે કલ્ચર પ્રગટ થાય તે મૂલ્યવાન છે. ફિલ્મી અર્ધનગ્નતા બીજે જ દિવસથી ફેશન બનીને છવાઇ જાય છે. રાતે જાગવાનું અને દિવસે ઊંઘવાનું વધતું જાય છે. જે કશુંક અકુદરતી હોય તે ફેશન તરીકે પંકાય છે. મનનો સિન્થેટિક ઉશ્કેરાટ વધે તેવું વાચન વધી રહ્યું છે. મહાકવિ કાલિદાસે કામદેવ માટે એક મૌલિક શબ્દ પ્રયોજ્યો છે: ‘અનર્થપંડિત:.’ કામદેવ જ્યારે કામદાનવ બની જાય ત્યારે ક્યાંક બલાત્કાર થતો હોય છે.

આ કામવાસના પ્રકૃતિદત્ત છે અને તેથી પવિત્ર છે. અગ્નિ પવિત્ર છે, પરંતુ એને કારણે ફળિયામાં આગ લાગી શકે છે. અિગ્નનો ત્યાગ ન થાય, પરંતુ એની સાથે વિવેકપૂર્વક કામ લેવું પડે. કામાગ્નિનું પણ એવું જ ગોવર્ધનરામ ત્રિપાઠીએ મૈથુન માટે ‘હૃદયદાન’ શબ્દ પ્રયોજ્યો હતો. એમણે બે પ્રેમીઓ વચ્ચે ‘રસઐક્ય’ હોય તેવી મૌલિક હિ‌માયત કરી હતી. સ્ત્રી દુ:ખી હોય ત્યારે એની આંખમાં આંસુ છલકાય છે. પુરુષ બિચારો રડી ન શકે ત્યારે ચશ્માંના કાચ લૂછીને ફરીથી ચશ્માં પહેરી લેતો હોય છે. અગ્નિની સાક્ષીએ સદીઓથી કજોડાં સર્જા‍તાં રહ્યાં છે. પ્રસન્ન યુગલ વિશ્વશાંતિ માટેની સૌથી મોટી ગેરંટી છે. વરસાદ હજી ચાલુ જ છે’

– પાઘડીનો વળ છેડે

હે મનુષ્યો હું સત્ય કહું છું,
પક્ષપાતથી નથી કહેતો.
અને સાતેય લોકમાં
આ એક હકીકત છે કે
વિશાલ નિતમ્બવાળી સુંદરીના કરતાં
બીજું કાંઇ મનોહર નથી
અને તેના કરતાં
બીજું કાંઇ દુ:ખરૂપ પણ નથી.

– ભર્તુહરિ ‘શૃંગારશતક’ અનુવાદ: મનસુખલાલ સાવલિયા

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s