નેહરુના નહીં, કબીરના સેક્યુલરિઝમનો સૂર્યોદય DIVYA BHASKER MAY 4-5-2014

અંધારાએ કહ્યું: સાવધાન
દૂરથી પ્રકાશ લઇને
કોઇ આવી રહ્યું છે.
સૂરજનું પ્રથમ કિરણ
આવી પહોંચે તે પહેલાં જ
એને ખતમ કરી નાખો,
કારણ કે આપણને હવે
કોઇ કબીરના આગમનનું
જોખમ પરવડે તેમ નથી.

છેક ૧૯૯૯ના પ્રારંભે કબીરસાહેબ પ્રત્યેના રહસ્યમય આદરને કારણે મેં લખેલી આ કવિતા ‘મહંત-મુલ્લા-પાદરી’ પુસ્તકના કવરપેજ પર પ્રગટ કરેલી. ભક્તિ અને ક્રાંતિ એક જ વ્યક્તિમાં ભેગાં થઇ જાય ત્યારે સમાજને કબીર મળે છે. ચંદ્રની ચાંદની માનવીના મનને શીતળતા અર્પે છે. સૂરજનો તડકો પ્રજાળે છે, પરંતુ રોગનાશક હોય છે. કબીરમાં ચાંદની અને તડકો સાથોસાથ વસેલાં જણાય છે. કબીરમાં ભક્તિની શીતળતા સાથે ક્રાંતિની ઉષ્ણતા પણ હતી. કબીર ભીતર સમશીતોષ્ણ હતા.

શું કબીર સેક્યુલર હતા? લેનિન, સ્તાલિન, માઓ ઝેડોંગ અને પંડિત નેહરુ જે અર્થમાં ‘સેક્યુલર’ હતા તે અર્થમાં કબીર ‘સેક્યુલર’ ન હતા. કબીરના સેક્યુલરિઝમમાં ઇશ્વર કે અલ્લાની બાદબાકી ન હતી. પાકી માન્યતા એવી છે કે કબીરજી પૂરાં ૧૨૦ વર્ષ જીવ્યા હતા. ભારત આજકાલ એવા સેક્યુલરિઝમની શોધમાં છે, જેમાં ભારતીય સંસ્કૃતિની સુગંધ હોય. કબીરનો ઉપદેશ પંદરમી સદીમાં ભારતના હિ‌ન્દુઓ અને મુસલમાનોએ કાન દઇને સાંભળ્યો હોત, તો પાકિસ્તાનની રચના જ થઇ ન હોત. સિન્થેટિક સેક્યુલરિઝમમાં સર્વધર્મ-સમભાવની ગાંધીસુગંધનો અભાવ વરતાય છે.

પંડિત નેહરુએ એવા ‘રસગંધવર્જિત પાશ્ચાત્ય’ સેક્યુલરિઝમનો પ્રારંભ કર્યો. મજાક તો જુઓ જીવનની છેલ્લી ક્ષણે પંડિત નેહરુના નશ્વર દેહ પર જનોઇ જોવા મળી હતી એક અંગત વાત કહી દઉં કે? મારાં દાદીમા (અંબામા) કબીરપંથી હતાં. તમારે કબીરના સુગંધીદાર સેક્યુલરિઝમને સગી આંખે જોવું છે? એક કામ કરો. આદરણીય મોરારિબાપુ અને મૌલાના વહિ‌દુદ્દિન ખાનને એક મંચ પર ભેગા કરીને સાંભળો. એ ઉપરાંત બીજું કામ કરો. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી શેખર ગુપ્તાને અને (ભાજપમાં જોડાયેલા) પત્રકાર એમ. જે. અકબરને એક મંચ પર ભેગા કરીને એમના વિચારો સાંભળો. આ બંને વાતો શક્ય ન બને તો સો ટચના સેક્યુલર એવા સ્પષ્ટ વક્તા શેખર ગુપ્તાના પ્રાણવાન શબ્દો સાંભળો:

‘ભારતના મુસ્લિમો ફરિયાદ
કરી શકે તેમ છે કે:
હિ‌ન્દુ જમણેરીઓના ભયથી
રક્ષણ પામવા માટે એમને
મતના બદલામાં ઓછામાં ઓછો
રાજકીય લાભ આપીને પટાવવામાં આવ્યા.
મુસ્લિમોના મતોને ભયની સામે (જાણે)
બાનમાં રાખવામાં આવ્યા’
(‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’, ૧૯-૦૪-૨૦૧૪)
બધી વાતનો સાર એ કે ભારતના મુસ્લિમોને ‘નોર્મલ નાગરિક’ ગણવામાં ન આવ્યા. કોંગ્રેસે મુસ્લિમોને લગભગ એવું કહ્યે રાખ્યું કે: અમને વોટ ન આપશો તો હિ‌ન્દુઓ તમને ગળી જશે. આ હથિયાર હવે લગભગ બુઠ્ઠં થવા આવ્યું છે. પ્રવીણ તોગડિયાને હિ‌ન્દુઓ સાંભળવા તૈયાર નથી. પ્રવીણ તોગડિયાએ સાવ ભંગાર વાત કરી તેનો જોરદાર વિરોધ હિ‌ન્દુઓએ જ કર્યો છે. પંદર-સત્તર વર્ષો પહેલાં રાજસ્થાનના કોંગ્રેસી મુખ્યપ્રધાન ગેહલોતે ત્રિશૂળદીક્ષા કાર્યક્રમ માટે પ્રવીણ તોગડિયાની ધરપકડ કરી ત્યારે મેં એક લેખ લખીને ગેહલોતને અભિનંદન પાઠવ્યાં હતાં. નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયા વચ્ચે ક્યારના છૂટાછેડા થઇ ગયા છે. સૈયદ બુખારીને મુસલમાનો સાંભળવા તૈયાર નથી. ૨૦૧૪ની ચૂંટણીના આ દોરમાં કોંગ્રેસ મુસલમાનોને શું કહી રહી છે? ‘શોલે’ ફિલ્મનો ડાયલોગ યાદ છે? ‘યહાં સે પચાસ પચાસ કોસ દૂર ગાંવ મેં જબ બચ્ચા રાત કો રોતા હૈ, તો માં કહતી હૈ: બેટા સોજા નહીં તો ગબ્બરસિંગ આ જાયેગા.’

કોંગ્રેસ મુસલમાનોને આજે સતત કહે છે: ‘નરેન્દ્ર મોદી આ જાયેગા.’ કોંગ્રેસ કદાચ આવું હથિયાર છેલ્લી વાર વાપરી રહી છે. આવા કલ્પિત ભયનો જવાબ જમિયત-એ-હિંદના પ્રમુખ મૌલાના મદનીએ આપ્યો અને કહ્યું: ‘હું તિલક નથી કરી શકતો તો નરેન્દ્ર મોદી મુસ્લિમ ટોપી શા માટે પહેરે? મોદી રમખાણોમાં દોષિત હોય, તો તેમને સજા થવી જોઇએ, પણ માફી માગવાની જરૂર નથી.’ (‘દિવ્ય ભાસ્કર’, ૨૧-૦૪-૨૦૧૪). મૌલાના મદનીએ જે વાત કરી તેમાં સિન્થેટિક સેક્યુલરિઝમ સામે તર્કયુક્ત બળવો રહેલો છે. નરેન્દ્ર મોદીએ પટણાની જંગી રેલીમાં બોંબ-ધડાકા થતા હતા ત્યારે એક એવું વિધાન કર્યું હતું જે આવનારાં વર્ષોમાં એમનો પીછો નહીં છોડે.એમણે કહ્યું હતું કે: હિંદુ મુસલમાન સે લડે યા મુસલમાન હિંદુ સે લડે ઐસા નહીં, લેકિન હિંદુ ઔર મુસલમાન દોનો મીલ કે ગરીબી સે લડે ઐસા હોના ચાહિ‌યે. (યાદદાસ્ત પરથી). જો દિલ્હીમાં કદાચ એન.ડી.એ. સરકાર બને, તો વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ ઉપરોક્ત વિધાનને સતત વફાદાર રહેવું પડશે.

જો એમના શાસન દરમિયાન ક્યાંય સંકુચિત હિંદુત્વનો ઓળો પડે, તો દેશના કરોડો હિંદુઓ પણ એમને માફ નહીં કરે. આ દેશમાં આપણા શાણા વડીલોએ સેક્યુલર બંધારણ આપ્યું તે તો રાષ્ટ્રને એક તાંતણે જોડનારું ઉત્તમ ફેવિકોલ છે. એવું સેક્યુલર બંધારણ લઘુમતીની માગણીને કારણે નથી મળ્યું. એવું બંધારણ મળે તેમાં દેશના ૮૨ ટકા હિંદુઓ સહમત હતા. એના સ્વીકાર માટે દેશના ઉદાર હિંદુઓને સમજાવવા કે પટાવવા નથી પડયા. ભારતીય સેક્યુલર બંધારણ ઉદાત્ત હિંદુત્વની સુગંધનો ઉત્તમોત્તમ સંકેત ગણાય. આ વાતનો સ્વીકાર ભારતના મુસલમાનો કરે એ શક્ય છે, પરંતુ ડાબેરીઓ કદી પણ હિંદુઓને આટલો જશ પણ ન આપી શકે. ગાંધી-સરદાર-નેહરુ અને આંબેડકર તરફથી મળેલી આ ધરોહરને ખતમ કરે એવા મૂર્ખ નરેન્દ્ર મોદી નથી.
૧૬મી મે (૨૦૧૪)ને દિવસે કયો પક્ષ વિજય પામે તે બહુ મહત્ત્વનું નથી. છેલ્લાં પચીસ વર્ષોથી સ્વસ્થ સેક્યુલરિઝમની હિ‌ફાજત માટે આ કોલમમાં હું સતત લખતો રહ્યો છું અને તેને કારણે મને ઓછા શત્રુઓ નથી મળ્યા. અંદરખાનેથી મને સતત એવું લાગી રહ્યું છે કે હિંદુ-મુસ્લિમ વૈમનસ્યના દિવસો હવે પૂરા થવા આવ્યા છે. મારું તો શમણું છે કે ક્યારેક આર.એસ.એસ.માં કોઇ ર્ગોબાચોફ જરૂર પાકશે. વોટબેંકનું રાજકારણ ઢીલું પડી રહ્યું છે. નવી પેઢીની ઝંખના ધર્મમૂલક નથી, જીવનમૂલક છે. રાત પડે પછી રસ્તા પર કોઇ મુસ્લિમ યુવતીને સ્કૂટી પર બેસીને જતી જુઓ ત્યારે એ સ્કૂટર પર બેઠેલા પ્રચ્છન્ન સેક્યુલરિઝમને પણ જોવાનું ચૂકશો નહીં. કબીર એમાં રાજી રાજી’
(લખ્યા તા. ૨૨-૦૪-૨૦૧૪)

પાઘડીનો વળ છેડે
જેમનું નામ લેતાં સેક્યુલરિસ્ટો થાકતા નથી એવા અશોક, અકબર, કબીર અને ગાંધી જો સેક્યુલરિઝમના ખ્યાલ વિના ચલાવી શક્યા, તો દક્ષિણ એશિયા પણ એવા ખ્યાલ વગર ચલાવી શકે છે. સેક્યુલરિઝમના નામે કહેવાતા ક્રાંતિકારી શાસનની લેનિનમુદ્રા કે જેમાં ૬.૨ કરોડ જેટલા નાગરિકોની કતલ કરવામાં આવેલી, તેવા મોડેલનું અનુકરણ કરવાની શી જરૂર છે? ભારતના અક્કલવિહોણા ડાબેરીઓનું યુદ્ધ પૂર્વેનું વસાહતી (કોલોનિયલ) માનસ એમાં છતું થાય છે… હું આધુનિક ભારતનું સંતાન છું. હું નાસ્તિક છું. મને ગાંધીના એક સૂત્રે માર્ગદર્શન પૂરું પાડયું છે: ‘જેઓ એમ માને છે કે ધર્મને રાજકારણ સાથે કોઇ લેવાદેવા નથી, તેઓ નથી ધર્મને સમજતા કે નથી રાજકાણને સમજતા.’

આશિષ નન્દિ (ઠણ્ઞ્રગ્ગ્રપ્ત, ૨૧-૦૬-૨૦૦૪)
નોંધ: સિન્થેટિક સેક્યુલરિઝમ માટે ધૂણવાની કુટેવ કેળવી બેઠેલા ડાબેરી કટ્ટરપંથી કર્મશીલોને સવિનય અર્પણ. આશિષ નન્દિ મોદીના નિષ્ઠાવંત વિરોધી છે.

ભારત આજકાલ એવા સેક્યુલરિઝમની શોધમાં છે, જેમાં ભારતીય સંસ્કૃતિની સુગંધ હોય. કબીરનો ઉપદેશ પંદરમી સદીમાં ભારતના હિ‌ન્દુઓ અને મુસલમાનોએ કાન દઇને સાંભળ્યો હોત, તો પાકિસ્તાનની રચના જ થઇ ન હોત.

ગુણવંત શાહ

Advertisements

3 thoughts on “નેહરુના નહીં, કબીરના સેક્યુલરિઝમનો સૂર્યોદય DIVYA BHASKER MAY 4-5-2014

  1. maru naam ketansinh rajput che. atla vakhat thi joto avu chu tame muslim vishe j lakho cho ane hindu virudh.tame ne morari bapu ne etlu badhu muslim vishe km prem che e khabar nathi padti
    tame jano cho muslim ne hishabe ketlu bhogvu pade che.
    pravin togdiya ni dharpakad thai to tame tene saru kaho cho. mane to lage che tmaru mul bij muslim j hase.

    tamari jat to amthi bayla j hoy ema tamaru bij muslim. jani lejo muslim cho ????

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s