કમનસીબ માણસોના વિરાટ મ્યુઝિયમ જેવી દુનિયા Divya Bhasker, 8-9-2013

કમનસીબીના મૂળમાં રહેલી વિચારશૂન્યતા આપણા સમાજને સદી ગઇ છે. કમનસીબી કેવા કેવા ખેલ રચે છે? ગરીબ માણસને કકડીને ભૂખ લાગે છે, પરંતુ એની પાસે પૂરતું ખાવાનું નથી. બીજી બાજુ સુખી માણસના ડાઇનિંગ ટેબલ પર પકવાન પિરસાય છે, પરંતુ ડાયાબિટીઝ નામનો દુર્યોધન તેને પકવાન ખાવા દેતો નથી.

 

 

આ પણી આ એકની એક પૃથ્વી પર રમતા-ભમતા-જમતા-જણતા સાતેક અબજ જેટલા માણસોમાં બહુમતી કોની, નસીબદાર માણસોની કે કમનસીબ માણસોની? આપણને ગમે કે ન ગમે, પરંતુ કમનસીબ માણસો ભારે બહુમતીમાં છે. આ હકીકત સાબિત કરવા માટે કોઇ સંશોધનની જરૂર નથી. સમુદ્રનું પાણી ખારું છે એવું સાબિત કરવા માટે કોઇ ઇન્કવાયરી કમિશન નીમવાનું જરૂરી ખરું? જીવનનાં ઘણાં વર્ષો વેડફી માર્યા બાદ હું એવા આખરી નિષ્કર્ષ પર આવ્યો છું કે આપણી આ દુનિયા કમનસીબ માણસોના વિરાટ મ્યુઝિયમ જેવી છે.

મીઠા જળના સરોવરને કિનારે બેઠેલો માણસ તરસે મરે તો તે માણસ કમનસીબ ગણાય. ઘરના ફ્રીજમાં મીઠાઇના ડબ્બા ભર્યા હોય, પરંતુ ડાયાબિટીઝ હોય એવો માણસ એ મીઠાઇ ઝાપટી ન શકે. ડાયાબિટીઝ એક એવો રોગ છે, જે દુર્યોધનનાં ઘણાં લક્ષણો ધરાવે છે. એ એક એવી આપત્તિ છે, જે બીજી અનેક આપત્તિઓને આમંત્રણ આપે છે. ડાયાબિટીઝને પૈસાદાર માણસો પર ત્રાટકવાનું વધારે ગમે છે. ગરીબ કિસાનો અને મજૂરોને ત્યાં જવાનું એને નથી ગમતું. ડાયાબિટીઝ માણસના મૈથુનાનંદ પર પણ જબરી તરાપ મારે છે.

ડાયાબિટીઝનો દર્દી મહાત્મા નથી હોતો અને સંયમી પણ નથી હોતો, પરંતુ એની સાથે એકાંતમાં બેઠેલી રૂપવતી યુવતી પણ લગભગ સલામત હોય છે. આ પૃથ્વી પર થતા બલાત્કારોની સંખ્યા ઘટાડવાનો એક સચોટ ઉપાય પુરુષોમાં ડાયાબિટીઝનો ફેલાવો કરવામાં રહેલો છે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી આવું નકારાત્મક વલણ સર્વથા અયોગ્ય છે. પૃથ્વી પર પ્રાણવાયુ જ ન હોય તો આગ લાગવાનું જોખમ ટળી જાય એવી વાહિ‌યાત વાત કરવાનો શો અર્થ? હવે સ્ટેમસેલ્સ થેરપી દ્વારા ડાયાબિટીઝ મટે એ દિવસ બહુ દૂર નથી. કળિયુગની નિંદા કરશો નહીં.

પરાક્રમવાદી સમાજનું નિર્મણ કરવાને બદલે આપણે નસીબવાદી સમાજ રચી બેઠાં. ર્નોવેમાં ઓસ્લો મહાનગરથી થોડેક દૂર ૨૦૦-૩૦૦ વર્ષ પહેલાંનાં ઘર પ્રવાસીઓને બતાવવામાં આવે છે. ભયંકર ઠંડીથી બચવા માટે ઘરની રચનામાં જ કેટલીક કરામતો જોવા મળે છે. ઘરનો ખાટલો સોલિડ ટિમ્બરનો, પણ લાકડાનાં પાટિયાંની ગોઠવણી એવી કે ટાઢ ઓછી વાગે. એ જૂના ગામમાં લાકડાનાં પાટિયાં અને ભારોટિયાંમાંથી તૈયાર થયેલું ‘ગ્રામોદ્યોગી’ ચર્ચ જાળવી રાખવામાં આવ્યું છે. ઘણા દેશોમાં ઘણાં દેવળો જોયાં, પરંતુ આવું સરળ દેવળ બીજું જોયું નથી. આપણે અિગ્નના અનંત ઉપકારો યાદ કરીને પ્રાર્થના કરી: ‘ઇદમ્ અગ્નયે ઇદમ્ ન મમ.’ પ‌શ્ચિ‌મે અગ્નિની પૂજા ન કરી, પરંતુ અગ્નિને કારણે પેદા થયેલી વરાળમાંથી સ્ટીમ એન્જિન બનાવ્યું. બધો તફાવત આ વાતે પડી ગયો

કમનસીબીના મૂળમાં રહેલી વિચારશૂન્યતા આપણા સમાજને સદી ગઇ છે. એક અમદાવાદી મિત્ર પાસે પાંચસાત પેઢી સુધી ન ખૂટે એટલા પૈસા છે. એ મિત્રની મનોવૃત્તિમાં જ ગરીબીનો મુકામ છે. એ મિત્રનું જીવનધ્યેય એક જ છે: ‘સગવડ જતી કરીને કંજૂસાઇપૂર્વક જીવવું અને બેંક-બેલેન્સ વધારવું.’ આવી માનસિક બીમારીને કારણે એ મિત્ર પારકા માટે ઘસાઇ છૂટવાના આનંદથી વંચિત રહી જાય છે. પતિ-પત્નીને જોડતો વિચારસેતુ એક જ અને તે છે હઠપૂર્વક પૈસા બચાવીને જીવવાની જડતા એક સમાજવાદી મિત્ર અપરિણીત હતા. જીવનભર તેમણે છતે પૈસે ગરીબીની માવજત કરી. એમનો હાથ ગજવામાં જાય પછી પૈસા લીધા વિના જ પાછો આવતો. મિત્ર સાથે પચીસ વખત ઓટોરિક્ષામાં બેસે, પરંતુ એક પણ વખત પૈસા ન ચૂકવે. બધા પૈસા તેમના તેમ મૂકીને તેઓ ખાલી હાથે ગયા

કમનસીબી કેવા કેવા ખેલ રચે છે? ગરીબ માણસને કકડીને ભૂખ લાગે છે, પરંતુ એની પાસે પૂરતું ખાવાનું નથી. બીજી બાજુ સુખી માણસના ડાઇનિંગ ટેબલ પર પકવાન પિરસાય છે, પરંતુ ડાયાબિટીઝ નામનો દુર્યોધન તેને પકવાન ખાવા દેતો નથી. એરકન્ડિશન્ડ બેડરૂમમાં ઊંઘ ન આવે ત્યાં સુધી પડખાં ઘસનાર આદમી ભાગ્યે જ ગરીબ હોય છે. ડોક્ટર એને વારંવાર કહે છે: ‘સુખલાલભાઇ રોજ થોડુંક ચાલવાનું રાખો.’ સુખલાલભાઇ કેલરી ગણે કે પૈસા? તેઓ બ્લડસુગર માપે કે આવકવેરો? તેઓ દાન આપે તેમાં પણ આવકવેરામાંથી રાહત પામવાનો હેતુ હોય છે. કોઇ માને કે ન માને, દુ:ખી ધનવાનોની સંખ્યા દેશમાં ઓછી નથી. માણસ જો રૂપિયાની નોટને નાક પાસે લઇ જાય તો જરૂર એમાંથી વછૂટતી સુગંધ કે દુગ્ર્‍ાંધનો અનુભવ થશે. પૈસો કમાવો સહેલો છે, પૈસો પચાવવો મુશ્કેલ છે. દેશમાં આવા ન પચેલા પૈસાનો કોલાહલ ઓછો નથી હોતો.

ઘણી સદીઓ દરમિયાન માણસે ઘોડા પર સવારી કરી. ઘોડાયુગ પૂરો થવા આવ્યો ત્યાં સ્કૂટર યુગ શરૂ થયો. આ બે યુગો વચ્ચે રહેલો એક મોટો તફાવત નોંધવા જેવો છે. ઘોડેસવાર પુરુષની પાછળ સ્ત્રી બેઠી હોય એવી ઘટના ગેરહાજર હતી. આજના સ્કૂટર યુગમાં આગલી કે પાછલી સીટ પર સ્ત્રી જોવા મળે છે. સ્ત્રી-પુરુષ સહજીવનની ખિલવણીમાં બે પૈડાંની મોટરબાઇકનો ફાળો ઓછો નથી. આવા મનોહર યુગમાં પણ પતિ પોતાની પત્નીને તાબામાં રાખે કે પત્ની પોતાના પતિને ગુલામ રાખે એ કેવું કમનસીબ શું માણસે દુ:ખી થવાની હઠ તો નથી પકડીને? જે ઘરમાં ગુલામી હોય ત્યાં સુખ ક્યાંથી? પ્રત્યેક સજોડું સુખનું સરોવર પાંચસો ચોરસફૂટના ફ્લેટમાં જાળવીને એને કિનારે કિલ્લોલ કરી શકે છે. આવું સરોવર સદંતર ગેરહાજર હોય એવા વિશાળ મકાનને ક્યારેક બંગલો કહેવામાં આવે છે.

કોલેજિયન મિત્રો પોતાની બાઇક પર બેસે ત્યારે જો ઘોડાનું સ્મરણ કરે, તો ગતિ વધશે અને વળી દિશા પણ જળવાશે. દિશાવિહીન ગતિ એટલે જ અકસ્માત કમનસીબ માતાપિતા પાછલી ઉંમરે છતે પૈસે સંતાનોની અવગણના પામે છે. આવી અવગણનાથી બચવું હોય તો લગ્ન પછી નાનકડા ફ્લેટમાં વિચારોનું વૃંદાવન ઉછેરવું પડશે. એવા તો કેટલાય કમનસીબ બિઝનેસમેનો છે જેમનો નફો વધે તેમ સંસ્કાર નથી વધતા. આવું બને ત્યારે પતન રોકડું જાણવું. જે પૈસાદાર પોતાને કવિ કે કળાકાર કરતાંય મોટો સમજે તેને ત્યાં પગ મૂકવાનું ટાળવું એ કવિ કે કળાકારનો વૈભવ ગણાય. આપણા ઘરે આકાશમાંથી ટપકી પડેલાં દિવ્ય સંતાનોને સારા સારા વિચાર પહોંચાડવા એ જ ઘરડાંઘરમાં ન જવાની ગેરંટી ગણાય. વિચારસમૃદ્ધિ વિનાની ભૌતિક સમૃદ્ધિ પ્રજાળે છે, પરિતોષ નથી આપતી. રૂપાળી કમનસીબીથી સાવધાન’

પાઘડીનો વળ છેડે

કાળ કાંઇ દંડો લઇને
કોઇનું માથું ફોડતો નથી.
કાળનું બળ એટલું જ છે
કે તે મનુષ્યની બુદ્ધિ ફેરવી નાખે છે.
હે સંજય
એ દ્રૌપદીના દુ:ખભર્યાં નેત્રોની
એક દૃષ્ટિથી પણ પૃથ્વી
બળીને ભસ્મ થઇ શકે છે,
તો પછી શું મારા પુત્રો
હવે બચી શકશે?
– ધૃતરાષ્ટ્ર

નોંધ: મહાભારત (સભાપર્વ, અધ્યાય ૭૨, શ્લોક ૧૧ અને ૧૮)માં દ્રૌપદીના વસ્ત્રહરણ પછી અંધ ધૃતરાષ્ટ્રને લાધેલું શાણપણ. કમનસીબ પિતા

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s