તલવારથી દાઢી કરવામાં વિવેક ક્યાંથી? DIVYA BHASKER, 5-1-2014

કેજરીવાલ નિષ્ઠાપૂર્વક જોખમના જ્વાળામુખી પર બેઠા છે.

થો ડાંક વર્ષો પહેલાં દુનિયાનો સૌથી ભયંકર આતંકવાદી ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનના પહાડી વિસ્તાર તોરાબોરાની ગુફામાં છુપાયો હતો. એનો ચહેરો ઉપનિષદના કોઇ ઋષિના ચહેરા જેવો ભવ્ય હતો. એની આંખો કોઇ નિષ્પાપ હૃદયની કન્યાની આંખો જેવી નિર્મળ હતી. તે દિવસોમાં મારી પ્રબળતમ ઇચ્છા એવી હતી કે તોરાબોરાની એ પહાડીમાં પહોંચીને લાકડીને ટેકે ઢાળ ઊતરતા ઓસામાને મળવા જવું અને કહેવું: ‘તમારી ગુફાના કોઇ ખૂણામાં પડેલું સત્યનું તણખલું મારે શોધવું છું.’ એ ઇચ્છા ન ફળી.

ખુલ્લા મનની સત્યપ્રીતિ વિના સત્યની શોધ શક્ય ખરી? આવી જ ઇચ્છા અફઝલ ગુરુની ફાંસીખોલીમાં જઇને એનો ઇન્ટરવ્યૂ લઇને એ ખોલીની ધૂળમાં અટવાતા એકાદ મિલિગ્રામ જેટલા સત્યને જાણવાની તત્પરતા મેં આ કોલમમાં પ્રગટ કરેલી. જેને લોકો ‘ફાસિઝમ’ કહે છે તેનો નાળસંબંધ ઇટલીના સરમુખત્યાર મુસોલિની સાથે છે. મુસોલિનીના અખબારનું નામ ‘અવન્તિ’ હતું. એ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે રોમના રસ્તા પર પડેલા એના શબ પર એક ડોસી થૂંકેલી. ફાસિઝમ તો એક એવા વલણનું નામ છે, જેનાં ત્રણ મુખ્ય લક્ષણો છે:

૧. બીજો અભિપ્રાય એટલે ખોટો અભિપ્રાય.
૨. મારાથી જુદો અભિપ્રાય એટલે અસત્ય.
૩. મારાથી જુદો અભિપ્રાય ધરાવે તે મારો અંગત શત્રુ.

યાદ રાખવા જેવું છે કે ઇટાલીમાં મુસોલિની અને ગાંધીજી વચ્ચે થયેલી મુલાકાત પછી ગાંધીજીએ મુસોલિનીની થોડીક પ્રશંસા કરી ત્યારે રોમા રોલાં જેવા ગાંધીજીના પ્રશંસકે એક પત્ર લખીને ગાંધીજીને રીતસર ખખડાવી નાખેલા. એ ઐતિહાસિક પત્ર મારી અંગત લાઇબ્રેરીમાં સચવાયો છે. મારી એ ખાનગી સમૃદ્ધિનો આદર કરે તેવો કોઇ ‘ચોર’ હજી પાક્યો નથી. ફાસિસ્ટ (ફાસીવાદી) મનુષ્ય તલવારથી દાઢી કરનારો મહામૂર્ખ ગણાય. વિચારનો સામનો વિચારથી થાય, અંગત દ્વેષથી થોડો થાય? કેટલાક ફાસીવાદી કર્મશીલોને આ વાત કોણ સમજાવે?

અરવિંદ કેજરીવાલ જુદી માટીના કર્મશીલ છે. તેઓ ખોટા હોઇ શકે, પરંતુ જૂઠાબોલા નથી. (He can be wrong, but he is not liar). તેઓ નિષ્ઠાપૂર્વક જોખમના જ્વાળામુખી પર બેઠા છે. અણીશુદ્ધ ચારિત્ર્યના આ માલિકને નિષ્ફળ જવાની છૂટ છે. એમની નિષ્ફળતા પણ છીછરી સફળતા કરતાં અધિક મૂલ્યવાન ગણાશે. અણ્ણા હજારે સાથે જે અભિપ્રાયભેદ સર્જા‍યો તે દેશના હિ‌તમાં નથી. ગાંધીજી પછી કોઇ લોકસેવકને આટલું નિર્મળ સ્મિત ધરાવતો જોયો નથી. જયપ્રકાશની નિષ્ફળતા, ઇન્દિરાની સફળતા કરતાં અનેકગણી ઊંચેરી હતી.

જયપ્રકાશે જેલમાં લખેલી કવિતાના શબ્દો હતા: ‘યહ જીવન વિફલતાઓં સે ભરા હૈ.’ સર્વોદયના સેવકો નથી અણ્ણાની સાથે, કે નથી અરવિંદની સાથે પલાયનવાદ (escapism) સર્વોદયના સેવકોની પ્રિય વાનગી છે. એમની તટસ્થતા સત્યસ્થતાથી જોજન દૂર છે. સદ્ગત જયન્ત પંડયાના શબ્દો યાદગાર છે:
સર્વસેવા સંઘના સેવકો વિષે
એવી છાપ છે કે:
એ માણસો બહુ સારા,
ગોખલામાં ગોઠવીને પૂજા કરવા જેવા,
પરંતુ પૂજાના એ દેવતા
વ્યવહારમાં કશા કામના નહીં.
(‘શબ્દવેધ’, ગુજરાતી સાહિ‌ત્ય પરિષદ પ્રકાશન)

આમ આદમી પાર્ટીના ત્રણ તરવરિયા નેતાની સ્વચ્છતા શંકાથી પર જણાય છે. અરવિંદ કેજરીવાલ કર્મશીલો માટે શ્રેષ્ઠ રોલ-મોડેલ છે. મનીષ સિસોદિયા અને કુમાર વિશ્વાસ જેવા બે સાથીઓ પણ કોઇ રીતે કમ નથી. એ ત્રણેની શોભા વધારે તેવી તીખી તેજસ્વિતા ધરાવનાર મુસ્લિમ યુવતી શાઝિયા ઇલ્મી આર. કે. પુરમ જેવા હિ‌ન્દુ બહુમતી ધરાવતા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી અને થોડાક જ મતના તફાવતથી હારી ગઇ. દેશની અને દુનિયાની મુસ્લિમ સ્ત્રીઓને પ્રેરણારૂપ બની શકે તેવી શાઝિયાને ટીવી ચેનલો પર વિચારપૂર્વક સચોટ દલીલો કરતી નિહાળવી એ એક મજેનો અનુભવ છે.

શું આમ આદમી પાર્ટી (અઅડ) સફળ થશે? એ નિષ્ફળ જાય તોય દેશની બધી જ પાર્ટીઓ આવનારી ચૂંટણીમાં ભ્રષ્ટ અને ખાઇબદેલા ગુંડાઓને ટિકિટ આપતાં પહેલાં સો વાર વિચારશે. સત્તાના રાજકારણમાં આદર્શવાદી કર્મશીલો ઝટ સફળ થતા નથી, પરંતુ એમની નિષ્ફળતા પણ મૂલ્યવાન હોય છે. એ સૌ કર્મશીલોમાં સૌથી ઠરેલ અને આદરણીય નામ યોગેન્દ્ર યાદવનું ગણાય. દિલ્હીમાં જે બન્યું તે રાજનીતિ નહીં, લોકનીતિની દૃષ્ટિએ એક સીમાચિહ્ન બની રહેશે. રાહ જોવા જેવી ખરી.

આજકાલ ‘ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ’ના એડિટર-ઇન-ચીફ શેખર ગુપ્તાની કલમ સોળે કળાએ
ખીલી છે. શેખર ગુપ્તા કોઇ રાજકીય પક્ષના ટેકેદાર કે ઠેકેદાર નથી. એમની કોલમમાં
પ્રગટ થયેલા તીખાતમતમતા
શબ્દો સાંભળો: ‘સલમાન ખુરશીદે કહ્યું કે
જ્યાં સુધી
ભારતીય કોન્સલ જનરલ (દેવયાની)નો આદર પુન:સ્થાપિત નહીં થાય ત્યાં સુધી તેઓ લોકસભામાં નહીં પ્રવેશે. મુજફફરનગરની રાહત છાવણીમાં એમનાથી ૧પ૦ કિલોમીટર દૂર રહેનારા પચાસ હજાર મુસલમાનો માટે આવા કોઇ ત્યાગ માટે એમણે વિચાર્યું ખરું? તમારું ભારતીય હોવાનું ગૌરવ ક્યાં ચાલી ગયું હતું, જ્યારે નરેન્દ્ર મોદીને વિઝા આપવાનો ઇન્કાર કરનારા અમેરિકનોને તમે મૌનપૂર્વક અભિનંદન આપ્યાં હતાં?’ (‘ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ,
૨૧-૧૨-૨૦૧૩).’

એક જ પરિવારની માલિકી કોંગ્રેસ જેવા ઐતિહાસિક પક્ષ પર દાયકાઓ સુધી ચાલુ રહે તે પણ એક પ્રકારનો ગોરો, કોમળ, હાસ્યાસ્પદ અને અક્ષમ્ય ફાસીવાદ ન ગણાય? કર્મશીલોને એ ઘટનામાં રહેલી ફ્યૂડલ માનસિકતા કેમ ખૂંચતી નથી? આપણને ગમે કે ન ગમે, પરંતુ ૨૦૧૪માં ખરી પસંદગી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નથી. એ પસંદગી રાહુલ અને મોદી વચ્ચે થવાની છે. મોદી અને રાહુલ વચ્ચેનો તફાવત કેટલો? ગિરનાર અને પાવાગઢ વચ્ચે હોય તેટલો કોંગ્રેસ ઝઇઇફ (મા, બેટા, બેટી, સન-ઇન-લો) પાર્ટી છે. સાચું કહું? હું કોંગ્રેસવિરોધી કે ભાજપતરફી મનુષ્ય નથી. દેશને રાષ્ટ્રીય કક્ષાની આ બંને પાર્ટીની ખૂબ જ જરૂર છે. પ્રાદેશિક પક્ષો શાસનમાં અસ્થિરતા પેદા કરીને સોદાબાજીને ઉત્તેજનારા છે.

હું ‘કોંગ્રેસમુક્ત ભારત’ જેવા સૂત્ર સાથે જરાય સંમત નથી, પરંતુ ‘પરિવારમુક્ત કોંગ્રેસ’ માટે પ્રતીક્ષા કરનાર નિષ્પક્ષ નાગરિક છું. એક જ ગોરા પરિવારે કોંગ્રેસને નિસ્તેજ બનાવી છે અને દેશને નિર્વી‍ર્ય બનાવ્યો છે. એ પરિવારે સેક્યુલરિઝમને ગંદું બનાવ્યું છે. એ પરિવારે કોંગ્રેસી નેતાઓને કહ્યાગરા ‘વસવાયા’ બનાવ્યા છે અને સમાજવાદને નામે દેશને ગરીબ રાખ્યો છે. યુવરાજ એક ભાષા બોલે છે અને જમાઇરાજનો જમીનપ્રેમ એનાથી ઊલટું આચરણ કરે છે. કેટલાક કર્મશીલોને આવો આંતરવિરોધ કેમ ખૂંચતો નથી? (લખ્યા તા. ૨પ-૧૨-૨૦૧૩, નાતાલ)’

પાઘડીનો વળ છેડે
રાજસ્થાનમાં કોંગ્રેસના લોકો
ખુલ્લંખુલ્લા વાતો કરતા હતા
કે (ચૂંટણીપ્રચાર)માં રાહુલ ગાંધી
મદદરૂપ બનતા ન હતા.
તેઓ તો ઊલટાના બોજરૂપ (્રૌૂૃૌ્રૌઞ્ન્)
બની રહેતા હતા અને કેન્દ્રની (કોંગ્રેસી)
સરકારના દોષોની યાદ લોકોને
કરાવી રહ્યા હતા.
– પ્રતાપ ભાનુ મહેતા
(I. Express, ૯-૧૨-૨૦૧૩)
નોંધ: લેખક સેક્યુલર રાજકીય સમીક્ષક છે અને એમને નરેન્દ્ર મોદી પ્રત્યે ખાસ વહાલ નથી. પરિવારની બાદબાકી કર્યા પછીના રાહુલની કલ્પના કરી તો જુઓ

ફાસિસ્ટ (ફાસીવાદી) મનુષ્ય તલવારથી દાઢી કરનારો મહામૂર્ખ ગણાય. વિચારનો સામનો વિચારથી થાય, અંગત દ્વેષથી થોડો થાય? કેટલાક ફાસીવાદી કર્મશીલોને આ વાત કોણ સમજાવે? અરવિંદ કેજરીવાલ જુદી માટીના કર્મશીલ છે. તેઓ ખોટા હોઇ શકે, પરંતુ જૂઠાબોલા નથી.

Advertisements

4 thoughts on “તલવારથી દાઢી કરવામાં વિવેક ક્યાંથી? DIVYA BHASKER, 5-1-2014

 1. Narendra Modi is also one kind of fascist. as you are not supporter of narendra modi same way i am not supporter of Congress but i can say that whatever politics narendra modi is playing is very dangerous for our country!!!!!!
  please save this country from narendra modi……..

 2. તદ્દન સાચી વાતો જણાવવાની આપની ખૂમારી માટે મારા હાર્દીક અભીનંદન.જે દિવસથી ગાડરીયો પ્રવાહ આપના લેખો વાંચતો થશે તે દિવસથી જરુર પરીવર્તન થશે જ એવી આશા રાખું છું.God bless you and Bharat.

 3. Dear Prof.Shah
  Your writings in Gujarati weekly are very good, thought provoking with decent references and in lucid style. I refer to your recent post in Divyabhaskar North American edition dated Jan 10 2014.You have given three main characteristics of fascism namely :
  1. Others opinion is wrong opinion.
  2. Different from my opinion is wrong
  3. The person with different from my opinion is my enemy.
  These are all true characteristics of the Fascist.
  How would you rate Mr. Narendra Modi considering these measures.?
  Most of academicians of Ivy League University in North America also consider him as autocratic and divisive and polarizing personality.
  I shall appreciate your comments.
  Bharat

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s