GUNVANT SHAH’S HEART ATTACK SECOND ANNIVERSARY

આજથી બરાબર બે વર્ષ પેહલા આજ દિવસે આપણાં બધાનાં લાડકા ગુણવંત શાહને heart attack આવ્યો .
વાચકોના પ્રેમ અને ઈશ્વર ની મહેરથી બધું સમું સુતરું પાર ઉતાર્યું ત્યારે મૃગાંકે લખેલી કવિતા અહી પ્રસ્તુત કરું છું:

તમારું સ્વાગત છે
ખુદાએ સ્વીકાર કરેલી અમારી ઈબાદત છે,
તમે હેમખેમ પાછા ફર્યાની સૌને ઘણી રાહત છે,
એક નવીજ દુનિયામાં તમારું ભાવભીનું સ્વાગત છે.
જેમ પુષ્પોની પોતાની એક નજાકત છે,
એમ તમારું હૃદય સર્જનહારની અમાનત છે,
એક નવીજ દુનિયામાં તમારું ભાવભીનું સ્વાગત છે.
તમને રોજે રોજ મળવાની જેમને આદત છે,
એ બધા અહીં છે જે તમારા દિલથી ચાહક છે,
એક નવીજ દુનિયામાં તમારું ભાવભીનું સ્વાગત છે.
જે તમારી સાચી મૂડી અને સાચી આવક છે,
બહુ ખુશખુશાલ તમારો એ દરેકે દરેક વાચક છે,
એક નવીજ દુનિયામાં તમારું ભાવભીનું સ્વાગત છે.
તમારો સ્પીરીટ પહેલા હતો એવોજ યથાવત છે,
બા,અમી,મિની,મનીશ ના હૈયાને થયેલી ટાઢક છે,
એક નવીજ દુનિયામાં તમારું ભાવભીનું સ્વાગત છે.
તમારી પાસે વિવેક, બતુલ જેવા સહાયક છે,
અને મૃગાંક જેવો ચુસ્ત શ્વેતાંબર જૈન શ્રાવક છે,
એક નવીજ દુનિયામાં તમારું ભાવભીનું સ્વાગત છે.
–મૃગાંક શાહ
આ બે વર્ષો દરમ્યાન નવા જનમનો દરેક દિવસ વિચારો, વાંચન અને લેખન ને સમર્પિત થતો જોયાની હું સાક્ષી છું.
હમણાં તેઓ એક યુવકને શરમાવે તેવા તરવરાટ થી મહાભારત પરના ભાષ્ય પર કામ કરી રહ્યા છે.
ગુજરાત ના વિચાર પુરુષ ગુણવંત શાહ આજ રીતે વર્ષો વર્ષ આપણી વચ્ચે લખતા રહે એવી અભ્યાર્થના સાથે।
અમીષા શાહ

5 thoughts on “GUNVANT SHAH’S HEART ATTACK SECOND ANNIVERSARY

  1. ba, ami, mini, manish, mrugank, vivek, batul ne to haiyani tadhak mali pan eni sathe vishwa akhama ketla haiya ne tadhak mali teno hisab lagavava beso to varsho nikali jashe. Gunvantbhai aam lakhata, bolata rahe ane 100+ ayushya bhogave, gujaratne emni vani thaki raliyat karata rahe evi antahkaran purvak shubhechcha.

  2. mara radhyna dhabkar aa janmbhumine xan xan puje che, ane puche che. manushy to tari matino che, kyare sajag thshe ane khudni kimat je jivan jema pran che. eni haytinu muly samjshe.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s