The momentary philosopher

An excerpt from the article in Divya Bhaskar Sunday, dated 25 October 2009.

દિવાળીના દિવસોમાં ઘોંઘાટ અને પ્રકાશનું આક્રમણ વેઠનારો માણસ અડધોપડધો ફિલસૂફ બની જાય છે. ઘોંઘાટ વેઠવાની ક્ષમતા ધરાવનાર મનુષ્યને અસભ્ય ગણવાની વાત શોપનહોઅરે કરી હતી. જે મનુષ્ય પુષ્પો, કલાકો અને પ્રેમ વહેંચવાની તકો વેડફી નાખવા તૈયાર હોય તેને ‘અસભ્ય’ ગણવાનું શરૂ થશે, ત્યારે દુનિયામાં ગરીબી નહીં હોય.

ગરીબી જળવાઇ રહે તે માટે ગરીબ પોતે પણ ઓછો જવાબદાર નથી હોતો. દિવાળીના દિવસોમાં જે ‘ગરીબી’ પ્રગટ થાય છે, તે તો ખાસ મોભાદાર હોય છે. ઝૂંપડી સાથે જોડાયેલી ગરીબી ઝટ નજરે પડે છે, પરંતુ બંગલા સાથે જોડાયેલી ઝળહળતી ગરીબી જોવા માટે ત્રીજી આંખની જરૂર પડે છે.

અમેરિકન સંગીતકાર યુ.બી. બ્લેકની ૧૦૫મી વર્ષગાંઠ મનાવવા માટે એકઠા થયેલા પ્રશંસકો આગળ પ્રગટ થયેલા શબ્દો હૈયે ચોંટી જાય તેવા છે. એ સંગીતકારે સૌને કહ્યું: ‘જો મને પહેલેથી ખબર હોત કે હું આવું લાંબું જીવવાનો છું, તો મેં મારી જાતની વધારે સારી કાળજી રાખી હોત.’

સંગીતકારની વાતમાં દમ છે. પોતાની જાતની પૂરતી કાળજી ન રાખવી એ ઘણાખરા ‘અસભ્ય’ માણસોની ખાસયિત હોય છે. કડકડતી ઠંડીમાં ઠંડે પાણીએ સ્નાન કરનારા કેટલાક સેવકો સાથે મારો પરિચય હતો. પોતાની જાતને કષ્ટ પહોંચાડનાર ક્યારેક પોતાના શરીર સાથે હિંસક વ્યવહાર કરતો હોય છે. દ્વેષના અનેક પ્રકાર હોય છે. તેમાંનો એક છે: ‘સગવડદ્વેષ.’

જે સિનિયર સિટિઝન પોતાને પ્રાપ્ત થતી સહજ સગવડ જતી કરવામાં ગૌરવ અનુભવે છે, તે નાદાન હોય એવી શક્યતા કાઢી નાખવા જેવી નથી. શરીર નબળું પડી જાય ત્યારે ઓછી મુસાફરી થાય તે ચાલે, પરંતુ એસી ચેરકારમાં રિઝર્વેશન ન થયું હોય એવી અગવડયુક્ત મુસાફરી ન ચાલે. ગબડી જવાને કારણે થયેલું ફ્રેકચર મોંઘું પડે છે.

આખી જિંદગી કામ કર્યા પછી પ્રત્યેક સિનિયર સિટિઝનને કેટલીક લઘુતમ સગવડ ભોગવવાનો અધિકાર છે. એવી સગવડ જતી કરવામાં ત્યાગની ભાવના નથી. એ તો જીવનભર પોષેલી, પંપાળેલી અને છાતીએ વળગાડેલી લોભવૃત્તિનો શાંત કોલાહલ છે. કેટલાક સિનિયર સિટિઝન્સને લોભવત્તિની કેદમાં હોંશભેર સબડતા જોયા છે. તેઓ સંતાનોનો આદર નથી પામતા.

સાન્તા કલોઝ પ્રત્યેના મારા આકર્ષણનું કારણ સાવ મૌલિક છે. સાન્તા કલોઝ વર્ષમાં એક જ વાર લોકોની અને ખાસ કરીને બાળકોની મુલાકાતે પધારે છે. એ જ સાન્તા કલોઝ જો દર અઠવાડિયે કે દર મહિને આવે, તો એનાં માનપાન ઘટી જાય. જે વક્તા પ્રવચનો માટે મળેલાં બધાં જ આમંત્રણો સ્વીકારીને હરખભેર ગમે ત્યાં પહોંચી જાય, તેનો શબ્દ ક્ષીણ થાય છે.

જે વક્તાનો એક પણ દિવસ માઇકવિહોણો ન જાય, તે વકતાને સાંભળવા જનાર મનુષ્ય લગભગ નવરો હોય એ શક્ય છે. ગમે તેવા અસામાન્ય વક્તાની બધી જ ગંગાસ્વરૂપ સભાઓમાં હાજર રહેનાર શ્રોતા પણ દયનીય છે. એ કેવળ વખત મારવા માટે સભામાં જાય છે. વખત મારવો એ પણ એક પ્રકારની હિંસા છે. સમરસેટ મોમ કહે છે:

એ એક રમૂજી વાત છે કે
જો તમે તમારા જીવનમાં
શ્રેષ્ઠતાનો આગ્રહ રાખો,
તો ઘણુંખરું તમને
બધું શ્રેષ્ઠ જ મળી રહે છે.

સુજ્ઞ શ્રોતાઓને ઉત્તમ વક્તવ્ય પામવાનો અધિકાર છે. જે સભામાં પૂરતી તૈયારી કર્યા વિના પણ જઇ શકાય, તે સભામાં પ્રવચન કરવાનું ટાળવું એ પણ વાણીનું તપ છે. પ્રવચનના કાર્યક્રમમાં જો ટાઇમ બજેટ જેવું કશું ન હોય, તો એક જ મૂર્ખ વક્તા બીજા ચાર સુજ્ઞ વકતાઓનો ટાઇમ ખાઇ જતો હોય છે.

માઇક પરથી વહેતા આતંકવાદ સામે બેઠેલા લાચાર શ્રોતાઓનાં બગાસાં તો શ્રોતાઓની મજબૂરી પર થતા બળાત્કારનો અહિંસક પ્રતિકાર ગણાય. બગાસાં પ્રામાણિક હોય છે. એમાં દંભ નથી હોતો. વિધાર્થીઓ સામે ગાંધીજી પર પ્રવચન કરતી વખતે વક્તાની કસોટી થતી હોય છે.

આયર્લેન્ડમાં વાર્તાઓ કહેવાની પરંપરા ભારતની માફક પ્રચલિત છે. ગાંધીજીને પણ વાર્તાશૈલીમાં ઢાળવાનું શક્ય છે. તમે બુનિયાદી વિધાલયનાં બાળકો કે પી.ટી.સી.ના તાલીમાર્થીઓને બાનમાં (કેપ્ટિવ) રાખ્યા પછી થતાં લાંબાંલચક પ્રવચનો વખતે શ્રોતાઓના ચહેરા પર પથરાયેલો કંટાળો જોયો છે? ક્યારેક એવી હિંસા ગાંધીજનો દ્વારા પણ થતી હોય છે. ટૂંકું બોલે, તો ગાંધીજીના સમ!

વિધાર્થીઓને સમજાય તેવું બોલે, તો રેંટિયાના સમ! માનવજાત આજે પોતે જ પેદા કરેલા ઘરગથ્થુ ત્રાસનો સામનો કરી રહી છે. માનવીને પજવતા સૌથી વિકરાળ આતંકવાદનું નામ કંટાળો છે. લગ્નજીવન પણ કંટાળાજનક બની શકે છે. ક્યાંક નિર્દોષ પત્ની ક્રૂર પતિનો ત્રાસ વેઠી રહી છે, તો ક્યાંક સમજુ પતિ અક્કલવિહોણી પત્નીના અત્યાચારો વેઠતો રહે છે.

બંને વચ્ચેનો કાયમી કુમેળ ઘરનાં બાળકોને રોજ ધરતીકંપનો અનુભવ કરાવે છે. સુમેળથી જીવતો પ્રસન્ન પરિવાર એકવીસમી સદીમાં મંદિરનો દરજ્જો પ્રાપ્ત કરશે. સહજીવનની સુગંધ મંદિરના ગભારામાં પ્રસરતે ધૂપસુગંધ જેવી પવિત્ર હોય છે.

પરિવારની જાળવણીની બાબતો અમેરિકન સમાજ ‘નાદાન અસભ્યતા’માં જીવનારો પછાત સમાજ ગણાય. એવો સમાજ ફેશનની નિકાસ કરી શકે, ઉમદા વિચારો આયાત કરી શકે અને બહુબહુ તો હિરોશિમા પર અણુબોંબ ઝીંકી શકે. જે સમાજમાં બાળકને ઉંઘાડવા માટે એક મધુર હાલરડું ન હોય, એ સમાજમાં ડોલરનાં તોરણિયાં પણ મનની શાંતિ નહીં આપી શકે.

એક અમેરિકન દીકરાએ બાપ પાસે વીસ ડોલર માગ્યા. પિતાએ આપી દીધા. બીજે દિવસે પણ દીકરાએ વીસ ડોલર માગ્યા ત્યારે પિતાએ મોં બગાડ્યું, પણ ડોલર આપી દીધા. ત્રીજે દિવસે દીકરાએ ફરીથી વીસ ડોલર માગ્યા ત્યારે બાપે કહ્યું: ‘જ્હોન, તને ખબર છે? હું એક કલાક સખત મહેનત કરું ત્યારે મને વીસ ડોલર મળે છે.’ દીકરાએ કહ્યું: ‘ડેડ! આ વીસ ડોલર પાછા લઇ લો અને કહો કે મને તમે એક કલાક ક્યારે આપશો?’

નવેંબર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અસંખ્ય એન.આર.આઇ. મિત્રો આપણાં નગરોમાં આવી પહોંચશે. તેઓ ખાધેપીધે સુખી હોય છે. તમે ધારી ધારીને એમનો ચહેરો નીરખશો તો કદાચ એક બાબત જડશે. તેઓ કશીક એવી ચીજ ખોળી રહ્યા છે, જેનો અમેરિકામાં ક્યાંય પત્તો નથી. એ ચીજ કઇ? જવાબ છે: ‘ઉમળકો.’ ‘

પાઘડીનો વળ છેડે
જો જો ભાઇ!
મને એમ ન કહેશો કે
તમે મારી સાથે સહમત છો.
જ્યારે લોકો મારી સાથે
સહમત થાય છે ત્યારે
મને કાયમ એવું લાગે છે કે:
હું જૂઠો તો નથી ને!
– ઓસ્કાર વાઇલ્ડ

vicharona vrindavanma

A translated excerpt from the above:

A man attacked by the noise and light during Diwali becomes a sort of philosopher. Schopenhauer said that a man who can tolerate noise is uncivilized. When human beings who let go any opportunity to give flowers, time and love are considered uncivilized, then poverty will cease in the world.

The poor are not less responsible in maintaining poverty. The poverty that displays itself during Diwali is respectable. It is easy to see the poverty in a hut. But one needs the third eye to see the glittering poverty of bungalows.

When American musician U.G.Black celebrated his 105th birthday with his well-wishers, he said, “If I had known that I was going to live so long, I would have taken better care of myself.”

His words hold weight. To neglect oneself, is a characteristic of many ‘uncivilized’ people. I knew many social workers who took a cold water bath in the coldest winter. To give oneself discomfort is a violence against one’s body. There are many kinds of hatred. One of those is, the hatred towards comfort.

The senior citizen who feels pride in letting go of the simplest comforts available to him could be considered naive. When the body has become frail, it is all right to travel less, but to travel without an A/C chair car reservation is not. The fracture that comes after a fall is more expensive.

After working one’s whole life, each senior citizen has the right to enjoy the best comforts available to him. To let go of these comforts is not sacrifice. It is the silent uproar of greedy habits cultivated, pampered and clung to, all one’s life. I have seen so many senior citizens rot in the prison of greed with enthusiasm. They don’t win the respect of their children.

Somerset Maugham says:

“It’s a funny thing about life; if you refuse to accept anything but the best, you very often get it.”

Translated by Batul Mukhtiar, 27 Oct 2009