સોક્રેટિસ, ગાંધીજી, સરદાર અને કેજરીવાલની સાદગી રે સાદગી , DIVYA BHASKER 19-1-2014

સહજ સાદગી એ મહાત્માઓની ઉપલબ્ધિ છે. એ જ સાદગી ધનવાન માણસની સંપ્રાપ્તિ છે. એ જ સાદગી ગરીબની મજબૂરી છે.

સોક્રેટિસ એથેન્સના ફળિયામાં આવેલી કોઇ દુકાનની બહાર ઊભો હતો. એ વખતે એણે એક એવું વિધાન કર્યું, જે ઇતિહાસમાં અમર બની ગયું:
આ દુકાનમાં એવીa
તો કેટલીય ચીજો છે,
જેનો મારે તો કદી પણ
ખપ પડવાનો નથી.આજે સોક્રેટિસ સદેહે અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટમાં આવેલા કોઇ મોટા મોલને જુઓ તો શું કહે? આજનો ગ્રાહક બિનજરૂરી ચીજો ખરીદવા માટે તત્પર એવો સુશિક્ષિત લલ્લુ છે. સોક્રેટિસને ગરીબી વહાલી હતી. એ માનતો હતો કે સમૃદ્ધિ એ કૃત્રિમ ગરીબી છે અને ગરીબી એ કુદરતી સંપત્તિ છે. સત્યવીર સોક્રેટિસની આવી ક્રાંતિકારી માન્યતાનું રહસ્ય શું? એ જ કે જ્યાં માણસની ભીતરનો વૈભવ અઢળક હોય, ત્યાં બહારની ગરીબી જખ મારે છે. સોક્રેટિસની આવી માન્યતા માટે બે શબ્દો દુનિયામાં ફરતા થયા: ‘સ્વૈચ્છિક ગરીબી’ (વોલન્ટરી પોવર્ટી).

ગાંધીજીની સાદગીનાં મૂળિયાં મહાવીર સ્વામીએ પ્રબોધેલા અપરિગ્રહ વ્રતમાં પડેલાં જણાય છે. ગાંધીજીનાં બહુ જાણીતાં અગિયાર વ્રતોમાં એક છે: ‘વણજોઇતું નવ સંઘરવું.’ ગાંધીજી રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા હતા તેથી મહાત્મા ન હતા. તેઓ બકરીનું દૂધ પીતા હતા તેથી મહાત્મા ન હતા. તેઓ ટૂંકી પોતડી પહેરતા હતા માટે મહાત્મા ન હતા. તેઓ રેંટિયો કાંતતા હતા તેથી મહાત્મા ન હતા. તેઓ બ્રહ્મચર્યના અતિ આગ્રહી હતા તેથી પણ મહાત્મા ન હતા. તેઓ મહાત્મા હતા તેનું ખરું કારણ એ કે એમણે ચાર મહત્ત્વની બાબતોને જીવનમાં ચરિતાર્થ કરી હતી: સત્ય, અહિંસા, અભય અને સાધનશુદ્ધિ. લોકો કાયમ ગાંધીજીને સમજવામાં એમની સાદાઇને કારણે ગોથાં ખાતાં રહ્યા છે. યાદ રાખવા જેવું છે કે ગાંધીજી સાદગીથી જીવતા હતા માટે મહાત્મા ન હતા, પરંતુ મહાત્મા હતા માટે સાદગીપૂર્ણ જીવન એમને માટે સહજ હતું.

ગાંધીજીના આંતરિક વૈભવને સમજ્યા વિના કેવળ એમની સાદગી પર લટકી જવામાં જે અવિવેક થતો રહે છે તે આકર્ષક ખરો, પણ વિવેકયુક્ત નથી. પંડિત જવાહરલાલ નેહરુનું મૂલ્યાંકન એમના ગ્રંથ ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ પરથી થવું જોઇએ, એમની રંગદર્શી જીવનશૈલી પરથી નહીં જ. સરદાર પટેલ માટે શું કહું? એમની સાદગી એટલે કિસાનની સહજ સાદગી. સાદગીનો દેખાડો ન હોય. વૈભવનો પણ દેખાડો ન હોય. દેખાડો કરનારને ‘વ્યભિચારી’ ગણવાનો રિવાજ આપણે ત્યાં નથી. કોઇપણ જાતના દેખાડામાં કાયમ સહજતા (નેચરલનેસ) ગેરહાજર હોય છે. જે ધોતી વિનોબાને શોભે તે મોરારજીભાઇને ન શોભે. જે પહેરણ રવિશંકર મહારાજને શોભે તે જયપ્રકાશને ન શોભે. દેખાડાથી બચી જવામાં સફળ થયેલા ભારતના મહાન નેતાને લોકોએ ‘સરદાર’ તરીકે પોંખ્યા. જેઓ સાદગીથી રહેતા ન હોય તેમને નીચા ગણવાની ભૂલ ન થવી જોઇએ. જે સગવડ એક જણ માટે વૈભવ હોય તે બીજા માણસ માટે જરૂરિયાત હોઇ શકે છે.

સગવડ પ્રત્યે દ્વેષ રાખવાની કુટેવ સર્વોદયના સેવકોનો સ્થાયીભાવ હોઇ શકે. કેજરીવાલ એક ચારિત્ર્યવાન કર્મશીલ છે. એમણે સગવડદ્વેષથી બચવાની ખૂબ જરૂર છે. મુખ્યપ્રધાનને મળતી અમુક ખાસ સગવડ અને સીક્યુરિટી નિંદનીય નથી. એવી સગવડ અને સીક્યુરિટી ન સ્વીકારનાર મુખ્યપ્રધાન આપોઆપ સારો બની જતો નથી. એનું ખરું મૂલ્યાંકન તો વહીવટ (ગવર્નન્સ) અને સાધનશુદ્ધિ (ભ્રષ્ટાચારમુક્તિ)ને આધારે જ થવું જોઇએ. સાદગી ક્યારેક મોંઘી પડતી હોય છે. સરોજિની નાયડુએ ગાંધીજીને સંભળાવેલું: ‘ બાપુ તમને ગરીબીમાં રાખવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે.’ બધી જ બાબતોમાં ગાંધીજીનું આંધળું અનુકરણ કે અનુસરણ કરવાનું આજના લોકસેવકને પણ હવે પાલવે તેમ નથી.

સીક્યુરિટીની વ્યવસ્થા આજના સંજોગોમાં ખૂબ જ જરૂરી છે. આજે જેમને જડબેસલાક સીક્યુરિટી મળવી જોઇએ એવા ખાસ નેતાઓમાં ક્રમશ: પાંચ નામો મહત્ત્વનાં છે: ૧. નરેન્દ્ર મોદી ૨. રાહુલ ગાંધી ૩. સોનિયા ગાંધી ૪. માયાવતી પ. અરવિંદ કેજરીવાલ. સાચું કહું? મનમોહન સિંઘ વડાપ્રધાન છે, પરંતુ એમની સામે ખતરો ઓછામાં ઓછો છે. આતંકવાદીઓ પણ છેક મૂર્ખ નથી હોતા ટોચના આ મહાનુભાવોમાંથી પહેલા ચાર છેલ્લાં દસ વર્ષમાં કેટલી વાર મરતાં બચ્યા? આ કડવો પ્રશ્ન અગત્યનો જ નહીં, વિકરાળ પણ છે. આતંકવાદીએ તો અનેક નિષ્ફળ પ્રયત્નો પછી એક જ વાર સફળ થવાનું હોય છે. ભારતમાં હજી ઇન્ડિયન મુજાહિ‌દ્દીન (IM)અતિ સક્રિય છે. ઉત્તરપ્રદેશની ‘સેક્યુલર’ સરકાર મુસ્લિમ ગુનેગારોને છોડી મૂકવા માટે આતુર છે.

શું આ સેક્યુલર દેશદ્રોહ અને માનવદ્રોહ નથી? આપણા દેશની એક મૌલિક કમનસીબી છે કે બકાસુરને મારનારા ભીમના પરાક્રમની પ્રશંસા કરવાને બદલે બકાસુરના માનવ-અધિકારનો પ્રશ્ન ઉઠાવનારને ‘લિબરલ બૌદ્ધિક’ કહેવામાં આવે છે. મારી ખરબચડી ગણતરી પ્રમાણે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી દર અઠવાડિયે એક વાર આતંકવાદી હુમલાથી બચી જાય છે. સીક્યુરિટીની બાબતે પક્ષ ગૌણ છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ૨૦૧૪ની ચૂંટણીમાં કેવો દેખાવ કરશે એ મહત્ત્વનું નથી. એ નવજાત પાર્ટીએ મેળવણનું કામ કર્યું છે. દૂધની તપેલીમાં એક ચમચી મેળવણ ઉમેરાય ત્યારે જે દૂધક્રાંતિ થાય તેને કેમિસ્ટ્રીમાં રાસાયણિક પરિવર્તન કહેવામાં આવે છે. મેળવણની ચમચી હોય, તપેલી ન હોય. રાજકારણમાં ભાવના કરતાંય વહીવટી ક્ષમતા અને સ્વચ્છતાનું મહત્ત્વ વધારે છે. જયપ્રકાશજી પ્રત્યે અત્યંત ઊંચો આદર હોવા છતાં કહેવું રહ્યું કે તેઓ ભારતના ગૃહપ્રધાન બન્યા હોત તો નિષ્ફળ ગયા હોત.

થામણા ગામમાં રહીને ગુજરાતની સેવા કરનારા સદ્ગત બબલભાઇ મહેતા તો મારા માર્ગદર્શક પણ હતા. તેમને રાજ્યના મુખ્યપ્રધાન ન બનાવાય. પ્રત્યેક માણસની જીવનશૈલી અનન્ય હોય છે.  ઊંધે માથે લટકીને કરેલું દર્શન પણ ઊંધું જ હોવાનું કેજરીવાલે પાંચ બેડરૂમનું આલેશાન ઘર છોડીને કોઇ ધાડ નથી મારી. આવી સાદગી મોંઘી પડે છે. મુખ્યપ્રધાનની દસ મિનિટ પણ ગાભણી હોઇ શકે છે. કોઇ મુખ્યપ્રધાન કે નેતા સગવડયુક્ત કાર વાપરે, તો તેની નિંદા ન હોય. સોનિયાજી દિલ્હીથી ચેન્નાઇ વિમાનમાં જાય અને ટ્રેનમાં ન જાય તે સર્વથા યોગ્ય છે. જો વિમાની સગવડ સંતો, સાહિ‌ત્યકારો અને સેવકો માટે ઉપલબ્ધ હોય, તો તેની નિંદા ન હોય. જે સમય બચે તે સમાજ માટે અમૂલ્ય બની શકે છે. વિનોબાજીએ ક્યારેય વિમાની મુસાફરી ન કરી તેથી તેઓ સંત નથી કહેવાયા. એમણે ‘ગીતા પ્રવચનો’ આપ્યાં અને ભારતીય ચિંતનનું જે સરોવર રચી આપ્યું તેથી સંત કહેવાયા.

યાદ રાખવું રહ્યું કે રામ જેવું શાસન ઋષિ વસિષ્ઠ ન કરી શકે. એમની વચ્ચેના સંવાદનું નવનીત ‘યોગવાસિષ્ઠ’માં પ્રગટ થયું. જનક રાજ ચલાવે તેવું રાજ પરિવ્રાજક યાજ્ઞવલ્ક્ય ન ચલાવી શકે. કેજરીવાલ નિષ્ફળ જાય, તોય એમની નિષ્ફળતા મેળવણ બનીને સાર્થક થશે. સહજ સાદગી એ મહાત્માઓની ઉપલબ્ધિ છે. એ જ સાદગી ધનવાન માણસની સંપ્રાપ્તિ છે. એ જ સાદગી ગરીબની મજબૂરી છે. સાદગીના અપચાથી બચવા જેવું છે. સગવડ પ્રત્યેના દ્વેષથી બચવા જેવું છે. સાવધાન’ પાઘડીનો વળ છેડે આપણી આઝાદી આવી એ દિવસોમાં એક વાર એક જાહેર કાર્યકરની ભારત સરકારના મોટા અમલદાર તરીકે નિમણૂક થઇ. એ ભાઇ સરદાર વલ્લભભાઇ પટેલ પાસે ગયા અને કહ્યું: ‘સરદારસાહેબ, મારે ત્રણ હજારનો પગાર જોઇતો નથી. હું નામના પગારથી જ કામ કરીશ.’

‘તમે ઓછો પગાર લેશો એ તો ઠીક, પણ ઓફિસે રોજ કેવી રીતે જશો એ કહો.’ સરદારે પૂછ્યું.
‘હું મોટરમાં નહીં, પણ સાઇકલ પર બેસીને ઓફિસે જઇશ.’ પેલા ભાઇએ કહ્યું.
‘તમે સાઇકલ પર બેસીને જાઓ તે સામે મને વાંધો નથી, પણ મને ભય છે કે આ બધામાં આપણે જે કામ કરવું છે તે નહીં થાય.’
સરદારસાહેબની સલાહ પછી પેલા ભાઇએ પગાર સ્વીકાર્યો અને સારું કામ કર્યું. સરદાર તો કર્મવીર હતા, એમને સાદગીના બાહ્ય દેખાવની જરાય પડી ન હતી. સાદગી સામે કોને વાંધો હોય? પણ સાદગી જ્યારે કામની આડે આવે ત્યારે એને એક બાજુ હડસેલી દેવી જોઇએ.
– વાડીલાલ ડગલી
નોંધ: નિબંધસંગ્રહ ‘શિયાળાની સવારનો તડકો’માં એક નિબંધનું મથાળું છે: ‘ત્યાગની ટોપી.’ (પાન: ૨૨-૨૩). વાંચવા જેવા ઉત્તમ નિબંધો છે.

ગુણવંત શાહ

Advertisements

2 thoughts on “સોક્રેટિસ, ગાંધીજી, સરદાર અને કેજરીવાલની સાદગી રે સાદગી , DIVYA BHASKER 19-1-2014

  1. i was one of your student in surat sgu , my overall comments on your writing are as under.every personality is ascertained by nature(swabhav ane kudrat) with view to generation and situation there is nothing bad or good what we feel dirt is the food of plant.what dirt is felt by plant is oxygen. no doubt for last 35 years of observing you by various means i developed myself as eklavya and wrote the definition on international relations obscured at present but recognised by unofficial ways as you are satured with fame i am sending another glimpse ” good management is derived from bad governance but good governance never allows bad management.

  2. Kejrival ni sadgi sathe hu sahmat nathi, ane kongres sathe mali ne secularism nu gandu rajkararan che… je party na neta o ni mansikta prashant bhooshan jevi hoy aemne vote kyathi apay…???

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s