testing

this is just to test your account

Advertisements

GUNVANT SHAH IN Ahmedabad, 30-4-2011

Shri Subraminian Swami and Gunvant shah on the same platform

SUBJECT: Present Scenario of the nation and our duty as citizen

President: H.H. Shri Swami Adhyatmanandji

Venu: Sindhu Bhavan,

 Opp Pakwan restaurant  off  SG  highway Sarkhej road,

Time : 5.30 pm

ગુણવંત શાહ: ભ્રષ્ટાચારના ઉકરડા પર બેઠેલો આમ આદમી

અણ્ણાસાહેબની સ્વચ્છ છબી પર ગાંધીટોપી આબાદ શોભે છે. આજે આવા નિ:સ્વાર્થ માણસો હાજર સ્ટોકમાં ક્યાં છે? અણ્ણાસાહેબની માગણી સાવ સાચી છે. જે નિષ્પક્ષ અને નિ:સ્વાર્થ હોય તેવા જ માણસના શબ્દનું જ વજન પડે છે. શીલ વિનાનો વિદ્રોહ પણ લાંબો નથી ચાલતો. આજે તો એવું લાગે છે કે સમગ્ર દેશની સજ્જનશક્તિ અને નિષ્ઠકલંક સત્વશીલતા અણ્ણાસાહેબની સાથે છે.

ભ્રષ્ટાચાર સર્વપક્ષી છે, સર્વધર્મી છે અને સર્વથા સેક્યુલર છે. એ કર્મશીલોને પણ ઝટ છોડતો નથી. એક એવી ઋતુ જામી છે, જેમાં પ્રામાણિક રહેવા ઇચ્છે તે સજ્જન પણ પ્રામાણિક રહી ન શકે. જવું ક્યાં? જે મનુષ્ય ભદ્ર હોય તે પ્રામાણિક હોય જ એવું નથી.

કોમનવેલ્થ ગેમ્સનો ગોટાળો બહાર આવ્યો ત્યાં તો ૨ જી સ્પેકટ્રમનું કૌભાંડ બહાર આવ્યું. એ બધું પ્રજા પચાવી શકે ત્યાં કર્ણાટકના મુખ્યપ્રધાન યેદીયુરપ્પાના ગોટાળા પ્રગટ થયા. દેશને હજી માંડ કળ વળે તે પહેલાં ઇસરોનું કૌભાંડ પ્રગટ થયું. પછી આવ્યા થોમસ અને હસનઅલી. ભારતની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ પણ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં સપડાયા.

આપણા દેશમાં બે પ્રકારના લોકો વસે છે: પ્રામાણિક અને અપ્રામાણિક. જરાક આગળ વધીએ તો જણાશે કે કેટલાક લોકો થોડા થોડા પ્રામાણિક અને થોડા થોડા અપ્રામાણિક હોય છે. આવો અર્ધનિર્દોષ માણસ જ ‘આમ આદમી’ કહેવાય છે. એ આદમી ક્યારેક ચીભડાંની ચોરી કરે છે, પરંતુ દલો તરવાડી નથી હોતો. કોઇ જયપ્રકાશ કે અણ્ણા હજારેની પ્રેરણા મળે, તો આમ આદમીનો માઇક્રો ભ્રષ્ટાચાર પણ ટળવા માટે આતુર હોય છે. આપણો દેશ આજે રીઢા ગુનેગારોની જાળમાં ફસાયો છે. કોઇ મૂર્ખ માણસ જ ભ્રષ્ટાચારને એક રાજકીય પક્ષ સાથે જોડે. ભ્રષ્ટાચાર સર્વપક્ષી છે, સર્વધર્મી છે અને સર્વથા સેક્યુલર છે. એ કર્મશીલોને પણ ઝટ છોડતો નથી. એક એવી ઋતુ જામી છે, જેમાં પ્રામાણિક રહેવા ઇચ્છે તે સજ્જન પણ પ્રામાણિક રહી ન શકે. જવું ક્યાં? જે મનુષ્ય ભદ્ર હોય તે પ્રામાણિક હોય જ એવું નથી.

ભારતના કોઇપણ શહેરમાં તમે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કે દેરાસર વટાવ્યા વિના એક કિલોમીટર પણ ચાલી ન શકો. આટલાંબધાં ધર્મસ્થાનો તમે અન્ય કોઇ દેશમાં જોયાં છે? ધાર્મિકતા અને પ્રામાણિકતા વચ્ચે છુટાછેડા થઇ જાય પછી જે બચરવાળ, ગરીબ, નિર્વીર્ય અને રુગ્ણ સમાજ બચે તે આપણને સદી ગયો છે. કોઇ અણ્ણા હજારે લગભગ ગાંધીજીની માફક આપણને જગાડવા મથે છે, પરંતુ આપણે હજી કલોરોફોર્મના ઘેનમાં છીએ. નથી બચી કોઇ ધર્મનિષ્ઠા કે નથી બચી કોઇ રાષ્ટ્રનિષ્ઠા. કુંભકર્ણ કલોરોફોર્મ સૂંઘીને સૂઇ ગયો છે!

સુબ્રહ્નણ્યમ સ્વામીને ‘સીધી બાત’ કાર્યક્રમમાં એમ. જે. અકબરે અંતે એક પ્રશ્ન પૂછ્યો હતો: ‘તમારા અભિપ્રાય મુજબ ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ?’ એક ક્ષણના પણ વિલંબ વિના સ્વામીએ કહ્યું: ‘મોરારજી દેસાઇ ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન હતા.’ તરત જ અકબરે વળતો પ્રશ્ન કર્યો: ‘તમે મોરારજીભાઇને શ્રેષ્ઠ વડાપ્રધાન કયા કારણે કહો છો?’ સ્વામીનો જવાબ હતો: ‘ઉનકી કથની ઔર કરણી મેં અંતર નહીં થા.’ આવા મોરારજીભાઇના નામે આજે દેશમાં એક પણ યુનિવર્સિટી નથી, એક પણ હોલ નથી, એક પણ પુલ નથી કે એક પણ એવોર્ડ નથી.

આજે તો સુબ્રહ્નણ્યમ સ્વામી કૌરવસભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું, ત્યારે જોરથી બરાડો પાડનારા વિકર્ણ જેવા જણાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર રહી ચૂકેલા સ્વામી પોતાની રીતે ભ્રષ્ટાચારના નરકાસુર સામે લડી રહ્યા છે. તેઓ કોઇ એક પક્ષના ભ્રષ્ટાચાર સામે લડનારા નથી. આ બાબતે તેઓ ભાજપને પણ નહીં છોડે.

તમે એક ઘટનાની નોંધ લીધી? કેરાલાના સ્વચ્છ મુખ્યપ્રધાન વી. એસ. અચ્યુતાનંદે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી તેમાં જે એફિડેવિટ રજૂ કર્યું તેમાં પોતાની કોઇ જ સ્થાવર-જંગમ મિલકત નથી તેમ જણાવ્યું હતું. એમણે જણાવ્યું કે એમના હાથ પર રૂપિયા ૩૦૦૦ની રોકડ રકમ છે અને બેંક ડિપોઝિટ રૂપે રૂપિયા ૮૦,૨૯૫ છે. આવા સ્વચ્છ અને લોકપ્રિય નેતા હવે મ્યુઝિયમમાં જોવા મળશે. તામિલનાડુમાં તો મતદારોને ખરીદવા માટે લહાણી કરવાની બીભત્સ હરીફાઇ કરુણાનિધિ અને જયલલિથા વચ્ચે ચાલી રહી છે.

કરુણાનિધિની ત્રણ પત્નીઓ દ્વારા પેદા થયેલાં ચાલાક ફરજંદોએ એટલું ધન એકઠું કર્યું છે કે ‘કરોડ’ શબ્દ શરમાઇ મરે! લૂંટની વહેંચણીમાં સંતાનો વચ્ચે થતી બેશરમ તકરાર જોવા માટે ધૃતરાષ્ટ્રની માફક કરુણાનિધિ લાંબું જીવે એવી પૂરી શક્યતા છે. (‘કરુણાનિધિ’ શબ્દ મૂળે તુલસીદાસજીએ રામ માટે પ્રયોજેલો છે). એ રાજાના વિકરાળ ભ્રષ્ટાચારમાં કરુણાનિધિના પરિવારનો ભાગ હોય એવો વહેમ જાગ્રત નાગરિકોને પડી ચૂક્યો છે.

કોમનવેલ્થ ગેમ્સનો ગોટાળો બહાર આવ્યો ત્યાં તો ૨ જી સ્પેકટ્રમનું કૌભાંડ બહાર આવ્યું. એ બધું પ્રજા પચાવી શકે ત્યાં કર્ણાટકના મુખ્યપ્રધાન યેદીયુરપ્પાના ગોટાળા પ્રગટ થયા. દેશને હજી માંડ કળ વળે તે પહેલાં ઇસરોનું કૌભાંડ પ્રગટ થયું. પછી આવ્યા થોમસ અને હસનઅલી. ભારતની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ પણ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં સપડાયા. કદી તમે ‘બનાવટી પાઇલટ’ જેવા બે શબ્દો સાંભળ્યા હતા ખરા? બાલવા સાથે દાઉદ ઇબ્રાહીમ જોડાય ત્યારે એમાં કયા કયા નેતાઓની સંડોવણી હશે? લશ્કરના સર્વોચ્ચ વડા પણ આદર્શ ગોટાળામાં સંડોવાયેલા હોય તો જવું ક્યાં? વડાપ્રધાન નરસિંહ રાવ માંડ માંડ જેલમાં જતાં બચ્યા હતા.

નિતીન ગડકરીએ યેદીયુરપ્પા અંગે એક સાચી વાત કહી દીધી: ‘તેઓ કાયદાકીય દ્રષ્ટિએ ગુનેગાર ન હોય, તોય નૈતિક દ્રષ્ટિએ નિર્દોષ નથી.’ લગભગ આ જ તર્ક સોનિયા ગાંધીને લાગુ પડે છે. તેઓ કાયદાકીય દ્રષ્ટિએ ભલે બેગુનાહ હોય, નૈતિક દ્રષ્ટિએ દોષમુક્ત નથી. મામા કવોટ્રોચીને નિર્દોષ માનવા કોઇ કોંગ્રેસી પણ તૈયાર નથી. રાજકારણીઓ ખાનગીમાં સત્ય બોલતા હોય છે. મહાત્મા ગાંધીની છાયામાં સત્ય, અહિંસા અને સાધનશુદ્ધિની વાતો આપણા દેશમાં સૌથી વધારે થાય છે. આમ છતાં જથ્થાબંધ તથા છુટક અપ્રામાણિકતાની બોલબાલા આટલી બુલંદ કેમ છે? લોકો ડગલે ને પગલે જૂઠું બોલે છે.

કેવળ રાજકારણીઓ જૂઠું બોલે છે એવા ભ્રમમાં રહેશો નહીં. દેશના સેવકો અને કર્મશીલો આ બાબતે રાજકારણીઓ કરતાં ઊતરે તેમ નથી. આવી પ્રજાને જયપ્રકાશ કે મોરારજી ક્યાંથી મળવાના? દુર્ગંધ સામે વિદ્રોહ જાગે તે માટે પણ દુર્ગંધ પ્રત્યે ઘૃણા હોય એ જરૂરી છે. આપણી ખોખલી ધાર્મિકતા પણ ભ્રષ્ટાચારના મહાસાગર પર તરતી સ્ટીમર જેવી છે. નબળી પ્રજાને આત્મવિશ્વાસ અને આત્મગૌરવથી ભરેલા પ્રામાણિક નેતા પ્રત્યે થોડોક અણગમો કેમ હોય છે? મોરારજી દેસાઇને ગાળો ભાંડનારા લોકો એમની કડવી વાણીની વાજબી ટીકા કરતા, તોય તેઓની સ્વચ્છ શાસન શૈલીની પ્રશંસા કરવાનું અવશ્ય ટાળતા. મંદપ્રાણ પ્રજા તેજસ્વી અને ઓજસ્વી નેતાને ઝટ વેઠી નથી શકતી.

જે ભ્રષ્ટાચાર દેશમાં વ્યાપ્યો છે તેમાં આપણો થોડોક ફાળો અવશ્ય છે. કોઇ પણ જમીન, મકાન, પ્લોટ કે દુકાનનો સોદો થાય ત્યારે એક પ્રશ્ન ખાનગીમાં અવશ્ય પુછાય છે: ‘બ્લેકમાં કેટલા અને વ્હાઇટમાં કેટલા?’ જ્યારે અને જ્યાં કોમી હુલ્લડ થાય, ત્યારે અને ત્યાં આપણો અપ્રત્યક્ષ છતાં સીધો ફાળો હોય છે. આવું જ રાષ્ટ્રીય કક્ષાના ‘મેગા ભ્રષ્ટાચાર’ માટે કહી શકાય. આપણો ‘માઇક્રો ભ્રષ્ટાચાર’ જ વિરાટ ભ્રષ્ટાચારનો ખરો જનક છે.

લાલુપ્રસાદ, મુલાયમ, કરુણાનિધિ, બાદલ, જયલલિથા કે યુદીયુરપ્પાને ચૂંટે છે કોણ? મતદારો આજે પણ વ્યક્તિપૂજા અને પરિવારપૂજાથી દોરવાય છે. હરામની કમાણી ભલભલાને ગળચટી લાગે છે. ભારતનો આમ આદમી પોતે સજેઁલા ભ્રષ્ટાચારના ઉકરડા પર બેઠો છે. એનું નાક ઉકરડાની દુર્ગંધથી ટેવાઇ ગયું છે. આ બાબતે સામ્યવાદી નેતા અચ્યુતાનંદ રણમાં રણદ્વીપ જેવા છે.

ઇજિપ્તના કૈરોમાં તહ્રિર ચોકમાં લોકો જે રીતે સડક પર ઊતરી આવ્યા તે રીતે પ્રજાનો અહિંસક આક્રોશ દિલ્હીમાં પ્રગટ થાય એ શક્ય છે? લોકતંત્રમાં લોકોનો ક્રોધ ઘણી રીતે પ્રગટ થઇ જતો હોય છે. ગાળાગાળી ગમે તેટલી અશ્લીલ હોય તોય મારામારીમાં થતી હિંસાથી મુક્ત હોય છે. અણ્ણાસાહેબની સ્વચ્છ છબી પર ગાંધીટોપી આબાદ શોભે છે. આજે આવા નિ:સ્વાર્થ માણસો હાજર સ્ટોકમાં ક્યાં છે? વડાપ્રધાન અંગત કક્ષાએ સ્વચ્છ ખરા, પરંતુ તેઓ ભ્રષ્ટ માણસોના ગરબા વચ્ચે લાચારપણે ઊભા છે.

અણ્ણાસાહેબની માગણી સાવ સાચી છે. જે નિષ્પક્ષ અને નિ:સ્વાર્થ હોય તેવા જ માણસના શબ્દનું જ વજન પડે છે. શીલ વિનાનો વિદ્રોહ પણ લાંબો નથી ચાલતો. આજે તો એવું લાગે છે કે સમગ્ર દેશની સજ્જનશક્તિ અને નિષ્ઠકલંક સત્વશીલતા અણ્ણાસાહેબની સાથે છે. જયપ્રકાશની નિષ્ફળતા પણ ઇન્દિરા ગાંધીની સફળતા કરતાં ઊંચેરી હતી. જેલમાં જયપ્રકાશે કવિતા લખી હતી, તેમાં પ્રથમ પંક્તિ હતી: ‘યહ જીવન વફિલતાઓં સે ભરા હૈ.’ (લખ્યા તા. ૫-૪-૨૦૧૦).

પાઘડીનો વળ છેડે

માનવ-અધિકારનો સૌથી ભૂંડો ભંગ એટલે ભ્રષ્ટાચાર.- જસ્ટિસ ક્રિશ્ના ઐય્યર

Gunvant Shah And letter by Narendra Modi to Anna

Narendra Modi writes an open letter to Anna

ibnlive.com

http://static.ibnlive.com/pix/common/zero.gif

http://ibnlive.in.com/pix/sitepix/04_2011/narendra-modi-anna-hazare-110411_271x181.jpg

New Delhi: A day after Anna Hazare praised Narendra Modi for the development work the Gujarat Chief Minister had undertaken, Modi posted an open letter on his blog addressed to Anna Hazare, hailing the veteran Gandhian and anti-corruption activist.

Here’s the full text of Narendra Modi’s open letter to Anna Hazare:

My heartfelt feelings in an open letter to Annaji

Respected Annaji,

On the eighth day of fasting in the Navratri I am inspired to write to you early at 5 O’clock in the morning.

When you were sitting at fast in Delhi during that period, I too was fasting on the occasion of Navratri, the period that symbolizes the embodiment of Divine Shakti. I was pleased indeed that by the grace of Maa Jagadamba I happened to be a co-traveller in your crusade albeit indirectly.

Observing the Navratri fast and being busy in election campaigning, I was fortunate to have the darshan of Mother Kamakshi in Assam. Your fasting was in progress and naturally I did pray to Kamakshidevi about your health and I feel certain that a divine power has been kind enough to bestow her blessings on you.

Yesterday I was back from Kerala campaign to Gandhinagar at 2 am.

And it was yesterday that I got the encouraging news of your expressing kind words for Gujarat and me.

I am fortunate and grateful to get your blessings.

Respected Annaji, my respect for you is decades old. Before I entered politics I was full time RSS pracharak. At that time national leaders of the RSS who came to attend our meetings invariably discussed your rural development activities so that it could be emulated. It has tremendous impact on me. In the past I also had the good fortune of meeting you.

I and my state of Gujarat are indebted to you for the courage and conviction you showed in saying good words for me and my state. In this show of courage you exhibited commitment to truth and a soldier-like conviction. And because of this your opinion has been universally accepted.

I request you to also bless me that your praise will not make be complacent and commit mistakes.

Your blessings have given me the strength to do what is right and what is good. At the same time my responsibility has also become more. Because of your statement crores of youth would now be having great expectations and therefore even a small mistake of mine will disappoint them. Therefore I have to remain vigilant and I seek your blessings for the same.

Respected Annaji, in this delicate moment, I should say that I come from a simple family and am a common man too. In my family no one is even distantly connected to politics or remains close to power; I do not have illusions that I am a perfect individual. Like a common man I too have my own limitations; good and bad qualities.

I pray that I am always blessed by Mother Jagadamba so that bad qualities do not take possession of me. Always thinking of doing good to Gujarat, I would devote myself to the progress of Gujarat and therefore like to wipe out the tears from the face of the poor. For doing all this I pray that I am never short of your blessings, and this is my humble request.

Respected Annaji, you are a Gandhian and a soldier. Yesterday during election campaign in Kerala when I heard about your blessings for me and my state I feared that you will be subjected to vilification. A certain group inimical to -Gujarat will not let go this opportunity to malign your love, sacrifice, penance and commitment to truth. They will try to tarnish your name because you spoke well of me and my state.

As bad luck would have it this has come true. Once again this inimical forces have come to the fore. On the occasion of Navratri I pray to Maa Jagadamba that no one sullies your fair name.

You will be aware that whosoever talks good of Gujarat he or she will be subjected to the vilification campaign.

In the past a senior Muslim parliamentarian from Canoor constituency hailing from the Communist Party Shri P Abdulla Kutty was ostracized from the party following his praising of Gujarat’s development.

The superstar of this century Shri Amitabh Bachchan when he worked free for Gujarat Tourism was also attacked by this same group of inimical forces. They spread falsehoods against Bachchan so as to snap his old ties with Gujarat. At a public function in Mumbai where Bachchan was invited this group had stopped him from entering.

Also a campaign was let loose to malign the leading Gandhian of Gujarat Shri Gunavant Shah who is speaking for the atma-gaurav of Gujarat.

Maulana Ghulam Vastanavi of Gujarat who was elected as head of the Darul Uloom of Deoband was also subjected to vilification campaign when he praised the development of Gujarat. He had publicly said that Gujarat is surging ahead on the road of fast paced development, and without any religious discrimination everybody was getting the fruits of development. Soon he was silenced by undue harassment by the same forces.

Recently, Major General IS Sinha (sic) of Golden Katara division of Indian Army when he praised the development of Gujarat he too was beleaguered by the same forces and there was even a demand for disciplinary action against the major general.

These are only a few examples. But Gujarat’s real developmental journey is an anathema to this group bent upon heaping calumny on my state. Whenever the name of Gujarat is mentioned these forces immediately swing into action to spread canards and falsehoods.

Respected Annaji, Gujarat’s six crore people do not want that, the same group should sadden you.

I am still afraid that, this group will put you in trouble. May God give you strength.

I humbly bow to the sacrifices and penances you have made for the country. Let God bless you with supreme health so that many like me would be beneficiary of your guidance. This is my heartfelt prayer.

Yours

http://static.ibnlive.com/pix/sitepix/04_2011/narendra-modi-signature-110411b.jpg

(Narendra Modi)

Gunvant Shah In Cuttak, Orissa

GUNVANT SHAH IS THE CHIEF GUEST OF  61 st ALL ORISSA WRITERS CONFERENCE KNOWN AS ‘BISUV MILAN ‘ AT BISUV MANDAP, CUTTACK ON 12-14 APRIL 2011, UNDER THE   AUSPICIOUS OF ‘THE PRAJATANTRA PRACHAR SAMITY’ FOUNDED BY DR HARIKRUSHNA MEHTAB.

DR GUNVANT SHAH WILL INAUGURATE THE 61ST BISUVMILAN ON 14 APRIL 2011, AT 10 a.m.

ગુણવંત શાહ: રોજ આપણા હાથમાંથી જીવન છટકી જાય છે!Divya Bhasker, 27-3-2011

દમયંતીના હાથમાંથી ચાલી જતી માછલીની માફક રોજ આપણી ભીતર પડેલી શક્યતાઓ આપણને છોડીને અદ્રશ્ય થાય છે. જ્યાં જ્યાં સત્યનો પક્ષ લેવા માટે બે શબ્દો બોલવાનો મોકો મળ્યો ત્યારે આપણે મૂંગા મર્યા! જ્યાં એક હકીકત પ્રગટ કરવાથી કોઇ એકલા પડી ગયેલા સાચા માણસને ટેકો કરવાની તક હતી ત્યારે આપણે આપણા કપટયુક્ત મૌન દ્વારા કોઇ બદમાશને મદદ પહોંચાડી! આવું કરતી વખતે આપણે આપણા માંહ્યલાની હત્યા કરતા રહ્યા અને રૂપાળા દેખાવાની મજા માણતા રહ્યા!

શિક્ષણ દ્વારા અજ્ઞાન દૂર થાય, પરંતુ મૂર્ખતા દૂર નથી થતી. જીવનનું એક વિચિત્ર સત્ય એ છે કે મૂર્ખતા કદી પીડાદાયક નથી હોતી. માણસને મૂર્ખતા અત્યંત વહાલી હોય છે તેનું રહસ્ય એ જ કે મૂર્ખતા રાહત પણ આપે છે. મૂર્ખતાનો માલિક એક એવા નશામાં હોય છે, જે નશો એને જ્ઞાન દ્વારા મળનારી પીડામાંથી બચાવી લે છે. સેમ્યુઅલ બેકેટના વિખ્યાત નાટક ‘વેઇટિંગ ફોર ગોદો’માં સાંભળવા મળતું એક વિધાન છે, ‘દુનિયામાં આંસુ કદી ખૂટતાં નથી. એ નિરંતર વહે છે. ક્યાંક કોઇ રડવાનું બંધ કરે, ત્યાં તો બીજે કશેક રડવાનું શરૂ થઇ જાય છે.’ મૂર્ખતા સુખદાયિની છે!

જીવન તળાવ જેવું અપ્રવાહી કે ‘સ્થાનકવાસી’ નથી હોતું. એ તો પ્રતિક્ષણ ગતિશીલ હોય છે. ગતિ એ જ તો પરિવર્તનનું ચારિત્ર્ય છે! વહેવું અને સતત વહેવું એ નદીનું શીલ છે. ગીતામાં સાગરને ‘અચલપ્રતિષ્ઠ’ કહ્યો છે. જે ધ્યેય હોય તે સ્થિર હોય તો જ ત્યાં સુધી પહોંચીને પામી શકાય. આપણા ઘણાખરા ઉપદ્રવો કાયમીપણાની ભ્રમણાનાં ફરજંદો છે.

સાગર ‘અચલપ્રતિષ્ઠ’ છે તેથી તો નદી સાગર ભણી વહી શકે છે. સાગર એ જ નદીનું ગંતવ્ય છે. જીવનને અસ્ખલિત પ્રવાહ સ્વરૂપે જોવામાં બધા આધ્યાત્મનો સાર આવી જાય છે. એક જ બાબત કાયમી છે અને તે છે કાયમીપણાનો અભાવ! આવી સમજણ આપણને હળવા બનવાની છુટ આપે છે. જે હળવો નથી તે સાધુ નથી. જેનું સ્મિત કરમાઇ જાય તેની સાધુતા કરમાઇ જાય છે. વર્ષો પહેલાં વિનોબાએ કોઇ સ્વાર્થી માણસને સંભળાવેલું, ‘ફાયદે સે ક્યા ફાયદા?’ જે મનુષ્ય ભારેખમ જણાય તેને ચિંતક કહેવાની ભૂલ ન કરશો. અધ્યાત્મને ઘુવડગંભીરતા સાથે કોઇ લેવાદેવા નથી.

સતત યાદ રાખવાનું છે કે આપણને ગીતાનો ઉપદેશ એક એવા યોગેશ્વરે આપ્યો છે, જેમણે રાસલીલા પણ કરી હતી અને માખણચોરી પણ કરી હતી. કૃષ્ણના સ્મિતનો જાદુ આજે પણ ઓસર્યો નથી. આજની નવી પેઢીનો ભગવાન પણ નૃત્યપ્રિય, સ્મિતપ્રિય અને આનંદપ્રિય હોવાનો. જેનું મોં ગંભીરતાને કારણે બેડોળ બની ગયું હોય એવા ચિંતકથી દસ કિલોમીટર છેટા રહેવામાં જ લાભ છે.

આપણો સમાજ બહુમતી નામના બુલડોઝરનો ગુલામ છે. ઘણાખરા લોકો જે માને તે સાચું માનવામાં સલામતી રહેલી છે. આવી ગુલામીને કારણે જ સદીઓ સુધી સતીપ્રથા ચાલુ રહી શકી. આટલી ક્રૂર પરંપરાને ધર્મની ઓથ સાંપડી તેથી ‘ધર્મ’ શબ્દ ઝંખવાણો પડ્યો. એ જ પ્રમાણે અસ્પૃશ્યતા જેવી અમાનવીય પ્રથાને પણ ધર્મની ઓથ સાંપડી. સાને ગુરુજી જેવા સાધુપુરુષે પ્રશ્ન કર્યો, ‘અદ્વૈત અને અસ્પૃશ્યતા વચ્ચે મેળ બેસે ખરો?’ સતીપ્રથા સામે બુલંદ અવાજ ઉઠાવનાર રાજા રામમોહનરાયની ભાભીને બળજબરીથી સતી થવાની ફરજ પડી ત્યારે રાજા રામમોહનરાયની ચેતના જાગી ઊઠી.

બહુમતી એટલે શું? જવાબ છે: હિંમતવાળો એક માણસ એટલે બહુમતી. નોઆખલીમાં ગાંધીજી એકલા ગયા તોય બહુમતીમાં જ હતા. માણસ ભલે એકલો હોય, પરંતુ સત્ય જ્યારે બાજુમાં ઊભેલું હોય ત્યારે સંખ્યા ગૌણ બની જાય છે. એકલા જણાતા માણસ પાસે ઊભેલું સત્ય સ્થૂળ આંખે દેખાતું નથી. કોઇ પણ જાતના સ્વાર્થ વિના પોતાને જડેલા સત્યનો ઉપાડો લેતી વખતે માણસ એકલો હોય છે એવો ભ્રમ ખંખેરી કાઢવા જેવો છે. એ માણસની પાસે ઊભેલા સત્યદેવતા અન્યની નજરે ન પડે તેથી શું? ઐતરેય ઉપનિષદમાં દેવોને ‘પરોક્ષપ્રિયા:’ કહ્યા છે. સત્યના દેવને પણ અપ્રત્યક્ષ રહીને પોતાનું કર્તવ્ય બજાવવાનું ગમે છે.

રોજ આપણા હાથમાંથી જીવન નામની જણસ છટકી જાય છે. દમયંતીના હાથમાંથી ચાલી જતી માછલીની માફક રોજ આપણી ભીતર પડેલી શક્યતાઓ આપણને છોડીને અદ્રશ્ય થાય છે. જ્યાં જ્યાં સત્યનો પક્ષ લેવા માટે બે શબ્દો બોલવાનો મોકો મળ્યો ત્યારે આપણે મૂંગા મર્યા! જ્યાં એક હકીકત પ્રગટ કરવાથી કોઇ એકલા પડી ગયેલા સાચા માણસને ટેકો કરવાની તક હતી ત્યારે આપણે આપણા કપટયુક્ત મૌૈન દ્વારા કોઇ બદમાશને મદદ પહોંચાડી! આપણે આપણી મુત્સદ્દીગીરીને અકબંધ રાખી અને ગોટાળામય વાક્યો બોલીને અસત્યને વહેતું મેલ્યું! આવું કરતી વખતે આપણે આપણા માંહ્યલાની હત્યા કરતા રહ્યા અને રૂપાળા દેખાવાની મજા માણતા રહ્યા! તમે આવા રૂપાળા માણસને મળ્યા છો? એ માણસ અંદરથી મરી ચૂકયો હોય છે.

એ માણસ ક્યારેક તમારી પ્રશંસા કરે, તોય હરખાશો નહીં. જો તમે એની જુઠી પ્રશંસાથી હરખાઇ જશો, તો તમારે એની જુઠી નિંદાથી દુ:ખી થવું જ પડશે. આવો કોઇ બનાવટી બદમાશ તમારી નજીક આવી પહોંચે, તો મોં પર રૂમાલ દબાવીને દૂર ચાલી જજો. તુલસીદાસની શિખામણ સતત યાદ રાખવા જેવી છે. ‘અસંતથી દૂર ભાગો.’ કોઇ ‘અસંત’ ઘરે મળવા આવે ત્યારે શું કરવું? એ જેટલો વખત બેસે તેટલો વખત પૂરી જાગૃતિ સાથે એની વાતો સાંભળી લેવી અને એ જાય કે તરત બાથરૂમમાં ચાલી જવું. બાથરૂમ સ્વચ્છતાદેવીનું મંદિર છે.

એક બાબત સમજી લેવા જેવી છે. તમે જો થોડાક સાચાબોલા હો અને વળી આત્મવિશ્વાસથી ભરેલા હો, તો આસપાસના ઘણા લોકોને તમે દુ:ખી કરતા હો છો. સમાજના ઘણાખરા લોકોમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવનો અભાવ હોય છે. સરેરાશપણું (એવરેજનેસ) તેમનું રક્ષાકવચ બની જાય છે. સરેરાશ સામાન્યતા એમને નિંદાકૂથલી અને ઇષ્ર્યાનાં આક્રમણોથી બચાવી લે છે. એવી સરેરાશમૂલક સલામતી એમને જબરી નિરાંત આપે છે. નિરાંતનો પણ એક નશો હોય છે. નશાની શોધના મૂળમાં પણ નિરાંત પામવાની ઝંખના રહેલી છે.

આપણા સમાજમાં જે ઘણાખરા લોકોને માન્ય હોય, તેવી જીવનશૈલી રાખવામાં નિરાંત રહે છે. અમારા ગામના ફળિયામાં અડધી સદી પહેલાં એક સુંદર સ્ત્રી રહેતી હતી જે ઘરમાં બેસીને હાર્મોનિયમ વગાડતી. એ બિચારી હાર્મોનિયમ વગાડતી ત્યારે ફળિયાની સ્ત્રીઓ નિંદાકૂથલીનાં ઢોલકાં વગાડતી! (એ સ્ત્રી ગૌરવભેર આજે પણ રાંદેરમાં જીવે છે.) જરાક જુદી રીતે જીવનાર મનુષ્યને શત્રુઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન નથી કરવો પડતો.

જે વ્યક્તિ તોતડી હોય તેને જ સમજાય છે કે આત્મવિશ્વાસ જાળવી રાખવાનું કામ કેટલું મુશ્કેલ છે. લોકો એની મશ્કરી ઉડાવે છે. કેટલાક લોકો પ્રશ્નો પૂછીને એની પાસે અઘરા શબ્દો બોલાવડાવે છે, જેથી તોતડું બોલનાર અપમાનિત થાય. સમાજ સતત કોઇનો આત્મવિશ્વાસ ખતમ થાય તેની પેરવી કરતો રહે છે. માનશો? સ્વરાજ મળ્યું પછીના દાયકામાં લોકશાહી ઢબે ચૂંટાયેલી પ્રથમ સામ્યવાદી સરકારના મુખ્યપ્રધાન (કેરાલાના) ઇ.એમ.એસ. નમ્બૂદ્રિપાદ તોતડા હતા.

તેમને કોઇએ પૂછ્યું, ‘શું તમે કાયમ તોતડાવ છો?’ જવાબમાં એ નેતાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘ના, ફક્ત બોલું ત્યારે જ.’ જીવનના એક તબક્કે અભિનેતા હૃતિક રોશન તોતડો હતો. ક્રિકેટર વેંગસરકર પણ નાનપણમાં તોતડું બોલનારા હતા. એવું જ પોતાના સુંદર અવાજ માટે વખણાતાં અભિનેતા રઝા મુરાદ માટે પણ કહી શકાય.

આત્મવિશ્વાસ વિનાનું જીવન એ પાર્ટટાઇમ મૃત્યુ છે. આત્મગૌરવ વિનાનું જીવન એ ફુલટાઇમ મૃત્યુ છે. આત્મવિશ્વાસના પાયામાં સત્ય રહેલું હોય, તો એક એવી શક્તિનું નિર્માણ થાય છે, જે ગાંધીજી પાસે હતી. પૃથ્વી પર ક્યારેય આટલી દુર્બળ કાયામાં આટલો પ્રબળ આત્મવિશ્વાસ વસ્યો હશે ખરો?

પાઘડીનો વળ છેડે

તમે ગંભીર હોવાનો
ડોળ કરી શકો છો,
પરંતુ
તમે હસમુખા હોવાનો
ડોળ કરી શકતા નથી- સાચા ગુત્રી

ગુણવંત શાહ: ભગવદગીતાનું બીજું નામ સદભાવગીતા, Divya Bhasker 20-3-2011

ગુણવંત શાહ: ભગવદગીતાનું બીજું નામ સદભાવગીતા

ગીતાનો સાર ફક્ત એક જ વાક્યમાં આપવાની હરીફાઇ જાહેર થાય તો ગાંધીજીનું એક વિધાન જરૂર પ્રથમ ક્રમે આવે. ‘અનસિકતયોગ’માં તેઓ લખે છે: ‘કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતો કર્મનાં ફળ છોડે તે ચડે.’ ચાલીસ વર્ષ સુધી ગીતાના ઉપદેશ પ્રમાણે જીવ્યા પછી મહાત્માએ આવું ટૂંકું ગીતાભાષ્ય લખ્યું હતું. કેટલા ભાષ્યકારો આવો દાવો કરી શકશે? ગીતાનું શ્રેષ્ઠ ભાષ્ય કર્યું? જવાબ છે: ‘આચારભાષ્ય.’ આમ ગાંધીજી ગીતાના ઉત્તમ ભાષ્યકાર ગણાય.

મારી કોઇ હેસિયત નથી અને પાત્રતા પણ નથી, પરંતુ જો ફરજ પાડવામાં આવે તો ભગવદગીતાનું બીજું નામ ‘સદભાવગીતા’ પણ રાખી શકાય. સદભાવનાના મૂળનું પણ મૂળ (મૂલસ્ય મૂલમ્) આત્મા છે. ગીતાના પાને પાને આત્માભાવની પ્રતિષ્ઠાપના થઇ છે. મારી ભીતર જે આત્મા વિરાજમાન છે, તે જ આત્મા સર્વ મનુષ્યોમાં અને પ્રાણીઓમાં વિરાજમાન છે, એવી સમજણ પ્રગટે પછી જ ઇર્ષ્યા, દ્વેષ, વેરભાવ, ક્રોધ, હિંસા અને મોહ ટળે તેવી વૃત્તિ સર્જાય છે. આવી વૃત્તિ જ્યારે સ્થાયીભાવ બને ત્યારે સદ્ભાવ પણ સહજ બને છે.

જીવનમાં ત્રણ જગત વચ્ચે આંતરક્રિયા ચાલતી રહે છે. એક છે જ્ઞાનજગત, બીજું છે કર્મજગત અને ત્રીજું છે ભાવજગત. જ્ઞાનજગતના ઉત્તુંગ શિખર પર સ્થિતપ્રજ્ઞ બેઠો છે. કર્મજગતના શિખર પર કર્મળ્યોગી આરૂઢ થયો છે. ભાવજગતના શિખર પર ભક્ત વિરાજમાન છે. વૈદિક સાહિત્યમાં સ્થિતપ્રજ્ઞ, કર્મળ્યોગ અને ભક્ત જેવા ત્રણ શબ્દો ઝટ જોવા મળતા નથી. આવા તો અનેક મૌલિક શબ્દો ગીતામાં વાંચવા મળે છે.

આ ત્રણે જગત કાલદેવતાના ખોળામાં રમતાં રહે છે. આખરે આ કાળ (સમય) શું છે? કૃષ્ણ કહે છે: કાલો’સ્મિ લોકક્ષપકૃત્પ્રવૃદ્ધો, અથૉત્ લોકોનો નાશ કરનારો વૃદ્ધિ પામેલો કાળ હું છું. માણસને જો સમયનું (કાળનું) મહત્વ એટલે કે મૃત્યુનું મહત્વ સમજાય તો સદ્ભાવ કેળવવા માટે પ્રયત્ન કરવો ન પડે. આ કાળ અનાદિ અને અનંત છે. અહીં એક નાનો ચકરાવો વિજ્ઞાનજગતમાં મારી લેવાનું અસ્થાને નહીં ગણાય.

આજના વિજ્ઞાનવિશ્વમાં સ્ટીફન હોકિંગનું નામ મોખરે છે. એમને આજના આઇન્સ્ટાઇન પણ કહેવામાં આવે છે. એનાં ત્રણ બેસ્ટસેલર પુસ્તકો અહીં સાથે લેતો આવ્યો છું: (૧) એ બ્રીફ હિસ્ટરી ઓફ ટાઇમ (૨) ધ થિયરી ઓફ એવરીથિંગ અને (૩) ધ ગ્રાન્ડ ડિઝાઈન. અહીં કેવળ એક જ તથ્યની ટૂંકમાં વાત કરવી છે. વારંવાર આપણને બે શબ્દો સાંભળવા મળે છે: બિગ બેન્ગ અને બ્લેક હોલ. આ સૃષ્ટિની ઉત્પત્તિ એક અતિ વિરાટ ધડાકાથી થઇ હતી. એ વિરાટ ધડાકો કરોડો સદીઓ પહેલાં થયો અને પૃથ્વી પર માનવીનું સર્જન થયું. સ્ટીફન હોકિંગ ‘ધ થિયરી ઓફ એવરીથિંગ’ પુસ્તકમાં બે અગત્યની વાત કરે છે:

(૧) જો બિગ બેન્ગ પછી જે વિસ્તાર થયો તેનો દર જો સેકન્ડના અબજમા ભાગ જેટલો ઓછો હોત તો બ્રહ્નાંડનો ફરી ધબડકો થઇ ગયો હોત.

(૨) જો વૃદ્ધિ પામવાનો દર હતો તેના કરતાં સેકન્ડના અબજમા ભાગથી જરા પણ વધારે હોત તો બ્રહ્નાંડનો વિસ્તાર એટલો મોટો હોત કે એ ખાલીખમ હોત. (પાન-૭૮).

આ બે મુદ્દા રજૂ કર્યા પછી હોકિંગ કહે છે: ‘એ સમજાવવું ખૂબ જ મુશ્કેલ છે કે બ્રહ્નાંડના વિસ્તાર માટેની આ ઝડપ આ જ રાખવાનું નક્કી કોણે કર્યું! એનો જવાબ એક જ રીતે આપી શકાય કે એ કામ ભગવાનનું છે, જેણે આપણા જેવા જીવોનું નિર્માણ કરવાનું ધાર્યું હશે.’ (It would be very difficult to explain why the universe should have begun in just this way except as the act of God who intended to create beings like us).

આપણે એવું તો નહીં કહી શકીએ કે કોઇ પ્રિન્ટિંગ પ્રેસમાં મોટો બોંબધડાકો થયો અને શબ્દકોશ રચાઇ ગયો! કોઇ રહસ્યમય સત્તા (સત્તા) આપણી સૃષ્ટિનું સંચાલન કરે છે એવા પવિત્ર વહેમને આસ્તિકતા કહેવામાં આવે છે. એવા વહેમથી મુક્ત એવી પવિત્ર અશ્રદ્ધાને નાસ્તિકતા કહેવામાં આવે છે. બંનેનું અભિવાદન છે. જ્યાં વિરાટ ધડાકા (બિગ બેન્ગ)નું ચિંતન હોય ત્યાં સદ્ભાવ સિવાય બીજું શું હોઇ શકે? આત્મા શાશ્વત છે અને અમત્ર્ય છે એવી સમજણ જ સદ્ભાવની આધારશિલા છે.

ગાંધીજીએ એક દલિત કન્યાને દત્તક પુત્રી તરીકે આશ્રમમાં રાખી હતી. એનું નામ લક્ષ્મી હતું. એક દિવસ એણે પોતાના વાળને શણગારીને બોબ્ડકટ બનાવ્યા. ગાંધીજીને એ ન ગમ્યું. એમણે મગનલાલ ગાંધી સાથે મળીને લક્ષ્મીના બધા વાળ બળજબરીથી કાપી નાખ્યા. એ હિંસા હતી અને મહાત્મા દ્વારા થઇ હતી. થોડાક કલાકો પછી આશ્રમમાં દક્ષિણામૂર્તિ સંસ્થાના પ્રણેતા એવા સદગત નાનાભાઇ ભટ્ટ આવી ચડ્યા.

પોતાના આચારને સતત આત્મપરીક્ષણની ભઢ્ઢીમાં ચકાસનારા મહાત્માએ નાનાભાઇને પૂછ્યું: ‘જે થયું તે બરાબર થયું ખરું?’ નાનાભાઇ જેવા મૂર્તિમંત શિક્ષક જ કદાચ ગાંધીજીને સાચી વાત સ્પષ્ટપણે કહી શકે. નાનાભાઇએ કહ્યું: ‘બાપુ! તમે એમ શી રીતે માની લીધું કે લક્ષ્મીના આત્માની ઉંમર, તમારા આત્માની ઉંમર કરતાં નાની છે? આત્માને ઉંમર હોઇ શકે?’ આવો આત્મભાવ કેળવાય પછી સદ્ભાવ કેળવવાની જરૂર જ પડતી નથી.

ગાંધીજીએ પોતાના ગીતાભાષ્યને ‘અનાસિકતયોગ’ જેવું મૌલિક શીર્ષક આપ્યું. આવું શીર્ષક આપીને મહાત્માએ કમાલ કરી છે. આવા શીર્ષકનું મૂળ ગીતાના બીજા અધ્યાયમાં પડેલું છે. કહ્યું છે:

જન્મે આસિકતથી કામ,
કામથી ક્રોધ નીપજે,
ક્રોધથી મૂઢતા આવે,
મૂઢતા સ્મૃતિને હરે,
સ્મૃતિલોપે બુદ્ધિનાશ,
બુદ્ધિનાશે વિનાશ છે. (૨, ૬૨-૬૩)

આમ વિનાશનું ઉદ્ઘાટન આસિકત (સંગ)થી થતું હોય છે. ધૃતરાષ્ટ્રની આસિકત જ મહાભારતના યુદ્ધને અંતે થતા વિનાશ માટે જવાબદાર હતી. ગીતાનો સાર ફક્ત એક જ વાક્યમાં આપવાની હરીફાઇ જાહેર થાય તો ગાંધીજીનું એક વિધાન જરૂર પ્રથમ ક્રમે આવે. ‘અનસિકતયોગ’માં તેઓ લખે છે: ‘કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતો કર્મનાં ફળ છોડે તે ચડે.’ ચાલીસ વર્ષ સુધી ગીતાના ઉપદેશ પ્રમાણે જીવ્યા પછી મહાત્માએ આવું ટૂંકું ગીતાભાષ્ય લખ્યું હતું. કેટલા ભાષ્યકારો આવો દાવો કરી શકશે? ગીતાનું શ્રેષ્ઠ ભાષ્ય કર્યું? જવાબ છે: ‘આચારભાષ્ય.’ આમ ગાંધીજી ગીતાના ઉત્તમ ભાષ્યકાર ગણાય.

અકબર અહમદ પાકિસ્તાનના ફિલ્મ નિર્માતા છે. મહંમદઅલી ઝીણા પર બનેલી ફિલ્મનું નિર્માણ પણ એમણે કર્યું છે. એમણે કુરાનનો સાર ચાર શબ્દોમાં પ્રગટ કર્યો છે: (૧) અદ્દલ (૨) અહેસાન (૩) ઇલ્મ અને (૪) સબ્ર. અદ્દલ એટલે સમત્વ (ઇકવેનિમિટી અથવા ઇક્વિપોઇઝ). અહેસાન એટલે કરુણા. ઇલ્મ એટલે જ્ઞાન. સબ્ર એટલે ધૃતિ. કુરાન અને ગીતા વચ્ચેનો આવો અનુબંધ મૂલ્યવાન છે. સમત્વને ગીતા ‘યોગ’ કહે છે (સમત્વં યોગ ઉચ્યતે). કરુણાને ભક્તનું લક્ષણ ગણાવવામાં આવ્યું છે.

જ્ઞાનનો મહિમા ગીતામાં થયો તે કેવો? કૃષ્ણ કહે છે: ‘આ જગતમાં જ્ઞાનથી અધિક પવિત્ર બીજું કશું નથી.’ ધૃતિ એટલે ધીરજ. છેલ્લી ઘડીએ અર્જુન પાણીમાં બેસી ગયો ત્યારે કૃષ્ણે જબરી ધીરજ રાખીને જે ઉપદેશ આપ્યો તેથી આપણને અઢાર અધ્યાયની ગીતા મળી! કૃષ્ણની જગ્યાએ કોઇ બીજો હોત તો રથ છોડીને ચાલવા માંડત! કૃષ્ણ પરમ ધૃતિમાન હતા.

ઇસ્લામ એટલે સમર્પણ અથવા શરણાગતિ. ‘કરિષ્યે વચનં તવ’ જેવા ત્રણ શબ્દોમાં અર્જુનનો ‘ઇસ્લામ’ પ્રગટ થયો! મલયેશિયાના ટીવી પર ‘ઇસ્લામ ઇન્ટરનેશનલ’ મથાળે સીરીઝ ચાલે છે. ઇસ્લામનો મર્મ એક આલિમ સમજાવી રહ્યા હતા. એમણે કોલેજના વિદ્યાર્થીઓને સમજાવેલું કે મનુષ્ય પાસે એક જ ચોઇસ છે અને તે છે: ‘Choicelessness.’ આપણી મરજી જન્મમાં, મૃત્યુમાં કે ક્યાંય ચાલતી નથી. એ આલિમ ઇસ્લામને નવા આધુનિક સંદર્ભમાં મલયેશિયાની નવી પેઢી સમક્ષ રજૂ કરી રહ્યા હતા. એમની વાત કોઇ પણ ધર્મના માનવીને ગમી જાય તેવી હતી.

જેમ નદી સાગરમાં વિલીન થાય તેમ આપણે પરમ તત્વમાં વિલીન થવાનું છે. આવો શરણભાવ ગીતા અને કુરાનને જોડનારો છે. આપણી ભીતર પડેલી ચેતના અહંકારથી ઢંકાયેલી છે અને જે ભાગ ઢંકાયા વિનાનો છે તે ‘વિવેક’ છે. આવો વિવેક સદ્ભાવનું મૂળ છે અને એ મૂળનું પણ મૂળ (મૂલસ્ય મૂલમ્) આત્મા છે. સદ્ભાવ એટલે જ આત્મભાવ!

(નોંધ : આ પ્રવચન તા. ૨૧-૨-૨૦૧૧ને દિવસે નારિયેળીથી શોભતા મહુવાના ઉપવનમાં સદ્ભાવના પર્વમાં સવારે યોજાયું હતું. આદરણીય મોરારિબાપુની ઉપસ્થિતિ રામાયણીય શીતળતા આપનારી હતી. સભાનું સુંદર સંચાલન ઈતિહાસવિદ ડૉ. નરોત્તમ પલાણે કર્યું હતું. બીજું પ્રવચન મહંમદ સામીસાહેબનું કુરાન પર થયું હતું. મુ. નિરંજન ભગત આવવાના હતા તેથી મેં વિશેષ તૈયારી કરી હતી. તેઓ તબિયતને કારણે આવી ન શક્યા. I missed him સભામાં એક જણની હાજરી કે ગેરહાજરીને કારણે ફેર પડી જાય છે.)

પાઘડીનો વળ છેડે

‘મારી વૈજ્ઞાનિક શોધ
તથા મારી થિયરીઓની રચનામાં
પ્રેરણા અને માર્ગદર્શનના
મુખ્ય સ્ત્રોત તરીકે
મેં ગીતા ઉપરાંત સંસ્કૃત સાહિત્યને
સામે રાખ્યાં હતાં.’- આલ્બર્ટ આઇન્સ્ટાઇન

(‘The Hindu’, ૧૫-૧૨-૨૦૦૨)