પૈસા વિના પણ એશ્વર્ય માણી શકે તે કવિ : ડો. ગુણવંત શાહ

 

GUNVANT SHAH AWARDED 2789_khalil

કવિ ખલીલ ધનતેજવીના સન્માન સમારંભમાં કથાકાર પૂ.મોરારી બાપુ પણ ઉપસ્થિત રહયા
સર સયાજીરાવ નગર ગૃહ ખાતે અમૃત મહોત્સવ સમિતી દ્વારા આયોજિત સમારંભમાં ખલીલ ધનતેજવીનું સન્માન પૂ. મોરારિ બાપુના હસ્તે કરાયું હતુ. કાર્યક્રમના પ્રમુખ સ્થાને જાણીતા કટાર લેખક અને ચિંતક ગુણવંત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે આશિર્વચન આપતા પૂ.મોરારિ બાપુએ જણાવ્યું હતું કે ‘ ખલીલ ધનતેજવી સાહેબનો અમૃતમહોત્સવ ‘વડોદરું’ ઉજવે અને તેના સન્માનમાં મને બોલાવે તે મારા માટે પણ રાજીપાની વાત છે.મારા અંગત મંતવ્ય મુજબ એક કવિમાં સાત પ્રતિભાઓ હોવી જોઈએ તમામ કવિઓમાં આ પ્રતિભા હોય તે જરૂરી નથી પરંતુ મારા માટે કવિ ખલીલ ધનતેજવી એટલે સરળ, સબળ, સજલ, સદળ ખુમારી અને ખુદારીવાળા અને સકલ આ સાતેય પ્રતિભા કવિ ખલીલ ધનતેજવીમાં છે.’

સમારંભના પ્રમુખ સ્થાનેથી ડો. ગુણવંત શાહે જણાવ્યું હતું કે ‘ કવિ વિશે એક પશ્વિમી વિચારકે લખ્યું હતું કે જે માણસને પાણીના ગ્લાસને જોઈને નશો ચઢે છે તે કવિ છે. કવિથી મોટું કોઈ પદ કે હોદ્દો હોતો નથી. કવિ પાસે તેની સરળતા અહંકારશૂન્યતા હોય છે. પૈસા ન હોય તો પણ એશ્વર્ય માણી શકે તે કવિ. કવિને પોતાના એકાંતની રક્ષા કરવાનો અધિકાર છે. હું અવાર નવાર મારા કાર્યક્રમોમાં મંચ પરથી એક વાત કહુ છું કે કોઈ પણ નગરી સંસ્કારી નગરી ત્યારે કહેવાય જ્યારે તે નગરના મેયરની સ્મશાન યાત્રા કરતા કવિની સ્મશાન યાત્રામાં વધારે માણસો હોય.’ કાર્યક્રમના અંતે કવિ ડો રઈશ મણિયાર, ડો રશીદ મીર અને ચીનુ મોદી તેમજ મીનલ પટેલનો કાવ્ય પઠન કાર્યક્રમ યોજાયો હતો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s