ગંગા, યમુના, નર્મદા અને નાઇલનો ધર્મ છે: ‘માતૃત્વ’.DIVYA BHASKER 30-3-2014

એક સમજુ ગૃહિ‌ણી ઠંડા પાણીનો ઘડો લઇને એ મજૂરો પાસે પહોંચે છે

કવિ કોને કહેવો? એક ફિલસૂફનો જવાબ વિચિત્ર છે. એ કહે છે: ‘પાણીનો ગ્લાસ જોઇને જેને નશો ચડે તેને કવિ જાણવો.’ ઉનાળાની બળબળતી બપોરે ફળિયામાં ખોદકામ કરી રહેલા મજૂરો સાવ અજાણ્યા હતા. ફળિયામાં રહેતી એક સમજુ ગૃહિ‌ણી ઠંડા પાણીનો ઘડો લઇને એ મજૂરો પાસે પહોંચે છે. પરસેવે રેબઝેબ એવા એ મજૂરોના તરસ્યા ખોબામાં ઠલવાતા કળશિયામાંથી ઠંડા પાણીની જે ધાર પડી એ તો કરુણાની કવિતા એક સદ્ગૃહસ્થ એવા છે, જેઓ ભરબપોરે મજૂરી કરનારા અજાણ્યા શ્રમજીવીઓ માટે શેરડીનો ઠંડો રસ લઇ જતા. તરસ જેવી સેક્યુલર ઘટના દુનિયામાં બીજી કઇ હોઇ શકે?

માણસને પાણીની તરસ લાગે છે,
કોકાકોલાની નથી લાગતી.
કોકાકોલા તરસ ન છિપાવે,
પરંતુ એમાં રહેલું પાણી જ
આપણી તરસ છિપાવે છે.
માનવીની તરસ પવિત્ર છે,
તેથી જ જલ પવિત્ર છે.
કોકાકોલાની દુકાન હોય છે,
જ્યારે પાણીની પરબ હોય છે.
માણસની પ્રાથમિક જરૂરિયાતોમાં
ભૂખ કરતાંય તરસ પ્રથમ ક્રમે આવે છે.
ગંગા, યમુના, નર્મદા અને નાઇલનો
ધર્મ એક જ છે: ‘માતૃત્વ’

પાણીથી ભરેલા એક ગ્લાસની કિંમત કેટલી? ભરબપોરે આપણે ત્યાં આવી પહોંચેલા ટપાલીને, આંગડિયાને, રિક્ષાવાળાને કે વટેમાર્ગુને સામે ચાલીને પાણીનો ગ્લાસ ધરવો એ તો સાવ બિનખર્ચાળ સૌજન્ય ગણાય. માનવતાને તો અસંખ્ય નાની નાની સુજનતા થકી પોતાનું સ્મિત પ્રગટ કરવાની ટેવ છે. સહરાના રણમાં તરસે રવડતા અજાણ્યા આરબ માટે પાણીના એક ગ્લાસની કિંમત પોતાની જિંદગી જેટલી ગણાય. એ ગ્લાસ કેટલા દીનારનો પડયો એવું ન પૂછાય. માતાનું ધાવણ અમૂલ્ય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તરસ્યા વિસ્તારો માટે નર્મદાનું મીઠું જળ એ તો નવજીવનનું નૃત્ય છે.

જલતત્ત્વ એ જીવનની જરૂરિયાત નથી, સાક્ષાત્ જીવન છે. પાણીનો બગાડ કરવો એ ઇશ્વરનો અપરાધ છે, કારણ કે એમ કરવામાં જલદેવતા અપમાનિત થાય છે. ગંગામાં પ્રદૂષણ ફેલાવનારા હિ‌ન્દુઓ ગંગાને માતા કહે છે. કાશીના પવિત્ર ગણાતા દશાશ્વમેઘ ઘાટ પર મેં ગંગાજળ પર નરકની પથારી જોઇ છે.
વર્ષો પહેલાં ઇજિપ્તમાં આવેલા સહરાના રણમાં રખડવાનું બનેલું. આસ્વાન બંધ પર લટાર માર્યા પછી ઇજિપ્તમાં આવેલા લક્ઝરનાં તોતિંગ ખડકમંદિરો નિહાળવાની તક મળેલી.

નાઇલ નદી પર આસ્વાન બંધ બંધાયો તે પહેલાં ઇજિપ્તનાં એ ભવ્ય ખડકમંદિરો યુનેસ્કોની આર્થિ‌ક મદદથી અબજો ડોલરને ખર્ચે એક નાના સલામત ટાપુ પર ખસેડવામાં આવ્યાં છે. માનશો? સહરાના રણમાં મેં સગી આંખે શેરડીના ખેતરો લહેરાતાં જોયાં ત્યાં એક આરબ ખેડૂતને ઘરે ગયો, ત્યારે એના વાડામાં ગમાણને ખીલે ગાય બંધાયેલી હતી ઇજિપ્તની સમૃદ્ધિ નાઇલ નદી પર બંધાયેલા મોટામસ બંધને કારણે વધી ગઇ હતી. એ જ નાઇલમૈયા ઇથિયોપિયામાં પણ સદીઓથી વહેતી રહી છે, પરંતુ નહેર-યોજનાને અભાવે તે દેશમાં શાશ્વત દુકાળ જેવી પરિસ્થિતિ સર્જા‍યેલી.

ચીનમાં સરદાર સરોવરના બંધ કરતાં પાંચ-સાત ગણો વિરાટ બંધ તૈયાર થયો તે ગુજરાતના સામ્યવાદી વિચારક સદ્ગત બટુક વોરા નજરે જોઇ આવેલા. રશિયામાં તો એક નદીની દિશા બદલીને બીજી બાજુ વાળવાની યોજના પૂરી થઇ હતી. આપણે ત્યાં નર્મદા બચાઓ આંદોલનના કર્મશીલાએ એવો પ્રચાર કર્યો હતો કે સરદાર સરોવર બંધ તૈયાર થાય તો પર્યાવરણનું સત્યાનાશ વળી જશે. મેધા પાટકરે વારંવાર એવું કહેલું કે કચ્છ અને સૌરાષ્ટ્રને સરદાર સરોવરનો લાભ ક્યારેય નથી મળવાનો. અરુંધતી રોય જેવી વિદૂષીએ તો ત્યાં સુધી કહેલું કે સરદાર સરોવર યોજનાનું બાંધકામ પડતું મૂકીને જે બાંધકામ થયું તેને કાયમી ધોરણે પર્યાવરણીય મ્યુઝિયમમાં ફેરવી નાખવું.

કોર્ટમાં લાંબા સમય સુધી કેસ ચાલ્યો. કદમ કદમ પર (કે પછી ‘મીટર મીટર પર’) અનેક અવરોધો ઊભા કરવાનો પ્રયાસ થયેલો. અમેરિકન કોંગ્રેસના સભ્યોને મળીને વર્લ્ડબેંક અને આઇ.એમ.એફ.ની લોન અટકી પડે તે માટે આદર્શવાદી અને પર્યાવરણવાદી ચૌદશિયા મંડી પડેલા. અંગ્રેજી અખબારો દ્વારા ગુજરાતના હિ‌તનો સજ્જડ વિરોધ કરવાની આબોહવા સર્જા‍યેલી. મેધા પાટકરની ઝુંબેશને કારણે ગુજરાતને અને દેશને કેટલા અબજ રૂપિયાનું નુકસાન ગયું? એમનો અપરાધ અક્ષમ્ય ગણાય. તેઓ ગુજરાતી પ્રજાની માફી માગે તે શક્ય ખરું? હવે તો તેઓ ચૂંટણી લડવાનાં છે.

જોગના ધોધની મુલાકાત લીધી ત્યારે મહાન એંજિનિયર સદ્ગત વિશ્વસરૈયાએ ઉદ્ગાર કાઢેલા: ‘વોટ અ વેસ્ટ? (આ તે કેવો બગાડ?)’ એમણે કરેલી પહેલને કારણે એ ધોધમાંથી જળવિદ્યુત પેદા કરવાની યોજના બની હતી. નર્મદા કે નાઇલ કેવળ તરસ તૃપ્ત કરનારી લોકમાતાઓ જ નથી, એ તો સાક્ષાત્ શક્તિસ્વરૂપા ઊર્જા‍માતા પણ છે. આવનારાં વર્ષોમાં થનારી ‘છાપરા-ક્રાંતિ’ દેશની ગરીબી દૂર કરે એ શક્ય છે. ભવિષ્યમાં ઘરનું પ્રત્યેક છાપરું સોલર પેનલ બનીને સૂર્યશક્તિના ઉત્પાદન દ્વારા વીજળી પેદા કરવાનું છે. ગરીબી તો આળસ મરડનારી પ્રજાની નબળાઇનું બીજું નામ છે.

ગરીબી ત્રણ કક્ષાએ માણસને પજવે છે: દ્રવ્યની અછત, ઊર્જા‍ની અછત અને માહિ‌તીનો અભાવ. આ ત્રણે કક્ષાએ ગરીબી ટળે એવો દિવસ હવે બહુ દૂર નથી. ટેક્નોલોજી ગરીબીની શત્રુ છે. પાણીનું પ્રત્યેક ટીપું મૂલ્યવાન છે. એ ટીપું કેવળ હાઇડ્રોજન અને ઓક્સીજનનું સંયોજન (ઋ૨ઠ) નથી. એ ટીપું તો જીવનદાયી અમૃતબિંદુ છે. ટપક ખેતી (ડ્રિપ-ઇરિગેશન) આજની તાતી જરૂરિયાત છે. ખેતરમાંથી મળેલું એક રીંગણું કેટલા લીટર પાણીનું પડયું? એક કિલોગ્રામ ચોખા કેટલા લીટર પાણીના પડયા? આવા પ્રશ્નો હવે ખેડૂતોએ વારંવાર પૂછવા પડશે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડીએ એક ચોટદાર વિધાન કર્યું હતું:

જે મનુષ્ય જગતની
પાણીની સમસ્યાનો ઉકેલ બતાવશે,
તેને બે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થશે:
એક વિજ્ઞાનનું અને બીજું વિશ્વશાંતિનું
તરસ પવિત્ર છે, માટે તરસતૃપ્તિ પવિત્ર છે. તરસ પવિત્ર છે માટે ગંગાજળ કે નાઇલજળ પવિત્ર છે. એક નદીનું હોવું એટલે શું? જો આ પ્રશ્નનો જવાબ મળી જાય, તો પ્રાર્થના કરવાની જરૂર નથી.’

પાઘડીનો વળ છેડે
મેં જીવનમાં પહેલી વાર
મીઠા પાણીનો સ્વાદ ચાખ્યો.
બહુ સારું લાગે છે
– રવા ધીરા આહીર
નોંધ: સામખિયાળી ગામે નર્મદાનાં નીર કચ્છ સુધી પહેલી વાર પહોંચ્યાં ત્યારે આનંદવિભોર બની ગયેલા એક ગ્રામજનના ઉદ્ગાર આવા હતા. આ ઘટના ૨૦૦૩ના ઉનાળામાં બની હતી.

નર્મદા કે નાઇલ કેવળ તરસ તૃપ્ત કરનારી લોકમાતાઓ જ નથી, એ તો સાક્ષાત્ શક્તિસ્વરૂપા ઊર્જા‍માતા પણ છે. ભવિષ્યમાં ઘરનું પ્રત્યેક છાપરું સોલર પેનલ બનીને સૂર્યશક્તિના ઉત્પાદન દ્વારા વીજળી પેદા કરવાનું છે. ટેક્નોલોજી ગરીબીની શત્રુ છે.

ગુણવંત શાહ

Advertisements

2 thoughts on “ગંગા, યમુના, નર્મદા અને નાઇલનો ધર્મ છે: ‘માતૃત્વ’.DIVYA BHASKER 30-3-2014

  1.  

    જીયાંથી ચુટણીમાં ઉભાં રહ્યાં હોય તે પ્રજાએ તેમને પીછે હઠ કરાવવી જોઇએ.એવું હું તો માનું છું. મેધા પાટકરની ઝુંબેશને કારણે ગુજરાતને અને દેશને કેટલા અબજ રૂપિયાનું નુકસાન ગયું? એમનો અપરાધ અક્ષમ્ય ગણાય. તેઓ ગુજરાતી પ્રજાની માફી માગે તે શક્ય ખરું? હવે તો તેઓ ચૂંટણી લડવાનાં છે.

         Deejay.

    .

  2. Naramada valley project consist of multiple dams on the river. At last it is almost completed ? with unfinished canal work at the cost of Rs. 65000 crors plus (Tata consultancy report). But most of the towns and cities of central Gujarat faces acute shortage of water after winter which peaks in summer; forget Saurastra and Kutch. The benefits of dam have not reached common people of Gujarat. Many environmentalist and water management experts had expressed their doubts about the project whose prediction seems to right at this juncture as the project is not able to able to provide drinking water to central Gujarat and other parts of Gujarat .Government should have had proper discussion with experts of the field and taken the right decision. Currently big dams are as controversial as nuclear power plants. Most of G7 countries are not going for big dam projects. In Canada two dam projects were abandoned in Yukon and British Columbia in favor of saving environment. There for in country like India such kind of projects should be thoroughly studied and implemented. The other water management techniques like check dams and water conservation methods may be useful. Big is not always beautiful some times small is also beautiful. Economist and finance expert should calculate project cost benefit considering social, environmental and ecological cost.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s