Krishnam Sharnam Gachchami.

 Dear Friends,

Here’s something new on the blog.

In the book ‘ Krishnam Sharnam Gachchami’ certain questions were asked to  Gunvant Shah by his daughter Manisha. The question and the answer is put on the blog for the readers of the blog to think over.  They are as relevant today ,as they were then. Readers are invited to discuss and comment.

 

Thanks,

 

Manisha

 

મોહગ્રસ્ત પિતા સામે સવિનય સત્યાગ્રહ

 Question:
રામાયણ અને મહાભારત આપણી સંસ્કૃતિંના બે મહાકાવ્યો છે. સદીઓ વીતી છતાંય એ મહાકાવ્યો આજે પણ પ્રસ્તુત જણાય છે. આવું ત્યારે જ બને જ્યારે એ મહાકાવ્યોનું પોત મૂળભૂત માનવીય ઝંખનાઓ સાથે વણાયેલું હોય. રામે દશરથની આજ્ઞાનું પાલન કર્યું એમ કહી શકાય? ભીષ્મે કામાંધ પતાિની ઇચ્છા પૂરી કરી તે યોગ્ય ગણાય? હિરણ્યકશ્યપનો સુપુત્ર પ્રહ્‍લાદ જો આજ્ઞાંકિત હોત તો શું થાત? આ બધી વાતોમાં થોડોક આંતરવરિોધ લાગ્યા કરે છે. કોઈ સમાધાન મળી શકે?
 Answer:
શાંતનુ અને ગંગાના પુત્ર ભીષ્મે પિતાની વાસના સંતોષવા માટે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા ન લીધી હોય તો કદાચ મહાભારતનું યુદ્ધ થયું ન હોત. તો હસ્તિનાપુરની ગાદી પર એક મહાપ્રતાપી રાજા દેવદત્ત બેઠો હોત. વિચિત્રવીર્ય ગાદી પર બેઠો પણ ઝાઝું જીવ્યો નહીં. ભીષ્મે પિતા શાંતનુ માટે બ્રહ્મચર્ય પાળવાની જે પ્રતિજ્ઞા લીધી તેને પરિણામે જ હસ્તિનાપુર  દશા બેઠી. જો ભીષ્મે “નો-નોનસેન્સ’ અભગમિ અપનાવ્યો હોત, તો વર્ષો સુધી પ્રજાને એક તેજસ્વી શાસક પ્રાપ્ત થયો હોત અને કદાચ એનો વંશ પણ વિચિત્રવીર્યના વંશ કરતાં વધારે પરાક્રમી હોત. દ્રૌપદીના વસ્ત્રહરણ માટે અને મહાભારતના યુદ્ધ માટે મૂળે તો ભીષ્મપ્રતિજ્ઞા જવાબદાર હતી એવું મને લાગે છે. હું ભીષ્મપ્રતિજ્ઞાનો આંધળો પ્રશંસક નથી.
નિયોગ દ્વારા ત્રણ પુત્રો થયા અને ધૃતરાષ્ટ્ર ગાદી પર બેઠો પછી કમઠાણ શરૂ થયાં. કમઠાણમાંથી નાનાં રમખાણો થયાં અને છેવટે મહાભારતનું યુદ્ધ આવી પડયું. ભીષ્મપ્રતિજ્ઞા માનવજાતને ખૂબ મોંધી પડી છે. આદિ શંકરાચાર્યે વેદાંતના અધકિારી પાસે ચાર બાબતોની અપેક્ષા રાખેલી તેમાં વિવેકને વૈરાગ્ય કરતાં પણ પહેલું સ્થાન આપ્યું છે. દશરથ કૈકેયીના ક્રોધભવનમાં એક જ રાત પૂરતા ન ગયા હોત તો અયોધ્યાનો ઇતિહાસ જુદો હોત. સદીઓ વીતી ગઈ પછી આજે રામાયણ અને મહાભારતની શીખ સ્પષ્ટ છે : “વાસનાગ્રસ્ત અને મોહત્રસ્ત પિતા સામે સવનયિ સત્યાગ્રહ શોભે.’
વસ્ત્રની શોધ થઈ પછી જ નગ્નતાની શોધ થઈ છે. લગ્નની શોધ થઈ પછી જ બેવફાઈની શોધ થઈ છે. સભ્ય ગણાતા જૂઠા સમાજને “સવસ્ત્ર નગ્નતા’ ખપે છે. એકબીજાંમાં પ્રેમથી પરોવાયેલું યુગલ વિશ્વશાંતિના આસોપાલવ જેવું છે. સેક્સને બીભત્સ ગણનારો માણસ પોતાની માતાને અદૃશ્ય તમાચો મારતો હોય છે. માતૃત્વ ગણિકાનું હોય તોય પવિત્ર છે. “અપવિત્ર માતૃત્વ’ વદતોવ્યાધાત છે. સત્યકામના પિતા કોણ તેની ખબર એની માતાને ન હતી. ગુરુએ એ સાચાબોલા શિષ્યને સ્વીકાર્યો. ઉકરડાની ધાર પર ઊગેલા આંબાની કેરીમાં ઉકરડાની દુર્ગંધ નથી હોતી. જીવનમંદિરના ગભારામાં પ્રસરેલી ધૂપસુગંધનું નામ પ્રેમ છે. લાઓ ત્ઝુ બે પ્રકારના શિષ્યોની વાત કરે છે  : (૧) જીવનનો શષ્યિ અને (૨) મૃત્યુનો શિષ્ય. ફ્રૉઈડ બે વૃત્તિઓ ગણાવે છે  : જીવનવૃત્તિ (eros) અને મૃત્યુવૃત્તિ (thanatos). અર્જુન જીવનનો શિષ્ય હતો. દુર્યોધન મૃત્યુનો શિષ્ય હતો. મહાભારતમાં અંતે જીવનવૃત્તિનો વિજય થાય છે. પ્રેમ તો માનવીય મથામણની એવી ધજા છે, જે એવરેસ્ટની ટોચ પર ફરકી રહી છે. શિખરની ટોચ પર પહોંચવા માટે તળેટીમાંથી પસાર થવું જ પડે છે. સેક્સને અતિક્રમી જવા માટે પણ એમાંથી પસાર થવું પડે છે. પ્રેમ અને આનંદ પામવાની મૂળભૂત માનવીય ઝંખનાનો આદર કરે એવો જ ધર્મ હવે ટકી શકશે. આવો આદર કરનારા મહાન યુગપુરુષ કૃષ્ણ હતા.
જીવનવૃત્તિના આવિષ્કારો હેત, ઉમળકો, આકર્ષણ, સેક્સ, પ્રેમ, વિરહવેદના, કરુણા, ભોળપણ, ઋજુતા, સત્યવચન, સહાનુભૂતિ અને આનંદ થકી પ્રગટ થતા રહે છે. મૃત્યુવૃત્તિના આવિષ્કારો દ્વેષ, ક્રોધ, અદેખાઈ, નંિદાકૂથલી, કપટ, કાવતરાખોરી, યુદ્ધ, હુલ્લડ, હિંસા, ક્રૂરતા, આક્રમકતા, પરપીડન અને સેડિસ્ટિક ટેન્ડન્સી દ્વારા પ્રગટ થાય છે. જીવનવૃત્તિનું સૌથી સુંદર પાત્ર પ્રિયજન છે. મૃત્યુવૃત્તિનું સૌથી વરવું પાત્ર ખલનાયક કે વૅમ્પ છે.
From:
Book : ‘Krishnam sharnam Gachchami’
Publisher : R.R. sheth.
e-mail: sales@rrsheth.com
Advertisements

2 thoughts on “Krishnam Sharnam Gachchami.

  1. The book and audio CD is worth having and reading multiple times. It forces us to think about the seeming contradictions in our history but at the same time reconciles the seeming contradictions by explaining the metaphoric representations.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s